વેસુ વીઆઇપી રોડ પર બુધવારે સવારે એક શ્રમિકના આઠ માસના બાળકને કચડી મારનારી લક્ઝુરિયસ એસયુવી કારના માલિકની ઓળખ પીનલકુમાર પટેલ તરીકે થઈ ગઈ છે. આ પીનલકુમાર જાણીતા ઉદ્યોગપતિ પંકજ ગીજુ પટેલના પિતરાઈ છે અને પોલીસ અગમ્ય કારણસર ગઈકાલે તેમની ઓળખ છુપાવી રહી હતી. એટલું જ નહીં, ગુરુવારે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જો કે, આ ફૂટેજમાં ક્યાંયપણ કાર કોણ ચલાવી રહ્યું છે તેની ઓળખ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં મજૂરી કામ કરતા મનુભાઇ પારઘીના 8 માસના માસુમ પુત્ર સોનુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લક્ઝુરિયસ કાર બાળકને કચડી ગઈ તેના માલિકની ઓળખ ગઈકાલે આખો…
કવિ: Satya-Day
રાજ્ય સરકારે રાજકોટને નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકારે રાજકોટમાં એઈમ્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના ખંડેરી ગામ પાસે નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આરોગ્ય પ્રધાન અને એઇમ્સના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, એઈમ્સ માટે વડોદરા અને રાજકોટને પસંદ કરવામાં આવ્યુ હતું. જેમાથી રાજકોટની પસંદગી કરવામાં આવી છે. એઈમ્સ માટે જમીન સરકાર વિનામૂલ્યે ફાળવવા સંમત થઈ છે. આ જમીન ખંડેરી ગામ પાસે સરકારે આપી છે. એઈમ્સના નિર્માણથી સૌરાષ્ટ્ર અને રાજ્યભરના નાગરિકોને તમામ પ્રકારની સારવાર મળી…
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલને રાજ્યસભા ચૂંટણી સંબંધિત કેસમાં ટ્રાયલનો સામનો કરવા જણાવ્યું છે. 2017 માં ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતથી અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં વિજયને પડકાર્યો હતો. આ કેસને કાઢી નાખવા માટે અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ અંગે સુનાવણી કરી અહેમદ પટેલને ટ્રાયલનો સામનો કરવા જણાવ્યું હતું. આ અગાઉ અહેમદ પટેલે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે બલવંતસિંહના આક્ષેપો અંગે કહ્યું હતું કે આ કેસમાં સુનાવણી થવી જોઈએ. 26 ઑક્ટોબર, 2018 ના ગુજરાત હાઈ કોર્ટના આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે…
વડોદરાના રાજવી પરિવારને પોતાની વિરાસત બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શૂભાંગીની રાજેએ વડોદરના મેયર જિગીશા શેઠ સુધી રજૂઆત કરવા દોડી જવાની નોબત આવી હતી. રાજમાતાની સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત સહિત અનેક નામી હસ્તીઓ રજૂઆત કરી હતી. એક્સ્પેરિમેન્ટલ સ્કુલના મેદાનમાં આવેલી યુનિવર્સિટીની જમીનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેવેન્યુ કલેકટરમાં ખોટો કેસ-વિવાદ કરી યુનિ.ની કિમતી-પોતાની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો બિલ્ડરોને લાભ અપાવવાનો કારસો અમુક અધિકારીઑ અને ભાજપના નેતાઓએ કર્યો હોવાનો આરોપ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કર્યો છે. નરેન્દ્ર રાવતે કહ્યું કે એમએસ યુનિ અને મ્યુનિ. કોર્પોરેશનની પ્રતિષ્ઠાને નુકશાન થતું અટકાવવા શહેરના હિતમાં કેસ પાછો ખેંચવા…
પાછલા કેટલાક વખતથી રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થાય તેના માટે કરવામાં આવેલી માંગણીઓને આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પડઘો પાડવામાં આવ્યો હતો. વડોદરા, અમદાવાદ અને સુરતને પાછળ છોડીને કેન્દ્ર સરકારે રાજકોટને એઈમ્સની ગિફટ આપી છે. હવે રાજકોટમાં એઈમ્સની સ્થાપના થશે. ગંભીર પ્રકારની બિમારી માટે દર્દીઓ અને સગાવહાલાઓને દિલ્હી સુધી લંબાવવાની જરૂર પડશે નહીં. એઈમ્સની ફાળવણીના સમાચાર મળતા રાજકોટમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરતાં કહ્યું કે રાજકોટમાં એઈમ્સની સ્થાપના થશે ત્યારે ગંભીર બિમારી માટે દર્દીઓ અને સગા-વહાલાઓને દિલ્હી સુધી લંબાવવામાંથી મૂક્તિ મળી જવાની છે. એઈમ્સમાં અલગ અલગ ફેકલ્ટીઓ અને અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવશે.…
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની જનતાને કુંભ મેળામાં આપવા માટે આમંત્રણ આપવા આવ્યા હતાં. આ સાથે જ તેમને આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાની સાથે વંદે માતરમની અવગણના કરનારને પણ કુંભ મેળામાં આવાનું કહી રહ્યા છીએ. આ સાથે જ રામ મંદિર અંગે જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોઈની ટીકા પર હું ટીકા નહિ કરું અને ભારતની જનતા ઇચ્છે છે જલ્દી મંદિર બને. જેથી પ્રધાનમંત્રીએ ન્યાયતંત્ર પર ભરોસો રાખ્યો છે. સાથે જણાવ્યુ હતું કે ગોરધન ઝડફિયાના આવવાથી ઉ.પ્ર મજબૂત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી જાન્યુઆરીથી…
ગુજરાત પોલીસ એકેડમીમાં પોલીસનું પ્રશિક્ષણ લઈ રહેલા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનાં આત્મહત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્વ ગુનો નોંધવાની ફરજ પડી છે. એન.પી.પટેલ વિરુદ્વ પીએસઆઈને દુષ્પ્રેરણા આપવા અને ત્રાસ આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હવે એન.પી. પટેલની ધરપકડ કરવામાં આવશે. પાછલા ચારેક દિવસથી પીએસઆઈ રાઠોડની આત્મહત્યાના પ્રકરણમાં પરિવારજનો દ્વારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી વિકૃતિથી પિડાતા ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આજે પણ પીએસઆઈ રાઠોડની લાશને અંતિમ વિધિ માટે સ્વીકારવાનો પરિવાજનોએ ઈન્કાર કરતા અમદાવાદ પોલીસ ફિક્સમાં મૂકાઈ જવા પામી હતી. પીએસઆઈ દેવેન્દ્રસિંહના પિતા સત્યેન્દ્રસિંહની ફરીયાદના અનુસંધાને એન.પી.પટેલ સામે અમદાવાદ ડીસીબીને ગુનો નોંધવાની ફરજ…
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં ચીફ રાજ ઠાકરે વડાપ્રધાન મોદી દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી નવા વર્ષના પ્રથમ દિવસના ઈન્ટરવ્યુ અંગે બનાવેલા કાર્ટુને સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. રાજ ઠાકરેએ કાર્ટુનને સોશિયલ મીડિયા પર પબ્લીશ કરતાં જ અસંખ્ય લાઈક અને શેર મળી રહ્યા છે. કોંગ્રેસે પીએમ મોદીના ઈન્ટરવ્યુને મોનોલોગ(એક પાત્રીય) ગણાવ્યું હતું. પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના બન્ને નેતાને પીએમ મોદીએ જામીન પર મૂક્ત થયેલા આરોપી ગણાવ્યા હતા. રામ મંદિર અંગે વટહુકમ બહાર પાડવાની સંભાવનાનો સીધો છેદ ઉડાડી દીધો હતો. નોટબંધી અને એવાં બધા તમામ પાસાઓ પર તેમણે પોતાન સરકારનો બચાવ કર્યો…
ગત 28મી ડીસેમ્બરનાં રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનાર અને પોલીસને ગાળો બોલનાર અલ્પેશ કથરીયા અને સમર્થકો સામે ટ્રાફિક જામ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પબ્લિકનાં માણસ તરીકે ખીમાભાઈ ચૌહાણે વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરુદ્ધ અરજી કરી છે. મળતી વિગત પ્રમાણે ખીમાભાઈ ચૌહાણ પથરીનો દુ:ખાવો ઉપડતા પોતાની ગાડીમાં સારવાર કરાવવા માટે જઇ રહ્યા હતા. ખીમાભાઈની કારને પણ કેટલાક લોકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે. ખીમાભાઈ ચૌહાણે કહ્યું કે, “અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા અને તેમના સમર્થકો ખોટી રીતે હંગામો કરીને લોકોને તકલીફ પહોંચાડી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “પહેલા અનામત મુદ્દો હતો. હવે તો માત્ર બાઇક ઉપાડવામાં આવે તો…
પી.એસ.આઇ દેવેન્દ્ર રાઠોડે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધા બાદ તેમના પરિવારજનો ન્યાય માટે ભટકી રહ્યા છે. આજે પરિવારજનોએ સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે દેવેન્દ્રના મૃતદેહને ઉઠાવીશું નહીં તેમજ તેમના અંતિમ સંસ્કાર પણ નહીં કરીએ. પરિવારજનોનો આક્ષેપ છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગઈકાલે બપોર પછી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી પરંતુ હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરાઈ નથી. અમારી માગણી છે કે અમારા પુત્રને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ડી.વાય.એસ.પી એન પી પટેલને ફરજ મુક્ત કરો તથા તેના વિરુદ્ધ કાર્યવાહી કરો, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓના ઈશારે…