અમદાવાદ, 25 એપ્રિલ 2020 લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે. 2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હજાર કરોડનું લગ્નનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. કરેદ જિલ્લામાં સરેરાશ 200થી 400 જેટલાં લોકો લગ્નના ધંધા સાથે જોડાયેલા છે. જેમાં ગોર મહારાજ, કેટરિંગ, સોની. કાપડ, પાર્ટી પ્લોટ, હોલ, સમાજવાડી, ઓરકેસ્ટ્રા, ફોટોગ્રાફર, બ્રાહ્મણ, ફૂલવાળા, કાપડ ઉદ્યોગ,…
કવિ: Karan Parmar
કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે છે. આજે સવાત્રે ૮ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૮ દર્દીઓને રજા અપાઈ છે જ્યારે ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં દર્દીઓને ગરમી ન લાગે તે માટે દરેક દર્દી એલ પેડલ સ્ટેન્ડ પંખાની સુવિધા કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી…
અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ અમદાવાદ 25 એપ્રિલ 2020 બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી બાળકોની કાળજી રાખવામાં આવી રહી છે. તમામ ૧૮ સંસ્થાઓમાં પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિયમીત બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવે છે. બાળકોને હાથ ધોવાની પદ્ધતિ શીખવી, ખાવા-પીવાની આદતો તથા આરોગ્યવર્ધક દૈનિક ક્રિયાઓમાં સુધારો લાવી કોવિડ-૧૯ના અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના તમામ બાળ-સંભાળગૃહમાં આયુર્વેદિક દવાઓ અને ઉકાળા આપવામાં આવ્યા છે. બાળ સંભાળની…
લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ થતાં ફેક્ટરી કે એકમો સુધી જવા- આવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ૧૦,૭૦૦થી વધુ પાસ ઈસ્યૂ કર્યા છે. ૧૨૮૪ જેટલા પાસ બાંધકામ ઉદ્યોગ માટે આપવામાં આવ્યા છે. ૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૪૨ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં ૪૪ જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓને…
ગાંધીનદર, 25 એપ્રિલ 2020 લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા. https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298 રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે. નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહિ. હોટસ્પોટ જાહેર થાય કે ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે. ઊદ્યોગ ર૦ એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત ૪૦ હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે. પાંચ લાખ શ્રમિકો-કામદારોને…
https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976 કોરોના વોરિયર્સ’ ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને ‘પાસા’ હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા. જાહેરનામા ભંગ 23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 807 તથા 464 અન્ય ગુના (રાયોટિંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4547 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3261 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં 6175 અને અત્યાર સુધીમાં 1,03,936 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કર્યા છે. પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ 24 એપ્રિલ 2020ના દિવસે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું, કે, — કર્ફ્યુ નથી રાજ્યમાં લોકડાઉન…
ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો કરીને જિયોનું વેચાણ કર્યા બાદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના ઉમેદવાર પરિમલ નથવાણીએ ભારતના અર્થતંત્ર અંગે જણાવ્યું છે. કોરોનાનો ફટકો અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય. કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને…
ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. તેઓ દેશના સંગઠિત વર્ગના કર્મચારીઓમાં મોટો હિસ્સો છે. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તેઓ ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને…
એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે. તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે. એમ પી શાહ કેન્સર હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સિનિયર પ્રેક્ટિશનર ડો. પંકજ શાહ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને સંભાળવા વિશે એક મેડિકલ પ્રેક્ટિશ્નર તરીકે મારુ સ્પષ્ટ પણે માનવું છે કે, asymptomatic corona પોઝિટીવ પેશન્ટ ને એમના ઘરમાં જ એક રૂમમાં strictly qurantine…
રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. ૧ એપ્રિલના રોજના ૧૦૦ ટેસ્ટથી શરૂ કરીને તા. ૨૩ એપ્રિલ સુધીમાં રોજના ૨૯૬૩ ટેસ્ટ કરવામાં આવેલા છે. જિલ્લાઓમાંથી ૧૦૦-૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં ૪૨૧૨ ટેસ્ટ પણ થયેલા છે. ટેસ્ટ માટે ૧૫ સરકારી અને ૪ ખાનગી મળીને ૧૯ લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે…