Author: Satya-Day

tejaswi

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને બંગલાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે આકરો ઝાટકો આપ્યો છે. કોર્ટે લાલુ પુત્રની અરજી ફગાવી દીધી છે અને સાથે સાથે 50000 રુપિયા દંડ પણ ફટકાર્યો છે. વાત એમ છે કે બિહારમાં નિતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવ્યા બાદ ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા તેજસ્વી યાદવને તેમને ડેપ્યુટી સીએમ તરીકે મળેલો બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.જોકે યાદવે તેની સામે પટણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.જોકે સુપ્રીમ કોર્ટે પણ તેમને બંગલાના મામલે કોઈ રાહત આપી નથી.ઉલ્ટાનુ તેમના પર 50000 રુપિયા…

Read More
prakashraj

સાઉથની ફિલ્મોના ટોચના અભિનેતા અને હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે વીલનના રોલ કરી ચૂકેલા પ્રકાશ રાજે ધર્માંતર કરીને ક્રિશ્ચન ધર્મ સ્વીકારી લીધો હોવાની ચર્ચા વ્યાપક બની હતી. સોશ્યલ મિડિયા પર વાઇરલ બનેલી તસવીર મુજબ પ્રકાશ રાજે રવિવારે બેંગલોરમાં બેથલ ચર્ચની મુલાકાત લીધી હતી. એથી પણ આગળ વધીને સોશ્યલ મિડિયા પર પ્રકાશ રાજની ચર્ચના પાદરી સાથેની તસવીર પણ રજૂ થઇ હતી જે વાઇરલ બની હતી. છેલ્લા થોડા સમયથી પ્રકાશ રાજ કેન્દ્ર સરકાર અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના આકરી ટીકાકાર બની રહ્યા છે. ખાસ કરીને પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ પ્રકાશ રાજ એવા આક્ષેપ કરતા થયા હતા કે મેં…

Read More
sindur

મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત એક કોન્ફરન્સમાં સ્વાસ્થ્યને લઈને એકથી એક વિચિત્ર સંશોધનો રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ બુધવારે રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (NCEIT) દ્વારા સંચાલિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન (RIE)એ આયોજિત કર્યો હતો. કાર્યક્રમમાં આવેલા પ્રવક્તાઓએ વિદ્યાલય વિજ્ઞાનમાં ઉભરતા પરિણામો અને નવાચાર વિષય પર પોત-પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, સિંદૂર લગાવવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે. તો કોઈકે જણાવ્યુ હતુ કે, તુલસીનો છોડ પાસે રાખવાથી શીતળતા જળવાઈ રહેતી હોવાનો દાવો કર્યો હતો. તો એક પ્રવક્તાએ કહ્યુ હતુ કે, નમસ્કાર કરવાથી બીમારીઓ દૂર રહે છે. મળતી માહિતી અનુસાર, કાર્યક્રમમાં આવેલા લોકોને આ…

Read More
20190208 150901

પાંડેસરામાં એક ઝૂંપડામાં પ્રસવ પીડાથી કણસતી પ્રસૂતાની 108ના કર્મીએ મોબાઈલની ફ્લેશ લાઈટની મદદથી પ્રસૂતિ કરાવી હતી. મળતી માહિતી પ્રમાણે દાહોદવાસી અને હાલ પાંડેસરા ઉમા ઈન્ડસ્ટ્રી પાસે ઝૂંપડામાં રહેતા ગનીબેન સંજયભાઈ પરમાર છેલ્લા 1 વર્ષથી મજૂરી કરે છે. બુધવારે રાત્રે પ્રસવ પીડા શરૂ થઈ હતી. ત્યારે ઘર પાસેથી પસાર થતા એક રાહદારીને જાણ થતા તેણે 108ને જાણ કરી હતી. જેથી 108ના ચિરાગ અને કરણ ત્યાં દોડી ગયા હતા. પ્રસૂતાની પીડા જોઈ 108 કર્મીઓએ તપાસ કરતા શીશુનું માથું બહાર આવીને ફસાયેલું જોયુ હતું. સંજોગો એવા હતા કે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવી પડી. બંનેએ મોબાઈલ ફ્લેશનો  ઉપયોગ કરી પ્રસૂતિ કરાવી હતી. બાળકીના શરીરનું તાપમાન…

Read More
PUBG 886916

છેલ્લા કેટલાંક સમયથી બાળકો ગેમની લતે વળ્યા છે, તેને લઇને અનેક રજૂઆતો કર્યા બાદ સરકારે આખરે વાત સ્વીકારી લીધી છે. હાલ સુરત પોલીસ કમિશ્નરે PUBG ગેમને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા પ્રમાણે, શહેરની હદમાં કોઇ પણ વ્યક્તિ PUBG ગેમ રમી શકશે નહીં. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 15મી માર્ચ સુધી અમલમાં રહેશે. જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ તેમજ ગૂગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પબજી, બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ તેમજ તેના જેવી બીજી ગેમની લિંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય…

