વડાપ્રધાન મોદી દ્વારા 30મી જાન્યુઆરીએ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટની સોગાત આપવામાં આવશે તે પહેલાં સુરતથી શારજાહ જવા માટેનું બૂકીંગ ઓપન થઈ ગયું છે. સુરતથી શારજાહ ફ્લાઈટ માટે એર ઈન્ડીયા દ્વારા બૂકીંગ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય બૂકીંગ વેબસાઈટ ઉપર પણ બૂંકીગ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. સુરતથી શારજાહ વચ્ચે કલાકોનું અંતર છે અને આ અંતર વિમાન મારફત કાપવામાં આવશે. સુરત-શારજાહની ફ્લાઈટનું બૂકીંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ લોકોમાં કુતુહલતા હશે કે વિમાન ભાડું કેટલું હશે. તો જણાવી દઈએ કે હાલ વિમાનમાં મુસાફરી કરવા ટીકીટનો ભાવ 9,669 રૂપિયા રાખવામાં આવ્યો છે અને આ ભાડું 16મી ફેબ્રુઆરીથી લાગુ થશે.…
કવિ: Satya-Day
HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે, દેશભરની 40 હજાર કોલેજ અને 900 યુનિવર્સિટીમાં 10% અનામતનો ક્વોટા હાલના એજ્યુકેશન સેશનથી લાગુ કરી દેવામાં આવશે, જેમાં સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની સંસ્થાઓ શામેલ છે. જાવડેકરે સ્પષ્ટ કર્યું હતું કે, હાલની અનામત વ્યવસ્થા સાથે કોઇ છેડછાડ નહીં કરવામાં આવે. UGC, AICTE અને અન્ય અધિકારીઓ સાથે 10% અનામત લાગુ કરવાના મુદ્દે થયેલી બેઠકમાં ફેંસલો લેવામાં આવ્યો હતો કે, 2019થી જ 10% અનામત લાગુ કરી દેવામાં આવશે. મંગળવારના રોજ HRD મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સત્ર 2019-20થી જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત લાગુ કરવામાં આવશે. આ…
વલસાડમાં રોજમદાર કામદરોની હડતાળના પગલે વલસાડના નગરજનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. આજે વલસાડવાસીઓની સાથે કોંગ્રેસ, અપક્ષોએ વલસાડ નગરપાલિકાના ભાજપ શાસકોને રોજમદાર કામદારની હડતાળના કારણે પડી રહેલી પાણીની તકલીફને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકાની કચેરીએ મહિલાઓએ મોરચો કાઢી ભાજપ શાસકો અને વહીવટી તંત્ર સામે મોટાપાયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. માત્ર પાણી જ નહીં પરંતુ સાફ-સફાઈ સહિતના તમામ લોક સેવાના કાર્યો ખોરવાઈ જવા પામ્યા છે. જેને લઈને લોકોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ નગરપાલિકાના અપક્ષ નગરસવકોએ ઉપવાસી કામદારોની મુલાકાત લીધી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે ભાજપના અણધડ અને…
આંખના પલકારે ઈન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છ. તેની સર્વ પ્રથમ હિન્દી ફિલ્મ શ્રીદેવી “બંગલા”નું ટ્રેલર લોન્ચ થયું છે. પરંતુ ટ્રેલર લોન્ચ થવાની સાથે જ ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નામે બનેલી આ ફિલ્મથી કપૂર ફેમિલી ખાસ્સી ક્રોધિત થયેલી જણાય છે. શ્રીદેવીના પતિ બોની કપૂરે ફિલ્મના નિર્દેશક પ્રશાંત મૈમુલીને કાયદેસરની નોટીસ આપી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ ફિલ્મના ટ્રેલરને લઈ લોકોએ ખાસ્સી નારાજગી વ્યક્ત કરી છે. પ્રિયા પ્રકાશની પ્રથમ બોલિવૂડ ફિલ્મ શ્રીદેવી બંગલામાં તે શ્રીદેવીનો રોલ ભજવી રહી છે. જોકે, ફિલ્મના નિર્દેશકનું કહેવું છે કે આ ફિલ્મ બોલિવૂડ…
સેલવાસમાં દાદરા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની આગમાં સ્વાહા થઈ ગઈ હતી. 6 કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, ત્યાં સુધીમાં કંપનીની અંદરની મશીનરી અને માલસામાન બળીને રાખ થઇ ગયો હતો. દાદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી રિસવ પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બને છે. મળસ્કે 5 વાગ્યે કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાં જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. કંપનીના સંચાલકો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. સેલવાસ અને વાપીની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સતત 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ તો મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં…
પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન કોર્ટે રદ કર્યા છે. ત્યારે આજે અલ્પેશ કથીરિયાની ધરપકડ થઇ શકે છે. રાજદ્રોહના કેસમાં કથિરીયાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં કથિરીયાએ પોલીસ અધિકારીઓ અને પોલીસને અભદ્ર શબ્દો બોલતા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસ દ્વારા કથિરીયાના જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે અલ્પેશે પોલીસ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેની સીડી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ કમિશ્નર સતિષ શર્માએ કહ્યું હતું કે, અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને…
રાજકોટમાં આજે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 વાગ્યા સુધી આ ચૂંટણી માટે મતદાન થશે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે મતદાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સમાં કુલ 4 હજાર 592 મતદારો છે. વી.પી.વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. વી.પી.વૈષ્ણવની 24 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ વાયબ્રન્ટ પેનલ દ્વારા એજન્ડા પણ રજૂ કરવામાં આવ્યો છે. આ એજન્ડામાં અલગ અલગ 11 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ એજન્ડામાં વેપાર ઉદ્યોગને લગતા મહત્વના મુદ્દાઓના નિકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ વાયબ્રન્ટ પેનલને ગુજરાત સરકાર એટલે…
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વાઈબ્રન્ટ 2019 પહેલા સુરત શહેરના વિકાસનું પ્રાથમિક જાહેરનામું મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1. SUDA માંથી પસાર થતાં અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે ઉપરની આશરે ૨૫ કિ.મી. લંબાઇની રસ્તા રેખા પર 2. રસ્તાની બંને બાજુએ ૧ – ૧ કિ.મી. સુધી કામરેજ- પલસાણા કોરીડોર રૂપે હાઇ ડેન્સીટી ઝોન જાહેર. 2. સદર કામરેજ- પલસાણા કોરીડોરની જમીનોમાં ૪.૦નો એફ.એસ.આઇ. મળવાપાત્ર થશે. 3. આમાં બેઝ એફ.એસ.આઇ. તરીકે ૧.૨ તથા ચાર્જેબલ એફ.એસ.આઇ તરીકે ૨.૮ મળી ૪.૦૦ સુધીની એફ.એસ.આઇ. ચાર્જેબલ એફ.એસ.આઇ. માટે જંત્રીના ૪૦ ટકા મુજબ વસુલ લેવામાં આવશે. 4. સમગ્ર વિસ્તાર માટે ખાસ નગર રચના યોજના બનાવવામાં…
સુરતમાં પોલીસને ગાળો આપ્યા બાદ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ સુરત પોલીસે જ અલ્પેશના જામીન રદ્દ કરવાની અરજી કરી હતી, જેને સુરત કોર્ટે માન્ય રાખી અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કર્યા છે, ત્યારે અલ્પેશના જામીન પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે અમે એક-બે દિવસમાં જ હોઇકોર્ટમાં અરજી કરીશું. હાર્દિકે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જે પ્રકારે સુરત કોર્ટે ચૂકાદો આપ્યો છે કે અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવામાં આવે છે, અમે આ ચૂકાદાને આવકારીએ છીએ. આગામી દિવસોમાં અલ્પેશને કાયમી જામીન મળી જાય તે માટે અમે સારામાં સારા વકીલ રાખવાનો પ્રયાસ કરીશું. કોર્ટે ઉપલી કોર્ટમાં જવા માટે 15 દિવસનો સમય આપ્યો છે, પરંતુ અલ્પેશને જેલમાં…
અમદાવાદના ટ્રાન્સપોર્ટેશન માટે સીમાચિહ્નરૂપ અને મહત્વકાંક્ષી યોજના અમદાવા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે માર્ચ મહિનાથી મેટ્રોનો રેગ્યુલર રન શરૂ કરવાના ચક્રોગતિમાન થઈ ગયા છે. વિગતો મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ ટ્રેન પહેલી જાન્યુઆરીએ અમદાવાદ આવી ગઈ છે અને હાલ તેનું ટ્રાયલ તથા અન્ય પાસાઓની કામગીરી એપેરલ પાર્ક ડેપો ખાતે ચાલી રહી છે. આ ઉપરાંત બીજી ટ્રેન 17મી જાન્યુઆરી સુધીમાં દક્ષિણ કોરીયાથી રવાના થવાની સંભાવના છે. આ ટ્રેન સાતમી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદ આવી જશે. બન્ને ટ્રેનો આવ્યા બાદ ચેંકીંગ, ટેસ્ટીંગ વગેરે કામગીરી પૂર્ણ કરી ટ્રેનને દોડાવવા માટે તૈયાર…