કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનું નવું સંગઠન જાહેર કર્યું છે. નવા સંગઠનમાં 25 સભ્યોને સમાવાયા છે. જેમાં ત્રણ ઉપપ્રમુખ, અને પાંચ મહામંત્રી છે. તો નવા સંગઠનમાં અલ્પેશે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સ્થાન આપ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ઉપ્રમુખ બનાવાયા છે તો અકિલા ગાંધીનગર ઉત્તરથી ચુટંણી લડેલા ગોવિંદસિંહ ઠાકોરને પ્રદેશ મંત્રી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોર સેનામાં બે ભાગલા પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સેનાનું એક જૂથ અલ્પેશથી નારાજ છે. નારાજ જૂથનુ કહેવું છે કે અલ્પેશ જાણ કર્યા વિના કોંગ્રેસમાં જોડાયો હતો.
કવિ: Satya-Day
સુરતની સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથરીયાના મળેલા જમીન રદ્ કરવાનો હુકમ કર્યો હતો. કથીરીયાને ફરી જેલ જવાનો વારો આવ્યો છે. સુરતના રાજદ્રોહ કેસમાં નવેમ્બર મહિનામાં જામીન આપવામાં આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિર બ્રિગેડના કર્મચારીઓ સાથે અલ્પેશ કથીરીયાનો બાઈક પાર્ક કરવા મામલે વિવાદ થયો હતો. આ વિવાદ છેવટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં લોકઅપની અંદરથી કથીરીયાની પોલીસ અધિકારીઓને ગાળો આપતી વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. સુરત પોલીસે ગેરકાયદે ટોળકી રચી પોલીસની કામગીરીમાં દખલ કરવા સહિત કાયદાભંગના પાંચ કેસ કર્યા હતા. આ અરજી અંગે 11મી જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી અને બન્ને…
અમદાવાદમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યો છે. વસ્ત્રાપુરના ગુરૂકુળ એપાર્ટમેન્ટના ધાબા પર દરોડા દરમિયાન 10થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. ઉત્તરાયણમાં દારૂની મહેફીલ જમાવતા નબીરાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરૂકુલ એપાર્ટમેન્ટનાં ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી. જ્યાં પોલીસે દરોડા પાડીને 10થી વધુ યુવક-યુવતીની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક યુવક યુવતિઓ દ્વારા દારૂની મહેફીલ માણી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ધાબા પરથી પોલીસે દારૂ પીધેલા તમામ લોકોની અકાયત કરી હતી. જેમાં…
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારને મોટો ફટકો પડ્યો છે. બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસ-જનતાદળ-એસની યુતિ સરકાર સામે ખતરો તોળાઈ રહ્યો છે. અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરતાં સરકારની સ્થિતિ ડામાડોળ થઈ રહી હોવાના ભણકારા વાગી રહ્યા છે. જે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે તેમના નામ એચ.નાગેશ અને આર.શંકર છે. બીજી તરફ અપક્ષ ધારાસભ્યોના સમર્થન પાછા ખેંચી લેવાના એલાનને પગલે કર્ણાટકના ડે.સીએમ સી.પરમેશ્વરાએ ભાજપન પર નિશાન તાકીને કહ્યું કે ભાજપ કર્ણાટકમા રાજકીય અસ્થિરતા જન્માવી રહ્યું છે. જોકે, તેમણે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ સરકાર સ્થિર છે અને સરકાર પર કોઈ જોખમ નથી. કર્ણાટક સરકારને…
સુરતના અઠવા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને રજનીકાંત ટોકલીવાળા શખ્સે ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીઘું. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તે ત્રણ દિવસથી આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હતો. તે નાનપુરમાં રહેતો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે રજનીકાંતે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં હિમેલ કહાર નામના શખ્સનો ઉલ્લેખ કર્યો છે. રજનીકાંતે હિમેલ પાસેથી 70 હજાર વ્યાજપેટે લીધા હતા. જેના અવેજમાં વ્યાજખોરો બેથી ત્રણ લાખ વસૂલવા દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
