કવિ: Satya-Day

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના રોકાણની જાહેરાત કરતા કહ્યું કે અમે આ વખતે અમારું રોકાણ વધારવાના છીએ. અદાણી ગ્રુપ ગુજરાતમાં કુલ ૫૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી ગ્રુપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સ્થાપશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે તેમણે ‘સૌનો સાથ સૌનો વિકાસ’નું સપનું સાકાર કર્યું છે. ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જિન હોવાનું પીએમ મોદીએ સાબિત કરી દીધું છે. વડાપ્રધાન મોદીની કામગીરીથી ભારત વિવિધ ક્ષેત્રોમાં આગળ જ નહીં પરંતુ નંબર વન બની રહ્યું છે. આદિત્ય બિરલા ગ્રુપ ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં ૧૫ હજાર કરોડનું…

Read More

આજથી વાયબ્રંટ સમિટની શરૂઆત થઈ છે. વાયબ્રંટ સમિટમાં અંદર જવા માટે લોકોના પાસ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે વાયબ્રંટ સમિટની બહાર પાસ ધારકોએ હોબાળો કર્યો હતો. પાસ ધારકોને અંદર ન જવા દેતા હોબાળો થયો હતો. પોલીસકર્મીઓએ હાઉસ ફૂલ હોવાનું કહીને લોકોને અંદર જવાથી અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મી અને પાસ ધારકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. વાયબ્રંટ સમિટમાં ભાગ લેવા માટે 15 દેશોના ડેલિગેશન ગાંધીનગરમાં પહોંચ્યા છે. દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેવા માટે ગાંધીનગરમાં આવ્યા છે. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. શોપિંગ ફેસ્ટિવલના બીજા…

Read More

ગયા નાણાકીય વર્ષમાં અન્ય રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) ને 12 ગણું એટલે કે 437 કરોડ કરતા પણ વધારે રાજકીય ભંડોળ મળ્યું છે.  ચૂંટણી સુધારણાના મુદ્દા પર કામ કરતા બિન-સરકારી સંગઠન, એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મેશન (ADR) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપી છે. વર્ષ 2017-18 માં રાજકીય પક્ષોને 469.89 કરોડ મળ્યા છે. આમાંથી, ભાજપને 437.04 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે કોંગ્રેસને 26.65 કરોડ જ મળી શક્યા છે. જ્યારે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને  40 કરોડ અને કોંગ્રેસને 4 કરોડનું ડોનેશન મળ્યું છે ADRના રિપોર્ટ મુજબ કેડિલા ફાર્માસ્યુટિકલે 3.50 કરોડનું અને એલેમ્બીક ફાર્માસ્યુટીકલે કુલ 6 કરોડ રૂપિયાનું ડોનેશન અધિકૃત…

Read More

અમદાવાદમાં આજથી સરૂ થયેલા વાઈબ્રન્ટ સમિટમાં ઠેર-ઠેર ભાજપ 2019 ની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ કંપની અને એજન્સીઓના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે. જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈઝના નામે લગાવેલ છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેંચાય છે. તો બાજુના એક સ્ટોરમાં મોદીના કુર્તાનો ક્રેઝ છે. અહીં ફક્ત વડાપ્રધાન મોદીની જાહેરાત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જેમાં એક પિક્ચર વિથ મોદીનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે. જેમાં મોદીના ફોટો સાથે તમારો ફોટો પણ પડાવો અને ઈ-મેઈલ દ્વારા તમને મોદીના ફોટો સાથે તમારો…

Read More

ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ દેશ બહારની મહિલાઓ માં રોષની લાગણી વ્યાપી છે એવામાં બીસીસીઆઈ પણ તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. મુંબઈના એક જીમ દ્વારા હાર્દિક પંડ્યાની મેમ્બરશીપ પણ રદ્દ કરી દેવામાં આવી છે જયારે કેટલીક જાહેરાતો ના કોન્ટ્રાક્ટ પણ રદ્દ થયા છે. એવામાં આજે વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે મહિલાઓ એ હાર્દિક પંડ્યા નું પુતળાદહન કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાની મહિલા સુરક્ષા સમિતિ ની કાર્યકરો એ આજે હાર્દિક પટેલનું પુતળા દહન કરી અને હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સામે મહિલાઓ વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ ફોજદારી ગુન્હો નોંધાવાની…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો હતો. દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત પ્રથમ વાર જ દુબઈની જેમ અમદાવાદમાં પણ શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરાયો છે. જેમાં વેપારીઓ 10 ટકાથી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. અગાઉ તાજેતરમાં જ મુખ્ય સચિવ જે. એન. સિંહે એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરીને કોઈ ખરીદી કરશે. આ વાત સાચી પડી છે. વડાપ્રધાન મોદી શોપિંગ ફેસ્ટિવલને ખૂલ્લો મૂકયા બાદ વિવિધ સ્ટોલમાં ફર્યા હતા અને ખાદીના જેકેટ વેચતા એક સ્ટોરમાં તેઓ ઊભા રહ્યા હતા. જ્યાં તેઓએ કેટલાક જેકેટ જોયા હતા જે પૈકી માંથી વડાપ્રધાન મોદીએ ખાદીના…

