વડોદરામાં પાદરા-ડભાસા રોડ પર આવેલી એક પરફ્યુમ બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી. કંપનીમાં પરફ્યુમ બનાવવા માટે આલ્કોહોલ, હાઇડ્રોજન ગેસ અને એલપીજી ગેસના પ્લાન્ટ આવેલા હતા. આલ્કોહોલ અને હાઈડ્રોજન ગેસમાં કોઈ કારણસર આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં અને કાર્યરત અવસ્થામાં નહીં હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે કે, જો કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય રીતે કામ કરતા હોત તો આગે આટલું ભયંકર સ્વરૂપ ધારણ ન કર્યું હોત. ઘટનાને પગલે…
કવિ: Satya-Day
લાંચ કાંડ બાદ CBI ચીફ આલોક વર્માને બળજબરીપૂર્વક રજા પર ઉતારી દેવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે. મોદી સરકારને મોટી લપડાક મળી છે. જોકે, સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહીં. હવેથી આલોક વર્મા સીબીઆઈ ઓફીસ જઈ શકે છે. સીબીઆઈમાં વિવાદ એવા સમયે શરૂ થયો જ્યારે સીબીઆઈના નંબર-ટૂ અધિકારી રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની વિરુદ્વ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટ વિરુદ્વ સીબીઆઈ દ્વારા જ એફઆઈઆર દાખલ કરવાનો બનાવ પહેલી બન્યો હતો અને સમગ્ર દેશમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યાર બાદ રાકેશ…
જયંતિ ભાનુશાળીની હત્યા મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે. રાજ્યનું ગૃહમંત્રાલય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં નિષ્ફળ ગયુ છે. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ મંત્રાલય છોડવુ જોઈએ. અર્જુન મોઢવાડિયાએ વધુમા જણાવ્યુ હતુ કે, જયંતિ ભાનુશાળી નલિયા કાંડના રાજદાર હતા. તેઓ નલિયા કાંડના અનેક રાજથી માહિતગાર હતા. જયંતિ ભાનુશાળી પર અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. આવા નેતાઓ અંગે ભાજપમે મંથન કરવુ જોઈએ.
અભિનેતા ઋતિક રોશને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે એના પિતા ફિલ્મ મેકર રાકેશ રોશનને થોડાક સપ્તાહ પહેલા Squamous Cell Carcinoma નો પહેલા સ્ટેજ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય ભાષામાં એને સમજીએ તો રાકેશ રોશનને એક પ્રકારનું કેન્સર છે. એમાં એબનોર્મલ સેલ્સનો ગ્રોથ ગળામાં વધી જાય છે. ઋતિક રોશન એ રાકેશ રોશન સાથે જિમમાં વર્કઆઉટ દરમિયાન એક ફોટો પોસ્ટ કર્યો છે. એમાં એને લખ્યું, મે આજે સવારે ડેડને વર્કઆઉટ માટે પૂછ્યું, મને ખબર હતી કે એ સર્જરીના દિવસે પણ વર્કઆઉટ કરવાનું છોડશે નહીં, તાજેતરમાં ગળામાં Squamous Cell Carcinoma ની જાણ થઇ છે. આજે એ એમની જંગ લડશે. અમે…
સુરતમાં સિંચાઇનાં પાણી મુદ્દે 8 જાન્યુઆરીનાં આજનાં રોજ ખેડૂતોની જળયાત્રા યોજાશે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ પગપાળા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને જહાંગીરપુરા જીન ખાતે ખેડૂતો એકત્ર થયાં. ખેડૂતોની આ જળયાત્રા કેબલ સ્ટ્રેટ બ્રીજ જશે અને તે બ્રીજથી પગપાળા યાત્રા શરૂ થશે. જળયાત્રા બ્રીજથી શરૂ થઇને સિંચાઇ વિભાગની ઓફિસ ખાતે તેનું સમાપન કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ જળયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. સિંચાઇ વિભાગનાં વિવાદિત પરિપત્ર તેમજ પાણી રોટેશનની માંગ સાથે આ જળયાત્રા નીકાળવામાં આવશે. આ યાત્રામાં અંદાજે 10 હજારથી પણ વધુ ખેડૂતો જોડાશે. ઉલ્લેખનીય છે કે સિંચાઇ વિભાગે ડાંગરની ખેતી નહીં કરવા અંગે મનાઇ…
ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાથી ગુજરાતનું વાતાવરણ ડહોળાયું છે. ત્યારે આ ઘટનાની તાત્કાલિક તપાસ રેલવે દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેની તપાસ અમદાવાદ રેલવેના ડીવાયએસપી પીપી પીરાજીયા કરશે. રાજકોટના ડીવાયએસપી, રેલવે એલસીબીના એક પીઆઈ અને 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલ પણ તપાસ પ્રક્રિયા હાથ ધરશે. હાલમાં મોરબી જિલ્લા પોલીસ, રેલવે એલસીબી, જિલ્લા એલસીબી, ગાંધીધામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ હત્યામાં પોલીસ રેલવેમાં અત્યાર સુધી થયેલા વિવિધ મર્ડરની થીઅરી પર તપાસ કરશે. ચાલતી ટ્રેનમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના પૂર્વ વિધાયક જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અબડાસાથી…
કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. તેઓ ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાન હત્યા થઈ હતી. હત્યા બાદ ટ્રેનને માળિયા ખાતે અટકાવવામાં આવી હતી. હાલ તેમના મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે. હત્યાના સમાચાર બાદ તેમના પરિવારના લોકો પણ માળિયા પહોંચી ગયા હતા. જ્યાં પતિનો મૃતદેહ જોઈને જ પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. આ ઉપરાંત પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.
જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા. જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી…
ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. ચાલુ ટ્રેને ફાયરિંગ કરીને જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. જયંતી ભાનુશાળી ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી છે. તેમને 2 ગોળી મારવામાં આવી છે. ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં આ ઘટના બની છે. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ભાજપના નેતા જયંતી ભાનુશાળી મુંબઈ તરફ ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ 2 ગોળી મારીને હત્યા કરી નાખી છે. તેઓ સયાજી નગરી એક્સપ્રેસમાં AC કોચમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. 19116 નંબરની ટ્રેનમાં કટારિયા અને સૂરજબારી સ્ટેશનની વચ્ચે…
યૂટ્યુબ જીગલી અને ખજૂર નામે ચાલતી કોમેડી સિરીજના સુરતના કલાકાર જિગરના જન્મ દિવસની પાલ – અડાજણ રોડના ગૌરવપાઠ પર ઉજવણી કર્યા બાદ સાથી કલાકારને મૂકવા જતાં રસ્તામાં થયેલી ગેરસમાજમાં યુવાનોએ બંનેનું અપહરણ કરીને જિગરને ચપ્પુના ઘા મારી દેવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યૂટ્યુબ પર જીગલી – ખજૂરના નામે કોમેડી ક્લિપ ચાલે છે. આ કલીપના કલાકાર જિગર શાંતિલાલ શેલડિયા નો રવિવારે જન્મ દિવસ હતો. આથી જિગર અને સાથી કલાકારો ધ્રુમિલ અને દર્શક અને નિકિતા પાલ ગૌરવપથ પર ભેગા થઈને જિગરનો જન્મદિવસ માનવીને છૂટા પડ્યા. જિગર નિકિતાને મૂકવા માટે પાલનપુર જકાતનકા પાસે આવેલા તેના નિવાસ સ્થાને જતો હતો. તે વખતે રસ્તામાં…