અમેરિકામાં આગની એક ઘટનામાં ત્રણ ભારતીય બાળકોનું મોત નિપજ્યું છે. ત્રણ બાળકો સગા ભાઇ-બહેન હતા. જેમા 2 છોકરીઓ અને એક છોકરાનું મોત થયું છે. આ ઘટના કોલિરવિલેની છે જેમાં છ લોકો ફસાઇ ગયા, જેમા આ ત્રણ બાળકો પણ શામેલ હતાં. રિપોર્ટ અનુસાર, ક્રિસમસની રાત્રે 11 વાગે કોડ્રિએટ હોમમાં આગ લાગી હતી, જેમા આ તમામ લોકો ફસાઇ ગયા હતાં. કોડ્રિએટ પરિવાર રાત્રે ઉજવણી કરી રહ્યું હતું જેમા આ ત્રણ બાળકો પણ સામેલ થયા હતાં. આ ત્રણે બાળકોનો અભ્યાસ અમેરિકામાં જ ચાલી રહ્યો હતો. કોલિરવિલે બાઇબલ ચર્ચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું,’નાયક પરિવાર (પીડિત પરિવાર) ભારતમાં એવા મિશનરી સાથે જોડાયેલ છે, જેનું અમારું…
કવિ: Satya-Day
વ્યૂહરચના માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના ટોચના આગેવાનો અને પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા ભાજપના પ્રમુખો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના પ્રભારી તરીકે ઓ.પી માથુરને ફરીથી જવાબદારી સોપી છે. લોકસભાની ચૂંટણીમાં ઉજ્જવળ દેખાવ કરનાર ઓપી માથુરને ફરીથી ગુજરાતમાં લોકસભાની જવાબદારી સોપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામ બેઠકો જીતીને રાજ્યમાં કેસરિયો લહેરાવવા અને તેને અનુલક્ષીને રાજ્ય વ્યાપી કાર્યક્રમ તેમજ બેઠકો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. હાલમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબ્જો છે. ત્યારે,…
જો તમે વધુ વીજ બિલથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ટૂંક સમયમાં જ વીજ બિલ તમારા ઘરે આવશે નહી અને તેની શરૂઆત આવતા વર્ષે એટલે કે 2019થી થશે. મોદી સરકારએ દરેક લોકોને રાહત આપતા નિર્ણય લીધો છે કે આગળના ત્રણ વર્ષમાં દેશભરના બધા જ વીજળીના મીટરોને પ્રી-પેડમાં બદલવામાં આવશે. ઉર્જા મંત્રાલયના આ નિર્ણયનો ઉદ્દેશ્ય વીજળીના ટ્રાન્સમીશન તેમજ વિતરણમાં થનારી ખોટને ઘટાડવાનો છે. આ સાથે જ વિતરણ કંપનીઓની સ્થિતિ સુધરશે અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. પેપર બિલની વ્યવસ્થાના અંત સાથે જ બિલની ચુકવણીમાં પણ સરળતા રહેશે. સરકારના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટર ગરીબોના હિતમાં છે કારણ કે, ગ્રાહકોને…
ગોરધન ઝડફીયાને ભાજપે છેલ્લા 3 વર્ષથી ગુજરાત કિસાન સંધની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ તેમને આદીવીસી યાત્રાનું મધ્ય ગુજરાતનું સુકાનીપદ સોપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેમણે પાટીદાર સમાજ સાથે તાલમેલ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના લોકસભાની પ્રભારી બનાવી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગોરધન ઝડફીયાને રાષ્ટ્રીય પલક પર મોટી જવાબદારી સોંપી છે. ગોરધન ઝડફીયાના શુભેરછકો અને મિત્ર વર્તુળમાં સોંપવામાં આવેલી જવાબદારીના કારણે આનંદના લાગણી જોવા મળી છે, ગોરધન ઝડફીયાએ કહ્યું કે મને જે જવાબદારી સોપી છે તે માટે હું રાષ્ટ્રીય નેતૃત્વનો આભારી છું.
