ફાલિયા: કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે વિશ્વના દેશો કોરોનાથી બચવા માટે કોરોના ગાઈડલાઈનો બહાર પાડી છે ત્યારે પોલીસ પ્રસાશન પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પણ કાર્યવાહી કરી રહી છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર કડક બન્યું છે. પાકિસ્તાનમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક સાથે 20 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરનાર 20 લોકોને એક જ લોકઅપમાં ઘેંટાબકરાની જેમ ભરીને પોલીસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના એક શહેર ફાલિયામાં, લગભગ 20 લોકોને કોરોના વાયરસ અંગે એસઓપી એટલે કે સામાજિક અંતરનું…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
આફ્રિકાઃ સામાન્ય રીતે આપણે કોઈ મહિલાની પ્રસુતિ દરમિયાન ત્રણ કે ચાર બાળકો એક સાથે જન્મ્યા હોય એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ તમને કોઈ કહે કે મહિલાના ગર્ભમાં સાત શીશું ઉછરી રહ્યા છે. તો તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે. કહીકતમાં આવો અજીબોગરીબ કિસ્સો આફ્રિકાના માલીમાં પ્રકાશમાં આવ્યો છે. આફ્રિકાના ગરીબ દેશ માલીમાં એક મહિલાના ગર્ભમાં સાત બાળકો જન્મવાની રાહ જોઇ રહ્યા છે. એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહ્યા હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવા ઉપરાંત સાર સંભાળ માટે માલી દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે. માલીના આરોગ્ય ખાતાના જણાવ્યા…
અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો કેટલાક એવા પણ કેસ સામે આવી રહ્યા છે. જેમાં કોરોના વેક્સીન લીધી હોવા છતાં પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. લોકોના મનમાં એવો ભ્રમ છે કે કોરોના વેક્સિન લીધા પછી કોરોના તેમને અડી પણ નહીં શકે પરંતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે વેક્સીન લીધા પછી કોરોના નહીં થાય. વેક્સીન લીધા બાદ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. તેમાં કોઈ શંકા નથી કે વેક્સીન લીધા બાદ કોરોના વાયરસની ગંભીરતા અને મોતના ખતરાને ઓછો કરી શકાય છે પણ વેક્સીન બીમારી ફેલાવવાને અને ઈન્ફેક્શનની રોકી શકે છે. તેના કોઈ…
વલસાડઃ અત્યારે હત્યાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે વલસાડમાં એક વિચિત્ર હત્યા કેસ બન્યો હતો. અંહી એક 71 વર્ષીય વૃદ્ધ પત્નીએ 78 વર્ષીય વૃદ્ધ પતિની હત્યા કરી નાંખી હતી. વૃદ્ધ પત્નીએ કપડા ધોવાનો ધોકા વડે પતિના માથે વાર કરતા મોત નીપજ્યું હતું. ઢળતી ઉંમરે વૃદ્ધાએ પતિની હત્યા કરવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા વૈભવ કોમ્પલેક્ષમાં 71 વર્ષીય લક્ષ્મીબેન પટેલ અને 78 વર્ષીય અમરતભાઈ પટેલ એકલવાયું જીવન જીવતા હતા. સંતાનમાં બે દીકરીઓ હતી જેઓ પરિણીત હોવાથી સાસરિયે રહેતી હતી, અને પુત્ર ન હોવાથી…
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહા રાજપુતની આત્મહત્યા બાદ બોલિવૂડ જગતમાં એક નવો વળાંક આવ્યો હતો. ડ્રગ્સ કેસનો નવો ફણગો ફૂટ્યો હતો. ડ્રગ્સ કેસમાં એક પછી એક અનેક અભિનેતા- અભિનેત્રીઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ વધુ એક અભિનેતાની ધરપકડ કરી છે. અભિનેતા એજાજ ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ મંગળવારે રાતે મુંબઇ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. એજાજ રાજસ્થાનથી જેવો મુંબઇના એરપોર્ટ પર ઉતર્યો ત્યાં જ એનસીબીના અધિકારીઓએ તેની નારકોર્ટિક્સ કેસમાં પૂછપરછ માટે અટકાયત કરી લીધી હતી. આજે એટલે બુધવારે સવારે 8 કલાકની પૂછપરછ બાદ એનસીબીએ એજાજની ધરપકડ કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NCBની ટીમને એજાજ ખાન અને…
