ભારતમાં પર્વોના નિર્ધારણ ચંદ્રકલાઓ દ્વ્રારા નિર્ધારિત કાલગણના અને તિથિ ક્ર્માનુસાર કરાય છે. આ જ કારણ છે કે બહુપ્રચલિત ઈસ્વી સનની ગણનામાં તહેવાર આગળ-પાછળ ઉજવાય છે. હોળી, દિવાળી, દશહરા જન્માષ્ટમી વગેરે બધા એના ઉદાહરણ છે. ભારતીય પર્વોમાં માત્ર મકર સંક્રાતિ જ એક એવું પર્વ છે જેના નિર્ધારણ સૂર્યની ગતિ મુજબ થાય છે. આ કારણે મકર સંક્રાતિ દરેક વર્ષ ૧૪ મી જાન્યુઆરીને ઉજવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. પરંતું આ…
કવિ: Satya-Day
CBI ચીફ આલોક વર્માને ફરી એક વાર સીબીઆઈ ચીફ તરીકે ખદેડી મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સિલેક્શન કમિટીની મીટીંગ બાદ તેમને હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હતા. સીબીઆઈ ચીફ આલોક વર્મા વિરુદ્વ સીવીસી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટના આધારે નિર્ણય કરવામાં આવ્યો હતો. સીબીઆઈ ચીફ આલોક વર્માને ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા અને સિલેક્શન કમિટીના સભ્ય મલ્લિકાર્જુન ખડગે અને જજ એ.કે.સિકરી પણ હાજર રહ્યા હતા. જજ સિકરી ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વતી હાજર રહ્યા હતા. મીટીંગ પૂર્વે ખડગેએ કહ્યું હતું કે સીવીસીના રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે.…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાના રાજદ્રોહ કેસમાં થયેલા જામીન રદ્ કરવા સુરત પોલીસની અરજી પર આજે અલ્પેશ કથીરીયાના વકીલ યશવંત વાળાએ જવાબ રજૂ કર્યો હતો. સાત પાનાનાં જવાબમાં અલ્પેશના વકીલ યશવંત વાળાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને જણાવ્યું કે શું ગાળ બોલવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગે છે. આજે સુરતની કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી અને વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન વકીલ યશવંત વાળાએ લેખિતમાં જવાબ રજૂ કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા જામીન રદ્દ કરવાની અરજી પાયાવિહિન અને સત્યથી વેગળી છે. આ અગાઉ જામીનને એપલેટ કોર્ટમાં પડકારવામાં આવ્યા નથી. સુરત…
ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 4 એપ્રિલે યોજાશે. 30 માર્ચે CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફા કરવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ બદલાતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે હવે સીબીએસઈની પરીક્ષા બાધારૂપ બની. ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો. 30 માર્ચના રોજ લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને 4 એપ્રિલ કરાઈ છે. જેથી હવે ચોથી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ગુજકેટની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 માર્ચે CBSEની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં…
થોડા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિય જમા કરાવશે તેવી વાતો વહેતી થઈ હતી. એ વાતો કેટલી સત્ય છે તેની તો જાંચ પડતાલ કરવી પડે. કારણ કે કોંગ્રેસના હાથમાં આ મુદ્દો આવી જતા નરેન્દ્ર મોદી સરકારને ચારે તરફથી ઘેરવાના પ્રયાસો થયા હતા. નરેન્દ્ર મોદીએ વાયદો આપ્યો હતો આમ કહી સરકારને ચારેખાનો ચિત્ત કરી દીધી હતી. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા સુધી વાતો થતી હતી કે નરેન્દ્ર મોદી દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે પણ આ વચ્ચે કેટલાક લોકો એવા છે જેમના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. કેટલાક ભારતીયો જેઓ સદનસીબે પંદર…
