આજ રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક સ્થળોએ માવઠું પણ થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી વિસ્તારમાં પણ ધીમા વરસાદ સાથે ઠંડો પવન ફુંકાયો હતો. શિયાળામાં વરસી રહેલા આ કમોસમી વરસાદ ઉત્તર-પશ્ચિમ ભારત પરથી પસાર થઇ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. જેના કારણે ઇરાન તરફથી આવતા ભેજવાળા પવનનોના કારણે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં જીરુના પાકને નુકસાન થાય એવી…
કવિ: Satya-Day
કેન્દ્ર સરકારે 10 ટકા EBC દેશભરમાં લાગુ કર્યા બાદ હવે OBCમાં અલગથી અનામતની માંગ ગુજરાતમાં ઉઠી છે. OBCમાં અલગથી 15 ટકા અનામત આપવા ઠાકોર સેનાએ માગ કરી છે. આ મામલે ઠાકોર સેના દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવશે. ઠાકોર સેનાએ જનસંખ્યાના પ્રમાણમાં અનામત આપવાની માંગ કરી છે. આ મામલે ગાંધીનગરમાં 23 અને 24 જાન્યુઆરીએ ઠાકોર સેનાના કાર્યકરો ધરણા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરસેનાના કાર્યકરો અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર વચ્ચેનો વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. આવામાં અલ્પેશ ઠાકોરને સાઈડ કરીને ઠાકોર સેના પોતાના હક માટે નવી રીતે આંદોલન ચલાવવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ…
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી છે. તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ફરીને પદયાત્રા કાગવડ પહોંચી છે. આ કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. મંદિરમાં મહાઆરતી, સ્નેહમિલન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ અને ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ખોડલધામ પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવમાં સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, લેઉવા પટેલ સમાજ આગળ વધે તે સમાજની માંગ છે. સમાજ એક અને અખંડિત હશે તો કોઈ પાછળ નહીં રહે. ગુજરાતના વિકાસમાં લેઉવા પટેલ સમાજનો ફાળો છે. લેઉવા પટેલ સમાજ…
પંજાબ નેશનલ બેંકના મુખ્ય કૌભાંડી મેહુલ ચોકસીને લઇને ભારતને મોટો ઝટકો લાગ્યો છે. દેશના સૌથી મોટા બેંક કૌભાડમાંનું એક મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. એક મળતા અહેવાલ મુજબ મેહુલ ચોકસીએ ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ ઉચ્ચાયુક્તમાં જમા કરાવી દીધો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ભર્યું રહેશે. પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13.50 હજાર કરોડનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સીએ પોતાનો પાસપોર્ટ સરન્ડર કર્યો છે અને હવે તે પોતાને એન્ટિગુઆનો નાગરિક બતાવી રહ્યો છે. જેથી ભારત સરકાર માટે તેના પ્રત્યાર્પણની મુશ્કેલી વધી છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે…
ભારતના 15 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો નેપાળ અને ભૂટાનની યાત્રા માટે આધાર કાર્ડને માન્ય યાત્રા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ જારી કરેલી પ્રેસ રીલીઝમાં આ અંગેની જાણકારી આપી હતી. બંને પાડોશી દેશોની યાત્રા માટે આ બંને વર્ગો ઉપરાંત અન્ય ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ નહી કરી શકે. બંને દેશોની યાત્રા માટે ભારતીયોને વીઝા લાની જરૂર હોતી નથી. રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે નેપાળ અને ભૂટાન જનારા ભારતીય નાગરિકો પાસે જો માન્ય પાસપોર્ટ, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ફોટો આઇડી અથવા ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલું ઓળખ પત્ર હોય તો વીઝાની જરૂર નથી. તેની…
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પણ દોહરાવા ઈચ્છે છે. જેથી પાર્ટીએ અત્યારથી તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ કડીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભોપાલ લોકસભા બેઠકને જીતવાનો નુસખો કાઢ્યો છે. તેમણે માગ કરી છે કે ભોપાલ સંસદીય બેઠકમાંથી કોઈ નેતાને નહીં પરંતુ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ નેતાઓનુ કહેવુ છે કે ભોપાલ સંસદીય બેઠક પર કેટલાક વર્ષોથી ભાજપનુ જ રાજ ચાલી રહ્યુ છે અને ભોપાલ ભાજપનો મજબૂત ગઢ બનતો જઈ રહ્યો છે જેથી તેને તોડવા માટે કરીના કપૂર ખાન યોગ્ય ઉમેદવાર રહેશે. કોંગ્રેસ નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનુ માનવુ છે…
પંજાબ નેશનલ બેંકના મુખ્ય કૌભાંડી મેહુલ ચોકસીને લઇને ભારતને મોટો ઝટકો લાગ્યો છે. એન્ટીગુઆમાં રહેનાર મેહુલ ચોકસીને હવે ભારત લાવવો મુશ્કેલ બન્યો છે. દેશના સૌથી મોટા બેંક કૌભાડમાંનું એક મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. મળતા અહેવાલ મુજબ મેહુલ ચોકસીએ ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ ઉચ્ચાયુક્તમાં જમા કરાવી દીધો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ભર્યું રહેશે. એક મળતી માહિતી મુજબ મેહુલ ચોકસીએ પોતાનો પાસપોર્ટ નંબર Z 3396732ને રદ્દ કરી જમા કરાવી દીધો છે. મેહુલ ચોકસીને ભારતીય નાગરિકતા છોડવા માટે 177 અમેરિકન ડોલરનો ડ્રાફટ જમા કરાવી દીધો છે. આ…
સુરતના મજુરા ગેટ વિસ્તારમાં રૂપિયા પડાવતા ASI અશોક સહિત 3 લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં હવે 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂના નશામાં કોર્ટમાં આવેલા 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના અઠવા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે એક મળતી માહિતી મુજબ કાર ચાલક પાસેથી પોલીસકર્મીઓએ રૂપિયાની માગ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓએ લક્ઝુરિયસ કાર સીઝ કરવાની ધમકી આપી હતી. પોલીસકર્મીઓ ત્યાર બાદ 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આ રૂપિયાના કારણે બોલાચાલી થતા પોલીસકર્મીઓએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસકર્મીઓએ 5 હજાર રૂપિયા લઈને સમાધાન કર્યુ. 5…
સૌરાષ્ટ્રમાં H1N1 વાયરસ ખુબજ સક્રિય બની ગયો છે. છેલ્લા વીસ દિવસમાં સૌરાષ્ટ્રમાં ૫૬ કેસ નોધાઈ ચૂક્યા છે. જેમાં આઠના મોત થયા છે. ગઈ કાલે સાત કેસ દાખલ થયા બાદ શનિવારે વધુ ર અને રવિવારે એક દરદીઓને રાજકોટમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્રણેય કેસ રાજકોટ શહેરના છે. વિશેષ વિગત મુજબ ગત સપ્ટેમ્બર માસથી સ્વાઈનફલુનો વાયરો ચાલુ થયો છે. હજુ આ વાયરસ સક્રિય જ છે. અને શાંત થવાનુ નામ લેતો નથી. ગત ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડીસેમ્બર સુધીમાં સ્વાઈનફલુના સૌરાષ્ટ્રમાં ૧૫૮ કેસ થયા હતા અને ૪૨ના મોત થયા હતા એ પછી છેલ્લા વીસ દિવસમાં સૌરાષ્ટ્રમાં ૫૬ કેસ નોધાઈ ચૂક્યા છે. જેમાં…
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે લિકર શોપના માલિકોને રાત્રે આઠ પછી દારૂનું વેચાણ નહીં કરવા માટે કડક આદેશ આપ્યો છે. સરકારે સખત શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો રાત્રે 8 કલાક બાદ કોઈપણ દારૂનું વેચાણ કરતો પકડાશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે. સરકાર દ્વારા આવા લિકર શોપની સીલ કરી દેવાશે તેમજ તેમનું લાયસન્સ પણ રદ કરવાના પગલાં લેવાશે.’ મુખ્યમંત્રી ગેહલોતે રાજ્યના એક્સાઈઝ વિભાગના અધિકારીઓને આ માટે આદેશ આપ્યો છે. શનિવારે રાજસ્થાન સરકારે આ અંગેનો એક આદેશ જાહેર કર્યો હતો જેમાં અધિકારીઓને રાજ્યમાં લાયસન્સ ધરાવતી દુકાનો પરથી રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં કરવા દેવા જણાવ્યું હતું. ગેહલોતે એક્સાઈઝ વિભાગને આદેશ…