Read More
Screenshot 20190208 124546 WhatsApp

સુરતમાં તસ્કરી ટોળકી ફરી સક્રિય બની છે. જેમાં ગઈ કાલે રાત્રે આ ટોળખીએ ઉધના વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી હતી. જેમાંથી તસ્કરો લાખથી વધુની રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે મોડી રાત્રે તસ્કરોની ટોળકીએ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગુડ લક મોબાઈલની શોપનું શટર તોડી અને તેના સીસીટીવી કેમેરાને વાંકાં વાળી દઈ ત્યાં લૂંટ ચલાવી હતી. વહેલી સવારે ઘટનાની જાણ થયા દુકાન માલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા  ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

Read More
20190208 123157

રામપુરા વિસ્તારમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સુરતમાં છેલ્લા 3 દિવસમાં આ  પાંચમી ઘટના છે. જેમાં મહિલાના જ ઘરમાં મહિલાના ગળે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મહિલા કાંકરા મહોલ્લામાં તેના દીકરા સાથે રહેતી હતી. રામપુરા લોખાત હોસ્પિટલ પાસે આવેલ મકાનમાં મહિલાની ઘાતકી હત્યાના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મહિલા તેના પુત્ર સાથે રહી જીવન ગુજરાતી હતી. જોકે તેનો પુત્ર મંદબુદ્ધિનો હોવાને કારણે તેને ઘરમાં જ રાખવામાં આવે છે અને ઘટના સમયે પણ તે ઘરમાં હાજર હતો, પણ મંદબુદ્ધિનો હોવાને લઇ તેની પૂછપરછમાં પોલીસને કોઈ મદદ મળી નથી. જોકે મહિલાની હત્યા ક્યા કારણોસર…

Read More
Vadadara

21મી સદીમાં મોબાઇલ લોકો માટે સર્વસ્વ બની ગયો છે. લોકો એક બીજા સાથે ટાઇમ ઓછો કાઢે છે, પરંતુ મોબાઇલ પાછળ ગાંડાની જેમ પાગલ છે. જેના કારણે મોબાઇલ આજકાલ લોકો માટે મોતનું કારણ બની રહ્યો છે. આવો એક કિસ્સો વડોદરામાં નોંધાયો છે. વડોદરામાં એક યુવાને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલા ફોનમાં બ્લાસ્ટ થતા તેને અકસ્માત નડ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના એક ગામમાં રહેતા વિજય શર્મા નામના યુવાનના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. મોબાઇલમાં બ્લાસ્ટ થયો ત્યારે વિજય બાઇક ચલાવી રહ્યો હતો. જેથી તેને પેન્ટમાં બનેલી ઘટના સમજે…

Read More
chewing tobacco

ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી કચેરીઓને તમાકુ મુક્ત વિસ્તાર જાહેર કરવાની સાથે ધ્રુમપાન મુક્ત માટે અમલ કરવામા આવશે. જિલ્લાની તમામ સરકારી કચેરીના તમામ અધિકારીઓ-કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે, ટોબેકો ફ્રિ (તમાકુ મુક્ત) સરકારી કચેરી અંતર્ગત તમામ કચેરીઓનાં પરિસરમાં કોઈપણ અધિકારી-કર્મચારીએ બીડી, સિગારેટ, સિગાર, ગુટકા, પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનુ સેવન કરવું નહિ. સરકારી કચેરીના કોઈપણ અધિકારી-કર્મચારીએ કોઈપણ પ્રકારે તમાકુનું સેવન કરતા માલુમ પડશે અથવા પાન-મસાલાની પિચકારી મારતા પકડાશે તો તેની પાસેથી તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, સરકાર વ્યસનમુક્તિ પર ભાર મૂકી રહી છે અને તેનો કડક અમલ કરવા જઇ રહી છે. આ…

Read More
ashaben 1

મહેસાણા જિલ્લાના 21-ઊંઝા મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશાબેન ડી. પટેલે ૨ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું. આશાબેન પટેલે અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જો કે, અત્યાર સુધી આશાબહેને તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે વાતનો કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ આશાબેને આવતીકાલે પાટણમાં યોજાનારા ભાજપના ક્લસ્ટર સંમેલનમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવાના સંકેત આપ્યા છે. જો કે, હજી પણ આશાબેન કોઈ નિર્ણય નહીં લીધો હોવાનો દાવો કરી રહ્યા છે. આશાબહેને નિવેદન આપતા જણાવ્યું કે, મારા કાર્યકર્તા જે નિર્ણય કરશે તે નિર્ણયનું હું પાલન કરીશ. કાર્યકરો ભાજપમાં જોડાવાનુ…

Read More