નવી દિલ્હીઃ અત્યારે વિશ્વના તમામ દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને તેને હરાવવા માટે કોરોના વેક્સીનેશન પણ ચાલું કર્યું છે જોકે, આવી ભયાનક પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ વધુએ મહામારીની આશંકા વ્યક્ત કરી હતી. વૈજ્ઞાનિકોનું માનીએ તો નવા ઘાતક વાયરસથી દુનિયામાં 7.5 કરોડ લોકોનાં મોત થઈ શકે છે. આ વાયરસનું નામ ડિસીઝ એક્સ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ બીમારી ઈબોલાની જેમ ઘાતક સાબિત થઈ શકે છે. ઝી ન્યૂઝના સમાચાર પ્રમાણે હેલ્મહોલ્ટઝ-સેન્ટરના ડૉક્ટર જોસેફ સેટલે ધ સન ઑનલાઇનને જણાવ્યું કે, પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે. જોકે, આ બીમારીના સ્ત્રોતની સંભાવના ત્યાં વધારે છે જ્યાં ઉંદર, ચામાચીડિયા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રાજકોટઃ રસ્તા પર ઝડપ જીવલેણ સાબિત થઇ શકે છે તેનો પૂરાવો રૂપે એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં કારની અડફેટે એક બાઇક ચાલક આવ્યો હતો. જેમાં બાઇક પર સવાર લોકો ફંગોળાઇને કારને પાછળ પડ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા અનેક દિવસથી અકસ્માતની ઘટનાના મોટા પ્રમાણમાં સમાચાર આવી રહ્યા છે. જો પોલીસ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસૂલાત કરે છે. તો અકસ્માતજનક રસ્તાઓ પર સાવચેતી પૂર્વક વાહનો ચાલે તે પણ જવાબદારીનું કામ છે. રાજકોટમાં જે ઘટનાના સીસીટીવી ફૂટેજ…
જામનગર: નાની નાની બાબતોમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ આપઘાતના 20 બનાવો બને છે. છેલ્લા બે વર્ષના આંકડા તપાસીએ તો રાજ્યમાં આત્મહત્યાના 14,410 કેસ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક વધુ કેસ જામનગરમાં બન્યો છે. અહીં એક 21 વર્ષીય યુવતીએ ઉપર મુજબની ચીઠ્ઠી લખીને આપઘાત કરી લીધો છે. યુવતીએ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘આમા કોઈનો વાંક નથી. મારા ઘરના કે કોઈનો વાંક નથી. હું મારા મનથી મારી જિંદગી છોડું છું. કોઈને હેરાન ન કરતા. નકર મારો જીવ નહીં જાય. હું મારી મનથી મારી જિંદગી છોડું…
મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં ચાલતી ભારતીય ચલણી નોટો રૂ.1000 અને રૂ.500ને ચલણમાંથી હટાવી દીધી હતી. ત્યારબાદથી અત્યાર સુધી રૂ.1000 અને રૂ.500ની બંધ નોટો પકડાવવાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે રૂ.1000 અને રૂ.500ની બંધ નોટો સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી 86 લાખ રૂપિયાની પ્રતિબંધીત નોટો ઝડપાઈ હતી. મળતી માહિતી પ્રમાણે એલસીબીએ ડમી ગ્રાહક ઉભો કરી મહેસાણામાં માનવ આશ્રમના સાંઈબાબા રોડ પરના પાટીદાર પ્લાઝા પાસેથી નોટબંધી દરમિયાન બંધ થઇ ગયેલી 1 હજાર અને 500ના દરની 86 લાખની ચલણી નોટો સાથે ગુરુવારે બે શખ્શોને ઝડપ્યા હતા.શહેર…
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં PPE બનાવવાળી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 14 લોકો જીવતા સળગીને ખાખ થયા હતા. જ્યારે ચાર લોકોની હાલત ગંભર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 12/71 ફેક્ટરીમાં લાગી છે. જ્યાં આગ લાગી છે, તે ફેક્ટરીમાં માસ્ક અને પીપીઇ કિટ્સ આ ફેક્ટરીમાં બનાવવામાં આવતી હતી. ફેક્ટરીમાં આગની સૂચના મળતાંજ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનથી વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘણા પ્રયત્નો બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.…
