મોરબીઃ મોરબીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં મહિલા બુટલેગરને યુવક સાથે પ્રેમ થતાં પોતાના પતિની હત્યા કરી નાખી હતી. જોકે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમા સનસની ફેલાઈ હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંદી વધુ તપાસ હાથધરી હતી. મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગરમાં એક મહિલા બુટલેગરે પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરુ કરી છે. હત્યા બાદ લાશને દાટી દેવામાં આવી હતી, જેને શોધીને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. પાછલા મહિનાના અંતમાં 27 ફેબ્રુઆરીએ શૈલેશ અગેચાણીયા ગુમ થયો હતો. જે અંગે તેમના પરિવાર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી પ્રચાર સમયે લોકો ભાન ભૂલી સોસ્ટયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગ એટલે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા બોલાવ્યા હતા. જેનું પરિણામ હવે ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ આંકડો આશરે દોઢ મહિના પછી સૌથી વધારે છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે. હાલમાં 2638 એક્ટિવ કેસ છે જ્યારે 39 દર્દી વેન્ટિલેટર પર છે. ડાંગ-છોટા ઉદેપુર-સુરેન્દ્રનગર-તાપી એમ ચાર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ…
બેંગલુરુઃ ગુજરાતમાં જંગલ વિસ્તારોમાં દીપડાના મનુષ્યો ઉપર હુમલો કરવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના બેંગલુરુમાં બની હતી. જોકે, આ ઘટનામાં દીપડાએ મનુષ્યને માર્યો ન હતો. પરંતુ એક પતિએ પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડા સાથે ભીડાઈ ગયો હતો. અને દીપડાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. દીપડાને મારી નાંખી પતિએ પોતાનો અને પતિની તેમજ પુત્રીનો જીવ બચાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પ્રમાણે રાજાગોપાલ નાઇક નામનો વ્યક્તિ મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ પાછળથી તેમના પર હુમલો કરી…
કર્ણાટકઃ કર્ણાટકનું રાજકારણ અત્યારે ભારે ગરમાયું છે. કર્ણાટકના મંત્રીના સેક્સ ટેપનો વિવાદ એટલો હદે આગળ વધી ગયો કે મંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું. ર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા પર પણ વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ મંત્રીએ દાવો કર્યો હતો કે યેદીયુરપ્પાએ ખુબ ભ્રષ્ટાચાર કર્યો છે. આ સમગ્ર દાવા મંત્રીએ એક મહિલા સાથેની સેક્સ સીડીમાં કર્યા છે. આ વાતચીત ખુબ વાયરલપણ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટકના જલસંસાધન મંત્રી રમેશ જારકીહોલી મહિલા સાથે વાતચીત કરતા આ ટેપમાં ઝડપાઇ ગયા હતા, જેમાં મંત્રી દાવો કરી રહ્યા છે કે યેદીયુરપ્પાએ બહુ ભ્રષ્ટાચાર કર્યો છે. વળી મહિલાને આ મંત્રી કહી…
અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવીને પોતાની આપવીતી વર્ણવી મોતને વ્હાલું કરનાર આયેશા મકરાણી આત્મહત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરિફને રાજસ્થાનમાંથી દબોચીને અમદાવાદ લાવી છે. આજે બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. . પીઆઈ વી. એમ. દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આયેશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આયેશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું. બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આયેશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ…
મુંબઈઃ એક તરફ કોરોના વાયરસે દેશમાં ફરી માથું ઉચક્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે કોરોના વાયરસ રસીકરણ અભિયાન હાથધરવામાં આવ્યું છે. જોકે, કોરોના રસીકરણ અભિયાનમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની રસી લીધા બાદ એક સ્વાસ્થ્ય કર્મીનું મોત નીપજ્યું હતું. આ સ્વાસ્થ્ય કર્મીએ પહેલો ડોઝ 28 જાન્યુઆરીએ લીધો હતો. જ્યારે બીજો ડોઝ લીધા બાદ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ડોક્ટરોને હજી મોતનું સ્પષ્ટ કારણ જાણાવા મળ્યું નથી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ભિવંડીના રહેવાસી સુખદેવ કિરદત વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં લગભગ 15 મિનિટ સુધી બેભાન…
નવી દિલ્હીઃ હિન્દુધર્મના પવિત્ર ધાર્મિક ગ્રંથ ગણાતા ગીતા અને રામાયણ ઉપરાંત યોગા હવે મદરેસાઓમાં ભણાવવામાં આવશે. આ માટે એનઆઈઓએસે અભ્યાસક્રમોમાં સમાવેસ કર્યો છે. શિક્ષણ મંત્રાલય હેઠળ આવવાવાળી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કૂલિંગ (NIOS) પ્રાચીન ભારતીય જ્ઞાન અને પરંપરાને ધ્યાનમાં રાખીને 100 મદરેસાઓમાં નવા અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. આ અભ્યાસક્રમો નવી શિક્ષણ નીતિનો એક ભાગ હશે. NIOS વર્ગ 3, 5 અને 8 માટેના મૂળભૂત અભ્યાસક્રમો શરૂ કરશે. પ્રાચીન ભારતના જ્ઞાનના સંબંધમાં NIOS દ્વારા લગભગ 15 અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વેદ, યોગ, વિજ્ઞાન, સંસ્કૃત ભાષા, રામાયણ, ગીતા અને અન્ય વસ્તુઓ શામેલ છે. આ બધા અભ્યાસક્રમો 3, 5 અને 8…
ગાંધીનગરઃ ગુજરાતના નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવમીવાર બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે વર્ષ 2021-22 માટે અંદાજપત્રમાં 2,27,029 કરોડ રૂપિયાની જોગવાઈઓ રજૂ કરી છે. આમ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ તરીકે માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કડક દારૂબંધી અને નશાબંધીના પોકળ દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની ગાંધીના ગુજરાતમાં રેલમછેલ હોય તેવા ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે અને આ આંકડા ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં આપ્યા છે કાગળ પરની દારૂબંધી અને નશાબંધીને લઇને સરકારે જે આંકડા આપ્યા છે, તે પ્રમાણે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ…
રાજકોટઃ અત્યારના આધુનિક જમાનામાં પણ મહિલાઓ ઉપર અત્યાચારો ઓછા થવાના બદલે વધી રહ્યા છે. દહેજ માટે પરિણીતાઓ ઉપર ત્રાણ ગુજારવાની અનેક ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે રાજકોટમાં પણ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે, એટલે તમારી દીકરીને ત્યાં જ રહેવા દેજો. તમારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો, અમે તેડી જઈશું. ત્યાં સુધી તમારી દીકરી ભલે તમારા રોટલા ખાય.” મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં દિક્ષિતા નામની પરિણીતાએ ખરચિયા ગામે રહેતા પતિ દેવાંશુ ભુવા, સસરા જયંતીભાઈ, સાસુ મંજુબેન,…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે ફરી માંથું ઉચક્યું છે ત્યારે ભારતમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકના કોરોનાના કેસોની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓ કોરોનાથી પ્રભાવિત થયા છે. સાથે સાથે કેરળના 9, તમિલનાડુના 7, પંજાબ અને ગુજરાતના 6-6 જિલ્લા તેમાં સામેલ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,56,20,749 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,989 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 98 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં…