કરણી સેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં કંગનાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મણિકર્ણિકાના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગનાએ જણાવ્યું કે હું ક્યારેય કોઇની માફી નથી માંગતી, જ્યારે મારી કોઇ ભૂલ નથી તો હું શા માટે માફી માંગુ. અમે આશ્વાસન આપ્યું છે કે ફિલ્મમાં કંઇ ખોટુ દર્શાવવામાં નથઈ આવ્યું, તો તેમણે અમારો સહયોગ કરવો જોઇએ. ફિલ્મ વિશે કંગનાએ કહ્યું કે,મણિકર્ણિકા ભારતની દિકરીની ફિલ્મ છે. આપણે સાથે મળીને ફિલ્મને આગળ વધારવી જોઇએ. તે મારી એકલીની સંબંધી તો નથી, તે સમગ્ર દેશની દિકરી છે. મારા માટે પણ તે એટલું જ મહત્વ ધરાવે છે જેટલું બીજા માટે. આ જ કારણે કરણી સેનાએ…
કવિ: Satya-Day
સુરતમાં ફરી એક વખત 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઇ છે. અહીંના વિસ્તારમાં બિલ્ડીંગમાં કામ કરતા મજૂરે દુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બુમાબુમ કરી હતી.જેને સાંભળીને આરોપી મજૂર ભાગી ગયો હતો. ખટોદરા પોલીસે આરોપી અભિમન્યુ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારની 9 વર્ષની બાળકીનું મોઢું દબાવીને રેપનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી બંધાતી બિલ્ડિંગમાં કામ કરતા મજૂરે 9 વર્ષની બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી બાળકીએ બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકમાં રહેતા મજૂરો ત્યાં દોડી આવતા નરાધમ બાળકીને મુકી ભાગી ગયો હતો.…
ડોક્ટરોની બેદરકારીથી લોકોના મોત થતા હોવાની ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બનતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. મળતી માહિતી પ્રમાણે છ વર્ષના બાળકને હોમિયોપેથીક દવા પીવડાવ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. બાળકના મોત બાદ પરિવારના લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને બાળકના મૃતદેહને ન્યાય ન મળે ત્યાં સુધી નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરતના પલસાણામાં ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ દ્વારા હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નિદાન કરવા માટે અનેક લોકો આવ્યા હતા.
ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત મુદ્દે કોમર્શિયલ કોર્ટે મૂકેલી સ્ટે ઉઠાવી લીધો છે. જોકે, કોમર્શિયલ કોર્ટમાં કેસ ચાલુ જ રહેશે. આ પહેલા બુધવારે કોમર્શિયલ કોર્ટે ગીત પરનો સ્ટે લંબાવ્યો હતો, તેમજ બંને પક્ષકારોને ખખડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે સ્ટે ઉઠાવી લેતા હવેથી કિંજલ દવે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ કે જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાઈ શકશે. જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.પી. ઠાકરની કોર્ટે કિંજલની અરજીને માન્યતા આપી હતી. હાઇકોર્ટે આ કેસમાં અવલોકન કર્યું હતું કે, બીજા પક્ષને સાંભળ્યા વગર જ ગીત પર પ્રતિબંધનો આદેશ કરવામાં આવ્યો છે. કિંજલ વતી હવે કોમર્શિયલ…
પાટીદાર અનામત આંદોલનના નેતા ગોપાલ ઈટાલિયાની આણઁદ પોલીસ દ્વારા એક જુના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસ આર્મ્સ એક્ટનો હોવાનું જણાઈ રહ્યું છે, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસમાં તે ઘણા સમયથી ફરાર હતો. નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર ઇનામત આંદોલનમાં હાર્દિક પટેલની સભા ગજવી ચુક્યા છે અને હાલ તેઓ દેશના બંધારણ અને કાયદાઓ વિશે કાયદા કથા આયોજીત કરીને લોક જાગૃતિનું કામ કરતા હતા. ગોપાલ ઈટાલિયા પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ ધંધુકા કલેક્ટરની કચેરીમાં ક્લાર્કનું કામ કરતા હતા.પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં ઈટાલીયાએ તેમાં ઝંપલાવ્યું હતું.
કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું મંગળવારે અમેરિકાના ન્યૂયોર્કમાં ઓપરેશન થયું છે. ત્યારબાદ જેટલીને બે અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં સુધી અરૂણ જેટલી પાસેથી નાણામંત્રીની જવાબદારી લઇ લેવામાં આવી છે અને રેલમંત્રી પીયૂષ ગોયલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આશા સેવવામાં આવી રહી છે કે પીયૂષ ગોયલ જ મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે. 66 વર્ષીય અરૂણ જેટલી 13 જાન્યુઆરીએ અમેરિકા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયામાં તેમના ‘સોફ્ટ ટિશ્યૂ’ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. જો કે, તે દરમિયાન પણ જેટલી સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા. ફેસબુક પર પોસ્ટ લખવા સિવાય તેમણે હાલના મુદ્દાઓ પર…
રાજકોટના છેવાડે આવેલી મારવાડી યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા કોલેજીયન સહિત ૫૦ જેટલા વિદ્યાર્થીઓને એટીકેટી અને બેકલોગને કારણે યુનિવર્સિટી દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેના પગલે આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવા રેક્ટરે સૂચના આપી હતી. જેના પગલે નાશીપાસ થયેલા જૂનાગઢના નિલ ઠકરાર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના ૧૧માં માળેથી પડતું મૂકીને મોત માગી લીધું હતું. જૂનાગઢમાં રહેતા અને છેલ્લાં બે વર્ષથી મારવાડી યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા નિલ હિરેનભાઈ ઠકરાર નામના વિદ્યાર્થીને એક એટીકેટી અને એક બેકલોગ આવતા બૂધવારે યુનિવર્સિટીના બીએસસી ડિપાર્ટમેન્ટના વડા શ્રીધરન કર્નલે ૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડીટેઈન કરવાનું લિસ્ટ બહાર પાડ્યું હતું. જેના પગલે રેક્ટર અમ્યુલ્ય શાહુએ નિલ સહિતના વિદ્યાર્થીઓને હોસ્ટેલ…
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહાસચિવના પદ પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે. મેરા બૂથ, સબસે મજબૂત હેઠળ વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી છે, જ્યારે અમારે ત્યાં પાર્ટી જ પરીવાર છે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કેટલાક રાજકિય દળો કોંગ્રેસ ગોત્રના છે. તેથી જ્યારે અમે કોંગ્રેસ મુક્ત દેશની વાત કરીએ છીએ ત્યારે અમારો વિરોધ તે સંસ્કૃતીથી જ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ દ્વારા NCP પ્રમુખ શરદ પવારનું અપમાન કરવાની ટીકા કરી. વડાપ્રધાને કહ્યું કે, શરદ પવારનો એક જ દોષ હતો કે…
નાણાંમંત્રી અરૂણ જેટલીની નાદુરસ્ત તબિયત છે. હાલ તેઓ સારવાર અર્થે અમેરિકા છે. માટે નાણાં મંત્રાલયનો વધારાનો પ્રભાર રેલવે મંત્રી પીયુષ યોગલને આપવમાં આવ્યો છે. રેલ મંત્રી પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અરૂણ જેટલી 1 ફેબ્રુઆરીએ રજુ થનાર વચગાળાનું બજેટ રજુ કરી શકશે નહીં, તેમના સ્થાને પીયુષ ગોયલ બજેટ રજુ કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ પર પીયુષ ગોયલને વિત્ત અને કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ બંને મંત્રાલય જેટલી પાસે હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમની સલાહ પ્રમાણે અરુણ જેટલી જ્યાં સુધી અસ્વસ્થ…
સુરતની વરીાવ કોલેજ ખાતે આજ રોજ પ્રાથમિક સુવિધાઓની અછતને લઈને હંગામો કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટી વિરુદ્ધ ફરીયાદ કરી હતી. જેમાં તેમમએ જણાવ્યું હતું કે કોલેજમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી અને અમુક સુવિધાઓ હોવા છતા પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ફરીયાદ પ્રમાણે ક્રિકેટ ગ્રાઉન્ડ હોવા છતાં તેમાં પીચની સુવિધા નથી. કોમ્પ્યુટર રૂમ અને સ્પોર્ટસ રૂમ હોવા છતા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સ્ત્રી સશક્તિકરણના નામે ફક્ત વાતો જ કરવામાં આવે છે પણ કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. આ ઉપરાંત ગંદકીની ફરીયાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા નોંધવામાં આવી હતી. લેખિતમાં 6 વખત ફરીયાદ…