અમદાવાદઃ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે. ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ઉજવણી ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે. પીએમ મોદી શુક્રવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.…
નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ભારત અને ચીન બોર્ડર ઉપર થયેલા ઘર્ષણ બાદ ચીન અને ભારતની સરહદે તણાવની સ્થિતિ મહિનાઓ સુધી રહી હતી. જોકે, બંને તરફથી અનેક વાર્તાઓ બાદ તણાવની સ્થિતિ હળવી થઈ હતી. ચીને પોતાના સૈન્યને પાછું હટાવવાની વાત જણાવી હતી. ભારત અને ચીનની સરહદ વચ્ચે શાંતિના દાવાઓ પોકળ નીકળતી નવી માહિતી બહાર આવી છે. ભારત સરકાર દાવો કરે છે કે ચીને મે-2020માં લદ્દાખ એલએસી પર જ્યાં કબજો જમાવ્યો હતો ત્યાંથી એ પાછું ખસી ગયું છે. ઈન્ડો-પેસેફિક કમાન્ડના અમેરિકી ઊચ્ચ લશ્કરી અધિકારી એડમિરલ ફિલિપ ડેવિડસને અમેરિકી સંસદ સમક્ષ અલગ નિવેદન આપ્યું હતું. સર્વોચ્ચ નૌકા અધિકારી એડમિરલ ડેવિડનસે કહ્યુ હતુ કે…
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયો હતો. જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગમાં ઈજાઓ પહોંચી હતી. અતાયરે મમતા બેનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની સારવાર કરી રહેલા ડોક્ટોરએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજો છે અને ગંભીર ઈજા થઈ છે. તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં…
વડોદરા : અત્યારના સમયમાં આડા સંબંધો સામાન્ય બની ગયા છે પરંતુ આવા અનૈતિક સંબંધોનું પરિણામ ખરાબ આવતું હોય છે ત્યારે વડોદરા જિલ્લામાં આડા સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિણીત દીકરી અને ગામના જ એક યુવાન વચ્ચેના અવૈધ સંબંધના કારણે દીકરીનો ઘરસંસાર બગડી રહ્યો હતો, જેને પગલે યુવતીના પિતાએ યુવાનની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના ડેસરના પેટાપુરા રાતડીયા ગામે રહેતા 26 વર્ષીય ગોપાલ રમેશભાઈ ચૌહાણને ગામની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ આ પ્રેમસંબંધ ચાલું રહ્યા હતા અને યુવક પ્રેમિકાને મળવા તેની સાસરીમાં વારંવાર જતો હતો. આ અંગે…
મુઝફ્ફરનગરઃ અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને ન્યાયાલયોની વ્યવસ્થા છે. જોકે, આધુનિક જમાનામાં પણ કેટલીક જગ્યાએ ખાપ પંચાયતોથી સમસ્યાઓનું સમાધાન લવાતું હોય છે. અને ખાપ પંચાયતો દ્વારા કેટલીક વાર એવી સજાઓ ફરમાવવામાં આવતી હોય છે. જેના વિશો લોકોને નવાઈ લાગતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરમાં એક ખાપ પંચાયતે વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે. ઉત્તર પ્રદેશની એક ખાપ પંચાયતે મહિલાઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મુકતું ફરમાન જાહેર કર્યું છે. મહિલાઓ અને પુરૂષોને ઇચ્છા મુજબના કપડા પહેરવાનો અધિકાર હોવા છતા આ પ્રકારનો ફતવો આ ખાપ પંચાયતે જાહેર કર્યો…