કવિ: Karan Parmar

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 – 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જેટલા ટેસ્ટ થાય છે. ગુજરાત  સરકારની 19 અને 6 પ્રાઇવેટ લેબોરેટરીમાં થઇને રોજના 5000 ટેસ્ટ થાય છે. 24 કલાક 80થી વધુ લોકો કામગીરી કરે છે. ડોક્ટર શાહ કહે છે કે ‘સામાન્ય રીતે કોરોનાનું સંક્રમણ વધુ નથી…

Read More

શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી. 11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન,દીપમાળા કરવામાં આવી હતી. વિશ્વ કલ્યાણ માટે અહીં પ્રાર્થના થાય છે, પણ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા કરીને તેને તોડી પાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ધાર્મિક ક્ષેત્રે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથનું મંદિર ખંડેર બની ગયા પછી તેનો છેલ્લો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ 1947માં સરદાર પટેલે કર્યો હતો. તે 1951માં , પૂર્ણ થયો હતો . તે નૂતન મંદિર મહામેરુપ્રસાદના…

Read More

રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય તેટલી વધુ સઘન કામગીરી કરી રહી હોવાનું જણાવી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી કોરોના સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય તેટલા વધુ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યા છે. મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવી પોલીસ દ્વારા લોકોની બિનજરૂરી અવર-જવર ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે. સંક્રમણ અટકાવવા સરકાર અને વહીવટીતંત્ર તરફથી લેવાયેલા…

Read More

તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે. PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાયરસના ચેપની અસર થઇ શકે છે. સીલાયમાં છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને…

Read More

અમદાવાદ, 9 મે 2020 કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ, એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે અમદાવાદની સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું પ્રમાણપત્ર રૂપાણીને આપી દીધું છે. જો બધું બરાબર જ ચાલતું હતું તો તેમને શા માટે બોલાવવાની જરૂર ઊભી થઈ. સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, બધું બરાબર નથી. રૂપાણી સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે તેમને સફળતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તે માટે અમદાવાદની 3 ખાનગી હોસ્પિટલના તબિબોનો ઉપયોગ કરાયો હતો. આ મુલાકાત બાદ AIIMS ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે,…

Read More

ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવામાં આવે છે. એટલું જ નહિ જરૂર જણાય ત્યાં સપ્લાયરની એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે. રાજયમાં ૧૭ હજાર વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો,  પ૩ હજાર આંગણવાડીને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં…

Read More

9 મે 2020 કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, સરેરાશ નાગરિકોએ રસી અને દવાઓની ક્લિનિકલ ટ્રાયલ વિશે શીખવાનું શરૂ કર્યું છે, જ્યાં દવાઓ બે જૂથોમાં આપવામાં આવે છે. જૂથો વચ્ચેનો વિશિષ્ટ પ્રતિસાદ બતાવે છે કે આ દવાઓ કેટલી અસરકારક છે. પરંતુ બીજો એક કુદરતી પ્રયોગ પણ થઈ રહ્યો છે, જે બાહ્ય આંચકોની હાજરીમાં આપણી રાજકીય સંસ્થાઓ અને નેતૃત્વની અસરકારકતાને માપે છે. ભારત અને પાકિસ્તાન બંનેમાં એક બીજાના એક મહિનાની અંદર કોવિડ -19 ના પ્રથમ કેસ હતા, અને વિકાસના સમાન તબક્કે પણ, જીડીપી અને સમાન હવામાનને લગતા આરોગ્ય ખર્ચના સમાન સ્તર છે. શું બંને દેશોના સ્વાસ્થ્ય અને આર્થિક પરિણામોમાં તફાવત એ સંકેત આપી શકે…

Read More

કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા સુરત, 9 મે 2020 સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાતના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય અને પગથી ઓપરેટ થઈ શકે તેવા આ કિયોસ્કની પડતર કિંમત રૂ.3000 છે, પરંતુ કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા 25 કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા છે. આ અનોખા કિઓસ્ક અંગે વૈભવભાઈએ જણાવ્યું કે, ઓટોમેટીક સેનેટાઇઝર ડિવાઈસ પગથી ઓપરેટ થતી હોવાથી કોરોના વાયરસનો…

Read More

સંરક્ષણ મંત્રાલયે આશરે 1,200 કરોડના ખર્ચે ભારતીય વાયુ સેના (આઈએએફ), ભારતીય નૌકાદળ (આઈએન) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇસીજી) માટે 37 એરપોર્ટ (એરફિલ્ડ) ના હવાઇ ક્ષેત્રના માળખાના આધુનિકરણ (એમએએફઆઈ) માટે. એમ / એસએ ટાટા પાવર એસઈડી (ટીપીએસઇડી) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરખાસ્તને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે યોગ્ય રીતે મંજૂરી આપી દીધી છે. એમએફઆઈ તબક્કો -2 એ એમએએફઆઈ ફેઝ -1 પછી થવાનો કાર્યક્રમ છે, જેમાં આઈએએફના 30 એરફિલ્ડ્સના સુધારણા શામેલ છે. એમએફઆઈ ફેઝ -1 હેઠળના એરફિલ્ડ્સના આધુનિકીકરણથી સૈન્ય અને નાગરિક ઉપયોગની દ્રષ્ટિએ મોટો ફાયદો થયો છે. આ પ્રોજેક્ટ એ ટર્નકી (તૈયાર) પ્રોજેક્ટ છે, જેમાં સીએટી -2 ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ)…

Read More

વલસાડ, 8 મે 2020 કોરોનાના ચેપી દર્દીઓની સંખ્‍યા વધે તો પથારીની વધુ જરૂર પડે છે.  આવા સમયે તાત્‍કાલિક બેડની વ્‍યવસ્‍થા કરવી અતિ મુશ્‍કેલ છે. આ ઉપરાંત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા બેડને સંપૂર્ણ સેનેટાઇઝ કરવો ખૂબ જરૂરી બની જાય છે. આવા મુશ્‍કેલ સમયે વાપી જી.આઇ.ડી.સી ખાતે આવેલી આર્યન પેપર મીલ્‍સ પ્રા.લી. દ્વારા પૂઠાની પથારી બનાવી છે જે વાપરીને તેનો નાશ કરી શકાય છે. આર્યન પેપર મીલના ડાયરેકર સુનિલભાઇ શાહની પુત્રી રીયાબેન અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં આર્કિટેકનો અભ્‍યાસ કરે છે. કોવિદ-૧૯ ની મહામારીમાં આર્યન પેપર મીલ યોગદાન આપી શકે તેના ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા જણાવ્‍યું. સૌથી વધુ જરૂરિયાત એવી આઇસોલેશન બેડ માટે ડીઝાઇન…

Read More