અજબ-ગજબ ડેસ્કઃ નાના બાળકો રમતા રમતા મોઢામાં કે નાકમાં કંઈપણ વસ્તુ નાંખતા હોય છે. પછી તે રમત રમતમાં ભૂલી પણ જતાં હોય છે. પરંતુ એ વસ્તુ દુખાવાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે મોટી મુશ્કેલી બહાર આવતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. JAMA ઓટોલૈરિંજોલોજી હેડ એંડ નેક સર્જરી જર્નલમાં આ સમાચાર પ્રકાશિત થયા છે. જે પ્રમાણે એક બાળકના નાકની અંદર બંદૂકની ગોળી આઠ વર્ષ સુધી ફસાયેલી રહી. નાકમાં ફસાયેલી બુલેટના કારણે આ બાળકને કોઇ પ્રકારની સુગંધ આવતી નહોતી. નાકમાં ફસાયેલી ગોળીના કારણે નાકમાંથી દુર્ગંધ મારતો તરળ પદાર્થ વહેવા માંડ્યો. ત્યારબાદ તે બાળકને ડોક્ટરો પાસે લઇ જવામાં આવ્યો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રાજકોટઃ નાની બાળકીઓ હવસકોરોનો શિકાર બનતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે રાજકોટમાં પણ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં પડોશમાં રહેતા એક યુવકે સાત વર્ષની બાળકી સાથે વિકૃત હરકતો કરી હોવાની ઘટના બની હતી. બાળકી જેને મામા કહેતી એ જ પડોશી યુવકે શરમજનક હરકતો કરતા હોવાનું જાણતા માતા-પિતાને આઘાત લાગ્યો હતો. જોકે, માતાની ફરિયાદ બાદ પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે. રાજકોટમાં રહેતી 27 વર્ષની મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી 27 વર્ષીય અલ્પેશ વાલજી પટેલનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ કારખાનું ચલાવે છે, અને સંતાનમાં બે પુત્રી છે.…
રાંચીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદનામાં તો પોતાના બેટથી બોલરોના છક્કા છોડાવી દે છે. જોકે, ક્રિકેટના મેદાન બહાર પણ તેઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. ક્રિકેટ બાદ તેઓ પશુપાલનમાં પણ ઉમદા કામ દેખાડી રહ્યા છે. બિરસા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને પૂર્વીય ભારતમાં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન બદલ સર્વશ્રેષ્ઠ ગૌ પાલકનો ખિતાબ આપવામાં આવ્યો છે. શનિવારે બિરસા કૃષિ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલા પ્રાદેશિક ખેડૂત મેળામાં સન્માન સ્વરૂપ સ્મૃતિ ચિન્હ અને શાલ આપવામાં આવી હતી. આ ખિતાબ તેમના પ્રતિનિધિ કૃણાલ ગૌરવે સ્વીકાર કર્યો હતો. રાંચીના કાંકે ખાતે આવેલી બિરસા કૃષિ વિશ્વવિદ્યાલયમાં પૂર્વ ક્ષેત્રના પ્રાદેશિક કૃષિ…
વડોદરાઃ 3 માર્ચે વડોદરામાં ચકચારી ઘટના બની હતી. ન્યૂ સમા રોડ ઉપર આવેલી સ્વાતી સોસાયટીમાં સોની પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સ સાથે જંતુનાશક દવા પી લીધી હતી. ત્યારે ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, ત્રણ સભ્યો સારવાર હેઠળ હતા. જેમાં શનિવારે માતાનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આજે રવિવારે પુત્ર ભાવિન સોનીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ સોની પરિવારમાં છ સભ્યો પૈકી પાંચના મોત નીપજ્યા છે. સોની પરિવારમાં માત્ર પુત્રવધૂ જીવીત છે જેની હાલત અત્યારે ખુબ જ ગંભીર માનવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ…
નવી દિલ્હીઃ અત્યારે દેશમાં કોરોના વાયરસ ફરીથી ઝડપી ગતીથી ફેલાઈ રહ્યો છે. જેમાં આઠ કરતા વધારે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. જેથી કેન્દ્ર સરકારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3T ફોર્મલા- ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર કામ કરવા જણાવ્યું છે. સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારી, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને જોખમવાળા લોકોનું રસીકરણ કરી સંક્રમણા વધતા કેસો પર અંકુશ મેળવી શકાય એમ છે. આ આઠ રાજ્યોમાં હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં સંક્રમણના નવા કેસોમાં ભારે ઉછાળો નોંધાયો હતો. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ આ…
મુંબઈઃ અત્યારે બોલિવૂડ જગતની મોટાભાગની હસ્તીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર સતત એક્ટિવ રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં બીજા પુત્રને જન્મ આપનારી કરીના કપૂર ખાન પણ અત્યારે ચર્ચામાં છે. આ અભિનેત્રીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષ પૂર્ણ ક્યું છે. જેના પગલે આ અભિનેત્રીએ પોતાના ચાહકો માટે ખાસ અંદાજમાં એક પોસ્ટ મુકી ખુશી વ્યક્ત કરી હતી. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે જેની ખુશીમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ પણ રિએક્શન આપવાનું શરૂ કરી દીધુ છે. કરીનાએ માર્ચ 2020માં આ પ્લેટફર્મ જોઇન કર્યું હતું. એવામાં તેનાં પર્સનલ અને પ્રોફેશનલ પોસ્ટનો આ…
ન્યૂયોર્કઃ સામાન્ય રીતે પુરુષો મહિલાઓ ઉપર દુષ્કર્મ કરે છે ત્યારે પુરુષોને સજા થતી હોય છે. પરંતુ અમેરિકામાં બનેલી એક ઘટનામાં ઊંધુ થયું છે. અહીં એક કિશોરનું શારીરિક શોષણ કરતા યુવતીને જેલની સજા થઈ હતી. 23 વર્ષીય યુવતીએ 14 વર્ષના કિશોર સાથે શરીર સંબંધ બનાવતા તે ગર્ભવતી થઈ હતી. સમગ્ર ઘટના પોલીસમાં ગયા બાદ કોર્ટે યુવતીને જેલની સજા ફટકારી હતી. આશ્ચર્યમાં મૂકનારા મામલાની વાત કરીએ તો અમેરિકામાં 23 વર્ષીય એક યુવતીને યૌન ઉત્પીડનની દોષી ઠેરવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બ્રિટની ગ્રે નામની યુવતીએ 14 વર્ષના કિશોર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ…
નવી દિલ્હીઃ જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચીને તમે નારાજ થઈ શકો છો કારણ કે પહેલી એપ્રિલથી પોસ્ટ ઓફિસ કેટલોક ચાર્જ વસૂલવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ લાગુ થઈ રહ્યા છે. મીડિયાના એક અહેવાલ મુજબ, India Post Payment Banksએ હવે ઉપાડ, જમા કરાવવા અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આપને નાણા જમા કરાવવા અને ઉપાડવા માટે પણ ચાર્જ આપવો પડશે. જો આપનું બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ છે તો આપને ચાર વાર નાણા ઉપાડવા પર કોઈ ચાર્જ…
સુરતઃ સુરત હોય કે ગુજરાતમાં આત્મહત્યાના કેસ રોજે રોજ બનતા રહે છે. આવી જ એક ઘટના અંકલેશ્વરની હોટલમાં બની હતી. અહીં હોટલના એક રૂમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે પરિવાર સાથે રહેતા અને આરોગ્ય વિભંગમાં ફરજ બજાવતા કર્મચારી વિનોદ ખેતરીયા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવામાં ફરતા હતા. તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા લીધા હતા તે ભરપાઈ ન કરી શકતા તેમના માથે મોટું દેવું થઇ ગયું હતું. બીજું બાજુ રૂપિયા જેની પાસેથી લીધા હતા તે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી…
પટનાઃ બિહારના પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્રના વહિવટ માટે દેશમાં પંકાયેલું તો છે જ. જોકે, આ વાતને પુરવાર કરતી વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાડે ઘટેલી સિસ્ટમના કારણે એક લાચાર બાપ પોતાના દીકરાની લાશને કોથળામાં ભરીને ત્રણ કિલોમીટર સુધી ચાલવા માટે મજબૂર થયો હતો. આ દયનિય અને શરમજનક ઘટના ભાગલપુર જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીનટંગા ગામની છે. અહીં નદી પાર કરતી વખતે નીરુ યાદવનો 13 વર્ષીય પુત્ર હરિઓમ યાદવ બોટ પરથી નીચે પડી ગયો અને ગુમ થયો હતો. આ મામલે ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પરંતુ પિતાને તપાસ દરમિયાન ખબર પડી કે…