મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આ જે ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે. ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે. ખાસ કરીને સુરતમાં વધુ મકાનો બનશે તેવી જ રીતે ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં પણ EWSના મકાનો બનાવવામાં આવશે. અગાઉ પણ કેટલીક ટીપીમાં મકાનો બનાવવાની પરવાનગી આપવામાં આવી છે ત્ચારે ફરીથી નવા મકાનો મળતા લોકોને સવલતો મળશે.સુરતમાં…
કવિ: Ashley K
ભરૂચમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, પશુ એમ્બ્યુલન્સ 1962 ને જાણ કરાઇ ઝાડેશ્વર ખાતે ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા એક પશુપાલકે આપી જાણકારી ગાયમાં રહેલા લમ્પી વાયરસના લક્ષણ સાથે તેને રસીકરણ કરી દેખરેખ માટે અલગ રાખવામા આવી ગુજરાતભરમાં હાલ દુધાળા પશુઓમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ હવે પશુમાં આ વાયરસે દેખાડીધી હોવાનો પ્રથમ કિસ્સો સામે આવતા તંત્રની ચિંતા વધી ગઈ છે. હાલ સમગ્ર ગુજરાતની અંદર પ્લમ્પી નામના વાયરસના કારણે હજારોની સંખ્યામાં પશુઓ મૃત્યુ પામ્યા છે. દુધાળા પશુઓમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે હજારોની સંખ્યામાં પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. રાજ્ય સરકાર પણ આ રોગચાળાને…
ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ક્રિકેટનો નવો સિકન્દર બની ગયો છે. સિકંદર રજાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરિઝમાં આક્રમક રમત રમી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે સીરિઝમાં સિકંદર રઝાએ સતત 2 મેચમાં પડકારનો પીછો કરતા સદી ફટકારી હતી અને સાથે જ પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી વન ડે મેચમાં સિકંદર રજાએ અણનમ 117 રનની ઇનિંગ રમી હતી અને ટીમને જીત અપાવી હતી. આ પહેલા પ્રથમ વન ડેમાં સિકંદર રજાએ અણનમ 135 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. સતત બે વન ડે મેચમાં પડકારનો પીછો કરતા સદી ફટકારીને સિકંદર રઝાએ બતાવી દીધુ કે આવનારા સમયમાં તે ઝિમ્બાબ્વે અને વિશ્વ…
ભક્તજનો ઉપર દેવાધિદેવ મહાદેવ કાયમને માટે કૃપા વરસાવે તેવા આ ભોળીયાનાથને કોટી..કોટી..વંદના… અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. વડોદરા શહેરનાં વિવિધ શિવાલયોમાં આજે સવારથી જ ભક્તજનો માટે દર્શનની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં દરવર્ષે અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યક્રમો ભગવાન શિવજીનાં મંદિરોમાં થતાં હોય છે. એટલું જ નહીં ઓનલાઈન દર્શનનો લાભ પણ ભક્તજનોને મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળાનાથ એટલે દુઃખીયાઓનાં દુઃખ દુર કરનાર, ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનાર અને તાત્કાલિક રિઝી જાય એવા મહાદેવને બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્વાભિષેક અને અભિષેક કરવામાં આવે છે. માતા પાર્વતીનાં પતિદેવ એવા દેવાધિદેવ ભગવાન શિવજીનાં અનેક…
સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે સંકર આતંકવાદીઓની હથિયારો સાથે ધરપકડ કરી છે. બંને પાસેથી ચાર પિસ્તોલ, 8 મેગેઝીન, 110 કારતૂસ અને 10 ગ્રેનેડ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે લશ્કર સાથે જોડાયેલા બે સંકર આતંકવાદીઓ મેદાનપોરા વિસ્તારમાં ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. આના પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન નાના માલવાહક વાહન (JK09A-2324) ને લોખંડના પુલ મેદાનપોરા પાસે રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો. સુરક્ષા દળોની હાજરીનો અહેસાસ થતાં, વાહન પહેલેથી જ રોકી દેવામાં આવ્યું હતું અને બે વ્યક્તિઓ તેમાંથી કૂદીને ભાગવા લાગ્યા હતા. સતર્ક સુરક્ષા દળોએ તરત…
