શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞેશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં…
કવિ: Satya-Day
(સૈયદ શકીલ દ્વારા) : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કીંગ ખાન શાહરુખ ખાન માટે કપરો કાળ ચાલી રહ્યો છે. સતત 6 ફિલ્મોની નિષ્ફળતાનો ગ્રાફ શાહરુખ ખાનનાં લલાટે લખાઈ ગયો છે. શાહરુખ ખાન પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવામાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે અને આ ફિલ્મ ઉદ્યોગ માટે હવે નવા કીંગની શોધ કરવાના વારો આવી રહ્યો છે. હાલમાં રિલીઝ થયેલી મહત્વકાંક્ષી ફિલ્મ ‘ઝીરો’ની બોક્સ ઓફીસ હાલત અત્યંત દયનીય છે. શાહરુખ ખાનના ગ્રાફને જોઈએ તો 2014 એટલે કે પાછલા ત્રણ વર્ષમાં તેણે સફળતાનો ભરપૂર સ્વાદ ચાખ્યો નથી. રેડ ચિલ્લીઝ જેવાં હોમ પ્રોડક્શન હેઠળ બની રહેલી શાહરુખની ફિલ્મો ટપોટપ ફ્લોપ થવાના કારણે પ્રોડ્યુસર માટે તેને સાઈન…
હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહેલી પીએમ મોદીની સભામાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ પલટી ખાઈ જતા 35 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.જેમાંથી પાંચની હાલત ગંભીર છે. આજે હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકારને એક વર્ષ પુરા થવા નિમિત્તે પીએમ મોદીની રેલી યોજવામાં આવી છે.આ રેલીમાં ભાગ લેવા માટે નગરોટા સુરિયાના કોમ્પ્યુટર સેન્ટરના બાળકો બસમાં ધર્મશાળા જઈ રહ્યા હતા ત્યારે આ બસ રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. 32 લોકોની ક્ષમતાવાળી બસમાં 45 બાળકોને બેસાડવામાં આવ્યા હતા.
સુરત સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શનલ હોલ ખાતે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. તેમના હસ્તે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 2,300 જેટલા શિક્ષિત યુવાનોને ઍપ્રેન્ટિસ કરાર પત્રો -રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા. જેના પગલે 2,300 યુવાનોને ચાલુ નોકરીએ તાલીમ ઉપલબ્ધ થશે. શાળા છોડ્યા બાદ આઇટીઆઈ, ડિપ્લોમા-ડિગ્રી પાસ યુવાનોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમોમાં ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો લાભ મળશેવ્યવસાયોમાં યુવાધનને કૂશળ બનાવી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઍપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
ખેડા તાબે આવેલી ઓનલાઈન બિઝનેશ કરતી એક કંપનીનું આપખુદ વલણ ૩૦૦થી વધારે યુવાનો માટે ઘાતક સાબિત થયુ છે. કંપની દ્વારા અગાઉ ૧૨૦ જ્યારે આજે ૬૬ યુવાનોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢતા વિરોધના વંટોળ ફરી વળ્યા છે. કંપનીના નિર્ણય સામે યુવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે, અને તાત્કાલિક ધોરણે યુવાનોને નોકરી પર પરત લેવાની માંગણી કરી છે. આ સમગ્ર ઘટના બપોર બાદ પ્રકાશિત થઈ હતી. કંપની દ્વારા ૬૬ નવયુવાન કર્મચારીઓને કેન્ટીનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું હતુ કે આવતીકાલ એટલે કે ૨૭ ડિસેમ્બરથી તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવે છે. કંપનીએ યુવાનોને જણાવ્યુ હતુ કે તમામ કર્મચારીઓને ફક્ત ૨૫ ડિસેમ્બરના સમય સુધી…
ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓ સહિત અનેક યુવા નેતાઓએ હાલના પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જૂથની સામે મોરચાબંધી કરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. અર્જુન મોઢવડીયાના ગાંધીનગર ખાતેના નિવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ એકત્ર થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે નેતાઓએ વિચારણા કરી હતી, હવે આ તમામ નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે તજવીજ કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન મોઢવડીયાએ કહ્યું કે કોંગ્રેસને 2019ની ચૂંટણીમાં મજબૂત કરવા માટે એકત્ર થયા છે. પાર્ટી વિરુદ્વનું કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. સિનિયર નેતાઓ મળ્યા છે અન ચોક્કસ નેતાઓને જ નિમંત્રણ આપવામાં…
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા છેલ્લા 6 વર્ષમાં પરમીટ ધારકોને કરોડોની કિંમતનો લગભગ 3.33 કરોડ લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે. રાજ્યમં છેલ્લા 3.65 લાખ લોકોને દારૂની પરમિટ આપવામાં આવી છે. જેમાં 52 હજાર ગુજરાતના નાગરિકો તથા 3.13 લાખ લોકોને ટુરસ્ટ પરમિટ અને વઝીટર્સ પરમિટ અપાઈ છે. ગજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તેમજ એકાદ વર્ષ પહેલા સરકારે કાયદાને વધુ કડક બનાવ્યો હતો. દરમિયાન તાજેતરમાં જ સુરતમાંથી દારૂની મહેફીલ માણતી મહિલાઓને ઝડપી લીધી હતી. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી આરોગ્ય સહિતના કારણોસર 72 હજાર કરતા વધારે દારૂની પરમિટ આપવામાં આવી છે. જમાં 42 હજાર પરમિટ આરોગ્યને લઈને આપવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર…
અમેરિકામાં આગની એક ઘટનામાં ત્રણ ભારતીય બાળકોનું મોત નિપજ્યું છે. ત્રણ બાળકો સગા ભાઇ-બહેન હતા. જેમા 2 છોકરીઓ અને એક છોકરાનું મોત થયું છે. આ ઘટના કોલિરવિલેની છે જેમાં છ લોકો ફસાઇ ગયા, જેમા આ ત્રણ બાળકો પણ શામેલ હતાં. રિપોર્ટ અનુસાર, ક્રિસમસની રાત્રે 11 વાગે કોડ્રિએટ હોમમાં આગ લાગી હતી, જેમા આ તમામ લોકો ફસાઇ ગયા હતાં. કોડ્રિએટ પરિવાર રાત્રે ઉજવણી કરી રહ્યું હતું જેમા આ ત્રણ બાળકો પણ સામેલ થયા હતાં. આ ત્રણે બાળકોનો અભ્યાસ અમેરિકામાં જ ચાલી રહ્યો હતો. કોલિરવિલે બાઇબલ ચર્ચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું,’નાયક પરિવાર (પીડિત પરિવાર) ભારતમાં એવા મિશનરી સાથે જોડાયેલ છે, જેનું અમારું…
વ્યૂહરચના માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના ટોચના આગેવાનો અને પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા ભાજપના પ્રમુખો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના પ્રભારી તરીકે ઓ.પી માથુરને ફરીથી જવાબદારી સોપી છે. લોકસભાની ચૂંટણીમાં ઉજ્જવળ દેખાવ કરનાર ઓપી માથુરને ફરીથી ગુજરાતમાં લોકસભાની જવાબદારી સોપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામ બેઠકો જીતીને રાજ્યમાં કેસરિયો લહેરાવવા અને તેને અનુલક્ષીને રાજ્ય વ્યાપી કાર્યક્રમ તેમજ બેઠકો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. હાલમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબ્જો છે. ત્યારે,…
જો તમે વધુ વીજ બિલથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ટૂંક સમયમાં જ વીજ બિલ તમારા ઘરે આવશે નહી અને તેની શરૂઆત આવતા વર્ષે એટલે કે 2019થી થશે. મોદી સરકારએ દરેક લોકોને રાહત આપતા નિર્ણય લીધો છે કે આગળના ત્રણ વર્ષમાં દેશભરના બધા જ વીજળીના મીટરોને પ્રી-પેડમાં બદલવામાં આવશે. ઉર્જા મંત્રાલયના આ નિર્ણયનો ઉદ્દેશ્ય વીજળીના ટ્રાન્સમીશન તેમજ વિતરણમાં થનારી ખોટને ઘટાડવાનો છે. આ સાથે જ વિતરણ કંપનીઓની સ્થિતિ સુધરશે અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. પેપર બિલની વ્યવસ્થાના અંત સાથે જ બિલની ચુકવણીમાં પણ સરળતા રહેશે. સરકારના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટર ગરીબોના હિતમાં છે કારણ કે, ગ્રાહકોને…