લોકસભા ચૂંટણીની સિઝન શરૂ થતાં મોદી સરકાર દ્વારા રાહતોની લહાણી કરવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ નાના વેપારીઓને પડતી જીએસટીની મુશ્કેલીઓને પણ મુદ્દો બનાવ્યો હતો. આજે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાના વેપારીઓને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જીએસટી કાઉન્સીલે કમ્પોઝીશન સ્કીમની મર્યાદા એક કરોડથી વધારીને દોઢ કરોડ કરી દીધી છે. સાથે જ કમ્પોઝીશન સ્કીમની જેમ જ વર્ષમાં હવે એક વાર જ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. એટલે કે દોઢ કરોડ સુધીના વાર્ષિક ટર્ન ઓવર કરનારા વેપારીઓ કમ્પોઝીશન સ્કીમમાં સામેલ થઈ શકશે. આ ઉપરાંત પહેલાં કરતાં હવે પછીની જીએસટી ભરવાની પ્રક્રિયાને પણ સરળ કરી દેવામાં…
લોકસભા અને રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત આપનારા બંધારણીય સંશોધન બીલને મંજુરી આપવામાં આવી છે ત્યારે આ બીલ પર હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાકી છે. આ દરમિયાનમાં સમાચાર મળી રહ્યા છે કે 10 ટકા સવર્ણ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. પીટીશનમાં બંધારણના ઉલ્લંઘનનો દાવો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI પ્રમાણે ગરીબ સવર્ણો માટેની 10 ટકા અનામત આપવા બંધારણ સુધારા ખરડા વિરુદ્વ દાવો દાખલ કરવામાં આવ્યો છે. અરજીમાં બંધારણના ઉલ્લંઘનનો દાવો કર્યો છે. બંધારણ વિરુદ્ધ આ અરજી (103 મો સુધારો)- 2019 વિરુદ્વ યુથ ફોર ઈક્વેલિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. યુથ ફોર ઈક્વેલિટી ગ્રુપના ડૉ.…
સુરત શહેરથી નજીક સમગ્ર દેશમાંથી હજીરા વિસ્તારની કંપનીઓમાં આવતા ટ્રક ચાલોક દ્વારા દારૂ પીને બેફામ ઝડપે ટ્રક દોડાવવામાં આવે છે. આ અંગેની રજુઆતમાં થોડા સમય પહેલા જ ગામના લોકોએ પોલીસ કમિશનરને કરી હતી. જો કે પોલીસની નબળી કામગીરીને કારણે આદે સવારે હજીરા ઈચ્છાપોર ચોકડી પાસે એક બેફામ ઝડપે દોડી આવતા ટ્રકે મોટર સાયકલ અને એક આધેડ વયની મહિલાને અડફેટે લેતા બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓલપાડ તાલુકાના કુવાડ ગામનો રહેવાસી રમણ ડાહ્યા પટેલ આજે સવારે પોતાની મોટર સાયકલ પર ક્રિભકો કંપની ખાતે નોકરી પર જવા નિકળ્યો હતો. થોડા સમય પહેલા જ રમણ પટેલના સાસુ…
લોકસભાનું સત્ર સમાપ્ત થતાં સુરતના સાંસદ દર્શના જરદોષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે લોકસભામાં દક્ષિણ ગુજરાત સંબંધિત માંગણીઓ અને રજૂઆતો અંગેની કામગીરીનો રિપોર્ટ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો. પત્રકાર પરિષદમાં બન્ને સાંસદો ઉપરાંત મેયર જગદીશ પટેલ, સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સાંસદ સીઆર પાટીલે કહ્યું કે લોકસભામાં 10 ટકા અનામતનું બીલ બે તૃતિયાંશ બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યું છે. આ બીલથી જનરલ કેટેગરીના ગરીબ લોકોને ફાયદો મળશે. આઠ લાખ સુધીની આવક ધરાવતા લોકોને લાભ મળવાનો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં એક હજાર ચો.ફુટ મકાન અને ગ્રામ્ય વિસ્તારમાં બે હજાર ચો.ફુટનું મકાન ધરાવતા લોકોને 10 ટકા…
સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ દ્વારા આજરોજ રામ મંદિરના કેસ અંગે સુનાવણીનો પ્રારંભ થયો હતો. જો કે મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા કરાયેલી દલીલને પગલે ચીફ જસ્ટિસે કેસની સુનાવણી હવે નવી બેન્ચ દ્વારા કરવાનો આદેશ આપ્યો છે. રામ મંદિર મામલે હવે 29 જાન્યુઆરીના નવી બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવશે તેમ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના આદેશમાં જણાવ્યું હતું. રામ મંદિર કેસની સુનાવણીને પગલે કોર્ટરૂમ સવારથી ખચાખચ ભરેલો હતો. મીડિયા અને પક્ષકારો સહિત અન્ય લોકો પણ મહત્વના કેસની સુનાવણી માટે હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ સહિતના પાંચ જજોની બેન્ચે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ત્યારબાદ કેસની સુનાવણી શરૂ…