Read More

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે બાબા ગુરમીત રામ રહીમ અને અન્ય ત્રણ દોષીતોને પંચકુલાની વીશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર ૫૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ૧૭ વર્ષથી ન્યાયની લડાઇ લડી રહેલા પત્રકાર રામચંદ્રના પરિવારમાં આખરે ખુશી જોવા મળી હતી. રામચંદ્ર છત્રપતિ એ જ પત્રકાર છે કે જેઓ દુનિયાની સામે રામ રહીમના કાળા કામ બહાર લાવ્યા હતા. આ સાથે જ કોર્ટે રામ રહીમને વધુ એક ઝટકો આપ્યો છે અને આદેશ આપ્યો છે કે રામ રહીમ હાલ બળાત્કારના કેસમાં જે ૨૦ વર્ષની સજા કાપી રહ્યો છે તે બાદ આ હત્યા કેસમાં તેની સજા…

Read More

કોંગ્રેસમાં 2014ની લોકસભાની ચૂંટણી મોદી વેવમાં હારી ગયેલા પરંતુ મજબૂત કહી શકાય તેવા 10 ઉમેદવારોને કોંગ્રેસ રિપીટ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા હાલ આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જીતી શકાય તેવી સીટો પર સક્ષમ ઉમેદવાર ઉતારવા માટેની રણનીતિ બનાવવામાં આવી રહી છે. કોણ રિપીટ થશે? અમરેલીના વિરજી ઠુમ્મર, આણંદના ભરત સોલંકી, બનાસકાંઠાના જોઇતાભાઇ પટેલ, બારડોલીના ડો. તુષાર ચૌધરી(જોકે, તુષાર ચૌધરી માટે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે, ટીકીટ મળવાના)જામનગરના વિક્રમ માડમ, જૂનાગઢના પુંજાભાઇ વંશ, ખેડાના દિનશા પટેલ, સુરેન્દ્રનગરના સોમાભાઇ પટેલ અને વલસાડમાં કિસન પટેલને કોંગ્રેસ ફરીથી ટીકીટ આપી શકે છે. કોનું પત્તુ કપાશે? અમદાવાદ ઇસ્ટના હિંમતસિંહ પટેલ, અમદાવાદ વેસ્ટના…

Read More

લદ્દાખના ખાર્દુંગ્લામાં પાસમાં શુક્રવારે બર્ફીલુ તોફાન આવ્યુ છે અને તેમાં 10 પર્યટકો ફસાયા હોવાની જાણકારી મળી છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યુ છે. આ બધા ટુરિસ્ટ છે અને તેમની ગાડીઓ બરફમાં દબાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર એક એલયુવી રસ્તા પર બરફમાં દબાયેલી છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયુ છ પરંતુ તાપમાન માઈનસ 15 ડિગ્રીથી પણ ઓછુ છે અને તેના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાર્દુંગ્લા પાસ 17,582 ફૂટની ઉંચાઈ પર છે. તેને એશિયાનો સૌથી ખતરનાક પાસ માનવામાં આવે છે. આ પાસ શ્યોક અને નુબ્રા વેલીનો રસ્તો છે. જે સમયે સેનાના ટ્રુપ્સ સિયાચિન માટે જાય છે કે પછી રસદની સપ્લાય…

Read More

સુરતખાતે આયોજિત શ્રી આહિરસેવા સમિતિના 26મા સમુહલગ્નમાં હાજરી આપીને મોરારીબાપુએ સમુહલગ્નના આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. લગ્નના મસમોટાં ખર્ચા ઘટે અને સામાન્ય પરિવારના દિકરા-દિકરીઓ રંગેચંગે પરણી શકે તે માટે સમુહલગ્નની પ્રથાને વિવિધ સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. સુરતમાં હવે ઘણાં સમાજમાં સમુહલગ્ન થકી સમાજના પરિવારોને નડતા લગ્નખર્ચ પ્રશ્નને હલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યાં છે તથા સમાજના અગ્રણી દાતાઓ તરફથી કન્યાઓને કન્યાદાનરૂપે સંપૂર્ણ ઘરવખરી ભેટ આપવાની પ્રથા પણ આવકાર્ય બની છે. સુરતમાં ગુરુવારે યોજાયેલા આહિર સમાજના સમુહલગ્નમાં પૂજય મોરારીબાપુની ઉપસ્થિતએ પ્રસંગમાં માંગલિક માર્ધુય પૂર્યું હતું. આ લગ્નમાં 294 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.

Read More