કવિ: Satya-Day

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ પર્વની ઉજવણી કરી હતી. અમિત શાહે અમદાવાદમાં પતંગ પર્વ નિમિત્તે ભાજપના કાર્યકરો, પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે પતંગ પર્વની મજા માણી હતી જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને રાજકોટ અેમ બે જગ્યાએ પતંગ પર્વમાં હાજરી આપી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે અમદાવાદના નવા વાડજ ખાતે મકાનનાં ધાબા પર પહોંચીને પતંગ ઉડાડવાની મજા લીધી હતી. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી વગેરે હાજર રહ્યા હતા. વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી. આ ફિરકીની સંભાળ બહુ સૂચક બની રહે તેમ છે. અમદાવાદમાં પતંગ પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુપીમાં…

Read More

કર્ણાટક સરકાર પર રાજકીય વાદળો ઘેરાઈ રહ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યએ મુંબઈમાં ભાજપના નેતાઓ સાથે મીટીંગ કરતા કર્ણાટકમાં કુમારાસ્વામીના નેતૃત્વવાળી સરકાર પર જોખમ ઉભું થયું હોવાની ચાલી રહેલી અટકળો અંગે કુમારાસ્વામીએ મેદાનમાં આવીને ખુલાસો કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ મુંબઈમાં ભાજપના નેતાઓની સાથે મીટીંગ કરતા કર્ણાટકમાં હોર્સ ટ્રેડીંગ ફરી પાછું હોર્સ ટ્રેડીંગ શરૂ થઈ ગયું હોવાની વાત બહાર આવતા કર્ણાટકમાં રાજકીય ગરમાટો આવી ગયો હતો. જોકે, મુખ્યમંત્રી કુમારાસ્વામીએ કહ્યું કે સરકાર પર કોઈ ખતરો નથી. મીડિયા સાથે વાત કરતા કુમારાસ્વામીએ કહ્યું કે કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સતત મારા સંપર્કમાં છે. ત્રણેય ધારાસભ્યો મને સૂચિત કરીને મુંબઈ ગયા છે. મારી સરકાર પર…

Read More

કેન્દ્રની મોદી સરકારે 10 એજન્સીઓને આ પ્રકારની જાસુસી કરવા કે નજર રાખવાની છુટ આપી દીધી છે જેને પગલે આ તઘલખી ફરમાનને લઇને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારના જાહેરનામાની સમીક્ષા કરવાનું જણાવ્યું છે. કોઈ પણ કમ્પ્યુટરને ઈન્ટરસેપ્ટ કરવા કે તેની નિગરાની રાખવા માટે 10 કેન્દ્રીય તપાસ એજન્સીઓને અધિકારો આપતા જાહેરનામાને પડકારતી અરજી અંગે સરકાર પાસેથી છ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ અરજદાર મનોહરલાલ શર્મે જાહેરહિતની અરજી કરી તાત્કાલિક સુનાવણી કરવા અપીલ કરી હતી. ગૃહ મંત્રાલય…

Read More

દિલ્હી પોલીસ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત અન્યોની વિરુદ્વમાં દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમુલિયા પટનાયકે આ માહિતી પહેલેથી જ આપી દીધી છે. નૈયાકુમાર, ઉંમર ખાલીદ અને અનિર્બાને JNUમાં કથિત રીતે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમના અનુસંધાને કનૈયાકુમારની 2016માં ધરપકડ કરવમાં આવી હતી. ધરપકડ બાદ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને વિપક્ષે આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે જણાવ્યું હતું કે JNU અંગેનો કેસ અંતિમ ચરણમાં…

Read More

શિક્ષણની પ્રાચિન પ્રણાલીમાં વપરાતા વૈદિક ગણિત વિસરાઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદમાં વસતા 7 વર્ષના બાળકે વિશ્વ ફ્લક પર વૈદિક ગણિતની સ્પર્ધામાં મેદાન માર્યુ છે. અમદાવાદના વેજલપુરમાં વસતા દેવાન્સુ ઝાલા આંગણીનાં ટેરવે દાખલા ગણી બતાવે છે. 23મી ઇન્ટરનેશનલ સ્પર્ધા મલેશિયામાં યોજાઈ હતી. જેમા વિશ્વના 90 દેશોના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા અમદાવાદનાં દેવાન્સુ ઝાલાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 90 દેશના બાઈકોને દેવાન્સુએ ઝાંખા પાડી દીધા હતા. દેવાન્સુ ઝાલાએ 8 મિનિટમાં 200 દાખલા ગણીને પ્રથમ નંબર મેળવ્યો હતો. દેવાન્સુ ઝાલા હાલના કમ્યુટર યુગમાં હરતા-ફરતા કમ્યુટર બનીને ફરી રહ્યા છે. આ બાળક કમ્યુટર કરતાં પણ ઝડપી સ્પીડે દાખલા ગણીને વૈદિક…

