કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

મુંબઈઃ તાજેતરમાં દિયા મિર્ઝા પોતાના પતિ સાથે માલદિવ્સમાં હનીમૂન માટે ગઈ છે. ત્યાં તેણે ફોટો શેર કર્યા હતા. જોકે, અત્યારે દિયા મિર્ઝાએ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ અંગે ટ્વીટ કર્યું હતું. જે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. દિયાએ ટ્વીટ દ્વારા વધતા પ્રદુષણથી થનારા નુકસાન વિષે કહ્યું છે. આટલું જ નહીં એક્ટ્રેસે એક રિસર્ચ પર આધારિત એક રિપોર્ટને પણ ટેગ કર્યું છે. એક્ટ્રેસનું આ ટેગ હવે ચર્ચાનો વિષય બન્યું છે. હાલમાં જ એક રિપોર્ટમાં સામે આવ્યો છે. આ રિપોર્ટમાં લખ્યું છે કે, પ્રદુષણને કારણે પુરુષોના પ્રાઇવેટ પાર્ટ પર ખરાબ અસર પડી રહી છે. આ આ ખબર પર દિયા મિર્ઝાએ કમેન્ટ કરતા…

Read More

રાજકોટઃ આજના આધુનિક યુગમાં પણ કહેવાતા ભદ્ર સમાજમાં હજી પણ દહેજનું દૂષણ દેખાઈ રહ્યું છે ત્યારે સાસરિયાઓ દહેજ માટે પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવાની અનેક ઘટના બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરમાં માવતર રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં આઈપીસીની કલમ 323, 504, 498 (ક) તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ મહિલા પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ના લગ્ન અમદાવાદ ખાતે રહેતા જતીનભાઈ પટવા નામના વ્યક્તિ સાથે વર્ષ 2008માં થયા હતા. લગ્ન જીવન શરૂ થયાને એક વર્ષ સુધી બધું ખૂબ સારી રીતે ચાલ્યું હતું. પરંતુ લગ્નજીવનને એક વર્ષ વિત્યા બાદ સ્ત્રીઓમાં શારીરિક-માનસિક ત્રાસ…

Read More

નવી દિલ્હી: પીએમ મોદીએ મન કી બાતના 75મા સંસ્કરણની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, આ કાલની વાત લાગે છે જ્યારે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અમૃત મહોત્સવની પણ શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા આવેલા લાઇટ હાઉસનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે આ મહિને દેશે પહેલીવાર જનતા કર્ફ્યૂનું નામ સાંભળ્યું હતું. આ દરમિયાન લોકોએ કોરોના વોરિયર્સ માટે દેશ એકજૂથ થઈ ગયો હતો. આજે ભારત દુનિયામાં સૌથી મોટો કોરોના વેક્સીન કાર્યક્રમ ચલાવી રહ્યો છે. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, મેં પર્યટનના વિવિધ પાસાઓ પર અનેકવાર વાત કરી…

Read More

ઢાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે પડોશી દેશ બાંગ્લાદેશની પ્રવાસે ગયા હતા. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદી બાંગ્લાદેશ પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી, જેમાં બંને દેશ વચ્ચે પાંચ કરાર થયા હતા. સાથે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ. બંને દેશ વચ્ચે મિતાલી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન શરૃ કરવાની પણ જાહેરાત કરાઈ હતી. બાંગ્લાદેશનો બે દિવસનો પ્રવાસ પૂરો કરી પીએમ મોદી શનિવારે મોડી રાતે દિલ્હી પરત ફર્યા હતા. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશનો બે દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના…

Read More

ગુરુગ્રામઃ હોળીના દિવસે જ હરિયાણના ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ગુરુગ્રામ-દ્વારકા એક્સપ્રેસ વે પર નિર્માણાધીન ફ્લાયઓવર ધરાશાયી થઈ ગયો છે. પ્રાપ્ત થતાં વધુ અહેવાલ પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે કામદારો ઘાયલ થયાના અહેવાલ છે. આ સમયે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના દ્વારકા એક્સપ્રેસ વે પર દોલતાબાદ ગામ નજીક બની હતી. મળતી માહિતી મુજબ ગુરુગ્રામ-દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ફ્લાયઓવરનો એક ભાગ અચાનક એક્સપ્રેસ વે પર પડી ગયો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે કામદારો ઘાયલ થયાના અહેવાલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવી…

