ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાન દલિત હોવાના મુદ્દે થયેલા વિવાદમાં થોડા દિવસો પહેલા સુરતનાં સમસ્ત દલિત વંચિત સમાજ દ્વારા રેલી કાઢી સુરતના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દલિત સમાજે સુરતના પ્રખ્યાત અને ઐતિહાસિક હનુમાન દાદાના મંદિરનો વહીવટ દલિતોને સોંપી દેવાની માંગ કરી હતી અને સાત દિવસની મહેતલ આપી હતી જેમાં આજ રોજ ક્ષેત્રપાળ દાદાના મંદીરે મંદીરનો કબજો લેવા માટે પહોંચ્યા હતા. જેમાં કબ્જો લેવા પહોંચેલા દલિત સમાજના કાર્યકર્તાઓની પોલીસે માન દરવાજા બાબા સાહેબની પરતીમાં ધરપકડ કરી હતી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા દલિત સમાજના નેતા સુરેશ સોનવણે દ્વારા આજે અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી…
કવિ: Satya-Day
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો અને સવર્ણોને અનામત મંજૂર કરી છે. કેન્દ્રીય કેબિનેટે આજે નિર્ણય લેતા સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી છે. આવામાં કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આ મુદ્દે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરકારની જાહેરાતથી એટલું તો સાબિત થયું કે અનામત આપી તો શકાય. હાર્દિકે આગળ જણાવ્યું હતું કે સરકારે અનામતનો આ નિર્ણય પહેલાં લીધો હોત તો અમારે આટલું ભોગવવું પડ્યું ન હોત. અત્યાર સુધી અનામતના નામે સરકારે અમારી વચ્ચે ભાગલા…
મોટા વરાછા પાસે તાપી નદીમાં ત્રણ વ્યક્તિ ભરેલી કાર અચાનક નદીમાં ખાબકી હતી. લોકોએ કાર નદીમાં પડતાં જોઈ એટલે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રીગેડનો સ્ટાફ પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં પડેલી કારને બહાર કાઢી કારમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢયા હતા. બચાવાયેલી ત્રણેય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની ફરજ પડી હતી. જોકે, તેમના હોસ્પિટલમાં મોત નિપજ્યા. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું હતું કે, મોટા વરાછા નજીક તાપી નદીની સમાંતર રસ્તો જઈ રહ્યો છે ત્યાં એકાએક કાર નદીમાં ખાબકી હતી. કાર ચલાવનારનો સ્ટિયરિંગ પર કાબૂ રહ્યો ન હતો. રસ્તા પરથી ફંટાઈને કાર સીધી…
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે સોમવારે સવર્ણ જાતિઓને 10 ટકા અનામતની મંજૂરી આપવાનું એલાન કરી દીધુ છે. આર્થિક રીતે નબળા સવર્ણોને અનામતનો લાભ આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટમાં કરવામાં આવેલા પરિવર્તનને લઈને સવર્ણો અને મોદી સરકાર સાથે નારાજગી ચાલી રહી હતી. તેને જોતા ભાજપે આ નિર્ણય કર્યો છે. અનામતનો હાલનો ક્વોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા કરાશે. ઉલ્લેખનીય છે કે નરસિમ્હા રાવ સરકારે આર્થિક આધાર પર અનામતનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ સરકારે 1991માં 10 ટકા અનામતનો નિર્ણય કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવતા કહ્યુ કે ગરીબી અનામતનો આધાર નથી.
અમદાવાદના નારણપુરા શાસ્ત્રીનગર ખાતે પલ્લવ ચાર રસ્તા પાસે અતિ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે એકટીવા અને હોન્ડા સિટી કારને અડફેટે લેતા એક યુવકનું મોત થયું હતું જ્યારે કારમાં જઈ રહ્યા એક જ પરિવારના ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની વિગત મુજબ 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જય મંગલ તરફ જઇ રહેલી બીઆરટીએસ બસે રસ્તો ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલક તથા હોન્ડા સિટી કારને અડફેટે લીધા હતા. એક્ટિવા ચાલક શંભુ સિંહ જગતસિંહ પવારનું મોત થયું હતું જ્યારે હોન્ડા સીટી કારમાં જઈ રહેલા નિલેશ ભાઈ દરજી, તેમના પત્ની રીટાબેન, 13 વર્ષની પુત્રી ટીના અને આઠ વર્ષનો પુત્ર…
ફેમસ સિંગર નેહા કક્કર ડિપ્રેશનમાં છે. બોલિવૂડ સિંગરે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શૅર કરતા લખ્યુ છે કે, ‘Yes, I am in Depression’. થોડા દિવસ પહેલા જ નેહા કક્કરે પોતાના એક્ટર બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયુ છે. નેહાએ બ્રેકઅપ પછી તમામ બાબતોને ભૂલીને પોતાનુ મન કામમાં પરોવ્યુ છે. નેહાની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઇને સરળતાથી કહી શકાય કે નેહાએ બ્રેકઅપ પછી ફૂલ ફોકસ કામમાં આપ્યુ છે. પરંતુ હવે નેહાએ ચોંકાવનારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. આ પહેલી વખત નથી જ્યારે સોશ્યલ મીડિયાની મદદથી નેહાએ પોતાનું દુખ વ્યકત કર્યુ હોય. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછી એક ઇમોશનલ પોસ્ટ કરતા નેહાએ…
રવિવારે વહેલી પોતાની માનતા પુરી કરવા માટે નીકળેલા બે પદયાત્રીઓને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ગીરીરાજ હોટલ સામે એક અજાણ્યા વાહન હડફેટે લેતા બંનેના મૃત્યું નીપજ્યા છે. જેમાં એક યાત્રાળુ અંધજન છે. અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. માનતા પુરી કરવા નીકળેલા પટ્ટાવાળાનો સાથ આપવા ચોટીલા માથુ ટેકાવવા નીકળેલા બે પ્રજ્ઞાચક્ષુ પૈકી એકને રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. રાજકોટ ખાતે આવેલા અંધજન કલ્યાણ મંડળમાં પટાવાળા તરીકે નોકરી કરતા વિજયભાઈ જગદીશભાઈ કણજારીયા અને અંધજન સંસ્થામાં રહેતા રવિભાઈ મેરામભાઈ ડાંગર તથા પરાક્રમસિંહ ગોહિલ એમ ત્રણે જણા રાજકોટથી ચોટીલા પગપાળા માનતા પુરી કરવા જતા હતા તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકાથી…
કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર સંગઠનો આંદોલન કરશે. લઘુતમ વેતન ૧૮ હજાર કરવા તેમજ અન્ય સુવિધાઓની માગો સાથે દેશભરના હજારો મજૂરો બે દિવસ માટે કામથી દુર રહીને રસ્તા પર ઉતરી પોતાનો રોષ ઠાલવશે. મજૂરો અને કામદારોના આ આંદોલનને દેશના મોટા ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે અને આંદોલનમાં જોડાવાની ખાતરી આપી છે. ઓલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મોલ્લાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ગ્રામીણ ભારતની પરિસ્થિતિ સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ઉલટા પરિસ્થિતિ વધુ કથળી રહી છે.…
આજ રોજ સુરતમાં ગુજરાત ખેડૂત સમાજ ની આગેવાની માં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જાન્યુઆરીએ યોજાનાર જળયાત્રાની તૈયારી ના ભાગરૂપે ઓલપાડ રામચોકથી આ રેલી કાઢવામાં આવી હતી. આ જલયાત્રા સુરત જહાંગીરપુરા જિનથી સિંચાઇ વિભાગની કચેરી સુધી જલયાત્રા નીકળશે. આ જલયાત્રા રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ એ માટે ઓલપાડ તાલુકા મથકથી બાઈક રેલી ગામડાઓમાં ફરશે. આ રેલી સિંચાઈ વિભાગના વિવાદિત પરિપત્ર તેમજ પાણી રોટેશન ની માંગ સાથે તમામ ગામડાઓમાં ફરશે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક ખેડૂતો બાઈક રેલીમાં જોડાયા હતા.
તાપી જીલ્લામાં એક ઐતિહાસિક ઘટના બનવા પામી છે. જેમાં ડ્રોન કેમેરા ના ઉપયોગથી રેતીચોરોને ભૂસ્તર વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. બપોરના સમયે સુરત જિલ્લાના કાકરાપાર, બલાલ તીર્થ તેમજ તાપી જિલ્લાના કણઝા, કાળા વ્યારા ખાતે તાપી નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનનને ડ્રોન સર્વેથી પકડી પાડવામાં આવ્યું હતું. બાઝ નાવડી થી ખનન કરવામાં આવતું હતું. આશરે ત્રીસ કરતા વધુ બાઝ નાવડી ડ્રોન ની નજરમાં આવી ગઈ. આશરે દસ કરતા વધારે ટ્રકો પણ કેમેરા માં ઝડપાઈ ગઈ હતી. આ ઘટના અંગે બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.