Read More

ગત વર્ષે #Me Too અભિયાન અંતર્ગત મહિલાઓેએ પોતાની વિરુદ્ધના જાતીય અપરાધો અંગે મુક્તપણે જાહેરમાં વાત કરવાનું શરૂ કર્યુ, જેમાં એક્ટર આલોકનાથથી લઈને કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબર સહિતના અનેક નામો પ્રકાશમાં આવ્યા હતા. હવે જાણીતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી વિરુદ્ધ પણ એક મહિલાએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. એક અહેવાલ મુજબ, હિરાણી પર “સંજુ” ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહેલી મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. હિરાણીએ આરોપોને ફગાવી દીધા હતા અને આ મામલે તમામ પ્રકારની તપાસ માટે તૈયારી બતાવી હતી. પીડિતાએ આ અંગે વિધુ વિનોદ ચોપડાને પણ ઈમેલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ચોપડાએ તેને સાથ આપવા તૈયારી પણ…

Read More

ગુજરાત સરકાર દ્વારા સવર્ણ અનામતનો કાયદો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારે સર્વ પ્રથમ આ કાયદાને 14મી જાન્યુઆરીથી અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવતા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC)ના  ચેરમેન દિનેશ દાસાએ ટવિટ કરી  GPSCની પરીક્ષાઓ બાબતે જાહેરાત કરી છે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટવિટ કરી માહિતી આપી છે કે 10 ટકા સવર્ણ અનામત લાગુ થવાના કારણે 20મી જાન્યુઆરી અને ત્યાર બાદ લેવાનારી પ્રાથમિક પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. નવી તારીખોનું હવે પછી એલાન કરવામાં આવશે.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2019ની લોકસભા ચૂંટણી લડવાના એલાન સાથે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં છ સૂત્રીય મંત્ર આપવામાં આવ્યો છે. ચૂંટણી એજન્ડામાં મોદીના નિર્ણાયક નેતૃત્વ, પાંચ વર્ષની ઉપલબ્ધિઓ અને મતદારો સાથે સીધો સંપર્ક કરા સંગઠન શક્તિનો ભરપુર ઉપયોગ અને વિપક્ષના દુષ્પ્રચારનો આક્રમક જવાબ આપવાના ઠરાવ કરવામાં આવ્યા હતા. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ મહિના ચૂંટણીના મહિનાઓ છે, જેમાં પાર્ટી કાર્યકરો, નિવેદનો આપે છે, કાર્યક્રમો કરે છે, ભાષણો આપે છે તેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેના પર જ ભાર આપવાનો છે. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક કાર્યકરને ખબર હોવી જોઈએ કે ચૂંટણીનો મુખ્ય મુદ્દો…

Read More

ઉત્તરપ્રદેશમાં સપા-બસપા જોડાણમાં સ્થાન નહીં મળ્યા બાદ કોંગ્રેસે રવિવારે જાહેર કર્યું કે તે યુપીની બધી 80 લોકસભાની બેઠકોને લડશે. જોકે, કોંગ્રેસે ગઠબંધનના દરવાજા ખૂલ્લા રાખ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જો કોઈ બિનસાંપ્રદાયિક પક્ષ કૉંગ્રેસ સાથે જોડાણ માટે તૈયાર છે તો કોંગ્રેસ તે માટે તૈયાર છે. ભાજપ સામે લડવા માટે કોંગ્રેસે સેક્યુલર પાર્ટીઓ સાથે જોડાણના દ્વાર ખુલ્લા  રાખ્યા છે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ઇનચાર્જ ગુલામ નબી આઝાદે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં બધી 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 2009…

Read More

ભારતમાં સવર્ણોને 10 ટકા અનામતની મંજૂરી મળી ગઈ છે ત્યારે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. સવર્ણોને 10 ટકા આનામતનો લાઊ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે. ગુજરાતમાં આવતી કાલથી જ આ અનામત લાગુ પાડવામાં આવશે. સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતનો લાભ આપવામાં આવશે. સરકીરના આદેશ પ્રમાણે 14 જાન્યુઆરી પહેલા જે જગ્યાઓ પર ભરતી પ્રકીયા શરુ કરવામાં આવે ત્યાં આ અનામતનો લાભ આપવામાં આવશે

Read More