મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે હોંશે હોંશે જે યુવતી સાથે જીવન વિતાવવા માટે લગ્ન કરીને ઘરે લાવ્યો એ યુવતીની પાંચ મહિના પછી હકીકત જાણી તો તેના હોશ ઉડી ગયા હતા. પતિએ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવ્યું તો ખબર પડી કે પોતાની જેને પોતાની પત્ની માને છે એ યુવતી નહીં પરંતુ કિન્નર છે. ત્યારબાદ હાઈવોલ્ટેઝ ડ્રામા શરૂ થયો હતો. પતિ પણ પોતાની પત્નીની આવી હરકતના કારણે અજાણ હતો. શંકા જતાં પતિએ પત્નીની તપાસ કરવાતા પત્નીનો મેડિકલ રિપોર્ટ જોઈને પતિ સહિત પરિવારના હોશ ઉડી ગયા હતા. હકીકત સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
મહેસાણાઃ અત્યારે નાની નાની બાબતોમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ કરતા લોકો ખચકાતા નથી. ત્યારે મહેસાણા જિલ્લામાં આવો જ એક કિસ્સો આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે પતિ કામકાજ ન કરતો હોવાથી પત્નીએ ઠપકો આપ્યો હતો. જેના કારણે વિફરેલા પતિએ કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરી હતી હતી. મળતી માહિતી પ્રમાણે વિજાપુર તાલુકાના કંગઇપુરા નાની (ખરોડ) ગામે કામધંધા વિના રખડવા બાબતે ઠપકો આપનાર પત્નીને વિફરેલા પતિએ ખાટલામાં જ કુહાડીના 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ચકચાર જગાવી હતી. લાડોલ પોલીસે હત્યારા પતિને પકડી શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.કંગઇપુરા નાની (ખરોડ) ગામનો કડવાજી શંભુજી ઠાકોર…
સુરતઃ અત્યારના સમયમાં લીવઈન રિલેશનશીપમાં રહેવાનું યુવક અને યુવતીઓમાં ચલણ વધી રહ્યું છે. પરંતુ આવા સંબંધોનું પરિણામ ક્યારેક કરુણ પણ આવતું હોય એવા કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પર્વત પાટિયા વિસ્તારમાં લગ્ન તૂટ્યા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવાન સાથે છેલ્લા એક વર્ષથી લીવઇનમાં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટના વતની વતની અને હાલ પરવત પાટિયાગામમાં પટેલ ફળિયામાં રહતી મહિલા જ્યોતિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા પરિવરે ઉત્તર પ્રદેશ ખાતે તિવારી નામના યુવાન સાથે કરાવ્યા હતા. જોકે પહેલાં તો લગ્ન જીવન બરાબ…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. કોરોનાએ પોતાના સંક્રમણી સ્પીડ વધારી છે. દેશમાં રોજ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે આજે રવિવારની કોરોનાની દેશની સ્થિતિની વાત કરીએ તો આજે 25 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ આંકડો ભારતમાં 84 દિવસ બાદ 25000ની ઉપર પહોંચ્યો છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ છે. દેશમાં કોવિડ-19 સંક્રમણની હાલત ફરી એક વાર બેકાબૂ થતી હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. દેશમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર 25 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. ભારતમાં 84 દિવસ…
અજબ-ગજબ ડેસ્કઃ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાર તહેવારમાં ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે ગાય અને મનુષ્ય વચ્ચેના સંબંધો પણ અતૂટ ગણવામાં આવી રહ્યા છે. આ પ્રેમ ભર્યા સંબંધો વધુ મહેકી ઉઠે એવો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વ્યક્તિને ગાય પ્રત્યેનો પ્રેમ અતૂટ છે. ગાય પ્રત્યેના ગાઢ પ્રેમમાં તેણે અનોખું કામ કર્યું છે. જેને જોઈને લોકોની આંખો પહોંળી થઈ ગઈ. આ પશુ પ્રેમીએ પોતાના પ્યારી ગાયને સજાવવા માટે ઘરેણાં બનાવડાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી વિજય પરસાણા પોતાની ગાય અને વાછરડાને એટલો પ્રેમ કરે છે કે તેણે તેના માટે ઘરેણાં બનાવવાનું વિચાર્યું. આ ઘરેણાં…
