શું તમે એક જૂના Android ફોનનો વપરાશ કરી રહ્યા છે? જો એવુ હોય તો તમારે તમારા ફોનને અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. રિપોર્ટ પ્રમાણે હવે તમે કોઈપણ સુરક્ષિત વેબસાઈટ પર જઈ શકશે નહી અને ન તો બ્રાઉઝિંગ કરી શકશે. એવુ એટલા માટે થયુ છે કે, કારણ કે, તમારો Android ફોન 7.1.1 નોગટ અથવા બીજા વર્ઝન પર કામ કરી રહ્યા છે જે ખૂબ જ જૂની થઈ ચૂકી છે. એવામાં તમે પણ તમારા ફોન પર કોઈ સુરક્ષિત વેબસાઈટ ચલાવશો તો તે તમને એરર દર્શાવશે. Android પોલીસીના એક રિપોર્ટ પ્રમાણે યૂઝર્સ હવે કોઈપણ સુરક્ષિત વેબસાઈટને એક્સેસ કરી શકશે નહી. વેબસાઈટ્સ પર જતા જ તમને…
કવિ: Karan Parmar
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં મળેલી હારને હજી સ્વીકારવા માટે તૈયાર નથી તેમ લાગે છે.જોકે હરિફ ઉમેદવાર જો બાઈડેનની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે ત્યારે એવી આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે, પોતાના બચેલા કાર્યકાળમાં ટ્રમ્પ એવુ કરી જશે જેના કારણે બાઈડે્નની રાષ્ટ્પતિ પદ સંભાળ્યા બાદની મુશ્કેલીઓ વધી જશે. ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં વ્હાઈટ હાઉસ છોડવાનુ છે. હવે તેમના શાસનના બાકીના દિવસોમાં ટ્રમ્પ ચીન સામે આર્થિક અને રાજકીય મોરચે મોટા નિર્ણયો લઈ શકે છે. ટ્રમ્પ કોરોના માટે ચીન પર સીધો આરોપ મુકતા આવ્યા છે.તેવામાં અમેરિકાને આ મહામારીના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે ટ્રમ્પ ચીન પર કેટલાક પ્રતિબંધો પણ લાદી શકે છે.…
આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, પાછલા ૬ અઠવાડિયાથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. દેશમાં પાછલા અઠવાડિયે ૪,૦૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૫૮૬ કેસ નોંધાયા હતા. મુખ્યત્વે કેસમાં જે ઉછાળો આવ્યો છે તેમાં…
કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80,852 નવા કેસ સામે આવ્યા છે. અહીંના રાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવ્યું કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા અહીં કોરોનાના 58 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. આ મહામારીને કારણે અત્યારસુધીમાં 40,169…
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઈડેને હરાવ્યાં છે. જો કે, ટ્રમ્પ હજુ પણ પોતાની હારનો સ્વિકાર કરી રહ્યાં નથી. તેણે બાઈડેનની જીતના દાવાને પાંચ કલાક બાદ ટ્વિટ કરીને ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ ચૂંટણી હું જ જીતીશ અને મને 7 કરોડ 10 લાખ વોટ મળ્યાં છે. આ વચ્ચે ટ્રમ્પની પચ્ની મેલાનિયાના એકપૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે, આ ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પનો સાથ છોડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોકે દાવો કર્યો છે કે મેલાનિયા લગ્ન બાદથી સમજૂતિને લઈને ટ્રમ્પ સાથે વાતચીત કરી રહી છે. જેમાં પુત્ર બૈરનની સાથે…
