રાજ્યમાં ઘણા લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા રહે છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હતો છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ કે તો આ સમાચાર તમારા માટે છે. આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. તમને જણાવી દઇએ કે, સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ 5મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડશે. STના ત્રણ યુનિયન દ્રારા સંયુક્ત આંદોલન કરાશે. ઉલ્લેખનીય છે કે સાતમાં પગારપંચનું અમલ કરાવવા માટે એસટી…
કવિ: Satya-Day
અમેરિકામાં ભારતીય એમ્બસીએ પે એન્ડ સ્ટે યુનિવર્સિટી વીઝા કૌભાંડમાં અમેરિકાના અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલા 129 ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે 24/7 હોટલાઇન શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસવાટ કરવા માટે એક બોગસ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા અંગે ધરપકડ કરાયેલા 130 વિદેશી વિદ્યાર્થીઓમાં 129 ભારતીય છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતીય એમ્બસીના બે વરિષ્ઠ અધિકારીઓ બે નંબરો 202-322-1190 અને 202-340-2590 પર 24 કલાક ઉપલ્બધ રહેશે. આ સિવાય ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ, તેમના મિત્રો અને પરિવારના સભ્યો એમ્બસી સાથે [email protected] મારફતે સંપર્ક સાધી શકશે. ભારતીય એમ્બસીએ ભારતીયો દ્વારા સંચાલિત પે એન્ડ સ્ટે ગેન્ગનો પર્દાફાશ થતા પ્રભાવિત થયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદનો મુદ્દો ઉકેલવા…
અમદાવાદમાં પ્રખ્યાત ગણાતી એવી રિદ્ધી સિદિધી ગ્લુકોમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડતા ખુબ મોટી રકમમાં કાળું નાણુ ઝડપાયું હતું. આ ઉપરાંત તેમાં આ ઉપરાંત ઘણા બેનામી વ્યવ્હારો પણ મળી આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદની રિદ્ધી સિદિધી ગ્લુકો પબ્લિત લિમિટેડ કંપનીમાં મોડી રાતે આઈટી વિભાગ ત્રાટકતા સાડા ચાર કરોડનું કાળું નાણુ ઝડપાયું હતું. આ ઉપરાંત તેમણે કંપનીના ઓનરના રહેઠાણની જગ્યાએ પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી ફમ બેનામી સંપતિ ઝડપાઈ હોય એવું જાણવામાં આવી રહ્યું છે..
ગુજરાતના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ધમકીઓ આપીને ખંડણી વસૂલતો ગેંગસ્ટર રવિ પુજારી ગુજરાત એટીએસની બાતમીના આધારે સાઉથ આફ્રિકામાં ઝડપાઈ ગયો છે. ગુજરાતમાં ગેંગસ્ટર રવિ પૂજારી સામે ખંડણીના ૧૬થી વધુ ગુના નોંધાયેલા છે. સાઉથ આફિકામાં પકડાયેલા ગેંગસ્ટર રવિ પૂજારીનો કબજે પહેલા ગુજરાત એટીએસને મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર છોટારાજન સાથે રવિ પ્રકાશ પૂજારી અપહરણ કરીને ખંડણી વસૂલવા, હત્યા કરવા સહિતની ક્રીમીનલ પ્રવૃત્તિઓ આચરતો હતો.પછી રવિ પૂજારીએ પોતાનુ અલગ સામ્રાજય ઉભી કરીને ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓને મોબાઈલ કરીને ધમકીઓ આપીને કરોડો રૂપિયા વસૂલ્યા હતા. છેલ્લા એકાદ વર્ષમાં ગેગસ્ટર રવિ પૂજારીએ એક ડઝનથી વધારે રાજકારણીઓ,ધારાસભ્યોને…
હાલ હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બની ગયો છે. થોડા દિવસ પહેલા જ મિત્ર સાથે તેનાં લગ્ન થયા હતાં અને ગઇકાલે મધ્યપ્રદેશનાં ટોલનાકાનાં સ્ટાફ સાથે તેની ઝપાઝપી થઇ ગઇ. હાર્દિક પટેલ મધ્યપ્રદેશનાં ધાર જિલ્લા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં હાર્દિક પટેલ અને તેના ડ્રાઇવરને ટોલનાકા પર ટોલની રકમ ચૂકવવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આ મામલાની માહિતી પ્રમાણે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર જૂનાપાની (દત્તીગાંવ) ટોલનાકા પર હાર્દિકની બબાલ થઇ હતી. ત્યાંનાં કર્મચારી સીતારામે જણાવ્યા પ્રમાણે હાર્દિકના ડ્રાઈવરે ટોલ આપવાની ના પાડી દીધી હતી. હાર્દિકે રોફમાં કહ્યું હતું કે, ‘આ હાર્દિક પટેલની ગાડી છે, તેના પર ટોલ નથી લાગતો.’ આ અંગે…
