ઇન્ડોનેશિયાઃ કૂદરત જ્યારે રુઠે ત્યારે કેવી તબાહી મચાવે તેના તાજા દ્રશ્યો ઈન્ડોનેશિયામાં જોવા મળી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં આવેલા ભારે વરસાદે તબાહી સર્જી છે. દેશનાં પૂર્વ ભાગમાં ભારે વરસાદનાં કારણે જમીન ખસકી જવી અને પૂરનાં કારણે 44 લોકોનાં મોત થયાનાં અહેવાલ મળી રહ્યા છે, તો અનેક લોકો બેઘર પણ થયા છે. સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર અનેક લોકો લાપત્તા થઈ ગયા છે. નેશનલ ડિઝાસ્ટર એન્ડ પ્રિવેન્સન સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે નૂસા તેન્ગરા પ્રાંતનાં ફ્લોરન્સ દ્વિપનાં લમેનેલે ગામનાં 50 ઘર પર પહાડ પરથી મોટા પાયા પર કાટમાળ આવી પડ્યો અને પછી આ મોટી ઘટના ઘટી ગઈ. રાહત અને બચાવ કામમાં જોતરાયેલા જવાનોએ અત્યાર…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
આણંદઃ અત્યારના સમયમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે પોલીસ પણ સતર્ક થઈને વાહન ચેકિંગ સઘન બનાવી રહી છે. આણંદ પોલીસ દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં વધારે સ્ટાફ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાસદ પોલીસના જવાનો ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યા હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શખ્સો આવી ચઢતાં પોલીસે તેમને શંકાને આધારે રોકીને બાઈકની માલિકીના કાગળીયાની માંગણી કરી હતી. પરંતુ બન્ને શખ્સો ગલ્લાતલ્લા કરવા લાગતાં પોલીસે તેઓની અંગજડતી કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસો, ખંજર, મરચું પાવડર મળી આવ્યા હતા. જેથી બન્નેના…
અમદાવાદઃ અત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવેસે છે. આજે સોમવારે તેમનો બીજો દિવસ છે. રવિવારે ઊંઝામાં માતા ઉમિયાના દર્શન કર્યા બાદ આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાક્તા લીધી હતી. ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન કર્યું હતું કે ગુજરાતનો ખેડૂત ભયમાં છે અને “ગુજરાતના ખેડૂતોને દબાવવામાં આવે છે”. તેમણે કહ્યું કે “ખેડૂતો માટે હરહંમેશ અવાજ ઉઠાવીશું” અને “ગાંધીનગરમાં દિલ્લી જેવી સ્થિતિ ઉભી કરવી પડશે” તેવું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. રાકેશ ટિકૈતને શંકરસિંહ વાઘેલાએ પણ સમર્થન આપ્યું છે. હવે તે કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત લેશે તેમજ બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ પણ કરશે. કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતોને મળી…
આસામઃ સાપ પ્રજાતિમાં સૌથી ખતરનાક કિંગ કોબ્રા માનવામાં આવ્યા હતા. કિંગ કોબ્રા દુનિયાનો સૌથી લાંબો સાપ ગણવામાં આવી શકે છે. ત્યારે આસામમાં નગાંવમાં એક ચાના બગીચામાં 16 ફૂટ લાંબો એક વિશાળ કિંગ કોબરા મળી આવ્યો. લગભગ 20 કિલો વજન ધરાવતો આ કિંગ કોબરાને પકડવા માટે વન વિભાગેની ટીમે ઘણી મહેનત કરવી પડી હતી. હકીકતમાં, ચાના બગીચામાં કામ કરનારાઓ શનિવારે આ કોબરા જોવા મળ્યો હતો. આ ઝેરીલા સાંપને જોયા બાદ તેઓએ આનન-ફનનમાં નવ વિભાગની ટીમને તેની સૂચના આપવામાં આવી હતી. જે બાદ સ્થળ પર પહોંચોની વન વિભાગની ટીમે કોબરાને પકડવા માટે ચાના બગીચામાં ઉતર્યા. 16 ફૂટ લાંબો આ કોબરાને પકડવા માટે…
અમદાવાદઃ ગુજરાતમાં બાળાઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છેત્યારે નારોલ વિસ્તારમાં એક પરિણીત પુરુષે સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીની પત્નીને સગીરા અને તેના પતિ વચ્ચેના સંબંધની જાણ થઈ જતાં તે સગીરાની માતા પાસે પહોંચી હતી અને સગીરાને સમજાવીને તેના લગ્ન કરાવી દેવાનું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ પ્રમાણે વટવા વિસ્તારમાં રહેતા હારુન દિવાનની પત્ની તેના ઘરે આવી હતી અને તેણીએ કહ્યું હતું કે, તમારી દીકરી મારા પતિ સાથે પ્રેમ સંબંધ ધરાવે…
અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વધારે આકરી ગરમી પડવાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, 10થી 16 એપ્રિલ આકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહીત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો પારો અત્યારથી જ 40 ડિગ્રીને પાર ગયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમી સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તારીખ 13થી 17 એપ્રિલમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળોની શક્યતા રહેશે. હવામાન શાસ્તી અંબાલાલે જણાવ્યું છે…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ ખતરનાક સપાટીએ પહોંચ્યો છે ત્યારે કોરોના અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જાદુગરની દુનિયામાં ખ્યાતનામ એવા જુનિયર કે.લાલ એટલે કે જાણિતા જાદુગર હર્ષદરાવ વોરાનું કોરોનાના કારણે નિધન થયું છે. બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. કે.લાલ અને જુનિયર કે.લાલ જાદુગર તરીકે એટલા પ્રસિદ્ધ હતા કે જાદુના શોનો બીજો પર્યાય કે. લાલ થયો હતો. જુનિયર કે.લાલના અવસાનને કારણે ગુજરાતીઓમાં શોકની લાગણી છવાઇ છે. જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહું…
મુંબઈઃ અત્યારે બોલિવૂડ ઉપર કોરોનાનો કાળો છાયો છવાયેલો છે ત્યારે અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયો છે. આ સાથે રામ સેતૂની ટીમનાં તમામ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ સમયે ક્રૂનાં 45 જેટલાં મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામનાં રિપોર્ટ રવિવારે સાંજે કરવામાં આવ્યા હતાં. જે રિપોર્ટ આજે સવારે આવ્યો છે. સેટ પર 100થી વધુ ક્રૂ મેમ્બર્સ સાથે કામ કરી રહ્યાં હતાં. જેઓ પ્રોડક્શનનાં સભ્યો હતાં. ફિલ્મનું શૂટિંગ મુંબઇનાં મડ આઇલેન્ડ પર થઇ રહ્યું હતું. 100 માંથી કહી શકાય કે અડધા ક્રૂ મેમ્સબર્સ એટલે કે 45 જેટલાં ક્રૂ મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હાલમાં…
નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાના આતંક વચ્ચે અમેરિકન વૈજ્ઞાનિકે ડરામણી ચેતવણી આપી છે. એક સંક્રમણ રોગોના અમેરિકન નિષ્ણાતે ભવિષ્યવાણી કરી છે કે આગામી બે અઠવાડિયા સુધી વૈશ્વિક સ્તર પર દરરોજ નોંધાતા કેસમાં મોટો ઉછાળો જોવા મળશે. અમેરિકન ટીવી ચેનલ એનબીસીના ‘મીટ ધ પ્રેસ શૉ’માં મિનસોટા યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિચર્સ એન્ડ પૉલિસીમાં ડાયરેક્ટર માઇકલ ઓસ્ટરહોમે કહ્યુ કે, વૈશ્વિક સ્તર પર કોરોના મહામારીનો ખતરો પાંચમી કેટેગરીના વાવાઝોડા જેવો હશે. આગામી દિવસોમાં સંક્રમણના કેસમાં આવી રહેલા વધારાના પરિણામસ્વરૂપે વૈશ્વિક સ્તરે દૈનિક નોંધાઈ રહેલા કેસમાં કોરોના મહામારી શરૂ થયા બાદનો સૌથી મોટો ઊછાળો આવશે. તેમણે કહ્યું, “હું કહેવા માંગું છું કે,…
નવી દિલ્હીઃ આગામી નવ તારીખે આઈપીએલ મેચ શરૂ થવા જઈ રહી છે અને બીજી તરફ દેશમાં કોરોનાનો આતંક પણ યથાવત છે ત્યારે બીસીસીઆઈએ મહત્વની જાહેરાત કરી છે. બોર્ડના મતે ખેલાડીઓને કોરોના વેક્સીન લગાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત કરવામાં આવશે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે કોરોનાના વધી રહેલા કેસના કારણે મારા હિસાબથી ફક્ત ટિકાકરણ જ એકમાત્ર ઉપાય છે. કોઈ જાણતું નથી કે કોરોના ક્યારે ખતમ થશે અને તમે તેને લઈને કોઈ સમય સીમા નક્કી કરી શકતા નથી. તેમણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા માટે ટિકાકરણ જરૂરી છે. જોકે પહેલા ખબર આવી હતી કે ખેલાડીઓને વેક્સીન લગાવવામાં…