14 જાન્યુઆરી એટલે કે સોમવારે ઉત્તરાયણનો તહેવાર છે. લોકોમાં આ તહેવારને લઇને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં શનિવારથી સતત 4 દિવસની રજાના માહોલમાં લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવન ફૂંકાશે કે નહીં તે માટે હવામાન વિભાગે મોટો ખુલાસો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની નીચે જતા પતંગ ચગાવતી વખતે તકલીફો પડે છે. પરંતુ આ વર્ષે તા. 14મી જાન્યુઆરીના રોજ તા. 20થી 25 કિમીની ઝડપે ફુંકાશે. જેના કારણે પતંગ રસિયાઓએ ઠુમકા મારવા પડશે નહીં. તેમજ આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી…
કવિ: Satya-Day
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ આવીને પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતા હોય છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે અમિત શાહ આવતી કાલે અમદાવાદ આવી જશે. તેઓ જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે મોટેભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષના પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અન્ય કેટલાક મંત્રીઓ અને તથા આગેવાનોને મળતા હોય છે તેમજ ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો ચિતાર મેળવી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને માર્ગદર્શન પણ આપતા હોય છે. ઉતરાયણ પર્વ પર તેઓ પરિવાર સાથે સમય વિતાવો એવું છે એવું જાણવા મળે છે…
લોકસભા ચૂંટણી-2019ની તૈયારીમાં સપા અને બસપા લાગી ગયા છે. માયાવતી અને અખિલેશ યાદવે સપા-બસપા જોડાણનું એલાન કર્યું અને કોંગ્રેસને ઢેંગો બતાવી દીધો. યુપીની કુલ 80 સીટમાંથી બસપા 38 અને સપા 38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠી અને રાયબરેલીમાંથી સપા-બસપા ગઠબંધન કોઈ ઉમેદવાર ઉભો રાખશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કોંગ્રેસ પર આક્રમક રીતે પ્રહાર કર્યા હતા. જ્યારે અખિલેશે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અખિલેશે કહ્યું કે માયાવતીનું અપમાન મારું અપમાન છે. માયાવતીએ કહ્યું કે ગેસ્ટ હાઉસકાંડને ભૂલાવીને અમે સાથે આવ્યા છે, કેમ કે દેશને ભાજપના હાથમાંથી બચાવી શકાય. માયાવતીના વડાપ્રધાન બનવાના પ્રશ્ન પર અખિલેશે કહ્યું કે યુપીએ હંમેશા…
ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે માર્ચ-2019ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા પરીક્ષાખંડમાં વિદ્યાર્થી મોબાઇલ અથવા અન્ય વિજાણુ ઉપકરણ સાથે પકડાય તો પોલીસ કેસ કરવાનો નિર્ણય કર્યો છે. દોષી વિદ્યાર્થીને ચાલુ વર્ષની સાથે આવનારા બે વર્ષ માટે પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. બોર્ડ દ્વારા ચોરી કરનારા સામે પોલીસ કેસના નિયમને આ વર્ષથી લાગુ કરવામાં આવશે. આ પહેલા વિદ્યાર્થી પાસેથી મોબાઇલ કે અન્ય ઉપકરણો પકડાતા હતા તો કોપી કેસ કરવામાં આવતો હતો. પરંતુ મોટાભાગના કિસ્સામાં સ્થળ સંચાલક પોલીસ કેસ કરવાનું ટાળતા હતા. બોર્ડ દ્વારા હવે નિયમ બનાવાતા દરેક સ્થળ સંચાલકે ફરજિયાત પોલીસ કેસ કરવો પડશે. વિદ્યાર્થી વર્ગખંડમાં પરીક્ષા શરૂ થવાના પહેલા…
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં થયેલા એનકાઉન્ટર અંગે જસ્ટીસ બેદીના અધ્યક્ષપદ હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી હતી. જસ્ટીસ બેદી તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું કે 18 પૈકી 15 એનકાઉન્ટર સાચા હતા જ્યારે ત્રણ એનકાઉન્ટર બોગસ હતા, બનાવટી હતા. 2002થી 2007 દરમિયાન થયેલા એનકાઉન્ટરના કેસોની તપાસનો 221 પાનાનો રિપોર્ટ જસ્ટીસ એચએસ બેદીએ તૈયાર કર્યો છે. ખાસ કરીને વલસાડ ખાતે થયેલા હાજી ઈસ્માઈલના એનકાઉન્ટરને પણ જસ્ટીસ બેદીએ બનાવટી ગણાવ્યું છે. હાજી ઈસ્માઈલના એનકાઉન્ટરની ઘટનાને રિ-રન કરીએ તો 2005ની 9મી ઑક્ટોબરે હાજી ઈસ્માઈલ વલસાડના ઉંમરગામથી કારમાં પસાર થઈ રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. પીએસઆઈ પરાગ વ્યાસ અને અન્ય પોલીસે વોચ…
ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે આગામી તારીખ 18, 19 અને 20 દરમિયાન દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ભૂતકાળમાં ગુજરાત સરકારે 400 થી 500 કરોડ રૂપિયા ખર્ચીને મહાત્મા મંદિર બનાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી મહાત્મા મંદિર એવું નામ અપાયું હતું તેમજ આ ભવ્ય બિલ્ડીંગ ની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રેંટિયો કાંતતી પ્રતિમા મુકાઈ હતી. દેશ વિદેશથી આવતા રાજકીય નેતાઓ અને મલ્ટીમિલિયેનર ઉદ્યોગપતિઓ આ પ્રતિમાના દર્શન કરતા હોય છે. આજે શુક્રવારે મુખ્ય સચિવ જે. એન. સિંહ દ્વારા વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી તેમજ જે સ્થળે મુખ્ય ઇવેન્ટ યોજાવાનો છે તે સ્થળની અને સમગ્ર…
વાયબ્રન્ટ ગુજરાતમાં પાકિસ્તાનને બિઝનેશ પાર્ટનર તરીકે બોલાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ આ બાબતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ભાજપ પાકિસ્તાન સાથે તેની ભાષામાં વાત કરવાના ભાષણો આપે છે અને ગુજરાતમાં તેમના માટે લાલ જાજમ પાથરે છે. દેશના નાગરિકો માટે આ વિશ્વાસઘાત અને છેતરપીંડી છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. તેમણે માંગ કરી છે કે, પાકિસ્તાનને વાયબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર બનાવવા બદલ વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત-2019ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આખરી ઓપ અપાઈ રહ્યો છે. 18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રંટ સમિટ યોજાશે. સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ભાગ લેશે. જ્યારે 100થી…
દેશના લાખો વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઓછો કરવા માટે કેન્દ્રીય સેન્ટ્રલ સેકન્ડનરી એજ્યુકેશન બોર્ડ(સીબીએસઈ) ધોરણ 10માં ગણિત વિષયની બે અલગ સ્તરની પરીક્ષા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સીબીએસઈ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 2020 સુધી લાગુ કરવામાં આવશે. ગણિતની પરીક્ષા બે સ્તર(બેઝિક અને સ્ટાન્ડર્ડ)એ લેવામાં આવશે. જેમાં પહેલી ગણિત-માનક, જે વર્તમાન સામાન્ય સ્તરની પરીક્ષા હશે. બીજી ગણિત-મૂળ, જે સરળ સ્તરની પરીક્ષા હશે. નોંધનીય છે કે, સીબીએસઈનો આ નિર્ણય બે અલગ-અલગ પ્રકારના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને લેવાયો છે. જે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે, એમને માટે આ સારો નિર્ણય છે. જ્યારે સીબીએસઈએ સ્પષ્ટતા કરી હતી કે, ગણિતના વર્તમાન અભ્યાસક્રમમાં કોઈ…
જયંતી ભાનુશાળીની હત્યામાં કેટલાક ચોંકાવનારા નામોનો ખુલાસો થયો છે. ભાનુશાળીની હત્યાની માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે. હત્યાના દિવસે ટ્રેનમાં કુલ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે. સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆરમાં કેટલાક નામો પૈકીના જ હત્યારા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને તેમને મોટેભાગે…
સવર્ણોને મળનાર 10 ટકા અનામતનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થઈ ગયુ છે, બસ હવે ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે. સવર્ણોમાં એવા કેટલાયે લોકો છે જે અનામતના દાયરામાં આવી શકે તેમ છે. આ માટે તમારે જરૂરી શરતો પર ખરૂ ઉતરવાનુ રહેશે. આ માટે તમારી પાસે 8 દસ્તાવેજો હોવા જરૂરી છે. નહીતો તમને અનામતનો લાભ મળશે નહી. આજે તમને જણાવીશુ એ તમામ દસ્તાવેજો અંગે. આવકનો દાખલો સરકારની તરફથી આ લોકોને અનામતનો લાભ આપવામાં આવશે, જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય. આ માટે આવકનું સર્ટિફિકેટ જરૂરી છે. સામાન્ય રીતે આવકનો દાખલો જનસેવા કેન્દ્રમાં બનાવી…