પાકિસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ ભર્યા માહોલમાં સરકારે પોતાની ટર્મના અંતિમ બજેટની જાહેરાતમાં પણ ડિફેન્સ સેક્ટરને વણી લીધું છે. આ બજેટમાં સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાનાં બજેટની જાહેરાત કરી છે. આ પહેલીવાર છે કે 3 લાખ કરોડ રૂપિયા ડિફેન્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2018ની સાથે આ બજેટની તુલના કરવામાં આવે તો 5000 કરોડ જેટલું અંતર છે. સરકારનું અંતિમ બજેટ રજૂ કરતા નાણા મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો ખૂબ મુશ્કેલ હાલતમાં દેશની રક્ષા કરે છે. સરકાર સૈનિકોના હિતનું ધ્યાન રાખે છે. તેમણે જણાવ્યું કે, વન રેન્ક વન પેન્શન યોજના સાથે સરકારે રિટાયર્ડ સૈનિકોને 35…
કવિ: Satya-Day
પાકિસ્તાન અને ચીન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખતા મોદ્દી સરકારે પોતાના અંતરિમ બજેટમાં ડિફેંસ સેક્ટર પર વધારે ફોક્સ કર્યું છે. આ બજેટમાં સરકાર તરફથી ડિફેંસ સેક્ટર માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર ડિફેંસ સેક્ટર માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે 2018ની સરખામણીએ ડિફેંસ સેક્ટરના બજેટમાં થયેલો વધારો થોડૉ ઓછો જરૂર છે. પરંતુ આ વખતનું ડિફેંસ બજેટ ભારતનું સૌથી મોટું બજેટ છે. yબજેટ રજુ કરતા કાર્યવાહક નાણાંમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, આપણા સૈનિકો મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે. સરકાર સૈનિકોના હિતને ધ્યાનમાં રાખે છે. તેમણે જણાવ્યું હતું કે,…
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6 કરોડ મફત ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં તેની સંખ્યા 8 કરોડ થઈ જશે. તેમણે કહ્યું કે ઉજ્જવલા એક સફળ યોજના છે જેનાથી ઘણો ફાયદો થયો છે. તેમણે આ બજેટમાં કેટલીક એવી યોજનાઓ વિશે જાહેરાત કરી છે જેનો સીધો ફાયદો ભારતના ગ્રામીણો અને ખેડૂતોને થશે. કામધેનુ યોજના- આ બજેટમાં કામધેનું યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના પર 750 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પશુપાલન માટે ક્રેડીટ કાર્ડ – પશુપાલન માટે ક્રેડીટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે. પશુપાલન અને મતસ્ય ઉદ્યોગ માટે વ્યાજમાં 2 ટકા સુધીની છૂટ આપવામાં…
કાર્યકારી નાણાં મંત્રી પીયૂષ ગોયલે 11 વાગ્યે સંસદમાં બજેટ ભાષણ શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ જણાવ્યું કે, નાણાં મંત્રી અરૂણ જેટલીની ગેરહાજરીમાં હું આ બજેટ રજૂ કરું છું. ઈચ્છું છું કે તેમનું સ્વાસ્થ્ય જલદી સારું થઈ જાય. ગોયલે બાદમાં સંસદમાં મોદી સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે કહ્યું કે આ સરકારે કમ્મર તોડ મોંઘવારીની કમર તોડી નાંખી હતી. -1 વાગ્યે લોકસભામાં બજેટ ભાષણનો કાર્યકારી નાણાં મંત્રી પીયૂષ ગોયલે પ્રારંભ કર્યો – મોદી સરકારની યોજનાઓ અને સિદ્ધીઓનો ઉલ્લેખ કર્યો – સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર)ના ત્રણ ભાગમાં…
ગ્રેચ્યુઇટી સીમા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. નોકરી દરમિયાન કોઇ શ્રમિકનું મૃત્યુ થવા પર EPFO થી મળતી સહાયતાની રકમ 2 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 25 હજાર સુધીની કમાણી પર ESI કવર 15 હજાર સુધીની આવક ધરાવનાર આશરે 10 કરોડ શ્રમિકને પેન્શનનો લાભ મળશે મજૂરોના 21000 પગાર પર 7000નું બોનસ મળશે. સાતમા પગાર પંચની ભલામણને પગલે જલ્દીથી લાગુ કરાશે. ગોયલ બજેટમાં પેન્શન માટે પણ ખાસ જોગવાઈ 60 વર્ષની ઉંમર બાદ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન, 15000 મજૂરો માટે પેન્શન, 100 રૂપિયા પ્રતિમાસ પર બોનસ ઓછામાં ઓછુ 3 હજાર સુધીનુ પેન્શન અપાશે ઘરેલૂ કામગારો…
