કવિ: Satya-Day

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ નગરમાં એક જ પરીવારના ત્રણ સભ્યો પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. હુમલાખોરોએ ભાઈ, બહેન અને બનેવી પર જીવલેણ હુમલો કરતા બનેવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હુમલાખોરો દેશી દારનું વેચાણ કરતા શેરોના ત્રણ પુત્રો સંદીપ, સાગર અને રાહુલ મહાજન હતા. તેમમએ ભુષણ પાટીલ અને તેના બેન તેમજ બનેવી પર હુમલો કરતા ભુષણ પાટીલનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસ બાદ જ હવે આ ઘટના અંગે જાણકારી મેળવી શકાશે

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની 2 દિવસીય હરાજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દિલ્હી ખાતે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં આયોજિત આ હરાજીમાં ભેગા થયેલી ધનરાશિનો ઉપયોગ સરકાર મહત્વની ‘નમામિ ગંગે’ પરિયોજનામાં કરશે. પહેલા દિવસે હરાજીમાં છત્રપતિ શિવાજી મહારાજના એક સ્ટેચ્યૂ 22000 રૂપિયાની બોલી લાગવાઇ, જેની શરૂઆતી કિંમત 1000 રૂપિયા હતી. જોકે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયે પહેલા દિવસે સૌથી મોંઘી ભેટ અથવા કુલ કેટલી રાશિ હરાજીમાં એકઠી થઇ તે  અંગે કોઇ જાણકારી આપી નથી, તેમના દ્વારા કહેવામાં આવ્યુ કે આ અંગેની જાણકારી પછીથી આપવામાં આવશે. ભેટોની ઇ-હરાજી માટેની વેબસાઇટ https://openauction.gov.in શરૂ કરવામાં આવી છે. વેબસાઇટ પર ભેટ અંગેની તમામ જાણકારી આપવામાં…

Read More

લોકસભા ચૂંટણી પહેલા આર્થિક રૂપથી પછાત વોટર્સને આકર્ષવા માટે મોદી સરકાર મોટી જાહેરાતની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણને 8માં ધોરણથી વધારીને 12મા સુધી કરવા માટે વિચાર કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સંબંધમાં શિક્ષા કાર્યકર્તાને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે, ‘મંત્રાલય શિક્ષાનો અધિકાર એક્ટ, 2009 હેઠળ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષાને 12માં સુધી વધારવાનો પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. પ્રસ્તાવ પર ગાઢ અભ્યાસ બાદ આ સંબંધમાં કોઇ નિર્ણય લઇ શકાય છે.’ વર્તમાનમાં RTE હેઠળ 14 વર્ષ સુધી એટલે કે પહેલાથી આઠમાં ધોરણ સુધી બાળકોને મફત શિક્ષણ આપવાની જોગવાઇ છે. આ એક્ટ હેઠળ…

Read More

તાપી જિલ્લાની એક શરમજનક ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં એક કંપાઉન્ડરે પોતાની પ્રેમિકા સાથેની અંગતપળોનો મોબાઇલમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઈ ગામીત નામનાં યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. રોહિત ધ્વનિ સર્જિકલ હૉસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે, જ્યારે યુવતી પીપલોદનાં એક મૉલમાં નોકરી કરે છે. રોહિતે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને પ્રેમજાળમાં ફસાવી હતી. રોહિતે મહિના પહેલા યુવતીને હૉસ્પિટલમાં બોલાવી અને એક રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગતપળોનો વિડીયો રોહિતે પોતાના મોબાઇલમાં શૂટ કર્યો હતો અને વારંવાર યુવતી સાથે હૉસ્પિટલમાં જ…

Read More

‘ઝી’ ટીવી ચેનલ અને એસેલ ગુ્રપના ચેરમેન સુભાષ ચંદ્રાએ એક ખુલ્લો પત્ર લખી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને એમબીએફસીના પૈસા નહીં ચૂકવવા બદલ માફી માગી હતી.  પ્રમોટર કંપની એસેલ વર્લ્ટની મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીના અહેવાલ વચ્ચે  શેર બજારમાં ઝી કંપનીના શેરમાં ૩૦ ટકાનો ઘટાડો થતાં રોકાણકારોએ તેમના પરસેવાની કમાણીના રૃપિયા ૧૪૦૦૦ કરોડ ગુમાવ્યા હતા. ‘મને ચોક્કસ ખાતરી છે કે ભારતીય ઉદ્યોગમાં એકપણ વ્યક્તિ એવી નથી જેનામાં પોતાના કરોડો રૃપિયાના દેવાને ચૂકતે કરવા પોતાની સર્વશ્રેષ્ઠ કંપનીને વેચવાની હિંમત હોય. પ્રક્રિયા હજુ જારી છે, પરંતુ કેટલાક એવા લોકો છે જે અમને સફળ થવા દેવા ઇચ્છતા નથી. હું એમ નથી કહેતો કે અમે કોઇ…

