કવિ: Satya-Day

પુલવામા હુમલા બાદ ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાને તેની જમીન પર કાર્યરત આતંકીઓ પર સપાટો બોલાવતાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઇ મુફ્તિ અબ્દુલ રઊફ સહિત ૪૪ આતંકીઓની ધરપકડ કરી છે. જોકે, પાકિસ્તાને જૈશ જેવા આતંકી જૂથો સામે પગલું ભરવા માટે કોઇ સમયમર્યાદા જણાવી નથી. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા ગત અઠવાડિયે પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝિયરમાં મુફ્તી રઊફ અને અઝહરના નામો પણ સામેલ હતાં. રઉફે જ મસૂદને છોડાવવા માટે IC-814 વિમાનનું અપહરણ કર્યું હતું. ગૃહમંત્રી શહરયાર આફ્રિદીએ કહ્યું છે કે કોઇના દબાણ હેઠળ આ પગલું ભરાયું નથી. જોકે, મસૂદના ભાઇ રઊફ અને હમ્માદ અઝહરની ધરપકડ માટે ભારતના દબાણથી ભલે પાકિસ્તાન ઇન્કાર કરતું હોય…

Read More

સુરતમાં ખુલ્લેઆમ ફાયરીંગની આ લગભગ ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં આજે સગરામપુરા વિસ્તારમાં વ્યાજનો ધંધો કરનાર મહેન્દ્ર ચોકસી પર ફાયરીંગ કરતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના ગીચોગીચ ગણાતા એવા સગરામપુરા વિસ્તારમાં આજ રોજ ફાયરીંગની ઘટના સામે આવી હતી, જેમાં સોના-ચાંદીના ઘરેણાની જગ્યાએ વ્યાજ પર રૂપિયા આપનાર વ્યક્તિ મહેન્દ્ર ચોકસી પર પૈસાની લેવડ દેવડની વાતમાં ફાયરીંગ કરવામાં આવ્યું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વિશે તપાસ હથ ધરી છે.

Read More

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેનાથી કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે.. ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડસ કરી દેવામાં આવ્યા છે. માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દીધું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્ય પદ રદ્દ થાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને સજા થઇ હતી. 1995માં…

Read More

PUBG ગેમની લતના કારણે દુર્ઘટનાઓની ખબરો દિવસે ને દિવસે વધી રહી છે. તાજી ઘટના બની છે મધ્યપ્રદેશમાં. અહીંનો એક યુવક પબ્જી રમવામાં એટલો મશગૂલ હતો કે, પાણીની જગ્યાએ એસિડ પી ગયો. સમય મળતા તેનો પરિવાર છોકરાને લઈ હોસ્પિટલે પહોચ્યો અને છોકરાનો જીવ બચી ગયો. જોકે જે પરિણામ આવ્યું છે તે સાંભળી કોઈ પણ યુવક પબ્જી ગેમ રમવાનું છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુવક મૂળ, છિંદવાડાનો છે અને ભોપાલમાં રહે છે. હાલ તો તેની હાલત ખતરાથી બહાર છે. યુવકનો ઈલાજ કરનારા ડૉક્ટર મનન ગોગિયાએ જણાવ્યું કે 25 વર્ષનો યુવક ઘરના આંગણામાં પબ્જી રમી રહ્યો હતો. એ ગેમમાં એટલો મશગુલ હતો કે…

Read More

અત્યારના યુવકો પર ફોટોગ્રાફીનું ભૂત એટલું હાવી થઇ ગયું છે કે, સારો અને બધા કરતા અલગ ફોટો પડાવવા માટે તેઓ કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં ફોટો પડાવવામાં યુવકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવું જ કઈ સુરતાના ઓલપાડ તાલુકામાં બન્યું છે. કે, જ્યાં એક રીપોર્ટ અનુસાર ઓલપાડ તાલુકાના કુદસદના સમૂહ વસાહત નગરના 5 જેટલા બાળકો DSLR કેમેરો લઇને શેખપુર રોડ નજીક આવેલી ઓલપાડની મેઈન કેનાલ પાસે આવ્યા હતા. આ પાચ યુવકોમાંથી બે યુવકો અલગ ફોટો પડાવવા માટે કેનાલમાં ઉતર્યા હતા. જો કે, કેનાલમાં પાણીનો તણાવ ખૂબ જ વધારે હોવાના કારણે બને કિશોરો કેનાલમાં ડૂબ્યા…

