કોરોના વાયરસ અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશભરમાં માર્ચ મહિનાથી સિનેમા હોલ બંધ છે. હવે તેને ખોલવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ વિવિધ જિલ્લામાં તમામ થિયેટરો ખૂલ્યા નથી. મલ્ટિપ્લેક્સમાં પણ એકાદ બે થિયેટર જ ખોલવામાં આવે છે. આ સ્ક્રીનમાં પણ દિવસમાં માંડ એકાદ બે શો જ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત સિંગલ સ્ક્રીન સિનેમા હોલ તો મહિનાઓથી લટકતા તાળા ખોલવાની હિંમત જ દાખવતા નથી. ફિલ્મ દેખાડવા માટે છે જ નહીં હકીકત એમ છે કે નવી ફિલ્મ દેખાડવા માટે છે જ નહીં. પ્રેક્ષકો નવી ફિલ્મ જોવા પણ મહાપરાણે આવતા હોય છે તો જૂની ફિલ્મ નિહાળવા તો કેવી રીતે…
કવિ: Karan Parmar
મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલી 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, પ્રતિબંધ લગાવેલી આ વેબસાઈટો ખાસ કરીને ‘શિખ ફોર જસ્ટિસ’ દ્વારા સંચાલિત વેબસાઈટો હતી, આ વેબસાઈટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી. નામ ન આપવાની શરતે એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયે આઈટી અધિનિયમની કલમ 69એ અંતર્ગત 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ખાતાના મંત્રાલયને ભારતમાં સાઈબર સ્પેસ પર નજર રાખવાનો અધિકાર મળેલો છે. જેમાં SFJAA4FARMERS, PBTeam, SEVA413, PB4U, સાડાપિંડ પ્રતિબંધિત વેબસાઈટમાં સામેલ છે. આમાથી અમુક પ્રતિબંધિત વેબસાઈટો…
ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવવા મુદ્દે એક સ્કૂલ શિક્ષકનું ગળું કાપી હત્યા કરી દેવાઈ અને ત્યાર પછી કાર્ટૂન બતાવનારા શિક્ષકનો બચાવ કરનારા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વિરૂદ્ઘ દુનિયાના મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે ચીનમાં સરકારી ચેનલ પર મોહમ્મદ પયગંબરની તસવીર દર્શાવાઈ હતી. પરંતુ આ મુદ્દે પાકિસ્તાન સહિત સમગ્ર મુસ્લિમ દેશોએ ચૂપકિદી સેવી રાખી છે. મુસ્લિમ દેશો ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થતા અત્યાચાર મુદ્દે પણ મૌન છે. ચીનની સરકાર દ્વારા સંચાલિત ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી)એ તાજેતરમાં મોહમ્મદ પયગંબરનું એક કેરિકેચર પ્રસારિત કર્યું હતું. ઉઈગુર કાર્યકર અર્સલાન હિદાયતે ચીનની ટીવી શ્રેણીની આ કિલપ ટ્વીટ કરી…
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન પર વોટ ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે ખૂબ આગળ છીએ, પરંતુ તેઓ વોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા પછી મત ન નાખી શકાય! અન્ય એક ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, હું આજે રાત્રે મોટી જાહેરાત કરીશ. એક મોટી જીત! જોકે, ટ્ર્મ્પના આ ટ્વીટને ટ્વિટર તરફથી બ્લોક કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પના ટ્વીટના ઉપરની બાજુએ માઇક્રો બ્લોગિંગ સાઇટે લખ્યું છે કે, આ ટ્વીટમાં જાહેર કરવામાં આવેલી સંપૂર્ણ અથવા થોડી સામગ્રી વિવાદિત છે. આ ચૂંટણી કે ચૂંટણી પ્રક્રિયા…
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. ‘નાગરિક સરકાર’ સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ માંગી શકશે. કાયદાનું શાસન સ્થાપવા માટે સંગઠિત કરવામાં આવી રહ્યાં છે. ઘણાં લોકોનો તેને ટેકો મળી રહેશે. સેક્રેટરીએટ પોલીસને ફોન કરીને તાત્કાલિક મદદ પહોંચે એવી સત્તાવાર પ્રયાસો કરશે. જરૂર જણાશે ત્યાં મેયર પોતે પોલીસ કમિશ્નર, ગૃહ પ્રધાન. ગૃહ ખાતાના સચિવની પાસેથી મદદ…
https://www.youtube.com/watch?v=jNNCV2sckkc મધ્યપ્રદેશના બુંદેલખંડના છત્તરપુર જિલ્લામાં આશરે 70 કિ.મી. દૂર બાજણા ગામે, બડા મલ્હરા, પ્રખ્યાત ભીમકુંડ, (નીલ કુંડ, નારદકુંડ ) આવેલો છે. તાલુકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે સ્થિત છે. કુંડ નીલ કુંડ અથવા નારદા કુંડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કાળથી ઋષિ, તપસ્વીઓ, સાધકોનું સ્થળ છે. અત્યારે ધાર્મિક અને વિજ્ઞાન સંશોધન કેન્દ્ર પણ બની ગયું છે. કુંડ અને તેનું પાણી ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આશ્ચર્યનો વિષય છે. 40-80 મીટર પહોળા ડુંડનો આકાર જોવામાં ભીમની ગદા જેવો છે. કુદરતી જળસ્ત્રોત અને એક પવિત્ર સ્થળ છે. બુંદેલખંડ વિસ્તારમાં પાણીની તંગી છે. પણ અહીં ભરપુર પાણી છે. ભીમ કુંડ એક ગુફામાં છે. આશ્ચર્યો એશિયન ખંડમાં…
ગાંધીનગર, 1 નવેમ્બર 2020 APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાંતોના મતે નિકાસની તક 2 લાખ ટનની ગુજરાત માટે છે. તેમ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કે બી કિકાણીએ જણાવ્યું હતું. ભારતમાં સૌથી વધુ કેળા પકવતું ગામ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસે આવતા પાણેથા ગામ વિદેશી પદ્ધતિ અને વિદેશી ખાતરથી કેળાનું ઉત્પાદન…
તુર્કીમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. ૨૨ લોકોનાં મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં ૧૬ કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટકયો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્કયૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય…
કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા છે. ભારતના શિક્ષકો ઓનલાઈનના માધ્યમથી અમેરિકા જ નહીં વિશ્વભરના ઘણા દેશોના બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ યોગદાનમાં ઘણા ઈન્ટરનેશનલ એજ્યુકેશન પોર્ટલ અને એપ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ કારણથી સમગ્ર વિશ્વમાં ભારતના શિક્ષકોના આ યોગદાનની પ્રશંસા પણ થઈ રહી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે કોરોનાના રોગચાળા દરમિયાન અમેરિકાના એટલાન્ટામાં ઘણા મહિના સુધી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી. આ દરમિયાન શેરી એક્રેલે સાતમાં અને ત્રીજા ધોરણમાં ભણતા પોતાના બે બાળકોનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરાવવાનું…
બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે જોવાઈ રહી છે. આ મિસાઇલ તેના નક્કી કરેલા ટાર્ગેટ પર ત્રાટકી હતી અને આ પરીક્ષણ સફળ રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે…