લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આપશે વધુ એક ગિફ્ટ. કેન્દ્ર સરકારનો વિભાગ Employees Provident Fund Organization(EPFO)ના વ્યાજદરને વધારવાનો વિચાર કરી રહ્યો છે. હાલમાં ઇપીએફઓ 8.55 ટકા વ્યાજદર આપે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે ફેબ્રુઆરીના અંતમાં વ્યાજદર વધારવામાં આવી શકે છે. ઇપીએફઓના 19 કરોડથી પણ વધારે સબ્સક્રાઇબર છે. જેમા રિટાયર મેમ્બર્સ પણ સામેલ છે. વ્યાજદર વધવાથી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના કર્મચારીઓને ફાયદો થશે. મહત્તમ રહ્યું છે 12% વ્યાજદર 1990થી 2001ની વચ્ચે ઇપીએફઓનું વ્યાજદર હાઇએસ્ટ હતું. તે દરમિયા વ્યાજદર 12 ટકા સુધીનું હતું. 2016-17માં 8.65% રહ્યું. જ્યારે 2015-16માં 8.8% થઇ ગયું. વ્યાજદર વધવાથી 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો હશે.
કવિ: Satya-Day
યુપી કેડરના આઇપીએસ અધિકારી અપર્ણા કુમારે દક્ષિણ ધ્રુવ પર સફળતા પૂર્વક પહોંચીને નવુ ઇતિહાસ રચી દીધો છે. દહેરાદૂનમાં આઇટીબીપીના ડીઆઇજી પદે તૈનાત અપર્ણાએ દક્ષિણ ધ્રુવ પર દેશનો અને આઇટીબીપીનો ઝંડો ફરકાવ્યો હતો. તેઓ દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા દેશના પ્રથમ મહિલા આઇપીએસ બની ગયા છે. તેઓ 35 કિગ્રા વજન લઇને 111 કિમી દુર્ગમ યાત્રા કરીને દક્ષિણી ધ્રુવ પર પહોંચનારા દેશના પ્રથમ મહિલા આઇપીએસ બની ગયા છે. અપર્ણાએ 4 જાન્યુઆરીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને 13 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યે દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયા હતા. તેઓ અત્યાર સુધી વિશ્વના 6 ખંડોના 6 પર્વતોનું આરોહણ કરી ચૂક્યા છે. આઇટીબીપીના મહિલા અધિકારીઓએ…
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી JEE મેન પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં સુરત નો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. જ્યારે અમદાવાદમાંથી 99 થી વધુ પર આવનારા વિદ્યાર્થીઓ અંદાજે 50 જેટલા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત 6 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન JEE મેઈન પરીક્ષા લેવાઈ હતી જેમાં સમગ્ર દેશમાં 9.29 લાખ રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓમાંથી 8.74 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાં અંદાજે 40 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ એજન્સી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામ મુજબ સો પર્સેન્ટાઈલ ધરાવનારા 15 વિદ્યાર્થીઓ નું લીસ્ટ જાહેર કરવામાં…
ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની 60 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સવારે 7:30 કલાકે રાજકોટથી પદયાત્રીઓ કાગવડ જવા પ્રસ્થાન કર્યું હતું. મહત્વનું છે કે આવતીકાલે એટલે 21મી જાન્યુઆરીએ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે આજે સવારે 6.30 કલાકની આસપાસ સરદાર ભવન ખાતે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સરદાર પટેલ ભવન, રાજકોટથી ખોડલધામ મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. આ પદયાત્રામાં ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલ પણ જોડાયા હતાં. આ કાર્યક્રમમાં જોડાયેલ નરેશ પટેલ સાથે વાતચીત…
ટીવી કાર્યક્રમમાં આપત્તિજનક નિવેદનને કારણે સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ માટે રાહતના સમાચાર છે. .ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તેમના સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટીમમાં રમી શકશે તેવું BCCIના ચેરમેન સી.કે.ખન્નાએ કહ્યું છે. ખન્નાએ આ મામલામાં વિશેષ સામાન્ય બેઠક બોલાવવાનો ઇનકાર કરી દીધો. ખન્નાએ કહ્યું કે, બોર્ડ અધિકારીઓએ આ બન્ને ખેલાડીઓના વ્યવહારની તપાસ માટે લોકપાલ નિમણૂક કરવા માટે SGM બોલાવવાની માગ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડિયે આ મામલાની સુનાવણી થવાની છે. ખન્નાએ બીસીસીઆઈનું સંચાલન કરી રહેલા સીઓએને પત્રમાં લખ્યું, તેમને ભૂલ કરી અને તેમને પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેના…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે તમામ પાર્ટીઓના નેતાઓની ‘મહારેલી’નું આયોજન કર્યું છે. મમતા બેનરજીની એન્ટી-બીજેપી ‘યૂનાઈટેડ ઈન્ડિયા રેલી’ માટે અલગ-અલગ રાજકીય પાર્ટીઓના નેતાઓ શુક્રવારે જ કોલકાત્તા પહોંચી ચૂક્યા હતા. આ ‘સંયુક્ત વિપક્ષી રેલી’માં કોંગ્રેસ સહિત ૨૨ જેટલી વિપક્ષી પાર્ટીઓએ હાજરી આપી છે. રેલી પછી મમતા બેનરજી વિપક્ષી પાર્ટીઓ માટે ‘ટી પાર્ટી’નું આયોજન પણ કરશે. કોંગ્રેસ તરફથી મમતા બેનર્જીની રેલીમીં સામેલ થયેલા અભિષેક મનુ સંધવીએ કહ્યું કે, આપણી વિપક્ષી એકતા ઈન્દ્રધનૂષની જેમ છે. આજે ૨૨ પાર્ટીઓનું ઈન્દ્રધનૂષ બન્યું છે. બધી પાર્ટીઓના રંગો અલગ-અલગ હોવા છતા પણ વિપક્ષ એ એક ઈન્દ્રધનૂષ છે. તેમણે કહ્યું કે હવે…
વિખ્યાત ગુજરાતી લેખક અને દુનિયાને ઊંઘા ચશ્માના સર્જક તારક મહેતનાના પત્ની ઈન્દુ તારક મહેતાનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. અગાઉ 1 માર્ચ 2017ના ઉચ્ચ કક્ષાના હાસ્યલેખક, નાટ્યકાર એવા પદ્મશ્રી તારક મહેતાનું નિધન થયું હતું. ત્યારબાદ ઈન્દુબહેન એકલવાયુ જીવન વિતાવી રહ્યા હતા. આજરોજ અમદાવાદ ખાતે ઈન્દુબહેનનું 76 વર્ષે નિધન થયું છે જેને પગલે તેમના સ્વજનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેઓ તેમની પાછળ પુત્રી ઈશાની અને બે પૌત્રને વિલાપ કરતા છોડી ગયા છે. તારક મહેતાનો ઈન્દુબેન સાથે સૌપ્રથમ પરિચય મુંબઈમાં થયો હતો. ઈન્દુબહેનને તારક મહેતાના તમામ એવોર્ડ્સ અને અચિવમેન્ટ્સની તારીખો મોઢે રહેતી હતી. ઈશાની મહેતા તારક મહેતાના પ્રથમ પત્ની ઈલાબહેનના…
ઘણી એવી હક્કીકતો, અફવાઓ, દંતકથાઓ વગેરે આપણા જાણવામાં આવતી જ હોય છે જેમાં સાઇનાઇડ નામક ખાતક ઝેરનો કેર સાફ વર્તાતો હોય છે. ઘડીભર તો આપણા રુંવાડા ઊભા કરી દે એટલી ભયંકર કલ્પના પણ આપણે આવી જતી હોય છે કે, ખરેખર સાઇનાઇડ આટલું ઝેરીલું હશે કે માણસ એને પીને-સોરી, ખાલી ચાખીને જ મરી જાય! રાહુલ ગાંધીનો હત્યાકાંડ હોય, રશિયાના પોલિટીકલ મર્ડર હોય કે આતંકવાદીઓ વિશેની ખબરો હોય; સાઇનાઇડની વાતો ઘણીવાર આ ચર્ચાનો ભાગ બની જતી હોય છે. સાઇનાઇડ ક્રિમીનલ મર્ડર વગેરેમાં ઉપયોગમાં લેવાતું સંયોજન છે એ તો જાણે ઠીક પણ સાઇનાઇડની એકદમ જૂજ મિલીગ્રામ માત્રા પણ માણસને સેકન્ડોમાં ખતમ કરી દે…
બોલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં પોતાના પરિવાર સાથે પેરિસમાં રજાઓ માણી રહી છે. કરીના જલ્દી કોમલ નહાટાના ટોક શો સ્ટૈરી નાઇટ 2 માં પોતાની ફ્રેન્ડ અમૃતા અરોરાની સાથે નજર આવશે. આ ચેટ શો દરમિયાન હોસ્ટ કોમલનાથની સાથે વાત કરતા અમૃતા અરોરા કરીનાના ઘણા રાઝ ખોલશે. શોમાં અમૃતાએ કરીનાની બીજી પ્રૅગ્નન્સિને લઇને મોટુ નિવેદન પણ આપ્યુ છે. અમૃતા અરોરાએ ઇશારામાં કહ્યુ કે તે તૈમુરના કોઇ ભાઇ બહેન નથી ઇચ્છતી. જો કરીના કપૂર બીજી વાર પ્રેગ્નેટ થશે તો તે દેશ છોડી દેશે. જો કે આ વાત તેણે ચેટ શો દરમિયાન મજાકમાં કહી હતી. ત્યાંજ કરીના કપૂરે શોમાં જણાવ્યુ કે તે…
ધનંજય કુલકર્ણી મહારાષ્ટ્ર સ્થિત ડોંબિવલીનો બીજેપી પદાધિકારી છે. અપરાધ શાખાએ ધનંજય કુલકર્ણીની દુકાન પર હથિયાર અને ગોળા બારૂદ ઝડપ્યા છે. ધનંજય કુલકર્ણી ડોમ્બિવલીમાં બીજેપી ઉપાધ્યક્ષ પણ છે અને કહેવામાં આવે છે કે, તેને સ્થાનિક બીજેપી ધારાસભ્ય સાથે નજીકનો સંબંધ છે. બીજેપી પદાધિકારી ધનંજય કુલકર્ણીની દુકાનમાંથી ઝડપી પાડવામાં આવેલા હથિયારોમાં તલવાર, એયરગન, ફાઈટર, ચાકૂ વગેરે સામેલ છે. ધનંજય કુલકર્ણીની માનપાડા રોડ પર તપસ્યા હાઉસ ઓફ ફેશન નામની દુકાન છે. ઠાણે અપરાધ શાખાની કલ્યાણના વરિષ્ઠ ઈન્સપેક્ટર સંજૂ જોને કહ્યું કે, રેડ દરમ્યાન એયર ગન, 10 તલવાર, 38 પ્રેસ બટન ચાકૂ, 25 દાંતીયા, ખુકરી, ત્રણ કુલ્હાડી, એક દાતેડુ સહિત 170 હથિયાર કબજે લેવામાં આવ્યા…