તાજેતરમાં સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધુ બનતી જાય છે. થોડા દિવસ પહેલા મોર્નિંગ વોક કરવા નીકળેયાલ યુવકને અડફેટે લઇને કાર ચાલક વિદ્યાર્થી ફરાર થઇ ગયો હતો. ત્યારે સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. સુરતના વેડ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલી મહિલા અને તેના બં સંતાનોને બાઇક ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. આ સમગ્ર ઘટના સ્થળ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે ચોક બજાર પોલીસે ગુનો નોંદી…
કવિ: Satya-Day
પવિત્ર યાત્રાધામ પ્રવાસન બોર્ડના સચિવ અનિલ પટેલની આરટીઆઈ કાર્યકર સાથેનું ફોન રેકોર્ડીંગ વાયરલ થયા બાદ આજે એક વખત પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી અને હવે ભાજપની મહિલા કાર્યકર રેશ્મા પટેલે સરકરાને ફિક્સમાં ૂમકી દીધી છે. અનિલ પટેલને ફોન રેકોર્ડીંગના કારણે સસ્પેન્ડ કરવામાંં આવ્યા અને તેમની બદલી રાજકોટ કરી દેવામાં આવી તે અંગે રેશ્મા પટેલે અનિલ પટેલ સાથે જે વાતો કરી છે તેમાં રૂપાણી સરકાર વિરુદ્વ ઘણું બધું કહી જાય છે. ભાજપમાં જ રહી સરકારની સામે રેશ્મા પટેલે ફરી વાર બાંયો ચઢાવતા ભાજપના નેતાઓ પણ ધૂંઆંપૂઆં થઈ ગયા છે . રેશ્મા પટેલે ફોન રેકોર્ડીગની સાથે લખ્યું છે કે હું મારી અને અનિલ પટેલની…
સુરત કોંગેસ અંગે સોશિયલ મીડિયામાં રાજીનામાના ચાલેલા સિલસિલામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાને સ્થિતિને થાળે પાડવા માટે ફરમાન જારી કર્યું છે. સુરત કોંગ્રેસમાં જવાહર જૂથના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા વિવાદ ઉભો થયો હતો. જોકે, બાબુ રાયકાએ કહ્યું છે કે આજદિન સુધી તેમની પાસે કોઈનું પણ રાજીનામું આવ્યું નથી, અને આ બધી જાણકારી સોશિયલ મીડિયા પર જ વધુ ચાલી રહી છે. કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરત કોંગ્રેસને જાણ કરી છે સંગઠનનાં વિવાદને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવામાં આવે. એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પદેથી રાજીનામું આપનારા સંજય પટવા અને…
અયોધ્યામાં એક મંદિરમાં મહંતે એક મહિલા ભાવિકને બંધક બનાવીને તેના પર રેપ કર્યો હોવાના આક્ષેપો લાગ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મંગળવારે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને મહંતની ધરપકડ કરી છે. મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે 30 વર્ષની મહિલા 24 ડિસેમ્બરે વારાણસીથી મંદિરમાં આવી હતી. મંદિરના મહંત કૃષ્ણકાંતાચાર્યે મહિલાને મંદિરમાં રોકાવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. જ્યાં તેમણે મહિલાને બંધક બનાવીને તેના પર વારંવાર રેપ કર્યો હતો. પોલીસે કહ્યું છે કે મહિલાના મેડિકલ ચેક અપ બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી છે.
