અફ્ધાનીસ્તાનમાં થયેલા એક આંતંકવાદી હુમલામાં 29 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા ઠછે. આ આત્મધાતી હુમલો કાબુલના સરકારી પરિસરમાં થયો હતો. આ બોમ્બ ધડાકાની સાથે જ બંદુકધારીએ ફાયરીંગ કરીને લોકોને પોતાના નિશાન ૂનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અફ્ધાન પાટનગરમાં આ હિંસાનો સૌથી મોટો કેસ છે. લગભઘ 1 કલાક સુધી ચાલેલા ગોળીહબારમાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય લોકો છે. આ હુમલાની હજી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
કવિ: Satya-Day
સુરતની પ્રવાસી બસને એક્સિડન્ટ નડ્યા બાદ અમદાવાદની સ્વામી વિવેકાનંદ સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી બસને ગોધરામાં અકસ્માત નડતા 23 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને કંડક્ટરનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો, જેની પોલીસ તપાસ હાથ ઘરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદની સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી પ્રવાસી બસ મધ્ય પ્રદેશના પ્રવાસે જઈ રહી હતી. જેમાં ગોધરા પાસે ડ્રાઈવરે ઢાળ પર કન્ટ્રોલ ગુમાવતા બસ ઢાળમાં સ્લીપ થઈ ગઈ હતી, જેમાં 24 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાળકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પણ આ ઘટનામાં…
સુપ્રીમ કોર્ટ 4 જાન્યુઆરીએ અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અયોધ્યા મામલામાં સુનાવણી સ્થગિત કરવા માટે સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે જ આ મામલામાં તાત્કાલિક આધાર પર અને સમયસર રીતે સુનાવણી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. સોમવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ટાઈટલ સૂટ મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી ઈચ્છે છે. જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રામ મંદિર મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી થાય. જેથી આ મુદ્દાને જલ્દીથી ઉકેલ કરી શકાય. ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ…
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એન્વાયર્નમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી (ઈપીસીએ) દ્વારા સોમવારે પ્રદૂષણનું વધુ પ્રમાણ ધરાવતા સ્થળોએ ઓદ્યોગિક પ્રવૃતિઓ પર અને સમગ્ર દિલ્હી-એનસીઆરમાં બાંધકામ પ્રવૃતિઓ પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ દેશની રાજધાનીમાં વ્યાપેલા ‘ગંભીર’ વાયુ પ્રદૂષણના કારણે આપવામાં આવ્યો છે. દિલ્હીમાં દિવાળી પછી ફરી સૌથી વધુ પ્રદૂષણનો માહોલ છવાયો છે. શહેરની હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે સોમવારે પણ ‘ગંભીર’ની શ્રેણીમાં રહી છે. હવામાન સંબંધિત કારણોથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દિલ્હીમાં ખાસ કરીને વઝીરપુર, મુંડકા, નારેલા, બવાના, સાહિબાબાદ અને ફરિદાબાદ જેવા વિસ્તારોમાં બુધવાર સુધી ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવામાં આવશે. ઈપીસીએના ચેરપર્સન ભૂરે લાલે એક…
થોડા વર્ષ પહેલાં, અક્ષય કુમાર પોતાની નાગરિકતા અંગે વિચિત્ર વિવાદમાં ફસાયો હતો . તે બોલિવુડના એક મુવીના શુટીંગમાં ગયો હતો ત્યારે લંડનના એક એરપોર્ટમાં તેના પાસપોર્ટને કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સમાચાર એજન્સીઓને ખબર પડી કે તે ભારતીય નહી પણ કૅનેડિયન પાસપોર્ટ ધરાવે છે. જો તમે તેનું વિકિપીડિયા પૃષ્ઠ તપાસો તો પણ તેની નાગરિકતા કૅનેડિઅન તરીકે સૂચિબદ્ધ છે. હાલમાં સશિયલ મિડીયા પર અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે પોતાને કેનેડિયન તરીકે જાહેર કર્યા છે અને પોતાની ભવિષ્યની યોજના વિશે ખુલાસા કર્યા છે. કેનેડાના ટોર્નેટોમાં એક ઈવેન્ટ દરમિયાન તેણે જણાવ્યું હતું કે ‘મારે તમને એક વાત કહેવી છે.…
સુરતના મોટા વરાછા વિસ્તારમાં 261 પિતા વિહોણી દીકરીઓના ભારે ધામધૂમ પૂર્વક સમુહ લગ્નનું આયોજન થયું. જેમાં સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ ચાર દિકરીઓનું કન્યાદાન કરીને પિતા તુલ્ય ભૂમિકા પણ અદા કરી હતી. લાડકડી લગ્નોત્સવમાં 261 જેટલી દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂવાત કરી હતી. પિતા વિહોણી 261 દિકરીઓમાં 6 મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓનો પણ સમાવેશ થતો હતો. તેઓને તેમના ધર્મની પરંપરા અને રીતરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
નવસારીમાં આજે મોડી સાંજે બસ ડેપોમા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના જાન ગયા છે જ્યારે છથી સાત લોકોને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. ઘટના વિગતો મુજબ મોડી સાંજે એસટી બસના કારણે ગોઝારા અક્સમાતનાં લીધે બસ ડેપોમાં પરિવારજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદન કંપારી છોડાવનારા હતા. સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા સમયે બેઠા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી GJ18-Y,6575 નંબરની એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ હતી. ભારે અંધાધૂંધી સર્જાઈ જવા પામી હતી.જાન બચાવવા માટે મુસાફરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. પરંતુ બસની અડફેટમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. વધુ વિગત મુજબ બસની બ્રેક ફેલ…
ગુજરાતમાં વધતા જતાં શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મોબીલિટી લેંડ અર્બન ડેવલપમેન્ટ પર સેમિનારનું આયોજન વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે સેમિનાર અને લેક્ચર સિરીઝ પણ યોજાશે. શહેરી વિકાસના અગ્ર સચિવ મુકેશ પુરીએ આ અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા શહેરોના ઝડપથી વધી રહેલા વિકાસની સાથે સાથે તેમાં ઉદ્ભવતી સમસ્યાને દુર કરવા અને પડકારોનો સામનો કરવા તેમજ ઝડપી ઉકેલ માટે તજજ્ઞો સાથે સંવાદ કરવામાં આવશે. શહેરોમાં સ્વચ્છતા અને વધુ સુવિધામય બનાવવાની દિશામાં પણ પગલાં ભરવા સમૂહ ચિંતન કરવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને શહેરીકરણની સાથે વધતી…
આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામે સુપ્રીમ ગ્લેઝીઝ પ્રાઇવેટ લિમિટેડ માં સ્થનિકોને રોજગારી ન આપતા ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા ટિમ , યુથ કોંગ્રેસ, લોક સરકાર દ્વારા તાળા બંધી કરા. હતૂ. કૉંગ્રેસ ના કાર્યકરો એ કંપની ના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા વાતાવરણ ગરમાયુ હતું તો પોલીસે વચ્ચે પડી વાતાવરણ ને કાબુમાં લેવાયું તેમજ તાળા બંધી ના પ્રોગ્રામમાં દક્ષીણ ઝોન પ્રભારી કાલુ ચૌહાણ,ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ધઢવી , 150 વિધાનસભા સોસીયલ મીડિયા કોરડીનેટર ભારત ગોહિલ, ભરૂચ જિલ્લા યુથ પ્રમુખ શેરખાન પઠાણ, આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ જકવાન જાલ…
સંસદની એક સમીતીએ વિમાન સેવા કંપનીઓ દ્વારા અલગ અલગ ફ્લાઇટમાં ભારે ભરખમ રકમ વસૂલવા પર લગામ લગાવવાની ભલામણ કરી છે. તેમજ કહ્યું કે ટિકિટ રદ કરવાની રકમ કોઇ પણ હાલમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેણે એરલાઇન્સ કર્મચારીઓના દુર્વ્યવહાર પર કડકમાં કડક કાર્યવાહી અંગે પણ વાત કરી છે. પરિવહન, ટૂરીઝમ તેમજ સંસ્કૃતિ પર સંસદની સ્થાયી સમીતીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, ટિકિટ રદ કરાવવા માટે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવનાર રકમ કોઇ પણ સ્થિતીમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેમ સુનિશ્ચિત કરવામાંl આવવું જોઇએ. ટિકિટ રદ કરાવવા ઉપર કર તેમજ ઇંધણ શૂલ્ક પાછુ આપવું જોઇએ. ઉલ્લેખનીય…