મીલ અને ફેક્ટરીમાં વારંવાર આગ અને કરંટ લાગવાની ઘટના બનતી રહે છે. જેમાં પાંડેસરાની રાણી સતી મીલમાં સવારે 6 વાગ્યે કરંટ લાગવાની ઘટનામાં 28 વર્ષના એક યુવાનનું મોત નિપજ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિનેશ મોહનલાલ મોર્ય યુુપીનો રહેવાસી હતો, જે કામકાજ અર્થે સુરતમમાં આવ્યો હતો. મીલમાં વહેલી સવારે છ વાગ્યે કરંટ લાગતા તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના પરીવારમાં એક પત્ની અને તેના બે બાળકો હતા, જે પિતા વિહોણા બન્યા હતા. યુવાન પોતે ઘરમાં એક કમાનાર વ્યક્તિ હતો. યુવકની મોત સાથે ઘરનો આધાર સ્તંભ પણ ભાંગી પડ્યો
કવિ: Satya-Day
સુરતના પુણા વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા દલિત પુરુષે આત્મહત્યા કરતા પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ભાવેશ રાઠોડ નામના દુકાનદારે વ્યાજખોરોના આતંકથી આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઈડ નોટ પરથી જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ ભાવેશ રાઠોડે પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. પચાસ હજારની સામે વ્યાજના રૂપિયા ભરવામાં ભાવેશ રાઠોડ પર વ્યાજે નાણા આપનારા વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતો હતો અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. વ્યાજખોરોએ પચાસ હજારની સામે લાખો રૂપિયા બાકી હોવાનું કાઢ્યું હતું. વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળીને ભાવેશ રાઠોડે ગઈકાલે સાંજે અનાજમાં નાંખવાની ગોળીઓ ગળી લીધી હતી. ભાવેશ રાઠાડે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું…
સુરતના પોશ એરિયા વેસુમાં હવે સ્પામાં કામ કરતી યુવતીઓ માટે સલામતી જણાઈ આવી રહી નથી. વેસુમાં આવેલા સ્પામાં કામ કરતી યુવતી સાથે સેક્સ માણવા માટે ટપોરીઓએ એવું કૃત્ય આચર્યું કે જેના કારણે યુવતીએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ સુરતના પોશ એરિયા વેસુમાં આવેલા રાજમંદિર પ્લાઝામાં માખનભોગના ઉપરના માળે સ્પા આવેલું છે. આ સ્પામાં એક યુવતી કામ કરે છે અને અહીં આવતા ગ્રાહકોને મસાજ કરે છે. સ્પામાં મસાજ કરનારી યુવતી સાથે શરીર સુખ માણવાની માંગ નહીં માનતા ત્રણ બદમાશો તલવાર અને ચપ્પુ લઈને ધસી આવ્યાં હતા અને સ્પામાં તોડફોડ કરી સંચાલકને માર માર્યો હતો. આ ઘટના…
૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ ચાલુ વર્ષની વિદાય તથા નવા વર્ષની ઉજવણીનો તહેવાર થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને અઠવાગેટ થી ડુમસ લંગર સુધીના રોડ ઉ૫ર મોટી સંખ્યામાં જાહેર જનતા પોતાના ૫રિવારો સાથે રોડ ઉ૫ર વાહનોમાં ફરવા નીકળવાના હોઈ ટ્રાફિક નિયમન માટે પોલિસ કમિશનર સતીષ શર્માએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ તા.૩૧/૧ર/૨૦૧૮ ના રોજ સાંજે ૬.૦૦ થી તા.૧/૧/ર૦૧૯ ના વહેલી સવારના ૦૩-૦૦ વાગ્યા સુધી વાહનો અઠવાગેટથી ડુમસ તરફ જઇ શકાશે. પરંતુ ડુમસથી પરત અઠવાગેટ તરફ આવતા વાહનો વાયા જંકશન મુખ્ય માર્ગને અડીને આવેલા તમામ ગલી-નાકામાંથી મુખ્ય માર્ગ ઉપર પ્રવેશ કે પાર્કીંગ કરી શકાશે નહીં. ડુમસ તરફથી આવતા વાહનો વાયા જંકશન…
ATM કાર્ડમાં ફેરફાર બાદ હવે પાસપોર્ટમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. જી હા. વિદેશી મંત્રાલય ચાપવાળા ઈ-પાસપોર્ટ રિલીઝ કરવા જઈ રહ્યું છે. જેમાં એડવાન્સ સિક્યોરીટી ફિચર અને બહેતર પ્રિન્ટીંગ તથા પેપર ક્વોલીટી પણ બેસ્ટ હશે. ઈ-પાસપોર્ટનું મેન્યુફેક્ચરીંગ નાસિકના ઈન્ડિયન સિક્યોરીટી પ્રેસમાં તશે. ISP ને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્ય ખાંચા અને ઓપરેટીંગ સિસ્ટમ લેવા માટે ચેન્ડર મૂકવા માટે પરવાનગી આપવામાં આવી છે. આ પ્રક્રીયા પુર્ણ થઈ જાય પછી ઈ-પાસપોર્ટનું કામ શરૂ કરવામાં આવશે. આ ઈ-પાસપોર્ટમાં લગાવવામાં આવેલી ચીપમાં તમારી બધી ડિટેલ્સ, બાયોમેટ્રીક ડેટા અને ડિજીટલ શાઈનને સ્ટોર કરવામાં આવશે. જો કોઈ પણ પાસપોર્ટ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટ સેવા…
