અમદાવાદ ના મીઠાખલી વિસ્તારમાં રહેતા અને રતનપોળમાં દુકાન ધરાવતા વેપારીને કોઈ અજાણી વ્યક્તિ એ ફોન ઉપર બેન્ક મેનેજર તરીકે ખોટી ઓળખ આપી એટીએમ કાર્ડની વિગતો મેળવી રૂ ૧.૨૨ લાખની છેતરપીંડી કરી છે. વેપારીએ કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૩૧ વર્ષીય દર્શીલ શેઠ મીઠાખલી વિસ્તારમાં આવેલા સાનિધ્ય પાર્કમાં પરિવાર સાથે રહે છે અને રતનપોળમાં શેઠવાળા બ્રધર્સ નામની કાપડની દુકાન ચલાવે છે. મંગળવારે સવારે અંદાજે ૧૧.૪૫ વાગે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ નંબર ૯૭૭૫૫૬૩૪૫૨ ઉપર થી ફોન આવ્યો હતો. સામે છેડેથી વાત કરનાર વ્યક્તિ એ બેક ઓફ ઇન્ડિયાના બેક મેનેજર તરીકેની ઓળખ આપીને કહ્યું હતું કે, ‘તમારૂં…
કવિ: Satya-Day
2018ના અંતમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ સુપરહિટ સાબિત થઇ છે. ફિલ્મની કમાણી 250 કરોડની નજીક પહોંચવા આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળ્યા. રોહિત શેટ્ટી આ પહેલા પણ પોલીસો પર ફિલ્મો બનાવીને ઓડિયન્સને દિલ જીતી લીધા હતા. ‘સિમ્બા’એ રિલીઝના ગણતરીના દિવસોમાં જ 100 કરોડ ક્લબમાં જગ્યા બનાવી દીધી હતી. તાજેતરમાં જ રોહિત શેટ્ટી મુંબઇ પોલીસના કાર્યક્રમ ‘ઉમંગ 2019’માં ‘સિમ્બા’ ફિલ્મની કાસ્ટ સાથે પહોંચ્યા હતા. રણવીર રિંહ અને સારા અલી ખાને આ કાર્યક્રમમાં ખાસ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. પોલીસની આસપાસ ફરતી આ ફિલ્મથી વાર્તાથી બોક્સ ઑફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી થઇ, ત્યારે રોહિતે…
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસ તંત્ર ભયભીત બની છે અને પાટીદાર યુવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે. પાટીદાર યુવાનોની ધરપકડ માટે પોલીસ તંત્ર તેમના ઘર ઓફિસમાં ધંધાના સ્થળ ઉપર જઇને તપાસ કરી રહી છે. આજ રોજ વડાપ્રધાન મોદીના આગમનની સાથે જ સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનોએ કાળા ફુગ્ગા હવામાં છોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મિનિબજાર વિસ્તારમાં પાટીદાર સભ્યોએ ન્યાયની માંગ સાથે કાળા રંગની પટ્ટીઓ બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો. પાટીદાર યુવાનોએ અસંતોષ વ્એક્કત કરતા જણાવ્યું હતું કે બાજુ ભારતીય જનતા પાર્ટી સવર્ણ સમાજને દસ ટકા અનામત મળવાની વાતો સમાજમાં કરી વાહ વાહ…
સમાજ સેવક અણ્ણા હજારે આજે ગાંધી પુણ્યતિથિએ સવારે દસ વાગ્યાથી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેઠા હતા. એ પહેલાં મિડિયા સાથે્ વાત કરતાં એમણે એવો દાવો કર્યો હતો કે મેં રફાલ મુદ્દે સ્પષ્ટતા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 34 પત્રો લખ્યા હતા પરંતુ મોદીએ એક પણ પત્રનો જવાબ આપ્યો નથી. અણ્ણાએ એવો દાવો કર્યો હતેા કે હાલના મારા ઉપવાસના કેન્દ્રમાં લોકપાલની નિયુક્તિનો મુદ્દો મુખ્ય છે. અગાઉ લોકપાલની નિયુક્તિ થઇ ગઇ હોત તો કદાચ રફાલનો મુદ્દો ઉપસ્થિત ન થયો હોત. મોદીની સરકાર આવ્યાને પાંચ વર્ષ પૂરાં થવાં આવ્યાં પરંતુ લોકપાલની નિયુક્તિના મુદ્દે મોદી સરકારે કશું કર્યું નહીં. અગાઉ એ લોકોએ…
વડાપ્રધાન મોદી 30 મી બુધવારે સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનના વિસ્તાર માટે ભૂમિ પૂજન તેમજ પાલિકાના 421 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ- 636 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત, વિનસ હોસ્પિટલનું ઉદ્ધઘાટન, ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ તથા દાંડી યાત્રા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અમરોલી ચાર રસ્તાથી માનસરોવર સર્કલ સુધી ફ્લાય ઓવર બ્રિજ, પુણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ, ઉન ખાડી બ્રિજ વાઈડનીંગ, અઠવાથી અડાજણને જોડતો સરદાર બ્રિજ વાઈડનીંગના લોકાર્પણ કરશે. આ સાથે સુરત મહાપાલિકા રાજ્યમાં અને સંભવત: દેશમાં એવી પ્રથમ મહાપાલિકા છે જે સોલાર એનર્જીનો ઉપયોગ વોટર સપ્લાય મેનેજમેન્ટમાં કરી રહી છે. તેની ક્ષમતામાં વધારારૂપ વધુ એક મેગાવોટ રૂફટોપ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ પણ…
