સુરત શહેરમાં ડુપ્લિકેટ નોટો મળી આવવાનો સિસસીલો હજી યથાવત રહ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી આજ રોજ 2000 ની ડુપ્લિકેટ નોટો મળી આવતા હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણએ અમરોલી પોલીસે એક શંકાસ્પદ લાગતા ઈસમની તપાસ હાથ ધરી હતી, જેમાં તેની પાસેથી 2000 ના દરની 43 ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. પોલીસે આ રકમ કોણે આપવાની હતી અને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે તપાસ હાથ ધરી છે.
કવિ: Satya-Day
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક નિવેદન આપવા અંગે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરુદ્ધ બિહારની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના લઘુમતિ સેલના રાજ્ય નાયબ અધ્યક્ષ ટિટૂ બડવાલે ચીફ જ્યૂડિશિલ મજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ફરિયાદમાં બડવાલે આરોપ લગાવ્યો છે કે, કન્હૈયા કુમારે સોમવારે કિશનગંજના અંજુમન ઇસ્લામિયા હોલમાં ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા હતા. હકીકતમાં કન્હૈયા કુમાર સીપીઆઇની એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. કન્હૈયા સીપીઆઇ ટિકિટથી બિહારની બેગુસરાય બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે હાલમાં જ જેએનયુ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે ચાર્જશીટમાં 124એ,…
જમ્મુમાં બસસ્ટેશન પાસે ઊભેલી એક બસમાં વિસ્ફોટ થયાના સમાચાર આવ્યાં છે. આ ઘટના ગુરુવારે સવારે બની છે. વિસ્ફોટમાં કેટલાંક લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 42 જવાનો શહીદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારે તંગદીલી પ્રવર્તી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ પર ગ્રેનેડ હુમલો થયો છે જેમાં 18 જણાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં છે. વિસ્ફોટની ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. જે જગ્યાએ વિસ્ફોટ થયો એ ભીડભાડવાળી જગ્યા છે. પોલીસ ત્યાં પહોંચીને લોકોને દૂર કરી રહી…
ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટો થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરી રહ્યા હોવાની વાતો વાયુવેગે ફેલાઈ છે. ખૂદ અલ્પેશ આ પહેલા આવી વાતો પર ઠંડુ પાણી રેડી ચૂક્યા છે. પોતાના નિવેદનોમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાની વાતો કહે છે, પણ હવે જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક નજીકમાં છે ત્યારે અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, કોંગ્રેસના નેતાઓ આ બાબતને માત્ર અફવા ગણાવી રહ્યાં છે. આ અંગે અલ્પેશ ઠાકોરે પણ આ બાબતો પાયાવિહોણી હોવાનું જણાવીને આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસાઓ કરવાનું જણાવ્યું છે. હવે કાલે જ આ અંગે સ્પષ્ટ વિગતો…
સુરતમાં આવેલી પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવતા સ્કૂલના 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત જોવા મળ્યાં છે. પ્રભાત તારા સ્કીલની માન્યતા બોર્ડ રદ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શક્યા નથી. સુરતમાં પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને હોલટિકિટ ન મળતા વિવાદ જોવા મળ્યો છે. આજે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને ટિકિટ ન મળતા રોષ જોવા મળ્યો છે. જેમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. મહત્વનુ છે કે, 2016માં બોર્ડ તરફથી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી તેમ છતા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા અને હવે પરીક્ષા પાસે આવતા સંચાલકોએ સ્કૂલને તાળા લગાવ્યા…
પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સાથે જોડાયેલો એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મસૂદ અઝહર તરફથી લખવામાં આવેલા સ્ટેટમેન્ટને તેનો પ્રવક્તા સૈફુલ્લા વાંચી રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હજી હું જીવતો છું. આખી દુનિયામાં મારા મોતના સમાચાર ચાલી રહ્યા છે. પરંતુ કોણ કેટલું જીવે છે કે મરે છે તે ઉપરવાળો નક્કી કરતો હોય છે..’ છેલ્લા ઘણા સમયથી જૈશ-એ-મોહમ્મદ તરફથી બુધવારે જ ઓડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. આ વખતે પણ આતંકી સંગઠને ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયો જૈશના પ્રવક્તા સૈફુલ્લાહે જાહેર કર્યો છે. આ ઓડિયોમાં મસૂદ અઝહરનું લેખિત…
આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા સુધીમાં લેવાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ફિઝિકસનું પેપર 3થી 6.30 વાગ્યા સુધીમાં લેવાશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાનાં મૂળ તત્વોનું પેપર 3થી 6.15 વાગ્યા સુધીમાં લેવાશે. તો આ વખતે ધોરણ 10, અને ધોરણ 12માં કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં ધોરણ 10માં 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સમાં 1,47,302 વિદ્યાર્થીઓ નોંધાયા…
ગુજરાત સરકારે એસટીના ૪૫૦૦૦ વધુ કર્મચારીઓની સાતમા પગાર પંચ અને ૧.૨૫ લાખથી વધુ શિક્ષકોની સળંગ નોકરી ગણવાની માંગણીઓ સ્વિકારી લીધી છે. રાજ્યમાં ચાલી રહેલ એસટી નિગમ અને શિક્ષકના આંદોલનનું સુખદ સમાધન આવ્યુ છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવાનો સૈદ્ધાંતિક સ્વિકાર સરકારે કર્યો છે. આથી ફિક્સ વેતનની નોકરીનો સમયગાળો પણ સળંગ ગણાશે. તેનો લાભ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે મળશે. એસટીના કર્મચારીઓને ૧લી એપ્રિલ ૨૦૧૮ની પાછલી અસરથી સાતમાં પગારપંચનો લાભ આપવાનું જણાવતા આ સેટલમેન્ટનો સમયગાળો ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી રહેશે અને ત્યારપછી દર ૧૦ વર્ષનો રહેશે એમ ઉમેર્યુ હતુ. STના કર્મીઓની…
દુનિયાભરના દરેક માણસ મોદીજીને જાણે છે. આવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ખુરશી પર બેસતા પહેલા પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો એ વાતથી પણ લોકો વાકેફ છે. આવામાં ખુબ ઓછા લોકો જાણે છે કે તેમણે આવું શા માટે કર્યું હતું. જો તમારે પણ આ સવાલનો જવાબ જાણવો છે તો અમે તમને જણાવીશું કે આવું તેઓએ શા માટે કર્યું. નરેન્દ્ર મોદીના ભાઈએ તેમના લગ્નજીવન પર મોટો ખુલાસો કર્યો છે જે તમને પણ આશ્ચર્ય પમાડશે. હા, તાજેતરમાં જ તેમના ખુલાસામાં કહ્યું કે શા માટે નરેન્દ્ર મોદીએ તેની પત્નીને છોડી દીધી છે અને હવે તેની સાથે નથી રહેતા..? તમે બધા જાણો છો કે નરેન્દ્ર મોદીએ…
ચૂંટણી પંચ આગમી દિવસોમાં લોકસભા 2019ની ચૂંટણી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 7મી માર્ચથી-10મી માર્ચની વચ્ચે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ શકે છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓ માટે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. વિપક્ષ દ્વારા પાછલા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વર્ષ 2018માં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવામાં વિલંબ થયા બાદ કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહી છે. ઉલ્લેખીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી 7…