Read More

પાકિસ્તાનથી મળી રહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાને રાવલપિંડીની આર્મી હોસ્પિટલથી બહાવલપુર શિફ્ટ કરી દીધો છે, જેને જૈશનું હેડક્વાટર માનવામાં આવે છે. અઝહર મસૂદ ઘણા સમયથી બીમાર હતો અને હવે તેની તબિયતમાં સુધારો થયો છે, આથી તે પોતાના હેડક્વાટર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે, જૈશનું આ હેડક્વાટર બાલાકોટથી આશરે 750 કિમી દૂર છે. બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સે 1000 કિલો બોમ્બમારો કર્યો હતો, જેમાં ઘણા આતંકીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો તમે પણ જાણી લો આ જગ્યાની કેટલીક અજાણ્યી વાતો, જ્યાં મસૂદ અઝહર રહી રહ્યો છે. જૈશ-એ-મોહમ્મદનું આ હેડક્વાટર અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે. અહીં સ્વિમિંગ…

Read More

PUBG આજના સમયની સૌથી જાણીતી ઓનલાઇન ગેમ છે અને એ રમતા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. આટલું જ નહીં PUBGનો નશો લોકોના માથે એટલો ચઢી ગયો છે કે ઘર અથવા ઓફિસમાં દરેક લોકો PUBG રમતા નજરે જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે હવે PUBG રમવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત થઇ ગયું છે અને જો તમે એવું કરતા નથી તો PUBG રમી શકશો નહીં. એના માટે ઉંમરની લિમીટ નક્કી કરવામાં આવી છે. હાલ આ નિયમને ચીનમાં લાગૂ કરવામાં આવ્યો છે અને અહીંયા પ્લેયર્સ માટે ઉંમરનું રિસ્ટ્રીક્શન લગાવી દેવામાં આવ્યું છે. એટલે કે હવે 13 વર્ષથી…

Read More

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ કમી કરાવ્યુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થયા છે. આ માહિતી તેમના જ શિષ્યોએ મંદિરમાં રજૂ કરી હતી. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઇને ફરાર થઇ ગયા હતાં. અગાઉ પણ માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરૂકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થયા હતા. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસનાં હવાલે કર્યા હતાં.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ સવારે 10 વાગ્યે  અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ અન્નપુર્ણા માતાજીના મંદિરનું લોકાર્પણ કરશે. તો બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ યોજનાનો આરંભ કરાવ્યા બાદ જનસભાને સંબોધશે. વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મોદી મધ્ય પ્રદેશના ઈન્દોર જવા રવાના થશે. તેમણે રાત્રી રોકાણ ગાંધીનગરમાં રાજભવનમાં કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાજ્યની પહેલી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. અમદાવાદમાં ગઈકાલથી મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો પ્રારંભ થયો છે. જો કે 6 માર્ચથી સામાન્ય લોકો મેટ્રોમાં મુસાફરી કરી શકશે. વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં બેસીને મુસાફરી…

Read More

વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. લાખો પાટીદારોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાની જીત અંગેનું જે સૂચક નિવેદન કર્યું તેમાં તેમનો ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો તો બીજી તરફ રાજ્યના લાખો પાટીદારોને એક થઈને દિશા નક્કી કરવાનો ગર્ભિત ઈશારો પણ હતો. જોઈએ ભૂમિપૂજનની સાથે સાથે રાજ્યની ભૂમિ પર નારાજ પાટીદારોને મનાવવાના પ્રયાસનો આ અહેવાલ. લોકસભા ચૂંટણીને હવે માંડ બે માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે એક યા બીજી રીતે જાણે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. કેટલાક પ્રચાર કાર્યક્રમો પક્ષ પ્રાયોજિત થઈ રહ્યા છે તો કેટલીક વાર પ્રચાર માટે…

Read More