કવિ: Satya-Day

દેશના કેટલાય રાજ્યોમાંથી દલિતો અને આદિવાસીઓએ ભારત બંધનુ એલાન કર્યું છે. આ એલાન એટલા માટે કરવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે આદિવાસીઓને જંગલ ખાલી કરવાનું કહ્યું હતું. ગઈ 13 તારીખે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ત્યારે આ નિર્ણય પર રોક પણ લગાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં કેટલાક સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને 5 માર્ચે ભારત બંધ કરવાની સંભાવના છે. આદિવાસી ધરાવતા લોકોનાં રાજ્યો એટલે કે ગુજરાતથી માંડીને છેક મધ્ય પ્રદેશ સુધી આ આંદોલન ચાલશે એવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટે દેશનાં 21 રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ 11 લાખથી વધુ આદિવાસી – વનવાસી પરિવારોને…

Read More

સ્માર્ટ ઇન્ડિયા હૅકેથૉન 2019 માટે યોજાયેલ કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ વડે સંબોધી રહેલા પીએમ નરેન્દ્ર મોદીને એક વિદ્યાર્થિનીએ માહિતી આપી કે આ કાર્યક્રમ ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે છે. આ બીમારીથી પીડાતા બાળકોને વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવાય છે. વિદ્યાર્થિનીએ મોદીને માહિતી આપી, ‘અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે એક આઇડિયા છે કે જે વાંચવા-લખવામાં બહુ મંદ હોય છે, પરંતુ તેમનું ક્રિએટિવિટી લેવલ સારું હોય છે. આપણે આ વસ્તુ તારે ઝમીં પર ફિલ્મમાં જોઈ ચુક્યા છીએ.’ વિદ્યાર્થિની જ્યારે આ માહિતી આપી રહી હતી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેને અધવચ્ચે જ રોકતા સવાલ પૂછી નાખ્યો, ‘શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળક માટે પણ ફાયદાકારક થશે…

Read More

પાકના એફ-16ને તોડી પાડ્યા બાદ મિગ-21 પણ ક્રેશ થવાથી પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઉતરવા માટે મજબૂર બનેલા વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને છોડી તો દીધા છે પણ તેમનો કેટલોક સામાન પાછો આપ્યો નથી. અભિનંદન જ્યારે વાઘા બોર્ડરથી ભારતમાં દાખલ થયા ત્યારે તેઓ ખાલી હાથે હતા અને સિવિલ ડ્રેસમાં હતા.એવુ જાણવા મળ્યુ છે કે પાકિસ્તાને વિંગ કમાન્ડરની ઘડિયાળ, ચશ્મા અને મોજા તો પાછા આપી દીધા છે પણ તેમની સર્વિસ પિસ્ટલ, મેપ અને સર્વાઈવલ કિટ(જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે) તેમજ એરફોર્સ યુનિફોર્મ પાછો આપ્યો નથી. અભિનંદનને સુપ્રત કરતી વખતે અપાયેલા હેન્ડ ઓવર સર્ટિફિકેટ પ્રમાણે પાકિસ્તાને ઘડિયાળ, મોજા અને ચશ્મા જ પાછા આપ્યા…

Read More

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાઇ ગયા છે. દિગ્વિજય સિંહે રવિવારે એક નિવેદન આપ્યુ કે ‘ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના સબૂત બતાવવા જોઇએ.’ તેમના આ નિવેદન પર વિવાદ થઇ ગયો દેશના કેટલાક બીજેપી નેતાઓએ દિગ્વિજય સિંહ સામે મોરચો માંડ્યો. મધ્યપ્રદેશ બીજેપીના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવે કહ્યું કે, દિગ્વિજય સિંહને પાકિસ્તાનમાં ઘર લઇને રહેવું જોઇએ. ભાર્ગવે દિગ્વિજય સિંહના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “દિગ્વિજય સિંહને પાકિસ્તાનમાં ઘર લઇ લેવું જોઇએ, તેઓ ઘર ખરીદી લે કે ભાડે લઇ લે. દિગ્વિજય સિંહ ભાઇજાનને મારી આ સલાહ છે કે…

Read More

ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ પહેલી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, વાયુસેનાએ જંગલમાં બોમ્બ ફેંક્યા હોત તો પાકિસ્તાનની વાયુસેના એક્શનમાં આવી ન હોત. તેમણે કહ્યુ કે, એર સ્ટ્રાઈકમાં કેટલાક લોકો માર્યા ગયા તેની ગણતરી કરવાનું કામ અમારૂ નથી. જેની ગણતરી સરકાર કરશે. વાયુસેનાએ બાલાકોટમાં ટાર્ગેટને પુર્ણ કર્યુ. જેથી પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પમાં તબાહી મચી. વાયુસેનાએ પાકિસ્તાનના એફ-16 વિમાનને ફાઈટ આપવા ભારતીય સેનાએ મીગ-21નો ઉપયોગ કર્યો. વાયુસેનાએ મિગ-21ને એપગ્રેડ કર્યુ. આ સાથે વાયુસેનાના પ્રમુખે કહ્યુ કે, પાકિસ્તાનમાં આતંકવાદ વિરૂદ્ધ ઓપરેશન હજી પૂર્ણ થયુ નથી. જે આગામી દિવસોમાં પણ શરૂ રહેશે.

Read More

જેને બોર્ડર સાથે કોઈ લેવા દેવા જ નથી. જના ઘરમાંથી કોઈ દેશ માટે બહાર નીકળવાનું નથી. જેને 50 પેઢીમાં કોઈ સૌનિક પણ નથી થયું અને જેને દેશ સાથે કોઈ લેવા દેવા જ નથી. એવા લોકો છેલ્લા ચાર દિવસથી યુદ્ધની વાતો કરે છે. મોટા વરાછામાં યોજાયેલી લોક અધિકાર સભામાં યુદ્ધની વિરુદ્ધના સુર વહાવતા હાર્દિક પટેલે આ વાત કહી હતી. મોટા વરાછામાં સુદામા ચોક ખાતે રવિવારે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લોક અધિકાર સભા યોજાઈ હતી. જેમાં અલ્પેશને જેલ મુક્તિ, આંદોલનકારીઓ પરના કેસ પાઢા ખેંચવા, ખેડૂતોનું દેવું માફ કરવું અને સંવિધાન બચાવો આ મુખ્ય મુદ્દા હતા. ભારતનો પાયલોટ પાછો આવ્યો એની…

Read More

શિયાળો પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ઉનાળાની શરૂઆત થવા લાગી છે ત્યારે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો થઇ રહ્યો છે. પ્રવાસન હિલસ્ટેશન સાપુતારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાપુતારામાં ગાઢ ધુમ્મસ થવાયું છે તો શીત લહેર પણ રહી છે. મળતી માહિતી પ્રમાણે સાપુતારામાં વાતાવરણમાં પલટો આવતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા. સાથે સાથે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન હંકારવા માટે તકલિફ પડી હતી. વાહન ચાલકોને હેડ લાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલું રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છેવાતાવરણમાં આવેલા પલટાના કારણે માવઠું થવાની શક્યતા પણ સેવાઇ રહી છે. જો માવઠું થાય તો ખેતીવાડીને અસર થવાની…

Read More

વીઆઈપી રોડ પર આવેલા એક કેફેમાં માત્ર મહિલાઓને જ એન્ટ્રી મળશે. મહિલાઓને પ્રમોટ કરી શકાય તે માટે શહેરની સાત મહિલાઓ દ્વારા કાફે શરૂ કરવામાં આવ્યું છે અને જે ફક્ત મહિલાઓ માટે જ છે. સારી રસોઈ બનાવતી મહિલાઓને આ કાફે દ્વારા પ્રમોટ કરવામાં આવશે. હાલ આ 5 મહિલાઓ શેફ તરીકે સેવા આપી રહી છે. માત્ર કાફે જ નહિં પરંતુ, ફેશન ડિઝાઈનિંગ, ડેકોરેશન જેવા ફિલ્ડમાં પણ મહિલાઓને પ્રમોટ કરવામાં આવે છે. શહેરમાં અનેક એવી મહિલાઓ છે જેમને જોબ કરવી છે પરંતુ એમને બાળકો હોવાથી એ જોબ કરી શકતી નથી. ત્યારે આ કેફેમાં પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. જે મહિલાઓ આ કેફેમાં…

Read More

પુલવામા સહીતના મોટા આતંકી હુમલામાં સામેલ અને જૈશ-એ-મોહમ્મદનો વડો આતંકી મસૂદ અઝહરનું લાંબી બિમારીને કારણે મોત નિપજ્યું હોવાના અહેવાલો છે. મસૂદ અઝહર પાકિસ્તાનના રાવલપીંડીમાં કીડની કામ ન કરતી હોવાથી ડાયાલીસિસ હેઠળ હતો. તેને પાકિસ્તાની સૈન્યની હોસ્પિટલમાં વીઆઇપી સારવાર મળી રહી હતી અને તે વાતનો સ્વીકાર ખુદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરેશીએ કર્યો હતો. સાથે કુરેશીએ પણ જણાવ્યું હતું કે મસૂદ અઝહરના સ્વાસ્થ્યની પરિસ્થિતિ અતી ખરાબ છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે મસૂદ અઝહરનું આ લાંબી બિમારીને કારણે મોત નિપજ્યું છે. જોકે આ અંગે ભારત પણ તપાસ કરી રહ્યું છે. એજન્સીઓ આ અહેવાલો સાચા છે કે ખોટા તે તપાસી…

Read More

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશભરામંથી લોકો સામે આવી રહ્યા છે. ત્યારે કોટાના રહેવાસી એક વ્યક્તિએ  શહીદોના પરિવાર માટે 110 કરોડ રૂપિયાની સહાયતા રાશી આપવાની વાત કરી છે. આ રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં મોકલશે. આ વ્યક્તિનું નામ છે મુર્તજા અલી, જે હાલમાં મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. મુર્તજાએ શહીદોના પરિવારના મદદ મદદ માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં એક ઈમેઈલ કરી પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે તેમને બે-ત્રણ દિવસમાં પ્રધાનમંત્રી સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુર્તજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી તેમને 110 કરોડ રૂપિયાનો ચેક સોંપશે. આની માટે તેમણે…

Read More