ભરૂચ નજીક અંકલેશ્વર હાઇવે ઉપર ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. તૂટેલી એંગલને કારણે ખાનગી બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા બસ પલટી ખાઇ ગઇ હતી. જેના પગલે એક મુસાફરનું મોત નીપજ્યું હતું. જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે લોકોના ટોળા પણ સ્થળ ઉપર એકઠાં થયા હતા. પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. મળતી માહિતી પ્રમાણે મંગળવારે મોડી રાત્રે અંકલેશ્વર નજીક હાઇવે ઉપર ખાનગી બસના પસાર થઇ રહી હતી. અચાનક બ્રેક મારવાના કારણે ખાનગી બસ પલટી ખાઇ ગઇ હતી. આ…
વલસાડના વાપીના છેવાડે આવેલા છીરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાતે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. આ ભંગારનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોનો આરોપ એવો પણ છે કે, આ ભંગારનું ગોડાઉન ગેરકાયદેસર છે. ત્યારે ભંગારના ગોડાઉનમાં ભારે આગ લાગતા ગોડાઉનની અંદર રહેલું પ્લાસ્ટિક, કાગળ સહિતના અનેક જ્વલનશીલ કેમિકલ વેસ્ટ વગેરે આગની લપેટમાં આવી ગયા અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. આગે વિકરાળ રૂપ લેતા ભંગારનું ગોડાઉન બળીને ખાખ થયું છે. આગની જાણ વાપી ફાયર વિભાગને કરવામાં આવતા વાપી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. આગ એટલી…
મને જણાવી દઇએ કે તમારી દીકરી લગ્ન પહેલા કરોડપતિ બની શકે છે. એટલે કે જ્યાં સુધી તમારી દીકરીના લગ્ન થશે. ત્યાં સુધી તમે ગાડી અને બંગ્લાની વ્યવસ્થા કરી શકો છો. જણાવી દઇએ કે એના માટે તમે તમારી દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલાવવું પડશે. તમે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ટેક્સમાં પણ છૂટ મળી શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારી દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં 14 વર્ષ સુધઈ રોકાણ કરી શકો છો. દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર આ અકાઉન્ટ મેચ્યોર થાય છે. જો કે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીના નિર્વાણ દિને ગુજરાતના ઝડપી પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ વખતની મુલાકાત સુરત અને દાંડી પૂરતી સીમિત રહેવાની છે, વડા પ્રધાન મોદી સુરત આવી ત્યાંથી જ પરત જવાના છે. બુધવારે બપોરે ૧ વાગે તેઓ સુરત એરપોર્ટ આવી ત્યાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરશે. ત્યાંથી તેઓ ૧૮ કિલોમીટર દૂર રામપુરા જઇ ખાનગી હોસ્પિટલને ખુલ્લી મૂકશે. બાદમાં સાંજે ૪ વાગે દાંડી પહોંચી ત્યાં નિર્માણ થયેલા સૈફી વિલાનું ઉદ્ઘાટન કરશે ત્યાં દોઢ કલાક રોકાણ કરી તેઓ પાછા સુરત આવશે અને સાંજે ૬ વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા યૂથ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પત્યા…
સુરતમાં હવે અકસ્માતખુબ સુરતના ઉધના પાસે આવેલા જીવન જ્યોત બીઆરટીએસ પાસે અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી. બેફામ બીઆરટીએસ બસ ચાલકે એક બાળક સહિત ત્રણ લોકોને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ લોકો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને આંખ સામે જોઈને ઉશ્કેરાયેલા લોકોએ બીઆરટીએસ બસ પર પથ્થરમારો કરતા હંગામો મચી ગયો હતો. જેને પગલે ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.