સુરત કોંગ્રેસમાં એક ડ્રાઈવરને હોદ્દો આપવામાં આવ્યો છે તે મામલે કેટલાક લોકોએ ભારે હોબાળો મચાવ્યો તો તેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના એક સમયે ડ્રાઈવર રહેલા એવાં દલિત કાર્યકર કિશોર સુરતીએ પોતાની વાત રજૂ કરી છે. સુરત કોંગ્રેસમાં તેમને મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. કિશોર સુરતીએ જણાવ્યું કે પાછલા 32 વર્ષથી હું બાબુભાઈ રાયકાના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો પરંતુ પાછલા 10 વર્ષથી હું વ્યક્તિગત રીતે કામ કરું છું. સુરત કોંગ્રેસમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તેમાં બૂથ મેનેજમેન્ટમાં કામગીરી બજાવી છે અને સક્રીય રીતે કોંગ્રેસમાં કામ કરતો આવ્યો છું. તેમણે જણાવ્યું કે ભેસ્તાનના કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ માટે…
કવિ: Satya-Day
બાંગ્લાદેશમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી શેખ હસીનાની પાર્ટી ભવ્ય વિજયની તરફ આગળ વધી રહ્યા છે. 300 સભ્યોની સંસદમાં સોમવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં 298 બેઠકોના પરિણામ આવ્યા. તેમાં 259 બેઠકો પર હસીનાની પાર્ટી અવામી લીગ જીતી છે. જ્યારે અવામી લીગની મુખ્ય સહાયક જાતિય પાર્ટીએ 20 બેઠક જીતી છે. ચૂંટણી સંબંધિત હિંસામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, જ્યારે વિપક્ષીએ ગોબાચારી થઈ હોવાના આરોપ મૂક્યા છે અને નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરી છે. મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને માત્ર બે જ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમા ગોપાલગંજ સિવાય કોઈ પણ પરિણામને સમર્થન આપ્યું નથી. ગોપાલગંજમા…
ફિલિપીન્સમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન ઉસ્માનને પગલે ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાના કારણે મોટાપાયા પર ખાનાખરાબી સર્જીઈ છે અને તોફાનના કારણે માર્યા ગયેલા લોકોનો આંકડો 68 પર પહોંચી ગયો છે. મૃતકોની વધવાની ધારણા છે. ‘નેશનલ ડિઝસ્ટર રિઝક રીડક્શન એન્ડ મૅનેજમેન્ટ કાઉન્સિલ’ અનુસાર, મનીલાનું બિકોલ ક્ષેત્રે તોફાન ઉસ્માને શનિવારે ખતરાના ટકોરા માર્યા હતા અને ત્યાર બાદ તોફાને તબાહી મચાવી હતી. વિનાશકારી તોફાનમાં બિકોલમાં 57 લોકો માર્યા ગયા છે જ્યારે પૂર્વ વિસાયામાં 11 લોકો માર્યા ગયા છે. નાગરિક સંરક્ષણ અધિકારીઓએ આ વિશે માહિતી આપતા કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની શકયતા છે. ચક્રવાતમાં મનીલાના દક્ષિણ-પૂર્વના પર્વતીય વિસ્તાર બિકોલમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે. પહાડો…
સુરતના માંગરોળ તાલુકાના કંટવા ગામે ઓવરબ્રિજ બનાવવાની માંગણી મુદ્દે 8થી વધુ ગામના લોકોની બેઠક યોજાઇ હતી. સાવા ગામ પાસે આવેલી સાવા ચોકડી ખૂબ જ જોખમી હોવાથી અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગણી છેલ્લા ઘણા વર્ષોથી ઉઠી રહી છે. આ જોખમી ચોકડી પર અકસ્માતને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સુરત અને ભરૂચ જિલ્લાના 15થી 20 ગામોને સીધી અસર કરે છે. પરંતુ ચોકડી 45 ડિગ્રી ક્રોસમાં આવેલી હોવાથી અકસ્માતની શક્યતા ખૂબ જ વધી જાય છે. છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો દ્વારા આ મામલે ધારાસભ્યો તેમજ સાંસદો સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી અહીં બ્રિજ બન્યો…
નવું વર્ષ શરૂ થવાની સાથે જ ગુજરાત ભાજપમાં ફેરબદલના ભણકારા વાગી રહ્યા છે. જસદણમાં સામા પ્રવાહે તરીને ચૂંટણી જીતેલા કુંવરજી બાવળીયાને દિલ્હીનું તેડું આવતા ગાંધીનગરમાં ગરમાગરમ ચર્ચાએ જોર પકડ્યું છે. કુંવરજીને પ્રમોશન મળી રહ્યું હોવાની અટકળો પણ ચાલી રહી છે. અગાઉ અમે લખ્યું હતું કે કોળી સમાજને પોતાની સાથે રાખવા માટે ભાજપ કુંવરજીને કેબિનેટ મંત્રી કરતાં પણ વધુ પ્રમાણમાં પ્રમોટ કરવા અંગે વિચારણા કરી રહ્યો છે. ભાજપ હાઈ કમાન્ડ ગુજરાત મામલે ત્રિવિધ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. સ્મૃતિ ઈરાનીને સીએમ બનાવી, ડેપ્યુટી સીએમ રાખવા અને અથવા તો ડેપ્યુટી સીએમની પોસ્ટ જ સમાપ્ત કરવી. આ ઉપરાંત કુંવરજીને સીએમની કમાન સોંપી…
