કવિ: Satya-Day

હજુ તો સુરત એરપોર્ટને વડાપ્રધાન મોદી ઈન્ટરનેશલ એરપોર્ટનો દરજ્જો આપવા જઈ રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટનો જોઈન્ટ જનરલ મેનેજર લાંચકાંડમાં ઝડપાઈ જવા પામ્યો છે. એરપોર્ટના જનરલ મેનેજરને સૂરત એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ લેત રંગહાથે પકડી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે. વિગતો મુજબ એક વર્ષ પહેલાં સુરત એરપોર્ટ ઓથોરિટીમાં જોઈન્ટ મેનેજર તરીકે ટ્રાન્સફર થઈને આવેલા રાધા રમણ ગુપ્તા ઉર્ફે આર.આર.ગુપ્તાને સુરત એરપોર્ટના વિસ્તરણની કામગીરી સુપ્રત કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણની સાથે રાધા રમણ ગુપ્તા દ્વારા કાળી કમાણી કરવામાં આવી રહી હતી. જોઈન્ટ મેનેજ ગુપ્તા વિરુદ્વ ભ્રષ્ટાચારની ચર્ચા ચાલી રહી હતી પરંતુ નક્કર પુરાવાના અભાવે કાર્યવાહી થવામાં વિલંબ થઈ રહ્યો…

Read More

જીલ્લા ચિંતાજનક માર્ગ અકસ્માતમાં વધારો થઈ રહ્યો. વધુ એક ગમખ્વાર અકસ્માત સુરત ધૂળિયા જતા હાઇવે નંબર 53 પર એસ.ટી બસને બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કામ અર્થેથી બાઈક લઈને પરત ફરી રહેલા સુરત અને મહારાસ્તના યુવાન ઉકાંઈથી સુરત જતી એસ.ટી બસ અડફેટે ચઢ્યા હતા. જે સમય દરમ્યાન અકસ્માત માં બાઈક સવાર બંને યુવાન ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોટ નિપજ્યા હતા. અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પાણી હતી. જોકે અકસ્માત અંગે સ્થિતિ પારખી ગયેલ બસ ચાલક બસ ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર અકસ્માત ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં સ્પષ્ટ પણે જોઈ…

Read More

આકાશવાણી અમદાવાદના અધિકારીઓના વિરુદ્વમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને 2008માં અમદાવાદ આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર સાધના ભટ્ટ દ્વારા કોર્ટના સમન્સની અવગણના કરવામાં આવતા તેમની વિરુદ્વ બિનજમીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આકાશવાણીના અધિકારીઓ મિહિર મહેતા અને તેમના પત્ની આશ્લેષા મહેતા આ કેસમાં મુખ્ય આરોપી છે. આ બન્ને સરકારી કર્મચારીઓએ હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરી પોતાની પ્રાઈવેટ અને ડમી એજન્સી માટે બિઝનેસ મેળવી સરકારી સંસ્થા આકાશવાણીના માળખાનો ગેરઉપયોગ કરી સ્પોર્સ ડે પ્રોગ્રામના પ્રાઈવેટ પ્રોડક્શન માટે પ્રોડક્શન ચાર્જ ફ્રી રૂપિયા આકાશવાણીમાં જમા કરાવવાના બદલે પોતાના ડમી બેન્ક અકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. મિહિર મહેતા,…

Read More

ગયા નાણાકીય વર્ષમાં અન્ય રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) ને 12 ગણું એટલે કે 437 કરોડ કરતા પણ વધારે રાજકીય ભંડોળ મળ્યું છે.  ચૂંટણી સુધારણાના મુદ્દા પર કામ કરતા બિન-સરકારી સંગઠન, એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મેશન (ADR) એ બુધવારે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપી છે. વર્ષ 2017-18 માં રાજકીય પક્ષોને 469.89 કરોડ મળ્યા છે. આમાંથી, ભાજપને 437.04 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે કોંગ્રેસને 26.65 કરોડ જ મળી શક્યા છે. ભાજપ અને કૉંગ્રેસને ‘પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’માંથી સૌથી વધુ ફંડ મળ્યું છે. આ એક મોટી કોર્પોરેટ કંપની છે. આ કંપનીમાં ASET અને ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓ શામેલ છે.…

Read More

નજીકના ભવિષ્યમાં એટીએમમાંથી પૈસાની જેમ દવાઓ પણ નીકળે તો નવાઈ ના પામતા. આંધ્રપ્રદેશમાં 15 સ્થળે આ રીતે દવા મેળવી  શકાય તેવા મશીન મુકાયા છે.મશીન પર ડોક્ટરે આપેલુ પ્રિસ્ક્રિપ્શન સ્કેન કરવાનુ હોય છે અને તેના આધારે દવા મળે છે.આ પ્રોજેકટની  સફળતાને જોઈને કેન્દ્ર સરકારે આખા દેશમાં આ પ્રકારના એટીએમ મુકવાનુ નક્કી કર્યુ છે. જેને એની ટાઈમ મેડિસિન આમ અપાયુ છે.જેમાંથી ટેબલેટ અને સિરપ પણ લોકોને મળી શકશે.એટીએમમાં બ્રાન્ડેડ અને જેનેરિક બંને પ્રકારની દવાઓ માટેના વિકલ્પ લોકોને અપાશે. નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન એટલે કે જરુરી દવાઓના લિસ્ટમાં સામેલ તમામ દવાઓને એટીએમમાં મુકવામાં આવશે.રાષ્ટ્રીય રુરલ હેલ્થ મિશનમાંથી આ યોજના માટે બજેટ ફાળવવામાં…

Read More

મુંબઈમાં ડાન્સ બાર ખોલવાના મામલે કડક નિયમોને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અદાલતે ડાન્સ બારના લાયસન્સ લેવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા કડક નિયમોમાંથી રાહત આપી છે. આ ઉપરાંત ડાન્સ માટે પાંચ કલાકની સમય મર્યાદાને યથાવત રાખી છે. આ પૂર્વે મહારાષ્ટ્ર સરકારએ બનાવેલા કડક નિયમો અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને પાછલા ઓગષ્ટ મહિનાના ચૂકાદાને સુરક્ષિત રાખ્યો છે. હોટલો અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે નવો કાયદો બંઘારણીય દાયરામાં આવે છે અને મહિલાઓના શોષણને અટકાવનારું છે. સરકારે એમ પણ કહ્યું હતું કે નવો કાયદો મહિલાઓના સન્માન અને…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે આ માટેની આમંત્રણ પત્રિકામાંથી ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થઈ જતાં નવો વિવાદ થયો છે. આમ પણ નીતિનભાઈને કેન્દ્રમાં લઈ જવાની ઘણા સમયથી વાતો ચાલી રહી છે. નીતિન પટેલને ભાજપમાંથી અને સરકારની અનેક કામગીરીમાંથી કટ ટૂ સાઈઝ કરવામાં આવી રહ્યા હોવાની તેમના સમર્થકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખટરાગને કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખફા હોવાનું આંતરિક સૂત્રો જણાવે છે. નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલન નડયું હોય તેવું પણ મનાય છે.…

Read More

દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટના કિનારે આયોજન કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરાશે. આ ફેસ્ટિવલમાં શોપિંગ કરનારને 10 કરોડ સુધીના ઈનામો જીતવાની પણ તક અપાશે. ઉલ્લેખનીય છે કે, શોપિંગ ફેસ્ટિવલ સફળ બનાવવા 12 જેટલી કારનો પણ ઈનામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજ થી 28 જાન્યુઆરી શોપિંગ ફેસ્ટિનલ ચાલુ રહેશે. આ ફેસ્ટિવલમાં ગુજરાતીઓને ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ મળશે. દુબઈની જેમ આ ફેસ્ટિવલમાં ચીજવસ્તુઓ પર 60 ટકા સુધીની છૂટ પણ આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ ફેસ્ટિવલમાં પાથરણાથી લઈને મોલ સુધીની તમામ વસ્તુઓ હશે. ગુજરાતના લોકોને શોપિંગમાં સરળતા મળે તે હેતુથી…

Read More

ભાજપના અધ્યક્ષ અમિત શાહ સ્વાઈન ફલૂથી પીડાય છે અને તેમને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ વરિષ્ઠ ડૉક્ટર રણદીપ ગોુલિયાની નિગરાનીમાં તેઓ સારવાર હેઠળ છે. ખુદ અમિત શાહે સ્વાઈન ફલૂ થયો હોવાની માહિતી ટવિટ કરીને આપી હતી. અમિત શાહે ટવિટ કરીને જણાવ્યું કે મને સ્વાઈ ફ્લૂ થયો છે. જેની સારવાર ચાલી રહી છે. ઈશ્વરની કૃપાથી અને આપ તમામ લોકોના પ્રેમ અને શૂભકામનાઓથી ક્ષીધ્ર સ્વસ્થ થઈ જઈશ. સૂત્રો પ્રમાણે આજે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ છાતીમાં દુખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરીયાદના કારણે તેમને ચેકઅપ માટે એઈમ્સમાં લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ…

Read More

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની નવમી કડીનો દબદબાભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનથી કોઈ પ્રતિનિધિમંડળ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવશે નહીં. ગાંધીનગરમાં આવતીકાલથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થશે. અગાઉ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સંખ્યાબંધ વ્યાપાર સંગઠનોને આમંત્રણ પાઠવ્યા ત્યારે કરાચી ચેમ્બર ઓફ કોમર્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેને પગલે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો કે વાઇબ્રન્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ પણ આવી શકે છે. તાજેતરની આતંકી ઘટનાઓને પગલે ભારત અને પાકના રાજદ્વારી સંબંધોમાં ખટાશ જોવા મળે છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘પાકિસ્તાનનું કોઈ મંડળ વાઇબ્રન્ટ સમિટમાં હાજર નહીં રહે.…

Read More