ખેડૂત આગેવાન કનુ કલસરિયાની આગેવાની હેઠળ આજે દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે વિશાળ રેલી સાથે વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત ને પોલીસ સાથે મામલો બીચકતા ધમાચકડી થઈ હતી. પોલીસ અને ખેડૂત સામસામે આવી ગયા હતા. માઇનિંગ સાઇટ ઉપર ગેરકાયદેસર ખેડૂતો દ્વારા પ્રવેશ કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા 35 કરતા વધુ ટીયરગેશ ના સેલ છોડવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતો વિફરતા પથ્થર મારો કરતા અનેક પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જિલ્લા…
ુજરાત કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના મહેસુલ અને ગૃહ ખાતામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે ટીપ્પણી કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો, ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને વલસાડ સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજી કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાત સરકારના મહેસુલ અને ગૃહ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર કરવામાં આવેલી ટીપ્પણીને લઈ વલસાડ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસના નેતાઓએ વિજય રૂપાણીના રાજીનામાની માંગ સાથે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં કહ્યું હતું કે ગુજરાતના સૌથી ભ્રષ્ટ વિભાગોમાં…
બે દિવસ પહેલાં પોતાની પિસ્તલમાંથી ગોળી મારી આત્મહત્યા કરનારા અમદાવાદના પીએસઆઈ દેવેનદ્રસિંહ રાઠોડના પ્રકરણમાં તેમની પત્ની ડિમ્પલ મેદાને આવી છે. મીડિય સાથેની વાતચીતમાં ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી પર સજાયીત સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતા અમદાવાદના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ડીમ્પલ રાઠોડે ડીવાયએસપી પર આરોપ મૂક્તાં કહ્યું કે પાછલા પંદર દિવસથી મારા પતિ(પીએસઆઈ દેવેન્દ્રિસંહ) પર ડીવાયએસપી દ્વારા સજાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ વાતને લઈ મારા પતિ સતત પોતાની જાતને ધુત્કારી રહ્યા હતા અને તેઓ માનસિક તાણમાં રહેતા હતા. ડિમ્પલ રાઠોડે કહ્યું કે આત્મહત્યાનાં પંદર દિવસ પહેલાં તેમની આ…
મુખ્યમંત્રી રૂપાણીના અધ્ય સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાતની આખરી તૈયારીઓને લઇને બનાવેલા એક્શનમાં પ્લાન વિશે ચર્ચા વિચારણા થશે, સાથે તેની સમીક્ષા પણ કરવામાં આવશે. એવું કહેવાય છે કે, આ વખતે રાજ્યમાં ઓછા પડેલા વરસાદના કારણે અછતગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય ખેડૂતોએ શિયાળામાં વાવેતર કરેલી ડૂંગળી અને લસણના ભાવ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મગ, અડદ, તુવેર, મગફળીની ખરીદી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી સમય માટે કરવામાં આવેલ આયોજનો અને યોજનાઓના અમલીકરણ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઇએ…
લોક રક્ષક દળની પરિક્ષા રદ્દ થયા પછી મુખ્યમંત્રી દ્વારા એસ.ટી બસ ભાડુ મફત કરવાની જાહેરાત કરાઈ હતી. પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી થઈ રહેશે તેવો ઉમેદવારો માની રહ્યા છે. ઉમેદવારો એટલે જાહેરાત પૂરતી જાહેરાત માની રહ્યા છે કારણ કે, સરકારે કરેલા પરિપત્રમાં 5 અને 6 તારીખ ઉમેદવાર મુસાફરી તો મફત કરી શકશે પણ તેણે આ મુસાફરીનો લાભ લેવા પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલા પોતાના ઘરના સરનામેથી કે નજીકના સ્ટેશનથી બેસવુ પડશે તો જ નિશુલ્ક બસ મુસાફરીનો લાભ મળશે, નહીતર આ નિયમ લાગુ પડશે નહીં. આ પરિપત્રથી મોટા ભાગના પરિક્ષા આપનાર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે અને તેમનું માનવુ છે કે, પોલીસની…
ગુજરાતમાં અનામત આંદોલનનો મુદ્દો દિવસેને દિવસે ઉછળી રહ્યો છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે અનામત આંદોલનનો આધાર સ્તંભ જ તુટી પડ્યો છે. હવે આ આંદોલન આગળ વધશે કે કેમ તેના વિશે પણ શંકા સેવાઈ રહી છે. પાટીદારો હવે અનમાતની માંગને માંડી વાળશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે અલ્પેશ કથિરીયાના જેલ મુક્ત થયા બાદ હાર્દિક પટેલે પાટીદાર અનમાત આઁદોલનની સંપુર્ણ જવાબદારી સુરત પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાને સોંપી દીધી હતી અને હવે પોતે ખેડૂતો અને બેરોજગારો માટે લડશે એવી જાહેરાત કરી હતી. આ પરથી એવા અનુમાનો લગાવી શકાય કે હાર્દિક અનામત આંદોલનની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો.…