ભરુચ જિલ્લાના જંહુસરના કાવી-કંબોઈ દરિયામાઁતી ડોલ્ફીન માછલી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. મળતી માહિતી પ્રમાણે ભરૂચના જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કંબોઈ દરિયામાંથી માછીમાર લોકો મચ્છી પકડવા ગયા હતા ત્યારે માછીમારની જાળમાં 2 ક્વિન્ટલના વજનની ડોલ્ફીન માછલી આવી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્મારણે સ્થાનિક માછીમારોએ ડોલ્ફીનને ઉંડા પાણીમાં લઈ જઈને છોડી મુકી હતી. આ પહેલા અગાઉ પણ બે વખત આ દરિયાકીનારે ડોલ્ફીન માછલી મળી આવી હતી. ડોલ્ફીનને જોવા માટે દરીયાકીનારે લોકો ઉમટી પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મિલ્ક સપ્લાયર ડેરી સુમુલ ડેરીએ ફેટ દુધના ભાવમાં પ્રતિ કિલો 10 રૂપિયાનો ઘટાડો કરતાં પશુપાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અત્યાર સુધી દુધના ફેટ માટે જે રૂપિયા ચૂકવવામાં આવતા હતા તેમાં ઘટાડો થવાના કારણે પશુપાલકોને મહિને કરોડો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ખેડુત આગેવાન જયેશ પટેલ જણાવ્યું કે સુમુલ ડેરીએ ઘટાડો કરતાં પશુપાલકોની સ્થિતિ કફોડી થઈ જશે. દુધના ફેટના ઘટાડાના કારણે પશુપાલકોને મળતા વળતરમાં સીધો રોજનો 10થી 12 લાખ રૂપિયાનો ફટકો પડી શકે તેમ છે. આવનાર દિવસોમાં સુમુલના બોર્ડને રજૂઆત કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. વિગતો મુજબ સુમુલ ડેરીએ ભેંસના દુધનો એક…
ગુજરાતમાં હાલ છેલ્લા એક અઠવાડિયામાં જ પ્રવાસી બસના અકસ્માતની બે ઘટનાઓ બની છે અને તેમાં ઘણા બાળકોના મોત નિપજ્યા છે. આ સાથે હજી ઘણા બાળકો સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટનાને પગલે અકસ્માત રોકવા માટે સરકારે આ એક મોટો નિર્ણય કર્યો છે. આજ રોજ ગુજરાત સરકારે પ્રવાસ માટે ફરતી બસો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં પ્રવાસને લગતા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસમાં થતા અકસ્માત રોકવા માટે રાતના 11 વાગ્યાથી સલારના 6 વાગ્યા સુધી પ્રવાસ કરી શકાશે નહીં. જો…
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે રાજકીય વાતાવરણ તંગ થયું છે. હવે યોગગુરૂ બાબા રામદેવના નિવેદનમાં પણ જોવા મળ્યું કે, તેઓને પણ પીએમ મોદીની જીત પર વિશ્વાસ નથી. યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે, દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એવું કહી ના શકાય કે આગામી પ્રધાનમંત્રી કોણ બનશે. હું રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. ના તો કોઈને મારૂ સમર્થન છે ના તો કોઈનો વિરોધ. અમારો લક્ષ્ય માત્ર સાંપ્રદાયિક કે હિન્દુ ભારત બનાવવાનો નથી. અમે ભારત અને વિશ્વને આધ્યાત્મિક બનાવવા માગીએ છીએ. જો કે, રામદેવ બાબાના આ નિવેદનને રાજકારણ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. કારણકે પાંચ…
વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાની વધુ એક ઘટના પાંડેસરમાં બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવાને વ્યાજખોરના આતંકથી આત્મહત્યા કરી છે. પાંડેસરાના યુવાને આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવાન પાંડેસરાના લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. વ્યાજખોરના ત્રાસથી તેણે પોતાના પર કેરોસીન છાંટીને આત્મદાહ કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ પહેલા પણ તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાંડેસરા પોલીસે યુવાનની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.
ગઈકાલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વક્ફનાં ઓથા હેઠળ ગુજરાત ભરના મુસ્લિમોને એકત્ર કરાવ્યા અને બરાબરના ભાંડ્યા અને કોસ્યા. ભાજપને વોટ કેમ આલતા નથી? બાકી હતું તે કોંગ્રેસને આડે હાથે લીધી. બન્ને બાપલાને કહેવાનું મન થાય છે કે ભાઈઓ, પ્રોગ્રામ વક્ફ બોર્ડનો હતો તો વક્ફની વાત કરવાની હતી. તમારા નેતાઓએ વક્ફની મહામૂલી જમીનો પર કબ્જા કર્યા તેની સામે કાર્યવાહી કરવાની વાત કરવાની હતી. વક્ફની જમીનોને ભાજપ હસ્તકની મહાનગરપાલિકાઓએ વિકાસના નામે લઈ લીધી છે તેની વાત કરવાની હતી, વક્ફ બોર્ડ માટે ભેગા થયેલા મુસ્લિમ સમાજને કોંગ્રેસના નામના મેણાં-ટોણાં મારવાની જરૂર ન હતી.…