બાલાજી ટેલિફિલ્મ્સ અને ટી-સિરીઝ વચ્ચેના સહયોગ ‘એક વિલન રિટર્ન્સ’ ની શરૂઆત અપેક્ષાઓ પ્રમાણે થઈ નથી. ફિલ્મના ઓપનિંગ ડેને જોતા લાગે છે કે ફિલ્મની બોક્સ ઓફિસની સફર ઘણી મુશ્કેલ રહેવાની છે. ફિલ્મના દિગ્દર્શક મોહિત સૂરી માટે આ સંભાવનાઓ સારી નથી, કારણ કે તેની છેલ્લી ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે જ સમયે, આ ફિલ્મ ફિલ્મના બંને મુખ્ય સ્ટાર્સ અર્જુન કપૂર અને જોન અબ્રાહમ માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. જો આ ફિલ્મ નહીં ચાલે તો અર્જુન કપૂરની આ સતત પાંચમી ફ્લોપ ફિલ્મ હશે. જ્હોન અબ્રાહમની અગાઉની ચાર ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. પહેલા દિવસે માત્ર…
શુક્રવારે મુખ્યમંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં મળેલી હરિયાણા કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. ઓછામાં ઓછા 300 રેશનકાર્ડ પર વાજબી ભાવની દુકાનનું લાઇસન્સ આપવામાં આવશે. રાજ્ય સરકાર 75 ટકા કે તેથી વધુ વિકલાંગ સૈનિકોને 35 લાખ રૂપિયાની સહાય આપશે. હવે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં 50 ટકા વેચાણપાત્ર વિસ્તાર સ્થિર નહીં થાય. કેબિનેટે હરિયાણા લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (લાઈસન્સિંગ એન્ડ કંટ્રોલ) ઓર્ડર, 2022ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનના લાયસન્સ માટે એક ગામને એકમ તરીકે ગણવામાં આવશે. ગામમાં 300 થી ઓછા રેશનકાર્ડ હશે તો પણ…
પાથરીની આ વિવાદાસ્પદ જમીન મામલે ઉપરી અધિકારીને અંધારામાં રખાયા ? વલસાડના સબંધિત વિભાગમાંથી યેનકેન પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે હવે સાચી હકીકત શું બહાર આવે છે તેતો તપાસ બાદજ ખબર પડશે,અગાઉ પ્રાંતમાં આ મેટર આવી હતી કે કેમ ? અને પ્રાંતનો અભિપ્રાય પણ લેવામાં આવેતો પણ આ મામલે પ્રકાશ પડી શકે તેવો જાણકારોનો મત વલસાડના મોટા પારસીવાડ ખાતે રહેતા રતી અદરેસર દુત્યા અને બખ્તાવર અદરેસર દુત્યા તેમજ આ જમીન ખરીદનાર વાપીના વહીદા રાજેશભાઈ હલાણી વિરુદ્ધ વાંધા અરજી થઈ છે જેની સુનાવણી તા.11/7/2022ના રોજ સવારે 11-00 કલાકે પ્રાંત અધિકારીની કચેરી ખાતે હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી…
કઢી પત્તા આરોગ્યનો ખજાનો છેફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, કોપર, વિટામીન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો કઢીના પાંદડામાં જોવા મળે છે, જે શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે રોજ સવારે 3 થી 4 લીલા પાંદડા ચાવવામાં આવે તો તેનાથી તમને કેવી રીતે ફાયદો થાય છે. કરી પત્તા ખાવાના અદ્ભુત ફાયદા 1. આંખો માટે સારુંકઢીના પાંદડા ખાવાથી, રાતાંધળાપણું અથવા આંખોને લગતી અન્ય ઘણી બિમારીઓનું જોખમ ટળી જાય છે કારણ કે તેમાં આવશ્યક પોષક વિટામિન એ જોવા મળે છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. 2. ડાયાબિટીસમાં મદદરૂપડાયાબિટીસના દર્દીઓને વારંવાર કરી પત્તા ચાવવાની સલાહ આપવામાં આવે છે કારણ…
ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસ નાં કેસમાં ઘટાડા બાદ આજે એકાએક ફરી વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત 1000ને પાર પહોંચ્યા છે, એટલે કે આજે 1101 કેસ નોંધાતા લોકોમાં ચિંતા રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડા બાદ આજે એકાએક ફરી વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત 1000ને પાર ગયા છે, એટલે કે આજે 1101 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં કોરોના વાયરાની સ્થિતિ અંગે જોઈએ તો ચિંતા ઉપજાવે તેવા આંકડા સામે આવ્યા છે. ગુરૂવારે નોંધાયેલા 100 કેસમાં મનપા વિસ્તારમાંથી 40 અને ચાર તાલુકામાંથી 60 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સામે 25 દર્દીઓ સાજા થયા છે. તેમાં…