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પીયૂષ ગોયલે મહત્વની જાહેરાતો કરી છે. બજૂટ રજુ કરતી વખતે પીયૂષ ગોયલે ગત વર્ષે સરકારે ગરીબો તેમજ મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યો ગણાવ્યા હતા. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે. વચગાળાના બજેટમાં પિયૂષ ગોયલે નાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી. આપણે 2022 સુધી નવા ભારતનું નિર્માણ કરવા તરફ ગતી કરી રહ્યા છીએ. આપણું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વકસી રહ્યું છે. અમારી સરકાર ફુગાવાનો સામાન્ય દર 4.6 ટકા સુધી લાવવામાં સફળ રહી છે. ડિસેમ્બરમાં ફુગાવો 2.19…
સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીએ એક સાથે 8 મુમુક્ષુ દિક્ષા લેશે. કૈલાશનગર શ્વેતાબંર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રથમવાર દિક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તા.14 ફેબ્રુઆરીએ ગુજરાત-રાજસ્થાન, મહારષ્ટ્ર અને દક્ષિણ ભારતના કુલ 8 મુમુક્ષુ દિક્ષા ગ્રહણ કરશે. આચાર્ય રશ્મીરત્ન સુરીજીએ જણાવ્યું હતું કે, દિક્ષા દાનેશ્વરીના હસ્તે 400મી દિક્ષાનો રેકોર્ડ થેયલો છે. જેની નોંધ ઇન્ડિયા બુક રેકોર્ડ, એશિયા બુક રેકોર્ડ અને ગુજરાત બુક રેકોર્ડની ટીમે લીધે છે. 1. મુમુક્ષુ ધ્રુવી કુમારી કોઠારી 2.મુમુક્ષુ ખુશી ઉ.વ 17 કર્ણાટક 3. મુમુક્ષુ મહેક ઉ.વ 14 મુંબઇ 4.મુમુક્ષુ મિંજલ શાહ ઉ.વ. 27 ભાવનગર 5. મુમુક્ષુ પૂજા કિરિટભાઇ ઉ.વ.20 સુરત 6. મુમુક્ષુ પૂજા સુરેશભાઇ ઉ.વ.22 ડીસા…
શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરી ઉંચે ચઢવા લાગ્યો છે અને તેની સાથે મહત્તમ તાપમાન પણ વધી રહ્યુ છે. જે જોતા ઠંડીનુ પ્રમાણ ઘટવુ જોઈએ. જો કે હવાનુ દબાણ ઘટી રહ્યુ હોવાથી તેમજ હવાની દિશા બદલાતી હોવાથી આવતી કાલે શુક્રવારે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. આજે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૨૯.૪ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધીને ૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડે પહોંચ્યુ હતુ. તેમજ લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીથી વધીને ૧૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયુ હતું. જેથી ઠંડીનુ પ્રમાણ ઘટે તેવી શક્યતા હતી. જો કે બીજી તરફ હવાનુ દબાણ પણ ૧૦૧૩.૭થી ઘટીને ૧૦૧૨.૧ મિલીબાર્સ થઈ ગયુ હતુ. તેમજ ઉત્તર – પૂર્વ દિશામાંથી…
મોદી સરકાર આજે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ પર સામાન્ય માનવીથી લઈને ખેડૂતો અને ઉદ્યોગકારોની પણ નજર મંડરાયેલી છે. ખેડૂતો કૃષિક્ષેત્રે નવી રાહત માગે છે. તો ટેક્ષટાઈલ ક્ષેત્ર નવી નીતિ ઝંખે છે. નોકરીયાત વર્ગ ટેક્સલિમિટમાં વધારો ઈચ્છે છે. જોકે સરકાર શું રાહત આપવા માંગે છે તેનો કોઈ ખુલાસો થઈ શક્યો નથી. પરંતુ 2019ના લોકસભા જંગ અગાઉનું આ બજેટ ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે. મોદી સરકાર માટે આ બજેટ ખાસ એટલા માટે પણ માનવામાં આવે છે કે 4 મહિના પછી લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી મોદી સરકાર માટે મોટો પડકાર છે. જેથી આ બેજટમાં…
મોદી સરકારે ફરી એક સફળતા હાસિંલ કરી છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા એડર વર્લ્ડ ડોન રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. રવિ પુજારીને ભારતીય એજન્સીઓની સુઝબુઝથી પકડી પાડવામાં આવ્યો છે. રવિ પુજારી આફ્રિકાના સેનેગલમાં રહેતો હતો, જેના પર ભારતીય એજન્સીઓની સતત નજર હતી. ભારત સાથે દગાખોરી કરીને ભાગી જનાર ભાગેડુઓના હવે ખરાબ દિવસો આવી રહ્યા છે. વિજય માલ્યા, નીરવ મોદીની પ્રત્યાર્પણના પ્રયત્નો તેમજ ક્રિશ્ચન મિશેલ અને રાજીવ સક્સેનાને ભારત લાવવામાં સફળ થયા બાદ હવે ભારતીય એજન્સીઓના નિશાના પર એડર વર્લ્ડ ડોન રવિ પુજારી છે. જાણકારી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ભારતીય એજન્સીઓની નજર રવિ પુજારી પર…