ભારત ચીન સરહદ પર ચાલી રહેલા બંને દેશો વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર મળ્યા છે. 8માં રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે ગેરસમજ દૂર કરવા અને પોતપોતાની સેનાઓને સંયમ જાળવી રાખવા માટે કહેવામાં આવશે. બંને પક્ષોએ સૈન્ય અને રાજનૈતિક ચેનલોના માધ્યમથી વાતચીત અને સંચાર બનાવી રાખવા માટે સહમતી વ્યક્ત કરી છે. આ બેઠકમાં ચર્ચાઓને આગળ ધપાવતા અય વિવાદિત મુદ્દાઓને પણ ખતમ કરવા માટે સહમતી બની છે જેથી સંયુક્તરૂપે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી શકાય. બંને દેશ ટૂંક સમયમાં બેઠકના વધુ તબક્કાની ચર્ચા…
જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તો સુરક્ષાદળોએ ઘુસણખોરી કરી રહેલા બે આતંકીઓને ઠાર કર્યાં છે. મળેલી જાણકારી પ્રમાણે કેટલાક આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દરમયાન રવિવારે સવારે માછિલ સેક્ટરમાં સુરક્ષઆ દળોએ એક આતંકીએ ઠાર કર્યો છે. જ્યારે બે જંગલની તરફ ભાગ્યાં છે. https://twitter.com/ANI/status/1325368412223139841 જવાનોએ મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમયાન છુપાયેલા આતંકીઓએ જીવનો પર હૂમલો કર્યો છે. તેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. સવારે ઠાર થયેલા આતંકીઓની પાસેથી એક એકે અને બે બેગ મળી આવ્યાં છે.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત સાથે મળી કામ કરવાની આશા કરુ છું. પીએમ મોદીએ ભારતીય મૂળની કમલા હૈરિસેને અમેરિકાના ઉપ રાષ્ટ્રાપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે બધા ભારતીય-અમેરિકન માટે આ ખૂબ જ ગર્વની વાત છે. https://twitter.com/narendramodi/status/1325145433828593664 અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા જો બાઇડેનને અભિનંદન પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે તમારી શાનદાર જીત માટે શુભકામનાઓ. ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને લઇને આપવામાં આવેલ પોતાનું યોગદાન વખાણવાલાયક રહ્યું. મને એક વખત ફરીથી ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઇ…
બેંગલોરમાં ઓછી ઉંમરના ગરીબ સ્કુલના બાળકોની મદદ માટે 24 વર્ષના વિદ્યાર્થી હિમાંશુ મુનેશ્વરે સ્થાનિક કારીગરોની સાથે મળીને એક એવી સ્કુલબેગની ડિઝાઈન તૈયાર કરી છે જે ડેસ્કમાં બદલાઈ જાય છે. આ ખાસ બેગનું નામ એર્ગોનોમિક સ્કુલબેગ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હિમાંશુ એનઆઈસીસી ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડિઝાઈન, હેનુરથી ભણ્યાં છે. આ બેગને ડિઝાઈન કરવા માટે હિમાંશુ કોર્પોરેટ ફર્મોમાં નોકરીની તકને ફગાવી દીધી હતી. તેણે ઉત્તરપ્રદેશની યાત્રા કરી અને સ્થાનિક રૂપમાં ઉગાડવામાં આવેલી ચંદ્રાઘાસની સાથે બેગને ડિઝાઈન કરમાટે કારીગરોનો સહયોગ લીધો. હિમાંશુએ કહ્યું કે, હું શહેરમાં એક પ્રદર્શની દરમયાન કારીગરોની શિલ્પકલાને જોઈએ તેના ઉપર કાયલ થઈ ગયો હતો. તેના કામથી રોમાંચિત થયો…
બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે. ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી ભાજપ-જેડીયુએ ‘આત્મનિર્ભર બિહાર’ના મુદ્દે ઉગ્ર પ્રચાર કર્યો હતો. આ અભિયાનમાં જાણીતી ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી. શાંતિપ્રિયાએ ભાજપનાં પોસ્ટર, હોડગ્સ, વીડિયો વગેરેમાં સાડી પહેરીને ભાજપ-જેડીયુને મત આપવાની અપીલ કરી હતી. ભાજપના ચૂંટણી ઢંઢેરોના કવર પેજ પર પણ શાંતિપ્રિયાની તસવીર છે. હવે શાંતિપ્રિયા કહી રહી છે કે, હું…