કવિ: Satya-Day

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ્સ પહેરીને રમી રહી છે. આ આર્મી કેપ્સ ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમના તમામ પ્લેયર્સને પોતાના હાથથી આપી હતી. ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસનું સમ્માન કરતા બીસીસીઆઈએ આ પગલું ભર્યું છે. ભારતીય ટીમ આજે જ્યારે ધોનીના હોમ ગ્રાઉન્ડ પર ઉતરી ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હતો. આવો નજારો ક્રિકેટના મેદાનમાં આ પહેલા કદાચ ક્યારેય નથી જોવા મળ્યો. ટૉસ ઉછાળ્યા પહેલા ભારતીય ટીમના તમામ પ્લેયર્સને ધોનીએ આર્મીની કેપ આપી હતી ટૉસ ઉછાળતી વખતે કેપ્ટન વિરાટ કોહલીએ આર્મી કેપ પહેરી રાખી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર,…

Read More

ભારતી ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઈએ એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. બીસીસીઆઈએ ગુરૂવારે મોડી રાત્રે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી છે. નવા કરાર અનુસાર કેપ્ટન વિરાટ કોહલી, એક દિવસીય વાઈસ કેપ્ટન રોહિત શર્મા (વન-ડે) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જ એવા ખેલાડીઓ છે કે જેને એ પ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભુવનેશ્વર અને ધવનને આ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને એ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા ગ્રેડ આ પ્રકારે છે: ગ્રેડ…

Read More

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ અંગે રેશ્મા પટેલે ભાજપ વિરોધી એક ચોંકાવાનારું નિવેદન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઇ ગયો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતી ભાજપ કોંગ્રેસ ના ઘુંટણીયે પડી અને કોંગ્રેસના બેનરે તૈયાર થયેલા નેતાઓને ભાજપમાં સામેલ કરવા તલપાપડ બની છે પરંતુ આ ભાજપા ને આટલી ઉચ્ચાઇ સુધી પહોંચાડવા વાળા ભાજપના કાર્યકરો અને જનતા જોડે જે અન્યાય થઇ રહ્યો છે એનુ માઠુ પરીણામ ભાજપે ભોગવવું પડશે એ ચોક્કસ છે. લોકશાહી દેશમાં પ્રજા રાજા છે અને આ પ્રજા ભાજપને ઘૂંટણીયે…

Read More

મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જવાબદાર છે. ઘર, દિવાલ, ધાબા અને દેશને સ્વચ્છ રાખતી ટાઈલ્સ બનાવતું શહેર પોતે અસ્વચ્છ બની ગયું છે. વિકાસની સૌથી ખતરનાક આડ અસર અહીં જોવા મળે છે. મોરબી અને વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો…

Read More

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા લોકસભા બેઠક જીતી શકે તે માટે મોટા પાયે સત્તાની શોદાબાજી ભાજપે હાથ ધરી છે. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું. જવાહર ચાવડા સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. જવાહર ચાવડા હજુ 7 માર્ચ 2019માં તો  ભાજપના વિરોધમાં…

Read More

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું. જવાહર ચાવડા કોંગ્રેસના મોટો કદના નેતા છે અને સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. ત્યારે જવાહર ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જવાહર ચાવડાના પિતાનું પણ રાજકારણમાં મોટુ નામ છે. જ્યારે જવાહર ચાવડા આહીર સમાજના આગેવાન છે એટલે ભાજપ માટે આ ફાયદાની વાત માનવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો આજે બપોરે જ ત્રણ વાગે ગાંધીનગરમાં કમલમ્ ખાતે જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. ચાવડા…

Read More

સુરતના સરદાર નગર ઝોનમાંથી આજ રોજ દારૂના અડ્ડા પર સુરત પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, પોલીસ આરોપીને ધરમાંથી ઉપાડીને લઈ જાય છે એવું તો સાંભળ્યું છે પણ અહીં પોલીસ આરોપીને ઘરમાંથી ખાટલા સાથે ઉપાડી ગયા હતા. સુરતના સરદાર નગર ઝોન 4 પર પોલીસે રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીએ પોલીસ સાથે આવવાની ના પાડતા પોલીસ તેને ખાટલા સાથે ઘરમાંથી ઉપાડી ગઈ હતી. આજુબાજુના સ્થાનીક લોકોએ રીતસરના રામ બોલો ભાઈ રામના નારા પણ લગાવ્યા હતા.

Read More

સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020 માં સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી ભરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું 7 માર્ચ 2019માં કર્યું હતું. રૂ.10,861 કરોડની મૂળ સૌની યોજનાથી 11 જીલ્લાના 115 બંધ દ્વારા 10,22,589 એકર ખેતીની જમીન પર સિંચાઈનો લાભ આપવાનું વચન આપ્યું હતું. જળ કરારનો ભંગ કરીને યોજનાના વારંવાર લોકાર્પણ થયા છે. પણ ક્યાંય ચોમાસાના પાણી નાંખવામાં આવતાં નથી અને ક્યાંય તે બંધોમાંથી…

Read More

અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે મધ્યસ્થતા થશે. સુપ્રીમ કોર્ટે ત્રણ લોકોની પેનલ મધ્યસ્થા કરશે તેમ જણાવ્યું છે. આ પેનલમાં શ્રીશ્રી રવિશંકર પણ હશે. જસ્ટીસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થતા થશે. જો કે આ અંગે મીડિયા રીપોર્ટિંગ નહીં થાય તેમ કોર્ટે જણાવ્યું. આઠ અઠવાડિયામાં મધ્યસ્થનો ફાઇનલ રિપોર્ટ સોંપવા કોર્ટે આદેશ કર્યો છે. જેમાં 4 અઠવાડિયામાં મધ્યસ્થાનો પ્રથમ રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. આ પેનલમાં જસ્ટિસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં શ્રી શ્રી રવિશંકર તેમજ શ્રીમ પંચૂનો સમાવેશ કરવામાં આવ્યો છે.  સુપ્રીમે ચુકાદો આપતાં આદેશ કર્યે છે કે આ એક સપ્તાહમાં મધ્યસ્તાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. યુપીના ફૈઝાબાદમાં મધ્યસ્થાની…

Read More

પાછલા કેટલાંક સમયથી ફેસબુક પર પ્રાઇવસી મુદ્દે ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા તેમની જાણ બહાર મેળવતી બોવાની વાતો સામે આવી છે. આ મુદ્દે ફેસબુક સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. આ બધની વચ્ચે ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક જકરબર્ગે બ્લોગ પર જણાવ્યું છે કે ફેસબુક યુઝર્સના ડેટા સુરક્ષિત કરવાની યોજના બનાવી રહી છે. આ માટે વિવિધ પગલાએની વાત તેમણે બ્લોગ પર લખી છે. ખાસ કરીને તેમણએ મેસેન્જરને એનક્રિપ્ટેડ બનાવવાની વાત કરી છે. જેથી બે યુઝર્સ વચ્ચેની વાતચિત અન્ય  કોઇ અથવા તો ફેસબુક પણ વાંચી શકશે નહી. ઝકરબર્ગે લખ્યું છે કે એનક્રિપ્શન ફેસબુકના જરૃરી ફીચરમાંનું એક હશે. આજના ઓપન…

Read More