Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

Navsari girl

નવસારીઃ કહેવત છે ને કે મારવા વાળા હજાર હોય પણ બચાવવા વાળો એક છે આ જ કહેવતને સાચી પાડતો કિસ્સો તાજેતરમાં નવસારીમાં બન્યો હતો. અહીં એક પરિવાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન તેમના બે વર્ષની પુત્રી ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી. પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, રેલવે પોલીસમાં ફરજ બજાવતા જવાને બાળકીને પાટા ઉપર ચાલીને શોધી કાઢી હતી. નીચે પટકાવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી. જોકે તેનો જીવ બચી ગયો હતો. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેશ હેંચા નામનો વ્યક્તિ તેની બે વર્ષની દીકરી રુહી સાથે વલસાડના ભીલાડથી મધ્ય પ્રદેશના દેવાસ જવા માટે નીકળ્યો હતો.…

Read More
corona india 1

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધારે બગડતી જાય છે. દેશના મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોને કોરોનાએ કપરી પરિસ્થિતિમાં મૂક્યા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,262 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 275 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,17,34,058 થઈ ગઈ છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. પરંતુ કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે તેના…

Read More
ODI 1

પુણેઃ મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે શ્રેણીની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઈંગ્લેન્ડને 66 રને હરાવીને શાનદાર જીત મેળવી હતી. અને શ્રેણીમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 5 વિકેટ પર 317 રન કર્યા. શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી. તેના જવાબમાં ઈંગ્લીશ ટીમ 42.1 ઓવરમાં 251 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર અને શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી. ટીમ ઈન્ડિયાની જીતના પાંચ કારણો પહેલું કારણ- ટીમ ઈન્ડિયાએ ધીમી શરૂઆત કરી. પહેલી 10 ઓવરમાં માત્ર 39 રન જ કર્યા. પરંતુ…

Read More
petrol price

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ લોકોને વધારે મુશ્કેલીમાં મુકી દેતા હોય છે ત્યારે છેલ્લા 24 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, આજે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કર્યો છે. આ કાપ બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલના ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે. હકીકતમાં જોઈએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના કિંમતોમાં આવેલા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 15…

Read More
rajkot police sapato

રાજકોટઃ હોળી અને ધૂળેટી પૂર્વ રાજકોટ પોલીસે સપાટો બોલાવ્યો હતો. વિવિધ જગ્યાએ રેડ પાડીને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને અટકાવી રહ્યા છે. ત્યારે શેહરના વિવિધ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી દ્વારા જુગાર અને ગેરકાયદેસર હથિયાર પકડી પાડ્યા હતા. આ અંગે જેતે પોલીસે ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા દેશી બનાવટના તમંચા સાથે પ્રતિપાલસિંહ અજય સિંહ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલા ના જણાવ્યા પ્રમાણે ASI ફિરોઝ શેખ, ભનુભાઇ મિયાત્રા, સલીમભાઈ મકરાણી સહિતનાઓને બાતમી મળી હતી કે, ભક્તિનગર સોસાયટી શેરી નંબર ત્રણમાં આવેલા…

Read More
tom and krunal

પુણેઃ મેચ દરમિયાન એક બીજા ખેલાડીઓ ઉપર ગુસ્સાની નજરે જોતા હોય એ સામાન્ય બાબત છે. પરંતુ પુણે ખાતે રમાયેલી પહેલી વનડે મેચ દરમિયાન ભારતના ઓલરાઉન્ડર કૃણમાલ પંડ્યા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કર્રન ઉપર ભડક્યો હતો. જોકે, એમ્પાયરે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પહેલી વનડેમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ શ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. કૃણાલે પોતાની પહેલી જ વનડે મેચમાં 31 બોલમાં રણનમ 58 રન ફટકાર્યા. કૃણાલ પંડ્યાએ ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી અને પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કૃણાલ પંડ્યાએ જેવી પોતાની અડધી સદી પૂરી કરી તો તે ટોમ કર્રનને ગુસ્સામાં કંઈક…

Read More
Gow operation

રાજસ્થાનઃ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ભરપુર થઈ રહ્યો છે. અને જાણતા અજાણતા આપણી ઉપયોગ કરેલી પ્લાસ્ટીકની થેલીઓ અબોલા પશુઓ માટે જોખમી બની રહે છે. રાજસ્થાનમાં ગાયના પેટમાંથી 48 કિલોથી વધારે પ્લાસ્ટિકની થેલીઓ અનેક બીજી અન્ય વસ્તુઓ નીકળી હતી. કોટા ખાતેના પશુ ચિકિત્સાલયમાં વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ એક ગાયનું ઓપરેશન કર્યું છે. ગાયના 4 કલાક ચાલેલા ઓપરેશન બાદ વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ જણાવ્યું કે, ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી છે. સાથોસાથ લોખંડની 8 અણીદાર ખીલ્લીઓ પણ કાઢવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી કાઢવામાં આવેલી અપશિષ્ટમાં અનેક એવી ચીજો છે જેને જોઈને ચોંકી જવાય છે.…

Read More
coronavirus

અમદાવાદઃ એક તરફ કોરોના વાયરસ સામે લડવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના દિવસેને દિવસે ગુજરાતને પોતાના અજગર ભરડામાં લઈ રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 450થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ 1640 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 1140 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. દરમિયાન આજે સુરતમાં રેકોર્ડબ્રેક 483, અમદાવાદમાં 483, વડોદરામાં 159, રાજકોટમાં 146, ભરૂચમાં 14, મહેસાણામાં 12, જામનગરમાં 28, ખેડામાં 41, પંચમહાલમાં 23, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 34, કચ્છમાં 17, આણંદમાં 9, દાહોદમાં 23, નર્મદામાં 16, સાબરકાંઠામાં 7,…

Read More
holi special train

નવી દિલ્હીઃ એક તરફ કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે અને બીજી તરફ આમે હોળીનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા અને સરળતા રાખવા માટે ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી હોળીના તહેવાર નિમિત્તે રેલવે વિભાગ 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ 54 ટ્રેન ઉત્તરી વિસ્તારમાંથી ચલાવાશે. તહેવારો માટેની સ્પેશિયલ 100 ટ્રેન આગામી 10 એપ્રિલ 2021 સુધી દોડાવવામાં આવશે. હોળીના તહેવારમાં ટ્રેનમાં ભીડનું પ્રમાણ વધુ હોય છે, પરિણામે કોરોના વાયરસ ફેલાઈ તેવો ખતરો રહેલો છે. જેથી રેલવે વિભાગે ભીડને ઓછી કરવા માટે વધારાની ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. રેલવે વિભાગ…

Read More
tirath singh rawat

ઉત્તરરાખંડઃ ઉત્તરાખંડના સીએમનુ પદ સંભાળ્યાના થોડા જ દિવસોમાં તીરથસિંહ વિવાદોમાં ફસાઇ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તીરથસિંહ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમના વખાણ કર્યા હતા. જોકે બાદમાં તીરથસિંહે નિવેદનો આપવાનું શરૂ કર્યું તો તેમના જ્ઞાન પર સવાલો ઉઠવા લાગ્યા છે. અગાઉ તેઓએ કહ્યું હતું કે મહિલાઓ યુવતીઓએ ફાટેલા જિન્સ ન પહેરવા જોઇએ. તેમના આ નિવેદનની મહિલા સંગઠનો અને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ હતી. સતત વિવાદોમાં રહેલા ઉત્તરાખંડના સીએમ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાવતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જાણકારી આપી છે, તેમણે પોતાને આઈસો લેટ…

Read More