નવી દિલ્હીઃ જો તમારે બેન્કનું કામ બાકી હોય તો બે દિવસમાં પતાવી દેજો નહીં તો અટવાઈ જશે. પહેલી એપ્રિલથી નાણાંકિય વર્ષ 2021-2022 શરું થવા જઈ રહ્યું છે. ત્યારે સ્વભાવિકપણે નવા નાણાકીય વર્ષમાં આર્થિક વ્યવાર અને નાણાકીય કામકાજ સામાન્ય કરતા થોડું વધુ રહેશે. જો એપ્રિલ મહિનામાં તમે બેનને લગતા કામકાજ પ્લાન કર્યા છે તો આ અહેવાલ તમને ખુબ જરૂરી માહિતી પુરી પડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 -22 ના પ્રારંભમાંજ જો તમારી પાસે બેંકને લગતા કોઈ કામ છે તો તમારે 3 એપ્રિલ, 2021 સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત એપ્રિલમાં બેંકો કુલ 10 દિવસ માટે બંધ રહેશે. મહિનાના પ્રથમ દિવસે બેંકોના…
જયપુરઃ આડા સંબંધો બનવા સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે આવા અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે રાજસ્થાનના જયુપરમાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ખુદ પોલીસ વિચારમાં પડી ગઈ હતી. હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા કલેજે ભાઈની હત્યા કર્યા બાદ નાનોભાઈ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તપાસમાં સાથે રહ્યો હતો. ત્યાં સુધી કે તે ઘટનાસ્થળે પણ સાથે ગયો હતો. જોકે,…
ભોપાલઃ તાજેતરમાં એક યુવતી લગ્ન કરવા માટે ચાર યુવકો સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ કોની સાથે લગ્ન કરવા એ અંગે મૂંઝવણમાં મુકાઈ હતી. આ કિસ્સામાં પંચાયતે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કર્યો હતો. જોકે, આવો જ એક અજબ ગજબ કિસ્સો મધ્ય પ્રદેશના ભોપાલમાંથી સામે આવ્યો છે. અહીં એક દુલ્હન સાથે લગ્ન કરવા માટે એક બે કે ત્રણ નહીં પરંતુ સાત સાત મુરતિયા જાન લઈને પહોંચ્યા હતા. જોકે, આ સાતેય વરરાજાઓને પોતાની સાસરીવાળા મળ્યા કે ન તો લગ્ન કરાવનાર ના તો દુલ્હન મળી. જે પછી આ અંગેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે લગ્ન કરાવનારી સંસ્થાના મેનેજર પર ફ્રોડનો કેસ દાખલ…
ઢાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બાંગ્લાદેશના બે દિવસના પ્રવેસે ગયા હતા. મોદી બાંગ્લાદેશના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં ભાગ લેવા માટે ઢાકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ નિશાન બનાવાઈ. મીડિયા અહેવાલો પ્રમાણે, સમગ્ર બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે હિંસા શરૂ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, મોદીની બાંગ્લાદેશ મુલાકાત વિરુદ્ધ ઈસ્લામિક જૂથોએ વિરોધ પ્રદર્શન થયા, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 12 લોકોના મોત થઈ ગયા. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ત્યાં ગયા હતા.…
અમદાવાદઃ રવિવારે હોળીના તહેવારે સાંજના હોલિકા દહન થયું હતું. અને હોળીની જ્વાળા ઉપર વરસાદની આગાહી પણ થતી હોય છે ત્યારે આ વર્ષે હોળીની જ્વાળ પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે આ ચોમાસામાં 98 ટકા વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદનો અંદાજ લગાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની સાથે સાથે તેઓએ એવી પણ આગાહી કરી છે કે વરસાદ સામાન્ય રહેશે પરંતુ બે વરસાદ વચ્ચે થોડો વધારે સમય રહેવાની સંભાવનાથી ખેડૂતોએ વચ્ચેના સમયમાં સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે.…