સુરતઃ સુરત શહેરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમિકાને પામવા માટે બનેવીએ સાળાની હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં નાના સાળાની ગર્ભવતી પત્ની સહિત ચાર લોકોને લાકડાના ફટકા પણ માર્યા હતા. પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની લાયમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ સાળાની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના કતારગામની નીલકંઠ સોસાયટીમાં બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છૂટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઓરિસ્સાના ગંજામ જિલ્લાનામાંથી ગાંજાનું નેટવર્ક ચલાવતા કુખ્યાત પાંડી બંધુ પૌકી સુનિલ પાડીને તેના ઘરેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હોવાનું ચોંકાવનારી માહિતી સાંપડી છે. ઉપરોક્ત ઘટનાનું ઓપરેશન અત્યંત ગ્રુપ રીતે ચલાવવામાં આવ્યું હતું અને છેલ્લા દસ વરસથી ગુજરાતમાં ગાંજાનું નેટવર્કને ઝડપી પાડવામાં હાલ સફળતા મળી છે. માહિતી અનુસાર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનું બેરોકટોક ધંધો ચાલતો હતો. છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સુરત અને એને આજુબાજુના વિસ્તારોમાં ગાંજાનું વેચાણ થતું હતું ઔધોગિક એકમની હિસાબે ગાંજાનો વેપલો ફૂલ જોશમાં હતો. સુરત પોલીસ કમિશ્નર તરીકે અજય…
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં દિલ્હી ભાજપ હાઈકમાન્ડના ઈશારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે રાજીનામું આપ્યા બાદ એક જ દિવસમાં નવા સીએમની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડમાં ધારાસભ્યોની નારાજગીને પગલે હાઈકમાન્ડે ગઈકાલે નેતૃત્વમાં બદલાવ કરવાનો નિર્ણય કરી લીધો હતો. ગઈકાલે ત્રિવેન્દ્ર રાવતે રાજભવન જઈને બેબી રાની મૌર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તીરથ સિંહ રાવત હાલમાં પૌડી ગઢવાલથી સાંસદ છે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંજે 4 વાગ્યે ઉત્તરાખંડમાં તેમનો શપથગ્રહણ સમારોહ યોજાશે. તીરથ સિંહ અંગે રસપ્રદ બાબત એ છે કે તેઓ પણ લો-પ્રોફાઈલ નેતા છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતની જેમ પ્રજા વચ્ચે ખાસ ઈમેજ નથી…
ન્યૂયોર્કઃ દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે મોટાભાગના દેશો કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. લોકોને આ મોટી સંખ્યામાં આપવામાં આવી રહી છે. જો કે કોરોનાની રસી લાગ્યા બાદ અનેક લોકોમાં સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી રહ્યા છે. આવું અમેરિકામાં પણ છે. અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ કોલેજમાં 44 વર્ષની મેડિકલ ટેક્નિશિયન શેલી કન્ડેફીને હાલમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. શેલીને મોર્ડનાની કોરોનાની રસી લગાવવામાં આવી હતી. ત્યારે તો બધુ બરાબર હતુ પરંતુ સાંજે તેના હાથમાં ચામડી સંક્રમિત થઈ ગઈ અને તેને શરીરમાં દુખાવો થવા લાગ્યો. તે ખૂબ પરેશાન થઈ ગઈ. તેમના અનુસાર તેમને…
નવી દિલ્હીઃ દેશની સરકારી કે ગ્રામીણ બેંકના ગ્રાહકો માટે આ સમાચાર મહત્વના છે. કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત પણ જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે, ગુરૂવાર 11 માર્ચે મહાશિવરાત્રિ હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય.…
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે દેશભરમાં કોરોના વેક્સીનેસન ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના કેસમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. 17,000 કરતા વધારે નવા કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 130ને પાર ગયો છે. જોકે, નવા કેસની સામે સાજા થયેલા દર્દીનો આંકડો મોટો નોંધાયો છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં નવા 17,921 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 133 લોકોએ એક દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય સાજા થયેલા દર્દીઓનો આંકડો 20,000 કરતા મોટો રહ્યો છે. ભારતમાં 17,000 કરતા વધુ…
સુરતઃ યુવાનો બાઈક ઉપર સ્ટન્ટ કરે એ સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે તાજેતરમાં સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને છૂટા હાથે હંકારી સ્ટન્ટ કરનાર યુવતીનો વીડિયો વાયરલથયો હતો. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટન્ટ કરતી હતી. વીડિયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું…
ગુંટુરઃ દરેક માણસનું મૃત્યુનો સમય નક્કી જ હોય છે. કોઈ નિમિત્ત બને અને માણસના પ્રાણ નીકળી જાય. આમ આવો જ એક વિચિત્ર કિસ્સો વિજયવાડામાં બન્યો છે. અહીં ગરોળી કાઢવા જતા પોલીસ કર્મચારી મોતને ભેટ્યાં હતા. આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં પોલીસકર્મીનું બીજા માળેથી પટકાવાના કારણે મૃત્યું થઈ ગયું છે. આ ઘટનામાં શેષા રાવ નામના પોલીસ અધિકારી માટે ગરોળી યમદૂત બનીને આવી હતી. શેષા પોતાના નવા પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 7:30 વાગ્યે આ ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે, શેષા રાવ બાલકનીના ભાગે દેખાતી ગરોળીને ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા.…
કોંગોઃ સામાન્ય રીતે દેશ અને દુનિયામાં અનેક એવી ઘટનાઓ બને છે જેના વિશે જાણીને આપણને વિશ્વાસ ન થાય. પરંતુ કહીકતમાં એવી ઘટનાઓ બની હોય છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. આ વીડિયો આફ્રિકન દેશ કોંગોનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં ગ્રામજનોને ત્યાં સોનાનો પર્વત મળી ગયો છે નજીકના ગામોમાંથી હજારો લોકો સોનાનું ખોદકામ કરવા અહીં પહોંચ્યા છે. આ સમાચાર ફેલાતાની સાથે જ સોનાના લોભમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા. જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી. ત્યારે સરકારે તેમાં દખલ કરવી પડી હતી. લોકોને…
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામગીરી કરતી પોલીસને તતડાવી રોફ ઝાડતા નજરે પડ્યા છે અને આ વીડિયો વાયરલ થયો છે. અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર માસ્ક વગર જ એક પોલીસકર્મીને ધમકી આપતા હતા. તેઓ શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને હું કહું એટલે ઉભા રહેવાનું નહીં તો સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થયો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા.…