ભાવનગરના ગારિયાધારમાં જાહેર રસ્તા પરના દબાણ હટાવવા મુદ્દે મહિલાઓએ નગર પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીના પ્લોટ ધારકે જાજર રસ્તા આડે દીવાલ ચણી લીધી છે. જેથી કૈલાસનગરના લોકોને બે થી ત્રણ કીમી ફરીને જવું પડે છે. શાળાએ બાળકોને લાવવા મુકવા ફરીને જવું પડે છે. જે દબાણ અંગે સ્થનિકો દ્વારા દબાણ હટાવવા આક્રોશ સાથે રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી તંત્ર આ દબાણ હટાવી શક્યું નથી. જેથી આજે ફરીવાર આ વિસ્તારના લોકો નગરપાલિકા ઓફિસ દોડી ગયા હતા. જ્યાં મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ હોબાળો મચાવ્યો હતો. અને તાકીદે દબાણ દૂર કરવા ઉગ્ર રજુઆત કરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં 55 દેશોની મુલાકાત લીધી છે.જેના પગલે તેઓ એક નવો રેકોર્ડ બનાવવાની નજીક છે. જો તે લોકસભા ચૂંટણી પહેલા બીજા બે દેશોનો પ્રવાસ કરે છે તો વડાપ્રધાન તરીકે દુનિયાના સૌથી વધુ દેશોની યાત્રા કરનાર બીજા પીએમ બનશે. ઈંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે સૌથી વધારે 113 વિદેશ પ્રવાસ કર્યા હતા.જેમાં કોઈ દેશની એકથી વધુ મુલાકાત સામેલ છે. આ જ રીતે મનમોહનસિંહે 93 વિદેશ પ્રવાસ કર્યા હતા.વડાપ્રધાન મોદી 55 દેશોની 92 વખત મુલાકાત લઈ ચુક્યા છે. જોકે મનમોહનસિંહે આટલી વિદેશ યાત્રા પોતાના 10 વર્ષના કાર્યકાળમાં કરી હતી.જ્યારે પીએમ મોદીએ 4 વર્ષ અને સાત મહિનામાં 92 વખત…
અગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઈપી હેલિકોપ્ટર સંધીના બાબતે ધરપકડ કરવામાં આવેલા વોચોલીયે ક્રિશ્ચન મિશેલે પુછપરછ દરમિયાન મિસિસ ગાંધીનું નામ આપ્યું છે. આ જાણકારી ઈડીના વકીલે આપી છે. ઈડીએ 7 દિવસના રિમાન્ડ બાદ ક્રિશ્ચન મિશેલને પટીયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો છે. પુછપરછ દરમિયાન ઈડીના વકીલે કોર્ટમાં જણાવ્યું છે કે મિશેલે શ્રીમતી ગાંધીનું નામ લીધું છે. આ સાથે તેમણે સન ઓફ મિસિસ ગાંધીનું પણ નામ લીધું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ લોકો વાતચિત માટે કોડનો ઉપયોગ કરતા હતા. હવે તેઓ ક્યાં -ક્યાં મિટીંગ કરતા હતા તે જાણવાનું છે આ સાથે તેઓ કયા અધિકારીઓે મળતા હતા તે પણ જાણકારી મેળવવાની છે. બીજી…
સુરત શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાંની સાથે જ નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ સામગમટે રાજીનામા ધરી દેતા સુરત કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોવાનું જણાઈ આવી રહ્યું છે. નવા માળખાની જાહેરાત સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ 175 જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યા છે તેમણે પોતાના રાજીનામા ધરી દીધા છે. જવાહર ઉપાધ્યાયે સુરત કોંગ્રેસ પ્રમુખને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે…
કહેવાય છેકે, રાજકારણમાં કોઇ સિદ્ધાંત કે મુલ્યો હોતાં નથી. આ વર્તમાનમાં તમામ રાજકિય પાર્ટીઓ માટે ફીટ બેસે છે. જે ગાંધીના મુલ્યો સાથે ભાજપ કે આરએસએસને સનાન સૂતકનો પણ સંબંધ નથી. જે રાજનેતાઓ ગાંધીના આદર્શો કે મુલ્યોને ઘોળીને પી ગયા છે. ત્યારે, હવે ચૂંટણી નજીક આવતાં ગાંધીના માર્ગે વાળવાની વેતરણ કરવા લાગ્યા છે. ત્યારે, ભાજપ પણ આખરે ગાંધીના માર્ગે જવા પ્રયાસમાં લાગી ગયું છે. તો, શું હવે સરદારના નામે ચૂંટણીની વેતરણી પાર પડે તેમ ન હોવાથી ગાંધીનો આશરો લીધો છે કે કેમ તેવો રાજકીય આલમમાં મત પ્રવર્તી રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી…