ડ્રાઇવર પ્રોટેસ્ટ લાઇવ અપડેટ્સ: હિટ એન્ડ રન સંબંધિત નવો કાયદો હજુ અમલમાં આવશે નહીં. ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવર પ્રોટેસ્ટ લાઈવ: AIMTC પ્રમુખ અમૃતલાલે કહ્યું- ‘હાલમાં કાયદો અમલમાં નહીં આવે’ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદને ANI સાથે વાત કરતા કહ્યું કે ડ્રાઈવર ભાઈઓ, તમે અમારા સૈનિકો છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. તેમણે કહ્યું કે અમારી આગામી બેઠક સુધી 10 વર્ષની જેલ અને દંડનો કાયદો લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહ સચિવે ટ્રક ડ્રાઇવરોને કામ પર પાછા ફરવાની…
કવિ: Satya-Day
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૪’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શૉનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪’ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૪’…
રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીના(Dhirubhai Ambani) એક અનોખા ભક્ત છે. ધીરૂભાઈ અંબાણીની જન્મ જ્યંતીની ગોધરાના નસીરપુર ગામમાં રહેતાં ભક્ત પંકજ ગઢવીએ કેક કાપી ઉજવણી કરી હતી. આ સાથે ગામની શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ પણ કરી હતી. છેલ્લા ૧૬ વર્ષથી ધીરૂભાઇ અંબાણીને પોતાના જીવન આદર્શ માનતા પંકજભાઈ તેઓના ઘરે સ્વ ખર્ચે મંદિર બનાવી નિત્યક્રમ મુજબ ધીરૂભાઈ અંબાણીને ભગવાન તરીકે સ્વીકારી પૂજાપાઠ કરી રહ્યા છે અને ધીરૂભાઇની જન્મ જ્યંતી અને પુણ્યતિથિને પણ અચૂક યાદ કરી રહ્યા છે. જીવનમાં આગળ વધવાની ખેવના સાથે મનુષ્ય કોઈ સફળ વ્યક્તિની જીવનશૈલીને પોતાના જીવનનો આદર્શ બનાવી તે પથ ઉપર આગળ વધે છે. એવી જ રીતે પંચમહાલ જિલ્લાના…
રાજ્યમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે 1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા – પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેમ પણ મંત્રી શ્રી એ…
વલસાડ જિલ્લામાં આવી ઘટના ના બને તેની તકેદારી GPCB Gujaratએ લેવી જોઈએ કારણકે મુરુગપ્પા ગ્રુપની કંપની કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડનું પ્લાન્ટ વલસાડ જિલામાં પણ આવેલું છે. મુરુગપ્પા ગ્રુપની કંપની કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ આ ખાતર પ્લાન્ટનું સંચાલન કરે છે. “નિયમિત કામગીરીના ભાગ રૂપે, અમે 26 ડિસેમ્બરે 23.30 વાગ્યે પ્લાન્ટની બહાર પાઇપલાઇનમાં એમોનિયા ગેસ લીક જોવા મળ્યું. અમારી પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ તરત જ સક્રિય થઈ ગઈ, અને અમે એમોનિયા સિસ્ટમ યુનિટને અલગ કરી દીધું,” કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ” ઉત્તર ચેન્નાઈમાં ખાતર ઉત્પાદન એકમ સાથે જોડાયેલ ઑફશોર પાઈપલાઈનમાંથી એમોનિયા ગેસ લીક થવાને કારણે સ્થાનિકોએ શ્વાસ લેવામાં તકલીફ અને ઉબકા આવવાની ફરિયાદ કરી…
ડીએમડીકે પાર્ટીના સ્થાપક વિજયકાંતે ચેન્નાઈની એમઆઈઓટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુ બાદ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયકાંતનું ગુરૂવારે નિધન થયું છે. તે કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. આ પછી, શ્વાસ લેવામાં તકલીફને કારણે, તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએમડીકે પાર્ટીના સંસ્થાપક વિજયકાંતને ચેન્નાઈની એમઆઈઓટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ બાદ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Gold Price Today 28 ડિસેમ્બર 2023: વૈશ્વિક બજારમાં સોના(Gold) અને ચાંદીના ભાવમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં આજે સોનામાં જોરદાર ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદી નબળી હોવાનું કહેવાય છે. સોનાનો(Gold) ભાવ આજેઃ ફિઝિકલ માર્કેટમાં આજે સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં બુલિયનના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું(Gold Price) 21.63 ડોલરના વધારા સાથે 2087.56 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તે જ સમયે, ચાંદી $0.23 વધીને $24.43 પ્રતિ ઔંસ પર છે. GoodReturns વેબસાઈટ પર…
યુજીસીએ(UGC) એમફીલ ડિગ્રી કોર્સ નાબૂદ કર્યો છે. હવે જો કોઈ એમ.ફીલ ડિગ્રી કોર્સ કરે તો તે માન્ય ગણાશે નહીં. યુજીસીએ વિદ્યાર્થીઓને હવે એમફીલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એમફીલ ડિગ્રી કોર્સ નાબૂદ કરી દીધો છે. હવે જો કોઈ એમ.ફીલ ડિગ્રી કોર્સ કરે તો તે માન્ય ગણાશે નહીં. યુજીસીએ વિદ્યાર્થીઓને હવે એમફીલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે. આયોગે તેની અધિકૃત વેબસાઇટ ugc.gov.in પર આ અંગે નોટિસ જારી કરીને કોલેજોને સૂચનાઓ પણ આપી છે. નોંધનીય છે કે ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજો એમફીલ (માસ્ટર ઓફ ફિલોસોફી) કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ લઈ રહી છે. આ…
Valsad:કેન્દ્ર સરકાર દ્વારા તા. ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જંયતિ નિમિત્તે શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવા આહવાન કરાયુ હતું. જેના ભાગરૂપે સરકારી કચેરીઓમાં પણ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી તુમાર નિકાલ અને રેકર્ડ વર્ગીકરણની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ દરેક કચેરીઓમાં રેકર્ડ રૂમની સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી, ડેડસ્ટોકનો નિકાલ અને કંડમ વાહનોનો નિકાલ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવી હતી. તા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસે કચેરીઓએ કરેલી ઉપરોક્ત કામગીરીને બિરદાવવા માટે જિલ્લા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે …
Gujarat Goverment : ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ધંધા માટે નાણાંકીય લોન સામે વ્યાજ સહાય યોજના યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગય સ્થાપના અભાવે તેવો ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે સહાય.,બેન્ક દ્વરા વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન આપવામા આવે છે .બેંકેબલ યોજના અંતગઁત રૂ.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામા આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૯૧ પાત્રતાના માપદંડો લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ લોન લે અને ૪% વ્યાજ વ્યકિત ભોગવે, વધુમાં વધુ રૂ. ૧૦.૦૦લાખા ની લોન ઉપર ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે આપવાની…