Read More

IRCTC ટેન્ડર કેસમાં બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે IRCTC ટેન્ડર કૌભાંડના કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન આપ્યા છે. તેમના વિરુદ્ધ CBI અને EDએ IRCTC કૌભાંડમાં કેસ નોંધાયેલા હતા. જેમાં તેમના ઉપર મની લોન્ડ્રિંગના આરોપ હતા. RJD પ્રમુખ અને તેમના પરિવારના સભ્યો સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ્ર ગુપ્તા અને તેમના પત્ની સરલા ગુપ્તા, IRCTCના તત્કાલીન ડાયરેક્ટર બી કે અગ્રવાલ અને તત્કાલીન ડાયરેક્ટર…

Read More

 વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈ વે પર બસ પલટી ખાતા બે લોકોના મોત થયા છે. તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં મોતને ભેટનાર બંને મહિલા સુરતની હોવાની માહિતી મળી રહી છે. મૃતક મહિલાઓમાં એક મહિલા મુળ પલસાણાની વતની અને હાલમાં સાઉથ આફ્રીકાના જ્હોનિસબર્ગ ખાતે રહેતા મીનાબેન પીયુષભાઇ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી મહિલા મૂળ પલસાણાની વતની અને હાલ અમેરીકાના જ્યૂજર્સી ખાતે રહેતી રિમલાબેન નરેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જય ગણેશ દેવા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક વિજયભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુરતના ટુર્સ એન્ડ…

Read More

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે અમદાવાદ જીલ્લા સહિત ૯ શહેરોમાં માધ્યમિક શિક્ષક માટેની ટાટ પરીક્ષા લેવાઈ હતી.જેમાં નોંધાયેલા ૧.૮૬ લાખથી વધુ ઉમેદવારોમાંથી ૧૨૦૮૮૦ ઉમેદવારે પરીક્ષા આપી હતી જ્યારે ૬૫ હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી નથી. જામનગરના સેન્ટરમાં પેપર લીક થયાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને જેને પગલે એક કલાક પરીક્ષા મોડી શરૃ થઈ હતી જ્યારે વડોદરામાં એક ઉમેદવાર મોબાઈલ સાથે પકડાયો હતા. પેપર લીક થયાની ઘટનાને પગલે ગત જુલાઈની ટાટ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રદ કરાયા બાદ આજે ફરીથી લેવામા આવી હતી.જેમાં વિવિધ ૧૭ વિષયોમાં પરીક્ષા લેવાઈ હતી. અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર…

Read More

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 કલાકમાં અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિર મામલે લોકોની ધીરજ હવે સમાપ્ત થઇ રહી છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે ઝડપી ચુકાદો લાવવા માટે અસમર્થ છે. યોગીએ જણાવ્યું હતું કે, આ કેસ અમને સોંપી દેવો જોઈએ અમે 24 કલાકમાં તેનો ઉકેલ લાવી દઈશું. આ સિવાય તેમણે 2014ની લોકસભા ચૂંટણી કરતા આગામી લોકસભા ચૂંટણીમાં વધારે બેઠકો પર વિજય પ્રાપ્ત કરવાનો દાવો પણ કર્યો છે. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પહેલા કોર્ટે આ કેસ અમને સોંપી દેવો જોઈએ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે પણ કોર્ટને આ વિવાદને…

Read More

પાટણમાં ભાજપ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને અનેક વાર જન્મ લેવા પડશે. તેમણે કહ્યું, ક્યાં રાજાભોજ અને ક્યાં ગંગુ તેલી. ત્યાર બાદ વિકાસ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસને ક્યારે પણ વિકાસ નહીં દેખાય. વિકાસના માથે સિંગડા નથી હોતા. વિકાસ માત્ર કોંગ્રેસને જ દેખાતો નથી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસને અભાગ્યા અને લુખ્ખાઓ સાથે સરખાવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે, ભાજપમાં જે નેતા કોંગ્રેસ પર નિશાન સાધે છે તેને સારૂ પદ…

Read More