વાલિયા ની સીલુડી ચોકડી પાસેની એક બંધ હોટલ ના કમ્પાઉન્ડ માં ટેન્કર ચાલક ની મીલીભગત થી ચાલતું કેમિકલ ચોરી નું કૌભાંડ વાલિયા પોલીસે ઝડપી પાડી કુલ ૧૩ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલીયા નજીક આવેલ સીલુડી ચોકડી પાસેની બાપા સીતારામ હોટલ ના કમ્પાઉન્ડ માં સર્વિસ સ્ટેશન પાસે સીલુડી ચોકડી ખાતે રહેતો ઉપેન્દ્ર ડોડીયા નજીકમાં આવેલ ગોદરેજ કંપની માંથી એઓએસએલ ૪૬ નામ નું કેમિકલ ભરીને જતા ટેન્કર ચાલકો સાથે મીલીભગત દ્વારા કેમિકલ ચોરી નું કૌભાંડ આચરી રહ્યો હોવાની બાતમી વાલિયા પોલીસ મથકના…
દર વર્ષની શરૂઆતમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીની જાણવામાં આવે છે. હવે જ્યારે 2019 શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે લોકો એ જાણવા ઉત્સુક છે કે આ વખતે તેમણે શું ભવિષ્યવાણી કરી છે. ફ્રાન્સના ભવિષ્યવેત્તા માઈકલ ધ નાસ્ત્રેદમસને એટલા માટે યાદ કરવામાં આવે છે કારણકે આશરે 400 વર્ષ પહેલા તેમણે ઘણી ભવિષિયવાણી કરી હતી. જેમાંથી ઘણી સાચી સાબિત થઈ છે. તેમાં રાજકુમારી ડાયનાનું મૃત્યુ. જર્મનીના શાશક એડોલ્ફ હીટલરનો ઉદય, પરમાણુ બોમ્બ, દ્વિતિય વિશ્વયુદ્ધ અને 911 ની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવે છે. પણ વર્ષ 2019 માં તેમણે એવી કંઈક ભવિષ્યવાણી કરી છે,જે સાંભળીને તમે ડરી જશો. તેમણે કહ્યું છે કે 2019 ની શરૂઆત પ્રાકૃતિક સમસ્યાઓથી…
આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના કંથારીયા ગામ નજીક બાઇક અને મીની લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મીની લકઝરી બસ માં ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા જંબુસર તરફ જઇ રહેલા એક પરિવાર ની બાઇક ને અડફેટે લીધું હતું.. બાઇકને અડફેટે લેતા ઘટના સ્થળે જ બાઇક પર સવાર પિતા-પુત્ર અને માતા નું મોત થયું હતું તેમજ એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. બાઇક અને મીની લકઝરી વચ્ચે સર્જાયેલ અકસ્માત ના પગલે એક સમયે ભરૂચ-જંબુસર ને જોડતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.સ્થનિકોએ મીની લકઝરી બસ ના ચાલકને ઝડપી…
સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરાયાના જામીન રદ કરવા માટે સુરત પોલીસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરાછા વિસ્તારમાં ટ્રાફીક પોલીસ સાથેના વિવાદમાં અલ્પેશ કથીરાયા વિરુદ્વ પાંચ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને તેમાંથી બે કેસમાં જામીન પર છૂટકારો થયો છે જ્યારે ત્રણ કેસમાં કાર્યવાહી બાકી રહેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ સાથેના વિવાદ અને ત્યાર બાદ લોકઅપમાં કથીરીયા દ્વારા પોલીસ અધિકારીઓને આપવામાં આવેલી ગાળોના અનુસંધાને વીડિયો વાયરલ થયો હતો. સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું હતું કે રાજદ્રોહના કેસમાં કથીરીયાને શરતી જામીન આપવામાં આવ્યા છે. અને વરાછા વિસ્તાર તથા કોર્ટ સંકુલમાં…
કોંગ્રેસ પૂર્વ નેતા સજ્જન કુમારે 1984 ના શીખ-વિરોધી રમખાણો સંબંધિત કેસમાં આજે સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું, કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે. દિલ્હી હાઇકોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સજ્જન કુમારને શરણે થવા માટે 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપી હતી. સજ્જનકુમારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદિતિ ગર્ગ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેમને મન્ડોલી જેલ મોકલી આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે 17મી ડિસેમ્બરે 1984ના શિખ વિરોધી રમખાણ મામલે ચૂકાદો આપી તમામ દોષીઓને 31મી ડિસેમ્બર સુધી આત્મસમર્પણ કરવાની મહેતલ આપી હતી. પૂર્વ પાર્ષદ બલવાન ખોખીયાર, નૌસેના સેવા-નિવૃત્ત અધિકારી કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ સહિતના આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે…