મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી રકમ માટે રાજ્ય સરકારે રૂા. 625 કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ અને ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ‘ એક વખતની સંપૂર્ણ માફી યોજના’ નો લાભ મળશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક…
કવિ: Satya-Day
આઈપીએલ-2019 માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થરુ થઈ ગઈ છે. કુલ 346 ક્રિકેટર આ હરાજીનો ભાગ બનશે, જેમાં 226 ભારતીય છે. આ વખતે હરાજી માટે 1003 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જોકે 8 ફ્રેન્ચાઇઝીઓએ તેમાંથી 346 ખેલાડીઓની જ યાદી બનાવી હતી. ગત વર્ષે ભારતના ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો વેચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે 1.5 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં સામેલ એકમાત્ર ભારતીય છે. 1 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝમાં યુવરાજ સિંહ, રિદ્ધિમાન સાહા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. ચેન્નાઈએ મોહિત શર્માને 5 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ 50 લાખ હતી.…
ઈન્ટરનેટનો ઉપયોગ કરવો એ યૂઝર્સ માટે ભયજનક બનતું જઈ રહ્યું છે. જો તમે પોતાની તરફથી ઈન્ટરનેટ પર જુદી જુદી વેબસાઈટ પર પોતાની વ્યક્તિગત જાણકારી આપતા હોય, તો ચેતી જજો. કારણ કે તેને હેકર્સ 3500 ડોલર્સમાં ખરીદી લે છે. જો એક ફોટો કે પાસવર્ડની કિંમત 40 પૈસાથી પણ ઓછી છે. એવામાં તમારા બેંક એકાઉન્ટથી લઈને વ્યક્તિગત ફોટો, ક્રેડિટકાર્ડની જાણકારી, સોશિયલ મીડિયા પોસ્ટ કઈં પણ સુરક્ષિત નથી. ઈન્ટરનેટ પર નામી કંપનીઓની એપ્સ પર પણ તમારી જાણકારી શેર કરવી ઓછી ભયજનક નથી. કેસ્પરસ્કી લેબ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં ઉબેર, નેટફ્લિકસ, સ્પોર્ટફાઈ જેવી મશહૂર એપ્સના સિવાય ગેમિંગ વેબસાઈટ્સ, ડેટિંગ એપ્સ અને અશ્લીલ સામગ્રી…
આજે વહેલી સવારે કતારગામ નંદુડોશીની વાડી ખાતે આવેલા કિરણ જેમ્સના જ્વેલરી યુનિટ કિરણ જ્વેલરના બોઇલર રૂમની પાછળની ગ્રીલ અને બારીનો કાચ તોડી ચોર રૂ.૧.૧૮ કરોડનું ગાળેલું સોનું ચોરી ફરાર થઈ ગયો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામની નંદુ ડોશીની વાડી ખાતે જાણીતી હીરા પેઢી કિરણ જેમ્સનું જ્વેલરી યુનિટ કિરણ જ્વેલર ડાયમંડ મેન્સનમાં આવેલું છે. આજે મળસ્કે બે વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળામાં કોઈ ચોર બોઇલર રૂમની પાછળના ભાગે આવેલી ગ્રીલ તોડી અને બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યો હતો અને દાગીના બનાવવા માટે ગાળવામાં આવેલું રૂ.૧.૧૮ કરોડનુ સોનુ લઈ ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે જાણ થતા સંચાલકોએ કતારગામ પોલીસને જાણ કરી…
સુરતના પોશ એરિયા ગણાતા વેસુમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં થોડા દિવસો પહેલાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં માસુમ વિદ્યાર્થી અને ટીચરનું મોત નિપજ્યુ હતું. ટ્યુશન ક્લાસીસની આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે સુરતનાં અન્ય ટ્યુશન ક્લાસીસની તપાસ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે અડાજણા વિસ્તારમાં ઈસ્કોન પ્લાઝા ખાતે આવેલા બ્રેઈન લર્નીંગ ટ્યુશન ક્લાસીસને ફાયર સેફટી સહિતના વિવિધ કારણોસર સીલ મારવામાં આવ્યું છે. બ્રેઈન ચાઈલ્ડ લર્નીંગ નામના ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવતા ટ્યુશન ક્લાસીસનાં સંચાલકોમાં ભારે ફફડાડ વ્યાપી ગયો છ. ફાયરની ટીમે અત્યાર સુધી સાત જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ મારી દીધા છે જ્યારે 230 જેટલા ટ્યુશન…
