ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થિક સંબંધોને ધ્યાને રાખીને ચીની ઉત્પાદનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવો એટલો સરળ પણ નથી. ભારત ઈલેકટ્રીક મશીનરીને લઈને ચીન પર સૌથી વધારે નિર્ભર છે. વર્ષ ર૦૧૯માં દેશમાં કુલ ઈલેકટ્રીક ઉત્પાદકોની ૩૪ ટકા હિસ્સો ચીનથી આવ્યો હતો. ભારત ચીનમાંથી રડારો માટે ટ્રાન્સમીશન ઉપકરણો, ટી.વી.…
કવિ: Karan Parmar
સુરતમાં ભવાની વડમાં આવેલી આંબાના હૂલામણા નામથી જાણીતી આંગડીયા પેઢીની ઓફિસ ત્રણ દિવસથી ન ખુલતાં માર્કેટમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કથિત રીતે આંગડીયા પેઢીએ 350 કરોડથી 400 કરોડમાં ઉઠમણું કરી લીધું છે. જેથી હીરા ઉદ્યોગના પાર્સલો પણ અટવાયા છે. હીરા ઉદ્યોગના માલ આ પેઢીથી થકી આવતો હોવાથી તેણે ઉઠમણું કરી લેતા હીરા ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઈ તેવી સ્થતિ થઈ છે. સુરતની વર્ષો જૂની આંગડીયા પેઢીએ ઉઠમણું કર્યું હોવાની ચર્ચાએ વેગ પકડતા હીરા ઉદ્યોગમાં ભૂકંપ આવ્યો છે. સુરતના ભવાની વાડ વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીએ ઉઠમણું કર્યું હોવાની વાત વાયુવેગે ફેલાતા પેઢીની ઓફીસ પર લોકોનો જમેલો જામ્યો…
ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)એ આજે “કોવિડ-19 સક્રિય પ્રતિભાવ અને ખર્ચ સહાય કાર્યક્રમ” અંતર્ગત ભારતને કોવિડ-19 મહામારીના કારણે ગરીબ અને નિઃસહાય પરિવારો પર થતા વિપરિત પ્રભાવો સામે પ્રતિક્રિયા આપવા માટે વધુ મજબૂત બનાવવાના આશયથી 5,718 કરોડ રુપીયાની મદદ માટે સમજૂતી કરાર કર્યો છે. AIIB તરફથી ભારતને આ પ્રકારની પ્રથમ અંદાજપત્રીય સહકાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કરાર પર ભારત સરકાર વતી ભારતના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સમીરકુમાર ખારે અને AIIB વતી મહા નિદેશક (કાર્યરત) રજત મિશ્રા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ખારેએ જણાવ્યું હતું કે, “કોરોના વાયરસ મહામારીના ફેલાવાના કારણે મહિલાઓ સહિત નિઃસહાય…
ભારતીય સેનાની ત્રણ પાંખની ટુકડી, કર્નલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ, રશિયન રાજધાની, મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે 24 જૂન 2020 ના રોજ યોજાયેલી લશ્કરી પરેડમાં ભાગ લેશે. તેમાં તમામ 75 રેન્ક આર્મીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. બીજા વિશ્વ યુદ્ધ (1941–1945) માં સોવિયત સંઘની જીતની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે પરેડ યોજવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટિશ ભારતીય સૈન્યની ટુકડી એલાઇડ સેનામાં એક સૌથી મોટી ટુકડી હતી, જેણે ઉત્તર અને પૂર્વ આફ્રિકા, પશ્ચિમી રણ અને યુરોપના ભીષણ સંઘર્ષ વિસ્તારોમાં અક્ષ રાષ્ટ્રો વિરુદ્ધના અભિયાનોમાં ભાગ લીધો હતો. હતી. આ અભિયાનોમાં 87 હજારથી વધુ ભારતીય સૈનિકોએ તેમના બલિદાન આપ્યા હતા અને 34,354 ઘાયલ…
દેશમાં 13 એપ્રિલ 2019 થી 13 એપ્રિલ 2020 સુધીમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ માનવામાં આવ્યો હતો. હાલમાં, સ્મારકનું નવીનીકરણ અને સુધારણા કરવામાં આવી રહ્યું છે અને સ્મારક સ્થળ પર એક મ્યુઝિયમ / ગેલેરી અને સાઉન્ડ અને લઈટ શૉ બનાવવામાં આવ્યું છે. માર્ચ 2020 સુધીમાં સ્મારક સ્થળના નવીનીકરણનું કામ પૂર્ણ થવાનું હતું, જેના કારણે લોકો 13 મી એપ્રિલના રોજ શ્રદ્ધાંજલિ આપવા માટે મેમોરિયલ ખોલશે. સ્મારક સ્થળે કામ ઝડપથી પ્રગતિ કરી રહ્યું હતું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરરોજ સ્મારકની મુલાકાત લેતા હોવાથી, મુલાકાતીઓની પ્રવેશ 15 ફેબ્રુઆરી 2020 થી 12 એપ્રિલ 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી નિર્માણ હેઠળના કામો લક્ષ્યની તારીખમાં…
29 મેથી 1 જૂન સુધી અરબી સમુદ્ર પર હતાશા અંગે આઇએમડી રિપોર્ટ 20 જૂન 2020 રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર / પ્રાદેશિક હવામાન કેન્દ્ર ભારત હવામાન વિભાગ (આઇએમડી), નવી દિલ્હીએ 29 મેથી 1 જૂન દરમિયાન અરબી સમુદ્ર પર હતાશા અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલની કેટલીક વિશેષ સુવિધાઓ નીચે ચર્ચા કરવામાં આવી છે. સંક્ષિપ્ત 27 મેના રોજ, વાયવ્ય અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર (અ.સ.) ઉપર ચક્રવાતનું પરિભ્રમણ વિકસ્યું. તેના પ્રભાવ હેઠળ, 28 મે (0300 યુટીસી) ની સવારે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ. જેમાં ઘણી બાબતો ખરી ઠરી છે. તે 29 મી મે (0300 યુટીસી) ની સવારે વેલેન્ટ લો પ્રેશર…
મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છે. 18.55 લાખ હેક્ટરમાં સિંચાઇ થઈ શકે એટલું પુષ્કળ પાણી હોવા છતાં શા માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી એ પ્રશ્ન ગુજરાતના દરેક ખેડૂતોને થઈ રહ્યો છે. મુખ્ય બંધનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જળાશયોનું વિસર્જન એફ.આર.એલ. સુધી શરૂ…
અમદાવાદ, 19 જૂન 2020 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે. રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવણી નહીં કરે તેમજ તેમણે સૌને અપીલ કરી છે કે આ દિવસે ઉજવણીના કોઈ જ કાર્યક્રમના કરી તકલીફો, સમસ્યાઓનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકો માટે મદદ અને રાહતકાર્ય કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધી એ અપીલ કરી છે કે આ દિવસે આપણા બહાદુર…
ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે. મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે તેમાં મુખ્યત્વે વિડીયો કોન્ફરન્સ માટે ઉપયોગમાં લેવાતી ઝુમ, ટીકટોક, યુસી બ્રાઉઝર, જેન્ડર, શેર ઈટ અને ક્લિન માસ્ટરનો સમાવેશ થાય છે. મિડીયા રિપોર્ટ મુજબ, નેશનલ સિકયોરિટી કાઉન્સીલ દ્વારા ચાઈનીઝ કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનનો વપરાશ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનુ…
https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640 લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર & Lihkg.com પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે. તાઈવાનને ચીન પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઈવાન પોતાને ચીનનો હિસ્સો ગણતું નથી. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે…