પોલીસ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલ ટ્રેઇની પીએસઆઈ દેવેન્દ્રસિંહ અને તેના જેવા તાલીમાર્થી પોલીસ કર્મચારીઓને કેવા પ્રકારનો ત્રાસ આપતા હતા, તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એન.પી.પટેલની અઁજરમાં તાલીમ લઈ ચુકેલા પોલીસ કર્મચારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કરાઈમાં ડીવાયએસપી પટેલનો ખૌફ છે. જે રીતે કેદીઓ સાથે વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે, તેવો જ વ્યવહાર કરાઇ પોલીસ એકેડેમીના ટ્રેનર પટેલ તાલીમાર્થીઓ સાથે કરે છે. કરાઈ પોલીસ એકેડેમીમાં પણ તાલીમ લેવા આવતા પોલીસ કર્મચારીઓએ પૈસા ચૂકવવા પડે છે. જે તાલીમાર્થી પૈસા આપવાનો ઇન્કાર કરે એને નિશાન બનાવી પરેશાન કરાય છે પોલીસ એકેડેમીની ટ્રેનિંગ સ્કૂલમાં દરેક એક્ટિવિટી માટે અલગ ટીમ બનાવવામાં…
કવિ: Satya-Day
પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી અને હાલ ખેડુતો માટે ન્યાયની લડત ચલાવી રહેલા પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલના માતા ઉષાબેન પટેલને લઈ સુરતના પોલીસ કોન્સટેબલે ફરીયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલનો મોબાઈલ નંબર હેક કરી અજાણ્યા યુવાન દ્વારા હાર્દિકના માતા માટે ખરાબ શબ્દો લખાતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ સુરત પોલીસમાં ફરજ બજાવતા અશ્વિન ડાંગર નામના પોલીસ કોન્સટેબલો નોંધવેલી ફરીયાદ પ્રમાણે અજાણ્યા યુવાન દ્વારા ડાંગરના વ્હોટ્સ અપ નંબરને હેક કરી સોશિયલ મીડિયાનાં ગ્રુપમાં એલફેલ ભાષાનો ઉપયોગ કરી તેમના માટે બિભત્સ શબ્દ લખવામાં આવ્યા હતા. વ્હોટ્સ અપ ગ્રુપમાં આવા પ્રકારની હિન હરકત થતાં પોલીસ કોન્સ્ટેબલ ગભરાઈ…
વડાદોરાના પોલીસ કમિશનર અનુપસિંઘ ગેહલોતનીદ્વારા એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી ઉપરાંત નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તેમજ દારૂ જુગારની પ્રવૃતિ કરવાવાળા અસામાજીક તત્વો ની પ્રવૃતિ ઉ૫ર વોચ રાખી, અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. પોલીસ કમિશનરની સૂચનાના આધારે વડોદરા એસઓજીનાં પીઆઈ એચ.એમ.ચૌહાણની દોરવણી હેઠળ ટીમ એસ.ઓ.જી. દ્વારા બીગ બેસ સીરીઝની ઓસ્ટ્રેલિયા ખાતે રમાઇ રહેલી ટી-20 ક્રીકેટ મેચનો મારુતિ બ્રેજા ગાડીમાં હરતા ફરતા ક્રિકેટ મેચનો સટૃો રમી રમાડતા સટોડીયાને ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી.ના પો.કો.જયેશકુમાર કાળુભાઇને બાતમી મળી હતી “ચાણકયપુરી ,ન્યુ સમા રોડ,વડોદરા ખાતે રહેતો નરેશ શોભારામ નવલાણી ,પોતાના આર્થિક ફાયદા માટે ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલિ બીગબેસ સીરીઝની રમાઇ રહેલ ટી-ર૦ ક્રીકેટ મેચનો તેની…
‘એક વ્યકિતએ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીના નામનું ફેક એકાઉન્ટ શરૂ કર્યું હતુ. આકાશ અંબાણીનું પ્રાઈવેટ એકાઉન્ટ હોય તેમ જ એ ફોટોગ્રાફસ પણ અપલોડ કરતો હતો. સુરતની એક છોકરી જે પોતે IPL ની શોખીન હતી જેથી એ ફેક એકાઉન્ટને આકાશ અંબાણી છે એવું માનીને ફોલો કરતી હતી. ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ તેને મેસેજ કર્યો. ત્યારથી એ બંને એ 2-3 મહિના સુધી સોશિયલ મીડિયા પર વાતચીત કરી ત્યારબાદ તેણે છોકરીનો પ્રાઈવેટ નંબર માંગ્યો. અને તેના પર વાતચીત શરૂ કરી. આઈપીએલ ચાલતી હતી ત્યારે ફેક વ્યકિતએ મેસેજ કરીને કહ્યું કે IPL માં તે મોટી રકમ હારી ગયો છે અને ઘરે કહી શકે…
ગુજરાતમાં ખેડૂતો એક પછી એક આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થતો હોય એમ છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. જેમાં પાકને નુકસાન જવાના કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. સવારે પરિવારને જાણ થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. અને પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મૃતક ખેડૂતની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પોલીસ ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે એક ખેડૂતો મંગળવારે રાત્રે પોતાના ખેતરમાં જઇને ઝેરી દવા ગટગટાવી…
અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ કરશે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે. વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે. તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. તો દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ ઉભી કરાશે. તમને જણાવી દઇએ કે, મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદ શહેરમાં આગમન થઇ ગયું છે. મેટ્રો…
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્મયને કારણે રાજ્યમાં વેપાર કરી રહેલા લોકોને ફાયદો થશે. દર વર્ષે રીન્યું કરવામાં આવતા લાયસન્સમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુમાસ્તા ધારામાં નોધણી કરાવતા વેપારીઓને એક જ ટાઇમ ફી ફરીને નોધણી કરાવાની રહેશે. અને વન ટાઇમ ફી ભરીને લાઇસન્સની પરવાનગી ચાલુ રાખી શકાશે. વેપારીઓને વારંવાર દર વર્ષે લાયસન્સ રીન્યું કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા માટેનો મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય માની શકાય છે. આ નિર્ણયથી વેપારીઓની અનેક ઝંઝટ ઘટી જશે.
લોક રક્ષક દળનું પેપર લીક થઈ જવાને કારણે 9 લાખથી વધારે ઉમેદવારો રઝળી ગયા હતા. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેપર લીકના ષડયંત્રને શોધી કાઢવામાં કોઈ કચાસ ન રાખવા આદેશ કર્યા હતા. આ ષડયંક્ષની જલ્દીથી તપાસ થાય તે માટે સંયુક્ત ટીમ બનાવવા આદેશ કર્યો હતો. જેમાં ગુજરાત પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પુછપરછ દરમિયાન આ આખા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ પ્રફેશનલ ગેંગમાં પોલીસે વિનય અરોરા, મહાદેવ અસ્તુરે, વિનોદ રાઠોડની ધરપકડ કરી છે.
ગીર ગઢડાના કાંધી ગામમાં ૮૦ ફૂટ ઉંડા કૂવામાં સિંહણ પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સિંહણ રાત્રીના સમયે કૂવામાં ખાબકી હતી. વન વિભાગે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ જ રેસ્કયુ શરૂ કરી દીધું હતું. પરંતુ રાત્રે અંધારાના કારણે રેસ્ક્યુ અધુરુ છોડવામાં આવ્યું હતું. વહેલી સવારે ફરીથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. કૂવામાં લગભગ ૪૦ ફૂટ સુધી પાણી ભરેલું હતું. આશરે ૧૨ કલાકના રેસ્ક્યુ બાદ સિંહણને જીવતી બહાર કાઢવામાં આવી છે. વન વિભાગની કલાકોની મહેનત બાદ તેમને સફળતા હાથ લાગી છે. વન વિભાગ દ્વારા સિંહણને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત યાત્રાધામ પ્રવાસન બોર્ડના સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરી રાજકોટ ખાતે બદલી કરી દેવાનો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતના સસિવાલયની ત્રિપુટી દ્વારા કરવામાં આવેલા મનસ્વી નિર્ણયોને લઈ સચિવોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો અને આ રોષ ગમે ત્યારે ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાતી નથી. અનિલ પટેલ ગુજરાતના એક માત્ર આદિવાસી સચિવ તરીકે ગુજરાત સરકારમા કાર્યરત છે. અત્યાર સુધી તેમણે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી છે. પરંતુ તેમની સામે કોઈને કોઈક રીતે તપાસ અને કેસો કરીને તેમના કરીયરમાં વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. અનિલ પટેલ સામેના કેસો પર નજર કરીએ તો…