Read More

કાનપુરઃ મુંબઈના એક મોલમાં ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં અનેક દર્દીઓના મોત થયા હતા. ત્યારે વધુએક આગનો બનાવ કાનપુરમાં બન્યો છે. અહીં કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયૂમાં રવિવારે સવારે આગથી હાહાકાર મચ્યો છે. હોસ્પિટલના પહેલા ફ્લોરના આઈસીયૂમાં આગ લાગ્યાની જાણકારી મળતાં જ દર્દીઓને બહાર લાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. હાલમાં લગભગ 50 લોકો હોસ્પિટલમાં ફસાયા હોવાની શંકા છે. કાર્ડિયોલોજી હોસ્પિટલમાં બિલ્ડિંગમાં આગના કારણે દર્દીઓને બેડ સાથે જ બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી. કાર્ડિયોલોજીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘુમાડો…

Read More

નવી દિલ્હીઃ એક બાજુ કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ અભીયા તેજ બનાવી દીધું છે. ત્યારે દેશમાં કોરોના વાયરસની તેજ લહેર ચાલી રહી છે. દિવસેને દિવસે હજારોની સંખ્યમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સતત બીજા દિવસે 62 હજારથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસો પણ ટૂંક સમયમાં પાંચ લાખે પહોંચી જશે તેવો ડર છે. 24 કલાકમાં નોંધાતો મૃત્યુઆંક 300થી વધી જતાં ચિંતામાં વધારો થયો છે. ભારતમાં કુલ 6 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24…

Read More

નવી દિલ્હીઃ તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચમાં સોફ્ટ સિન્ગલ અંગે વિવાદ સર્જાયો હતો. જોકે, બીસીસીઆઇએ અંતે વિવાદસ્પદ સોફ્ટ સિગ્નલને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. આઇપીએલની હાલની સીઝનથી આ નિયમને હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત થર્ડ અમ્પાયરના નોબોલ અને શોર્ટ રનના નિર્ણયને બદલી શકાશે. આ વિશે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી તમામ ફ્રેન્ચાઇઝ ટીમોને જાણકારી આપવામાં આવી છે. સ્પોર્ટ સ્ટારના અહેવાલ મુજબ, પહેલા કોઈ ખેલાડીના નિર્ણયને લઈ જ્યારે મેદાન પરના અમ્પાયર ત્રીજા અમ્પાયરની પાસે જતા હતા તો તેને સોફ્ટ સિગ્નલ હેઠળ પોતાનો નિર્ણય આપવાનો રહેતો હતો. એટલે કે અમ્પાયરે ખેલાડીને આઉટ કે નોટઆઉટ આપવાનો રહેતો હતો.…

Read More

રાજકોટઃ અત્યારે નોકરની લાલચ આપીને યુવકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં નકલી ડીએસપી બનીને મહિલાએ એક યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે ફરીથી રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટના લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં જામનગરના શખ્સ તથા અમદાવાદ, રાજપીપળાના બે શખ્સ અને યુપી, બિહારના ત્રણ મળી છ શખ્સોને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ લખનૌ પહોંચી ત્યાં ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બે મહિનાથી આ ટોળકીએ આવા ગોરખધંધા આદરી રાજકોટના 6 અને બીજા રાજ્યોના 45 જેટલા નોકરી વાંચ્છુકોને ‘શીશા’માં ઉતારી લાખોની ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે. જુવો…

Read More

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના નાકે દમ લાવનાર ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા આ મહિનાની 25મી તારીખે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાંથી ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થયો હતો. જોકે, દિલ્હી પોલીસની સ્પેશલ સેલની ટીમે કુલદીપ ઉર્ફે ફજ્જાને રોહિણી સેક્ટર-14ના એક એપાર્ટમેન્ટમાં ઘેરીને ઠાર મારવામાં આવ્યો છે. સ્પેશલ સેલ નવી દિલ્હી રેન્જની ટીમને આ સફળતા મળી છે. ગત રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ પોલીસને કુલદીપ ઉર્ફે ફજ્જાના રોહિણી પાસેના એક ઘરમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. જાણકારી મુજબ, ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા રોહિણી સેક્ટર-14માં તુલસી એપાર્ટમેન્ટમાં કોઈ સાથીના ઘરમાં છુપાઈને રહેતો હતો. ત્યારબાદ સ્પેશલ સેલના એસીપી લલિત મોહન નેગી, એસીપી હૃદયભૂષણ, ઇન્સ્પેક્ટર રવિન્દ્ર જોશી, ઇન્સ્પેક્ટર સુનીલ…

Read More