જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ માસમાં ૧૦૦૦ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ પૂર્ણ કરી દેશને જળ સંચયનો નવો રાહ વડોદરાએ બતાવ્યો છે. પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિ છે. નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ…
કવિ: Karan Parmar
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. 3 ડિસેમ્બર 2019માં ઊંઝાના મહારાજા સ્પાઈસના માલિક સંજય પ્રહલાદ પટેલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં કુલ રૂ.2.87 કરોડ ભરવા માટે અમદાવાદના ફ્લાઈંગ સ્કવોટના આસીસ્ટંટ કમિશ્નર દ્વારા કહેવામાં આવ્યું હતું. 1 જૂલાઈ 2017થી 31 માર્ચ 2018 સુધીના 9 મહિનાની રૂ.2.87…
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર પર ફરી એક વખત કાળો ડાઘ લાગ્યો છે. હિન્દુ ધર્મના સંસ્કાર ભૂલ્યા છે. ચેટિંગમાં મોકલેલા ફોટામાં એક સાધુ મહિલાના કપડા પહેરેલા દેખાય છે. સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, સંસારની મોહમાયા છોડી ભગવો પહેર્યો છે. પણ સેક્સ છોડી શકતા નથી. ધ્રુણા ઉપજે છે. સાધુ બનેલા આવા પાંખડી લોકોની ટોળી…
પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં પ્લાસ્ટિક બેગ હજુ પણ વપરાય છે. ગુજરાતમાં 50 પીપીએમ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. 2 ઑક્ટોબર 2019થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ, સ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે. ઉત્પાદન યુનિટોને બંધ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ગુજરાતમાં આશરે 2000થી વધુ એસએમઈ યુનિટમાંથી 50 ટકા બંધ થયા છે. રાજયમાં 10 હજાર કરોડ રૂપિયાનો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. પ્લાસ્ટિક બેગ અને પાઉચ મેન્યુફેક્ચરિંગ માટે બજારનો સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિક બેગનો 56.7% હતો. રાજ્યમાં 50 માઇક્રોનથી પાતળી…
“હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?” મારી સંભાળ કોણ રાખે છે? – દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના “ટ્રીટ્ડ ફ્લુઅન્ટ” ને લીધે અમે 24 મી 7 પ્રદૂષિત હોવાનું સંબંધિત અધિકારીઓને વારંવાર જણાવી ચૂક્યું છે. હકીકતમાં, આપણે નદીના સેગમેન્ટમાં પણ, જ્યાં નદીમાં પૂરતું પાણી (ઇ-ફ્લો) નથી ત્યાં કહેવાતા ટ્રીટમેન્ટ ફ્લો અને ગટરના વિસર્જનને મંજૂરી આપવી જોઈએ નહીં. નદીમાં કચરો નષ્ટ કરવો એ નદીની હત્યા છે અને સંબંધિત ઉદ્યોગો, અધિકારીઓ, ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય દ્વારા આ ગુનાહિત ગુનો છે.…
માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વાવેતર કરવું. કાળી જીરી ગુજરાતના વિસ્તારમાં નવો પાક છે. ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રયોગ કરીને 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે વાવેતર કરી શકાય છે એવું શોધી કાઢ્યું છે. પ્રથમ નાના પાયા પર વાવેતર કરવું જોઈએ. પછી વાવેતર વધારી શકાય.…
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે. આખી બસમાં ભરચક મુસાફર લેવામાં આવશે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેમ છે. તેથી લેવામાં આવતાં નથી. લોકો પણ બહાર નિકળતા નથી. શહેર 90 ટકા પ્રવૃત્તિ થંભી ગઈ છે. આવકનો ઘટાડો કોરોનાનો ફફડાટ બતાવે છે પહેલા રોજના 5…
2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળકાર ગોપાલ ઈટાલીયાને પક્ષમાં લેવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલીયાએ 27 જૂન 2020થી સુરતમાં ટ્રાફિક પોલીસની દંડની કાર્યવાહી સામે વિરોધ કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા સંકુલમાં 2017માં જૂતું મારીને અને નાણાં પ્રધાન નિતીન પટેલનો ઓડિયો ટેપ…
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર ચાલુ થઈ જશે. આમ અમદાવાદ અને ગાંધીનગર સીસ્ટર સિટી બની જશે. જે અંગે થોડા દિવસમાં જાહેરાત થશે. રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં હદ ફેરફાર અને વોર્ડ ફેરફાર કરવાનો રાજકીય નિર્ણય કર્યો છે. ભાજપે જ્યારે પણ કોઈ શહેરની હદ વધારી છે અને રાજકીય સિમાંકનમાં ફેરફારો કર્યા છે ત્યારે…
હું સત્તા પર આવીશ તો બધાના સારા દિવસો આવશે એવી વાતો કરીને સત્તામાં આવેલી મોદી સરકારના શાસનમાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર વેરા અને ભાવ વધારો ઝીંકીને દેશના નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે. જે કુટુંબો પેટ્રોલ ડિઝલ વાપરે છે એવા દરેક કુટુંબ પાસેથી ભાજપને કેન્દ્રની મોદી સરકારે રૂ. 1.25 લાખ વધારાના લીધા છે. દરેક વ્યક્તિને સ્વિસ બેંકમાં પડેલા કાળા નાણાંથી રૂં. 20 લાખ ભાજપ આપવાનું હતું. પણ આતો લોકોના ગજવામાંથી વધારાના રૂ. 1.25 લાખ દરેક કુટુંબ પાસેથી લઈ લીધા છે. લૂંટી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો થવા છતાં દેશના નાગરિકો પાસેથી પેટ્રોલ-…