દ્રશ્યમ ફિલ્મમાંથી પ્રેરણા લઈને યુવતીની હત્યા કરનારા ભાજપના નેતા સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ઈંદોરમાં બે વર્ષ પહેલા ટ્વિન્કલ ડાગેર નામની 22 વર્ષની યુવતીની ભાજપના નેતા જગદીશ કરોતિયા ઉર્ફે કલ્લુ પહેલવાન અને તેના ત્રણ પુત્રો અજય, વિજય અને વિનય અને તેમના સાથીદાર નીલેશ કશ્યપે હત્યા કરી હતી. તેમણે પહેલા તો યુવતીનુ ગળુ દબાવીને મારી નાંખી હતી.એ પછી તેના મૃતદેહને સળગાવી દીધો હતો. પોલીસે આ જગ્યાએથી ટ્વિન્કલનુ બ્રેસલેટ મેળવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે દ્રશ્યમ ફિલ્મ જોઈને આરોપીઓએ એક જગ્યાએ કુતરાના મૃતદેહને દાટી દીધો હતો. એ પછી જાણીજોઈને વાત ફેલાવાઈ હતી કે તેમણે ખાડામાં કોઈના મૃતદેહને દાટી દીધો છે.પોલીસને ખોદકામ…
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી તારીખે સુરત આવી રહ્યા છે. સુરતથી શારજાહની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને લીલીઝંડી આપશે. આ ઉપરાંત મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે જોડાનારા 80 સત્યાગ્રહીઓની દાંડી ખાતે નિર્મણ થયેલી પ્રતિમાઓ અને વિકાસ કાર્યોના લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપતા નવસારીના સાંસદ સીઆર પાટીલે પત્રકારોને જણાવ્યું કે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી હતી. કોંગ્રેસ સરકારો વખતે આ મામલાને વિલંબિત કરવામાં આવી રહ્યો હતો અને સુરતની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી. પરંતુ મોદી સરકાર દ્વારા સુરતના વિકાસને ધ્યાને રાખીને સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા…
લોકસભાની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ જવા પામ્યું છે ત્યારે ગુજરાત ભાજપમાંથી કોને-કોને ટીકીટ મળશે તે માટેની મથામણ ચાલી રહી છે. હાલ ભાજપમાં થતી ચર્ચા પ્રમાણે ગુજરાતમાં દસ સાંસદોને સેફ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે પંદર કરતાં પણ વધુ સાંસદોની ટીકીટ કપાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા કરાવેલા સરવેના કારણે ભાજપના સાંસદોમાં ખળભળાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. નમો એપ મારફત આવેલા સરવેના કારણે સાંસદોની કામગીરી અને તેમના સંસદીય વિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હોમપીચ હોવાથી ગુજરાતની તમામ 26…
શહેરનાં બાવળા ચાંગોદર રોડ પર ઇકો, વેગનઆર અને એસન્ટ કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલાઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં છે અને અન્ય 4 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત છે. આ 4 સહિત 11 લોકોને નજીકનાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે બાવળા ચાંગોદર રોડ પર એસન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહી હતી. તે દરમિયાન અચાનક આ કારનું ટાયર ફાટી ગયુ હતું. ટાયર ફાટતાની સાથે જ સામેથી આવતી ઇકો અને વેગનઆર સાથે અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પતંગ પર્વ નિમિત્તે પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના ઘરે જઈને પતંગ ઉડાડવાની મજા માણી હતી. બન્ને જણાએ ગુજરાતના લોકોને મકરસંક્રાંતિની શૂભેચ્છા પાઠવી હતી. હાર્દિકે કહ્યું કે જિજ્ઞેશ મેવાણી સાથે પતંગ ઉડાડી. ભ્રષ્ટાચાર, મોંધવારી, બેરોજગારી અને ગુંડાગીરીની પતંગ કાપી છે. અમારી મિત્રતા ગુજરાતમાં સમરસતા અને ભાઈચારાની નિશાની છે. સામાજિક ન્યાયની લડત સાથે લડીએ છીએ તેમજ ગુજરાતની જનતા અને દેશહિતમાં અમે બન્ને સાથે છીએ. ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે સવર્ણ અનામતના અમલ અંગે ગુજરાત પ્રથમ રાજ્ય બનવા વિશે કહ્યું કે ગુજરાત ક્યા કામમા પાછળ છે. તમામ કામોમાં ગુજરાત પ્રથમ છે. ભ્રષ્ટાચારમાં પ્રથમ, એન્કાઉન્ટર કરવામાં…