ગુજરાતના પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના હાર્દિક પટેલે સોમવારે પાટીદારો માટેનું અનામત આંદોલન પડતું મૂકવાની તૈયારી બતાવી હતી. જોકે હાર્દિક પટેલે એ માટે બે શરતો મૂકી હતી ને આ બે શરતોનું પાલન કરાય તો અનામત આંદોલન સમેટી લેવાની તૈયારી બતાવી હતી. હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશના યુવાઓ માટે જો 2 કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવે અને ખેડૂતોને એમના ઉત્પાદનો માટે યોગ્ય કિંમત ચૂકવવામાં આવે તો હું અનામત માટેની મારી માગણીને પડતી મૂકી દઈશ. હું મારું આંદોલન પણ સમેટી લઈશ તેવી જાહેરાત પણ હાર્દિકે કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુવાઓ બેરોજગારીની સમસ્યાથી પીડાય છે…
હવે કપડાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટ ચાર્જ થઈ શકશે. નોટિંગ્ઘમ ટ્રસેંટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી સોલાર પેનર બનાવી છે જેને કપડાંનાં ખિસ્સામાં લગાવાશે. મોબાઇલ બેટરી સમાપ્ત થાય પછી આ ડિવાઇઝને ખિસ્સામાં મૂકવા પર તે ચાર્જ થઈ જશે. આ ડિવાઇઝને નામ આપવામાં આવ્યું છે ચાર્જિંગ ડોક. સંશોધકોની ટીમ અનુસાર, ફોન ચાર્જ કરવા માટે 2000 પેનલ્સની જરૂર પડશે. આ આખા પેનલનું કદ 3મીમી લાંબું અને 1.5 મીમી પહોળું છે. સંશોધકોનું કહેવું છે કે સૌર પેનલની આ તકનીક કાર્બન ઉત્સર્જનને ઘટાડશે અને કપડાંનું ખિસ્સું એક પાવર બેન્ક તરીકે કામ કરશે. જ્યાં કોઈ સોકેટની જરૂર પડશે નહીં. સૌર પેનલ દ્વારા ચાર્જ કરતી વખતે વ્યક્તિને…
લોકરક્ષક ભરતીના પેપર લીક થવાથી લોકરક્ષકની પરીક્ષા રદ થઈ હતી તેથી પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રથી પરત ફરવુ પડ્યુ હતુ. આ પરીક્ષાના પેપર લીક કરનાર બે આરોપીઓ હવે GPSCની પરીક્ષા આપવાના છે. આજે રવિવારના દિવસે લેવાનાર GPSCની પરીક્ષા આપવા માટે કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે GPSCની પરીક્ષા યોજાશે. ત્યારે લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં સંકળાયેલા બે આરોપીઓ આજે GPSCની પરીક્ષા આપવાના છે. કોર્ટે બંન્ને આરોપી રાજેન્દ્રસિંહ વાધેલા અને ઉત્તમસિંહ ભાટીને પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાના અને ત્યાંથી પરત સેન્ટ્રલ જેલમાં લઈ આવવા માટેના નિર્દેશ આપ્યા છે. લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં પોલીસે અત્યાર…
IPL 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે. આ હરાજીમાં 118 કેપ્ડ અને 228 અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. હરાજી માટે સૌથી વધારે બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જેમાં 9 ખેલાડીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, સેમ કુરેન, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જલો મેથ્યુસ અને ડાર્સી શોર્ટને 2…
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથ લીધાના ગણતરીના જ કલાકમાં મોટો નિર્ણય લીધો હતો. તેમણે વાયદાને પૂરો કરતાં ખેડૂતોની દેવા માફીની ફાઇલ પર સહી કરી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે વાયદા કર્યા હતા તેમાં સૌથી મહત્વનો વાયદો ખેડૂતોને દેવા માફીનો પણ હતો. સત્તા ગુમાવ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાને પણ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવતાં જ 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરશે તેવી આશા રાખીએ છીએ. હવે કમલનાથે તેના વાયદા પર ખરા ઉતરતાં દેવા માફીની ફાઇલ પર હસ્તાક્ષર કરી દીધા છે. કમલનાથના આ નિર્ણય હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તેનાથી રાજ્યના 40 લાખ ખેડૂતોને…