કવિ: Satya-Day

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ જવા માટે રાજકોટ એરપોર્ટ ઉતર્યા હતા. દરમિયાન તેમની તબિયત અસ્વસ્થ થતાં જ તેઓએ જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં બુધવારથી શરૂ થયેલા જૂનાગઢના મહાકુંભમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના મુખ્યમંત્રી બપોરે ત્રણ વાગ્યે પ્રકૃતિ ધામમાં સંતસભા સંબોધવાના હતા. તે અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી યોગી આદિત્યનાથ સાથે તેઓ જૂનાગઢ જવાના હતા. પરંતુ રાજકોટ એરપોર્ટ પર ઉતરતાં જ રૂપાણીની તબિયત અસ્વસ્થ થઈ હતી. તેમને નબળાઈ લાગતાં જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા શરૂ કરાઈ હતી.

Read More

ગુજરાતમાં દારુબંધી હોવા છતા પણ અવારનવાર પોલીસ ચેકીંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. આ રોજ પણ વાપી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરેલી એક બલેનો કાર પકડી પાડી હતી અને પોલીસે 1 લાખ 80 હજારની કીંમતનો દારૂ , વાહન તથા મોબાઈલ મળીને કુલ 6,87,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે વાપી પોલીસ આજ રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોમ્બે હોટલ પાસે તેમણે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી સુરત પાર્સિંગની બલેનો ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. આ ગાડીએ રસ્તામાં બીજી ત્રણ મોટર સાયકલને પણ નુકસાન કર્યું હતું. પોલીસે નારાય સ્કુલ પાસે આ બલેનોને ટક્કરમારીને…

Read More

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રમુખ રહેલા ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન પર 10 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, હમજા પોતાના પિતાનો મોતનો બદલો લેવા માટે અમાર પર મોટા હુમલાનું કાવતરું રચી રહ્યો છે. જેના કારણે અમેરિકાએ તેના માટે મોટો પુસ્કારની જાહેરાત કરી છે. અમેરિકા વિદેશ મંત્રાલયે શુક્રવારે આ ઇનામની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, હમજા અમેરિકા અને તેમના સહયોગિઓ પર હુમલાનું કાવતરું રચી રહ્યો છે. તેને અમેરિકાને હુમલાને ધમકી પણ આપી છે. અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારી એમટી ઈવાનોકે કહ્યું કે, અમેરિકાનું આ કદમ આંતકવાદ વિરુદ્ધનું છે જેમાં હથિયારના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે…

Read More

ઘરેલુ ગેસ રસોઇના સબસિડીવાળા ગેસ સિલેન્ડરમાં 2.08 રૂપિયા જ્યારે સબસિડીવિનાના ગેસ સિલેન્ડરમાં 42.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસસિલેન્ડરની કિંમતમાં ત્રણ મહીના બાદ વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાણકારીમાં આ માહિતી મળી છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલની માગ વધતા કિંમત પર પ્રભાવ પડતા આ વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલેન્ડરની કિંમતમા વધારા બાદ એક માર્ચથી 14.2 કિલોગ્રામના સબસિડીવાળા રસોઇ ગેસ સિલેન્ડરની કિમંત દિલ્હી ખાતે 495.61 રૂપિયા થશે જે અત્યારે 493.53 રૂપિયા છે. જ્યારે સબસિડીવગરના સિલેન્ડર હવે 701.50 રૂપિયામાં મળશે.

Read More

દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. આજ રોજ વલસાડમાં ભુકંપના આચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી. મળતી માહિતી પ્રમાણે ભુકંપનું કેન્દ્રબીંદું મહારાષ્ટ્રના પાલઘર પાસે નોંધાયું છે. ભુકંપની તીવ્રતા 3.1 ની હોવાથી વલસાડ અને આસપાસના ગામોમાં હળવા ભુકંપના આંચકાનો અનુભવ થયો હોત. લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. જો કે હાલ ચિંતા કરવાની કોઈ બાબત નથી.

Read More

બોયફ્રેન્ડ સાથે રિવરફ્રન્ટ પર પહોંચ્યા બાદ યુવતી સેલ્ફી લેવા પાઇપ ઉપર ચઢી હતી. જોકે, પગ લપસી જતા નદીમાં પડી હતી. ફાયરબ્રિગેડે યુવતીને બચાવી વી.એસ. હોસ્પિટલ ખસેડી હતી. તેની તબિયત સુધરતા પોલીસે તેનું નિવેદન લઇ જાણવા જોગ એન્ટ્રી કરી કેસનો નિકાલ કર્યો છે. ભૂદરપુરામાં રહેતી નેહા ખાનગી બેંકમાં નોકરી કરે છે અને કેશોદ કોલેજમાં બીએના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે. નોકરીના સ્થળ પર રોહન નામના યુવક સાથે નેહાને મિત્રતા થઇ હતી. આજે નેહાને ઘરેથી રોહન લઇ ગયો હતો અને બંને નહેરુ બ્રિજ નજીક રિવરફ્રન્ટ પર નીચેના ભાગે બેઠા હતા. આ દરમિયાન રોહનને ફોન આવતા તે વાત કરવા દૂર ગયો હતો. એકલી…

Read More

લાંભા-નારોલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયાની ઘટના બની છે. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. તો એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાઇવે ઉપર અકસ્માત સર્જાતા હાઇવે ઉપર હાઇવે ઉપર રાત્રીના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. આ અંગે પોલીસને જાણ થતાં સ્થળ ઉપરઆવીને પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ નજીક લાંભા-નારોલ હાઇવે ઉપર ગુરુવારે મોડી રાત્રે ટ્રક, કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો…

Read More

સુરતના ભાટપોર ખાતેના બાવાજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બેભાન થયેલા અડાજણના આધેડનું મોત નીપજ્યું હતું. હાર્ટએટેક આવતા મોત થયું હોવાનું તબીબે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા આશિષ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય દેવાંગરાજ પ્રકાશરાજ ભાઉ રિલાયન્સ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. મૂળ અમદાવાદના વતની દેવાંગરાજને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર તીર્થ ડિપ્લોમાં આઇઇટીનોજ્યારે પુત્રી માનસી નિરમા કોલેજમાં અભ્યાસ કરે છે. બુધવારે દેવાંગરાજ ભાટપોર ખાતેના બાવાજી સોપ્રેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા હતા. તે સમયે આઠેક ઓવર રમ્યા બાદ તેઓ થ્રો ફેંકવા જતાં અચાનક બેભાન થઇ ગયા…

Read More

અમદાવાદના શાહીબાગ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 14 નોકરીદાઓનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા. તો બીજી તરફ 700 કરતા વધારે નોકરી વાંચ્છુક ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. રોજગાર કચેરીનાં કાઉન્સિલરોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું. કંપનીના એચ આર મેનેજરે સંકુલમાં ઈન્ટરવ્યું અપાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. તેઓને તેમની પસંદગી કંપનીમાં રોજગાર લેવા અનુરોધ કર્યો હતો. એસ આર વિજયવર્ગીયએ યુવાનો સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બને તે માટે સ્વરોજગાર યોજનાની માહિતી આપી હતી. સરકારના નવ વિભાગમાં મળતી લોન સહાય, સબસિડીની માહિતી પત્રીકા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને બેકેબલ બાજપાઈ યોજના હેઠળ મલતી…

Read More

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે આજે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર લોકોએ ગણતરીના કલાકોમાં આશરે 4 કરોડ રૂપિયા શહીદોના પરિવાર માટે એકઠા કરવામાં આવ્યાં હતાં.

Read More