કવિ: Satya-Day

Congress ના તાલાળાના ધારાસભ્ય Bhagwan Baradને ધારાસભ્ય પદેથી suspend કરવાને લઇને કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યુ છે. ત્યારે સુરતમાં પણ કલેકટર કચેરી બહાર કોંગી કાર્યકરો એકત્ર થયા હતા. અને ભગવાન ભાઈ બારડને ન્યાય મળે તેવી માંગ કરી છે. કોંગ્રેસે આજ રોજ ભાજપ વિરોધી નારા લગાવીને પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેગન પત્ર આપ્યું છે. નોંધનીય છે કે વર્ષ 1995ની 2.83 કરોડની ખનીજ ચોરીના કેસમાં કોર્ટે ભગાવાન બારડને બે વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી છે જેને લઇને વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત બાદ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત…

Read More

ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની પિટિશનમાં હાઇકોર્ટે ફરી એક વાર શિક્ષણ મંત્રી અને બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટમાં કરેલા સોગંધનામા અંગે તેમનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમે પોતે કાયદા મંત્રી છો છતાં તમને કોર્ટ પર વિશ્વાસ ન હોય તેવું સોગંધનામું રજૂ કર્યું છે. કોર્ટે ધોળકા મતદાન વખતના રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીને આવતીકાલે સીસીટીવી ફૂટેજ જમા કરાવવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 8મી માર્ચે થશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ગત ડિસેમ્બર-૨૦૧૭માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૧૫૦ મતથી વિજયી બની રાજ્યના શિક્ષણ મંત્રી પદે…

Read More

 અમદાવાદ એરપોર્ટ પર સોમવારે રાત્રે આવેલી ત્રણ ફલાઇટમાંથી દાણચોરીનું રૂ. 1.30 કરોડનું અંદાજે 4 કિલો સોનું પકડાયું છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 1 મહિલા સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરોથી લવાયેલા સોનાના બિસ્કિટ તેમજ કાચું સોનું ઝડપી પાડ્યું હતું. સોમવારે રાત્રે અખાતી દેશોમાંથી આવતી ફલાઇટમાં નવા નવા પેંતરાથી સોનાની દાણચોરી થઈ રહી છે. કસ્ટમના અધિકારીઓને શંકા જતા પેસેન્જરોની મેટલ ડિટેક્ટરથી ચેક કરતા દાણચોરીથી લવાયેલું સોનું પકડાયું હતું. સોમવારે રાત્રે સ્પાઇસ જેટની દુબઇથી આવેલી ફલાઇટમાં એક પેસેન્જર પાસેથી કડાં અને ગોલ્ડ બાર સહિત 1 કિલો 62 ગ્રામ કાચું સોનું પકડાયું હતું જેની કિંમત 36 લાખ હતી. બીજી ફલાઇટમાં આવેલા ત્રણ પેસેન્જર…

Read More

સુરતમાં લગભગ 6 મહિના બાદ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની કરંજ અને પલસાણા સ્થિત ટેક્સટાઈલ પાર્કના ઉદ્ધાટન અને રિસાયકલીંગ અને ઝેડએમડી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા આવ્યા છે. આ સાથે તેઓ આમંત્રિત ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. જેમાં ફોગવાના કારોબારીઓ દ્વારા આર-આર અને એ-ટફ યોજના હેઠળ કરવામાં આવેલી 6000 અરજીઓ પૈકી 900 કરોડનું ફંડ ક્યારે આપવામાં આવશે તે અંગે પૃષ્ટી કરશે. મિડીયા સાથે ખુલીને વાત કરતા સ્મૃતિ ઈરાનીએ આજે એરપોર્ટ પર મૌન સેવ્યું હતું અને ચુપચાપ પોતાના કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા.

Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં આપઘાતના રોજ અનેક કેસો બનતા હોય છે. પણ આ કેસ વિશે જાણીને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. અહીં એક નેપાળી વોચમેને LPG  પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. વોચમેનને હોસ્પિટલ લાવવામાં આવતા શરૂઆતમાં તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ સિવિલ ખાતે યુવકની સારવાર ચાલી રહી છે. યુવકની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બનાવની વિગતે વાત કરીએ તો સુરતના રુસ્તમપુરામાં વોચમેનની નોકરી કરતા એક નેપાળીએ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ધ્યાનમાં આ વાત આવી જતા વોચમેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુરન નામના વોચમેનનો કેસ સાંભળીને શરૂઆતમાં સિવિલના ડોક્ટરો પણ…

Read More

બોલિવૂડ સ્ટાર સોનાલી બેન્દ્રેને ગયા વર્ષે કેન્સર હોવાની જાણ થઈ હતી. હાલમાં જ સોનાલીએ જાણીતા ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાને કેન્સર હોવાની જાણ થઈ ત્યારે કેવું લાગ્યું તે અંગે વિગતે વાત કરી હતી. ફોટોશૂટમાં સોનાલીનો 20 ઈંચ લાંબો કટ જોઈ શકાય છે. બાલ્ડ લુકમાં પણ સોનાલી ઘણી જ સુંદર લાગે છે. હવે તો સોનાલીને થોડાં થોડાં વાળ પણ આવી ગયા છે. સોનાલીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને પહેલો વિચાર આવ્યો હતો કે આ વાત છુપાવીને રાખું કારણ કે આ એક બીમારી હતી. મનમાં થયું કે તેની બ્રાન્ડ પતી ગઈ છે. તે અનેક હેલ્ધી ઈટિંગ્સ તથા હેલ્ધી ફોક્સ…

Read More

ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે. ફોર્બ્સની મંગળવારે જારી થયેલી વર્ષ ૨૦૧૯ની ટોચના અમીરોની યાદી ફોર્બ્સ વર્લ્ડસ બિલિયોનેર લિસ્ટમાં મુકેશ અંબાણીએ છ ક્રમ આગળ વધીને દુનિયાના ૧૩મા સૌથી અમીર વ્યક્તિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. જો કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ પ્રથમ ક્રમે યથાવત્ રહ્યા છે. ફોર્બ્સે કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસે કુલ ૧૩૧ અબજ ડોલરની મિલકત છે અને એક વર્ષમાં તેમની કુલ મિલકતમાં ૧૮ અબજ ડોલરનો વધારો થયો છે. તેના પછી બિલ…

Read More

નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા બંધની મુખ્ય નહેર અને બ્રાંચ નહેરો બની છે. પણ પેટા શહેર હજુ પૂરી થઈ શકી નથી. અનેક સ્થળે પેટા નહેર ફાટી રહી છે. નર્મદાની સિંચાઈ માટે 3.11 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવા માટે પાઈપલાઈન નાંખવાનું કામ 10 વર્ષથી થઈ રહ્યું છે.  હવે ખેડૂતોના ખેતરમાં નાંખવામાં…

Read More

સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં 18 લાખ જેટલી મિલકતો આવેલી છે, જેનો વાર્ષિક વેરો 1200 કરોડ જેટલો થાય છે. જોકે પાલિકા દ્વારા 950 કરોડ જેટલો વેરો વસૂલ કરી લેવામાં આવ્યો  છે, પરંતુ હજુ જે 250 કરોડ જેટલો વેરો બાકી છે તેના માટે પાલિકા દ્વારા નવા પ્રકારની તરકીબ અપનાવવામાં આવી છે પાલિકા દ્વારા જે તે મિલકતની સામે બોર્ડ લગાવી જાહેર ફજેતો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા મિલકત ધારકોની જાહેરમાં ફજેતી કરી ટેક્ષ વસુલ કરવાની નવી તરકીબ અપનાવવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો મનપાને જ્યારથી જકાતનો વેરો આવવાનો બંધ થયો છે ત્યારથી આવક ફક્ત…

Read More

અમદાવાદ ખાતે પીએમ મોદીએ આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું લોચિંગ કર્યું હતું. ત્યારે વડોદરાની ક્ષેત્રીય કર્મચારી ભવિષ્ય નિધિ કચેરી દ્વારા આઈઓસીએલ ટાઉનશીપ ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત આજે શ્રમયોગીઓને પેંશન યોજનાના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સમયે જીલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચૂડાસમા અને તાલુકા પંચાયત સદસ્ય તેજસ પટેલ જાહેરમાં બાખડ્યા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અભદ્ર શબ્દો સુધી પહોંચી ગઇ હતી. જેથી ત્યાં હાજર ભાજપના ધારાસભ્યએ મધ્યસ્થી કરતા મામલો થાળે પાડ્યો હતો. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે જાહેરમાં થયેલી બોલાચાલીને કારણે જીલ્લા ભાજપ સંગઠનની…

Read More