કરીના કપૂર વારંવાર રોહિત શેટ્ટીની ઓફિસની મુલાકાત લઈ રહી છે.તેની વધતી જતી અવરજવરથી લોકો માની રહ્યા છે કે, તે રોહિત શેટ્ટીના આગામી પ્રોજેક્ટ સાથે જોડાયતેવી પૂરેપૂરી શક્યતા છે. વાસ્તવમાં ઘણા સમયથી રોહિત સેટ્ટીની નવી ફિલ્મ ‘સૂર્યવંશી’ને લઇને ચર્ચા થઇ રહી છે. રોહિતે હજી કોઇ અભિનેત્રીને આ ફિલ્મ માટે સાઈન કરી નથી. તેથી લોકો એમ માની રહ્યા છે કે, રોહિત આ ફિલ્મ માટે કરીના કપૂરનો વિચાર કરે છે. જોકે એક બીજી વાત એવી પણ છે કે, રોહિતની’ગોલમાલ ૫’ની પણ યોજના થઇ રહી છે. આ ફિલ્મના બીજા અને ત્રીજા પાર્ટમાં કરીનાએ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટસની માનીએ તો કરીના ગોલમાન અગેનમાં પ્રેગનન્સીને…
કવિ: Satya-Day
સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર કટથી માંડીને ફેશિયલ અને બ્લીચ સુધીની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવામા આવશે. આ પેકેજનો લાભ લેવા માટે મહિલાઓએ ફક્ત તેમનું આઈડી પ્રુફ અને એક ફોટો સાથે લાવવાનો રહેશે. સલૂનનું નામ સાંભળતાની સાથે જ નાના વર્ગની મહિલાઓએ તેમના બજેટમાં બાર્ગેનીંગ કરવું પડતું હોય છે, પણ હવે તેની કોઈ જરુર નથી. સુરતના આ સલૂનમાં દુલ્હનો તેમના બ્યુટી ટ્રીટમેન્ટના ખર્ચને બચાવી…
સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ હાલમાં જ રિલીઝ થઇ હતી. પરંતુ આ ફિલ્મ કઇક ખાસ કમાલ કરી શકી નહીં. હવે સોનમથી જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. જણાવી દઇએ કે આ બીજી વખત છે જ્યારે સોનમ તેનુ નામ બદલ્યું છે. સોનમ કપૂરે આનંદ આહૂજાથી લગ્ન કર્યા બાદ પ્રથમ વખત તેનું નામ બદલ્યું હતુ અને તેના નામની સાથે ‘આહૂજા’ જોડી લીધું હતું. પરંતુ સોનમે ફરી એક વખત તેનું નામ બદલી લીધુ છે. આ નામની પહેલાના નામ કરતા ખૂબ અલગ છે. જણાવી દઇએ કે સોનમ તેના જૂના નામ ‘સોનમ કે આહૂજા’ની જગ્યાએ ‘જોયા સિંહ સોલંકી’…
થોડા સમય અગાઉ જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના જીવન આધારિત ફિલ્મ રીલિઝ થઇ જેણે મોટો રાજકીય વળાંક સર્જ્યો હતો પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ઉકાળી શકી નહોતી. તે અગાઉ પણ હાલના પ્રધાનમંત્રી મોદીના બાળપણ પર પ એક ફિલ્મ આવી હતી જે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન આધારિત ફિલ્મ આવી રહી છે જેનું ટ્રેલર રિલીઝ થવાની સાથેજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ફિલ્મનું નામ છે ‘માય નેમ ઇઝ રા ગા’. આ ફિલ્મનું નિર્દેશન ભૂતપૂર્વ પત્રકાર રહી ચૂકેલા અને કામસૂત્ર 3d ફિલ્મના નિર્દેશક રૂપેશ પો કરી રહ્યા છે. ટ્રેલરમાં રાહુલ ગાંધીના બાળપણથી હાલના ત્રણ રાજ્યની ચૂંટણી ના વિજય…
મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદના પુત્રની પોલીસે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. સાંસદનો પુત્ર તેના બે મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ચેકિંગ દરમિયાન તેની ગાડી થોભાવવાની કોશિશ કરી તે સમયે ગાડી પૂર ઝડપે ભગાવી મુકી હતી. જે બાદ પોલીસે તેનો પીછો કરીને ધરપકડ કરી હતી એમપી ભાજપ રાજ્યસભા સાંસદ સંપતિયા ઉઇકેનો પુત્ર સતેંદ્ર ઉઇકેની પોલીસે સ્મેક રાખવા બદલ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મંડલામાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે ગાડીનું ચેકિંગ ચાલતું હતું તે સમયે પોલીસે એક કારને થોભવાનો ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે ગાડી અટકાવવાના બદલે મારી મુકી હતી. જે બાદ પોલીસે કારનો…
ચૂંટણીના એલાન સાથે જ નેતાઓ વચ્ચે નિવેદબાજીનો દોર ચાલુ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થનાથ સિંહે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર તીખો હુમલો કર્યો છે. વાસ્તવમાં જે રીતે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જૈશના પ્રમુખ આતંકી મસૂદ અઝહરને જી કહીને સંબોધિત કર્યો હતો તે બાદ તે સતત ભાજપ નેતાઓના નિશાના પર છે. હવે આરોગ્ય મંત્રીએ પ્રિયંકા ગાંધીને છ સવાલ પૂછ્યા સિદ્ધાર્થસિંહના 6 સવાલઃ સિદ્ધાર્થનાથ સિંહે પ્રિયંકા ગાંધીને પૂછ્યુ છે કે શું આતંકીને જી લગાવીને સંબોધિત કરવુ દેશભક્તિની શ્રેણીમાં આવે છે કે નહિ. શું વર્ષ 2016 સર્જીકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસના નેતાઓ દ્વારા ભારતીય સેના…
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને પાર્ટીના નેતાઓમાં રહેલી તકરાર ખુલીને બહાર આવી છે. તેમ ભાજપના નેતાઓ અને મંત્રીઓમાં પણ કકળાટ સર્જાયો છે, પરંતુ આ કકળાટ ખુલીને બહાર આવતો નથી. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને રાતોરાત મંત્રી બનાવી દેતા ભાજપના વરિષ્ઠ નેતાઓ અંદરખાને નારાજ છે, બીજી બાજુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ચાલતા કોલ્ડવોરના કારણે ભાજપના કેટલાક નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓના પણ કામોમાં મહોર લાગી નથી, આજ કારણે દેખાઈ આવે છે કે, કોંગ્રેસની જેમ ભાજપમાં પણ આંતરિક વિવાદ ધીમેધીમે બહાર આવી રહ્યો છે. એક રીપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણીની આચારસંહિત પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ધારાસભ્યોને તેમના બાકી રહેલા કામોની યાદી…
સુરતમાં બંગલાનો મુખ્ય ગેટ તૂટી પડતા બાળકી દબાઇ હોવાની ઘટના બની હતી. જેમાં બાળકીનું મોત નીપજ્યુ હતું. બાળકીને સારવાર માટે લઇ જવાઇ હતી જોકે તબીબોએ તેને મૃતજાહેર કરી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરા વિસ્તારમાં ઇચ્છાનાથ નહેરુનગરમાં આવેલા બંગલા નંબર 23-Bના મુખ્ય ગેટ નીચે મહારાષ્ટ્રીયન પરિવારની 6 વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે અચાનક બંગલાના મખ્ય ગેટ તૂટી પડ્યો હતો. ગેટના કાટમાળ નીચે ગૌરી ખેરનાર દબાઇ હતી. જેના પગલે તેને ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગઇ હતી. માતા-પિતાને આ અંગે જાણ થતાં તાબતડતોબ સ્થળ ઉપર આવીને બાકીને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ…
તરુણ વયના ઉમરે તરુણ-તરુણીઓ નાની નાની બાબતમાં જીવન ટૂંકાવા જેવું પગલું ભરે લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે જેમાં પિતાએ નવા કપડા નહીં લઇ આપતા તરુણીએ જીવન ટૂંકાવી દીધું હતું. અમરોલી વિસ્તારની તરૂણીએ ઘરમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. પિતાએ નવા કપડા નહીં આપતાં તેણીને માંઠું લાગી આવતા જીવવનો અંત આણ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમરોલી આતેના તાપીનગરમાં રહેતી 17 વર્ષીય કવિતા ઉપેન્દ્ર ભાઇ પોલાઇએ બુધવારે પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. જેની જાણ પિતા ઉપેન્દ્રને થતાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, કવિતાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. મળતી…
ભારતમાં બેકારીનો દર આસમાને છે. માત્ર બી. કોમ કે 12 પાસ જ નહીં એન્જિનિયરિંગ, બી. ટેક અને માર્સ્ટ્સ કરીને પણ યુવાનો પણ આજે નોકરી માટે ભટકી રહ્યા છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના જણાવ્યા મુજબ ગયા ફેબ્રુઆરી 2018માં બેરોજગારીનો દર 5.9 ટકા હતો, તે 2019 સુધીમાં 7.2 ટકાના ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક ન્યૂઝ એજન્સીએ પોતાના એક રિપોર્ટમાં બેરોજગાર યુવાનો અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. રિપોર્ટ મુજબ સંતોષ ગૌરવ(27) નામના એક યુવકે નાના શહેરમાં સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજમાંથી બી. ટેકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સંતોષે વિચાર્યું હતું કે, એન્જિનિયરિંગ પાસ આઉટ થતાની સાથે જ તેને નોકરી મળી જશે પરંતું…