સુરતના અડાજણ વિસ્તારમાં મહિલા તબીબે આપઘાત કરતા ચકચાર મચી છે. 28 વર્ષની પરણિતા ડૉક્ટરે ઘરની અંદર જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીત મહિલા તબીબને સંતાન ન થતા હોવાથી સાસરીયાઓ માનસિક ત્રાસ આપતા હોવાનો તેણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં આક્ષેપ કરાયો છે કે સંતાન ન થતું હોવાથી સાસરિયા છૂટાછેડા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા જેનાથી કંટાળી તબીબે જીવન ટૂંકાવ્યું. વર્ષ 2013માં તેના લગ્ન થયા હતા. આપઘાતની જાણ થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સુસાઈડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે અને હજુ પણ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 9 અને મહુવામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ ઈડર અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પવનના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લાં અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને જો તમે…
બેંગલુરુ એરપોર્ટ પર શુક્રવારે એક ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જેમાં 2 પાયલટના મોત થયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય વાયુસેનાનું મિરાઝ-2000 ફાઇટર પ્લેન બેંગલુરુમાં હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં એક પાયલટનું મોત થયું હતું જ્યારે અન્ય એક પાયલટ ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવારઅર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટની ઓળખ સ્ક્વોડ્રન લીડર સમીર અબ્રોલ અને સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થ નેગી તરીકે થઇ છે. એક અધિકારીએ જણાવ્યું કે, બંન્ને પાયલટે પોતાને બચાવવા માટે વિમાનમાંથી નિકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બ્લાસ્ટ બાદ લાગેલી આગની ચપેટમાં આવી ગયા. રિપોર્ટ મુજબ બંન્ને પાયલટ…
ગુજરાતના અનામત આંદોલનથી દેશભરમાં પ્રખ્યાત થયેલો અને સવર્ણોને 10 ટકા અનામત અપાવનાર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચુંટણી લડશે કે નહીં તેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સવર્ણ સમાજને અનમાત અપાવનાર હાર્દિક પટેલ હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી તે અમરેલીની સીટ પરથી કોંગ્રેસમાંથી લડશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અને રાજીવ સાતવે હાર્દિકને પોતાની પાર્ટીમાંથી લોકસભાની ચુંટણી લડવા માટે જણાવ્યું હતું. પણ હાર્દિકે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો તૈયાર હોય તોજ હું ચુંટણી લડીશ. હું કોઈની વિરોધમાં જઈને રાજનીતી કરવા માંગતો નથી. મારે લોકોની સેવા કરવી છે.
મધ્યમવર્ગને ખુશ કરવા માટે મોદી સરકારે બજેટમાં આવકવેરો ભરવાની મર્યાદા વધારીને પાંચ લાખ રુપિયા કરી નાંખી છે.તેની સાથે એક એલાન એવુ પણ છે જેનાથી પણ લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.આ જાહેરાત ફિક્સ્ડ ડિપોઝીટને લગતી છે.ભારતમાં એફડી કરાવનારાઓની સંખ્યા ઘણી વધારે છે.મોટાભાગના લોકો ફ્યુચર પ્લાનના ભાગરુપે એફડી પર આધાર રાખતા હોય છે. પિયુષ ગોયલે બજેટમાં આ બાબતનુ ધ્યાન રાખીને એફડી પર મળતા 40000 રુપિયા સુધીના વ્યાજને પણ ટેક્સ ફ્રી કરી નાંખ્યુ છે.અત્યાર સુધી 10000 રુપિયા સુધીના વ્યાજ પર જ ટેક્સમાં છુટ મળતી હતી. ફિક્સડ ડિપોઝીટના વ્યાજમાં ટેક્સ પરની છુટ મધ્યમવર્ગ માટે આવક પર ટેક્સની છુટ જેટલી જ ફાયદા કારક સાબીત…