નવી દિલ્હીઃ અત્યારે વૈશ્વિક સ્તરે ક્વાડ સંમેલન યોજાયું ત્યારે વિશ્વના મોટા દેશોના નેતાઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ સંયુક્ત રીતે એક લેખ લખ્યો છે. અને ચીનને કડક સંદેશ આવ્યો છે. ચારેય વૈશ્વિક નેતાઓએ હિંદ પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર તથા ખુલ્લો રાખવા અને સુરક્ષિત, સ્થિર, સમૃદ્ધ રાખવા માટે પહેલાથી વધુ સાથે મળી નિકટતાથી કામ કરવાની વાત કહી છે. આ સંયુક્ત લેખને રવિવારે વોશિંગટન પોસ્ટએ પ્રકાશિત કર્યો છે. સંયુક્ત લેખમાં આ નેતાઓએ કહ્યું છે કે, અમે આ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસરત છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સરળતાથી પહોંચ બની રહે. ત્યાં આંતરરાષ્ટ્રીય…
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં આઈપીએલ ક્રિકેટ પ્રેમીઓમાં સુપર હોટ ફેવરીટ બની છે. આગામી દિવસોમાં આઈપીએલ 2021 રમાવા જઈ રહી છે. ત્યારે આઈપીએલ 2022ની અંગેના મહત્વના સમાચાર આવી રહ્યા છે આઈપીએલ 2022માં 10 ટીમો રમશે. અને આવનારા મે મહિનામાં આ ટીમોની હરાજી થશે. મહત્વની વાત એ છે કે નવી બે ટીમોની ફ્રેન્ચાઈઝી માટે અદાણી અને ગોયન્કા આગળ આવશે. મળતી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ આઇપીએલ 2021ના અંતિમ ચરણ દરમિયાન મે મહિનામાં હરાજી યોજવાનો નિર્ણય લીધો છે. BCCI ચીફ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત બીસીસીઆઇના ઉચ્ચ અધિકારીઓએ શનિવારે વર્ષની શરૂઆતમાં આઇપીએલ સંચાલન સમિતિ દ્વારા અનુમોદિત વિવિધ નીતિગત નિર્ણયો પર વિચાર…
નવી દિલ્હીઃ અત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે અને આગામી દિવસોમાં આઈપીએલ શરૂ થવા જઈ રહી છે. લોકો પોતાના મનગમતા ખેલાડીઓની આતૂરતાથી આઈપીએલમાં રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે. જેનાથી ક્રિકેટ ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ તસવીર બીજા કોઈની નહીં પરંતુ દમદાર બેસ્ટમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છે. આઈપીએલના સત્તાવાર બ્રોડકાસ્ટાર સ્ટાર સ્પોર્ટ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ધોનીની એક તસવીર શેર કરી છે. આમાં તે ત્યાં બૌધ્ધ સાધુની જેમ માથાના વાળ કપાયેલા હોય એવી સ્થિતિમાં બેઠેલા જોવા મળે છે. ધોનીની આ તસવીર શરૂઆતથી જ સોશિયલ…
અમરનાથની યાત્રા કરનારા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અમરનાથ યાત્રાનું સંચાલન કરતા શ્રી અમરનાથ શ્રી શ્રાઈન બોર્ડ દ્વારા બાબા બર્ફાનીની યાત્રા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ તારીખો જાહેર કરતા જણાવ્યું હતું કે, આ વખતે અમરનાથ યાત્રા 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે ખાસ મહત્વનું છે કે આ યાત્રાનો રુટ ટૂંકાવવામાં આવ્યો છે. આ યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે. મળતી માહિતી પ્રમાણે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવનમાં…
રાજકોટ: નાની બાળાઓ ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે પરંતુ રાજકોટમાં એક એવી જધન્ય ઘટના બની છે જેના વિશે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. અહીં માત્ર 12 વર્ષના બે બાળકોએ 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બને બાળ આરોપીને સંકજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના મોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રેતી 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે ટીનેજર્સ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના જ એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે…